Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

તાવ, શરદી, પથરી, કેન્સર, ધાધર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી છે ખુબ જ ઉપયોગી

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
1
ગીલોય ના ફાયદા

ગીલોય ના ફાયદા

1
SHARES
Share on FacebookShare on Twitter

ગળો એક પરોપજીવી વેલ છે જે બીજા કોઈ ઝાડ ઉપર રહીને ઉછરે છે. ગળોના પાંદડા પાનના છોડના જેવા હોય છે. જેનું વાનસ્પતિક નામ Tinospora Cordifolia કહે છે. ગળોને અંગ્રેજીમાં Indian Tinospora અને હિન્દીમાં તેને ગિલોય કે ગુડુચી કહે છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અમૃતા, ગુડુચી, ચિન્નરૂહા અને ચક્રાંગી જેવા નામોથી ઓળખવામાં આવે છે.  ઘણા વર્ષ સુધી જીવંત રહે અને અમૃત સમાન ગુણકારી હોવાથી જેને અમૃતા કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને ઝેરની મહાન ઔષધી માનવામાં આવે છે અને તેને જીવંતિકા નામ આપવામાં આવ્યું છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગળોનો વેલો જંગલમાં, ખેતરની વાડોમાં, પહાડોના શિખર પર ગોળ ગોળ વીંટળાઈને ફેલાય છે. ગળાનો વેલો લીમડો, આંબાના વૃક્ષની આસપાસ વધારે પ્રમાણમાં મળે છે. જે વૃક્ષ પર ગળો ફેલાય છે જેના ગુણ તેમાં ઉતરે છે. જેમાં લીમડા ઉપર થયેલી ગળોને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. ગળાનો વેલો નાની આંગળીથી લઈને અંગુઠા જેવડો પણ થઈ શકે છે. જ્યારે જૂની ગળોનો વેલો નાના બાળકના હાથ જેવડો પણ હોય છે. વેલો ઝાડ પર ચડીને તેના મૂળ નીચે તરફ ઢળતા અને ઝુલતા હોય છે. ખેતરમાં એન પહાડો પર ગળો જમીનમાં ઘૂસીને અનેક વેલા ઉત્પન્ન કરે છે.

Join Group

ગળોના વેલાની ઉપરની છાલ ખુબ જ પાતળી, ભૂરી અથવા આછા ભૂરા રંગની હોય છે. જે ભાગને હટાવી દેવાથી તેનો માંસલ ભાગ લીલા રંગનો દેખાય છે. કાપવાથી તે ભાગ ચક્રાકાર દેખાય છે. પાંદડા હ્રદયના આકારના, ખાવાના પાન જેવા એકાંતર ક્રમમાં વ્યવસ્થિત હોય છે. જે 2 થી 4 ઈંચનો વ્યાસ ધરાવે છે. ગળાના વેલાને ગ્રીષ્મ ઋતુમાં પીળા રંગના નાના નાના ફૂલ આવેં છે. અને તેના પછી ફળ બેસે છે હે નાના વટાણા આકારના હોય છે એન પાકવાના સમયે લાલ રંગના થઇ જા છે.  તેના બીજ સફેદ, ચીકણા આને મરચાના દાણાના જેવા હોય છે.

ગળોમાં કીનોન્સ, ફ્લેવોનોઈડ, પોલીફેનોલ્સ, ટેનિન, કુમૈરીન્સ, ટરપેનોઈડસ, એસેંશીયલ ઓઈલ્સ, અલ્કાલોઈડસ, લેક્ટિક, પોલીપેપ્ટાઈડ, ગ્લાઇકોસાઈડ, સૈપોનીંસ, સ્ટેરોઈડસ જેવા રાસાયણિક તત્વો હોય છે જેથી આ ગળો અનેક રોગોના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી છે જેનો પાન, વેલા, ફળ, ફૂલ, મૂળ અને છાલ દ્વારા પાવડર, ચૂર્ણ, રસ અને ઉકાળા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. અમે ક્યાં રોગોના ઈલાજમાં ઉપચાર તરીકે ગળોનો ઉપયોગ થાય છે તે વિશે જણાવીશું કે જેના દ્વારા તમે પણ આ ઉપાય કરી શકો.

રોગ પ્રતિકારક શક્તિ: શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરીરમાં અનેક બીમારીઓ આવે છે.  એવામાં ગળોનું સેવન કરવામાં આવે તો તે અત્યંત લાભકારી છે . ગળોના ઔષધીય ગુણોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ખુબ જ હોય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

ક્રોનિક ફીવર જુનો તાવ: જ્યારે 10 થી 15 દિવસોમાં તાવનો સમસ્યા દુર ન થાય તો તે વ્યક્તિને જુનો તાવ હોય શકે છે. આ સમસ્યામાં ગળો ખુબ જ લાભદાયી છે. આ તાવમાં ગળો મહદઅંશે લાભ પહોંચાડે છે. તેના માટે ગળોના વેલા અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટીપાયરેટીક તાવ ઠીક કરનારા અને એન્ટી મેલેરીયલ મેલેરિયા દુર કરનારા તત્વો હોય છે.

પાચનશક્તિ વધારવા: ગળોમાં ઔષધિય ગુણમાં પાચન સંબંધો સમસ્યા દુર કરવાના ગુલ હોય છે જેથી ઝાડા અને મરડો તેમજ કબજિયાતની સમસ્યામાંથી દુર કરવામાં મદદ કરે છે. આ કારણે માનવામાં આવે છે કે પાચનતંત્રને મજબુત કરવા માટે ગળો ખુબ જ ઉપયોગી છે.

ડાયાબીટીસ: ગળો સુગર ઓછું કરવાના ગુણ ધરાવે છે જેથી ડાયાબીટીસના રોગમાં ગળો ખુબ જ લાભકારી અને ગળોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવાના ગુણના લીધે શરીરમાં ઈન્સુલીનની સક્રિયતા વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં આવે છે જેથી ડાયાબીટીસથી છુટકારો  મેળવવા ગળો ખુબ લાભકારી છે.

ડાયાબીટીસ

ડેન્ગ્યું: ગળોને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. જેમાં એવા રસાયણ ઉપ્લબ્ધ હોય છે જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ગળોથી રોગપ્રતિકારક શક્તિ વધતા ઘાતક બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે.  આ બીમારીઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું જેવી બીમારીઓનો પણ સમાવેશ થાય છે. ગળો આ રોગનું વાયરલ ઇન્ફેકશન રોકે છે.

અસ્થમા દમ: અસ્થમાની સમસ્યાથી છુટકારો મેળવવા ગળો ખુબ જ ફ્ય્દાકારક છે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય ગળો કરે છે જેના લીધે શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે જેના લીધે અસ્થમાના લક્ષણોને ઓછા કરવાની ક્ષમતા પણ વધે છે. ગળોનું જ્યુસ મધ સાથે ભેળવીને પીવાથી અસ્થમામાં રાહત રહે છે.

સાંધાનો વા: ગળોમાં સોજાનો નાશ કરવાના એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે, સાથે સાંધાનો સોજો દુર કરવાના ગુણ હોય છે જેના પરિણામે સાંધાનો સોજાથી ઓછા કરવાના એન્ટી અર્થરાઈટીક અને દુખાવામાં રાહત આપતા એન્ટી ઓસ્ટીયોપોરાટીક જેવા પ્રભાવશાળી ગુણ હોય છે જેન લીધે ગઠીયો વા દુર થાય છે. ગળોના કોઇપણ રૂપે સેવન કરવાથી આ વા માં રાહત મળે છે.

આંખની બીમારી: આંખો સંબંધી સમસ્યાના નિરાકરણમાં ગળો ઉપયોગી છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણા આભારી છે. આમ આંખોની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિ વધતા તે રોગનો નાશ થાય છે. જેમાં આંખની આંજણી, કમળો, આંખમાંથી પાણી પડવું અને મોતિયો જેવી બીમારીમાં રાહત મળે છે.

આંખોની દરેક સમસ્યાના

મોતિયો: 10 મિલી ગળોના રસમાં 1 ગ્રામ મધ અને 1 ગ્રામ સિંધવ મીઠું નાખીને સારી રીતે ભેળવીને આંખમાં પાંપણો પર આંજવાની અંધાપો, સોજો, ચીપડા, સફેદ અને કાળો મોતિયો બંધ દુર થાય છે. ગળોના રસમાં ત્રિફળા ભેળવીને ઉકાળો બનાવીને તેમાં 10 થી 20 મિલી ઉકાળામાં 1 ગ્રામ પીપળીનું ચૂર્ણ અને મધ ભેળવીને સવારે અને બપોરે સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.

યૌન ઈચ્છાઓ પ્રભાવી બને: શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વને કારણે એફ્રડીજીએક પ્રભાવ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.

ઉમર સામે શરીરનો પ્રભાવ ઘટાડે: ગળોમાં આવેલા રાસાયણિક તત્વોને કારણે ગળોમાં એન્ટી એન્જિગ પ્રભાવ હોય છે.તે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બીમારીમાં ઉપયોગી થાય છે. જયારે વ્યક્તિની ઉમર વધતા જાય તેમ શરીરમાં અને ચહેરા પર કરચલીઓ પડે છે અને વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે જ્યારે ગળોનું નિયમિત સેવન કરવાથી ઉમરનો પ્રભાવ દેખાતો નથી. જેથી આ સેવનથી શરીરને યુવાન જ રાખે છે.

કમળો: કમળાના દર્દીઓ માટે ગળોના પાંદડાનો રસ ખુબ જ ઉપયોગી છે.  ગળોમાથી રસ કાઢીને પીવાથી કમળો મટે છે અને સાથે આવતો તાવ અને દુખાવાથી પણ આરામ મળે છે. ગળોમાં રસ સિવાય ગળોના ચૂર્ણનો પણ ઉપયોગ કરીને કમળાથી છુટકારો મેળવી શકાય છે. એક થી બે ચમચી ગળોના ચૂર્ણ અને મધ ભેળવીને દિવસમાં બે વાર નાસ્તા અથવા ખાવા સાથે લેવાથી કમળો મટાડી શકાય છે.ગળોના 20 થી 30 મિલી ઉકાળામાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળો ઠીક થાય છે.  ગળોના 10 થી 20 પાંદડાને વાટીને એક ગ્લાસ છાશમાં નાખીને ગાળીને પીવાથી કમળો મટે છે.

અપચો: પાચન સંબંધી સમસ્યામાં ગળો અપચો પણ દુર કરે છે. પાચન સંબંધી સમસ્યામાં કબજિયાત, એસીડીટી અને અપચો વગેરેથી પરેશાન વ્યક્તિ ગળોના સેવા દ્વારા આ સમસ્યાઓને દુર કરી શકે છે. ગળોનો ઉકાળો, પેટની ઘણી બીમારીઓ દુર રાખે છે. આ સમસ્યાના નિરાકરણ માટે દરરોજ અડધી ચમચી ગળોનું ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાત, અપચો અને એસીડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

ઉધરસ: ઘણા દિવસોથી ઉધરસથી પરેશાન વ્યક્તિ ગળોનું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદાકારક છે. ગ્લોમાં એન્ટીએલેર્જીક ગુણ હોય છે જેના લીધે શરદીથી જલ્દીથી આરામ મેળવી શકાય છે. ઉધરસ દુર કરવા માતાએ ગળોનો ઉકાળો પણ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે ઉકાળો બનાવીને મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી ઉધરસ દુર થાય છે.

તાવ: ગળોના એન્ટીપાયરેટીક ગુણના લીધે જે જૂનામાં જૂના તાવને દુર કરે છે. આ પરિણામે ડેન્ગ્યું, મેલેરિયા, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર સમસ્યાઓથી આરામ મેળવી શકાય છે. તાવ આવતા સમયે ગળોનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવાથી તાવ દુર થઇ શકાય છે.

તાવ માટેના ઈલાજ તરીકે બીજોરું

એનીમિયા: શરીરમાં લોહીની ઉણપના કારણે ઘણા રોગો થતા હોય છે જેમાં લોહીની ઉણપથી સૌથી ખતરનાક રોગ એનીમિયા છે. મોટાભાગે એનીમિયાથી સ્ત્રીઓ વધારે પરેશાન હોય છે. એનીમિયાથી પીડિત મહિલાઓ માટે ગળોનો રસ ખુબ ફાયદાકારક છે. ગળોનો રસ શરીરમાં લોહીની ઉણપ દુર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બે થી ત્રણ ચમચી ગળોનું જ્યુસને મધ સાથે અથવા પાણી સાથે પીવાથી એનીમિયામાં દુર થાય છે.

લીવર સમસ્યા: વધારે દારુનું સેવન ઘણી રીતે નુકશાન પહોચાડે છે. એવામાં ગળોનું ચૂર્ણ લીવર માટે ટોનિકની જેમ કાર્ય કરે છે. તે લોહીને સાફ કરે છે અને એન્ટીઓક્સીડેન્ટ એન્જાઈમના સ્તરને વધારે છે. આ રીતે તે લીવરના કાર્યને વ્યવસ્થિત કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. ગળોનું સેવન કરવાથી લીવર સંબંધી અનેક રોગો મટે છે. એક થી બે ચપટી ગળોનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બે વાર સેવન કરવાથી લીવર સંબંધી સમસ્યા દુર થાય છે.

હેડકી: ગળો અને સુંઠના ચૂર્ણને નાકમાંથી સુંઘવાથી હેડકી બંધ થાય છે. ગળોનું ચૂર્ણ અને સુંઠની ચટણી બનાવીને તે દૂધ સાથે પીવાથી હેડકી બંધ થાય છે. ગળોના આ સેવનથી અન્નનળી અને શ્વાસનળીમાં ફસાયેલો ખોરાક કે છાલો દુર થઈને  સાફ થવાથી હેડકી બંધ થાય છે.

કાનની બીમારી: ગળોના વેલાને ગરમ પાણીમાં ગ્સીને તેનો રસ કાઢીને કાનમાં 2- 2 ટીપા નાખવાથી કાનનો મેલ સાફ થાય છે. આ સાથે કાનની અન્ય બીમારીઓથી પણ રાહત થાય છે. કોઇપણ પ્રકારની આડઅસર કે કાનમાં નુકશાન પહોચાડ્યા વગરે ગળો કાનના મેલને સાફ કરે છે.

ટીબી: ગળો ટીબીના દર્દીની સમસ્યામાંથી રાહત અપાવવા ખુબ જ ઉપયોગી છે. આ માટે આ ઔષધી બનાવવા માટે તેનો ઉકાળો બનાવવાની જરૂર રહે છે. તેમાં અશ્વગંધા, ગળો, શતાવરી, દશમૂળી, બલામૂળ, અરડુંચી, પોહકરમૂળ આને અતિસ બધાને સરખા પ્રમાણમાં લઈને ઉકાળો બનાવીને 20 થી 30 મિલી ઉકાળો સવાર અને સાંજ પીવાથી ટીબી મટે છે. આ ઉકાળો દૂધ સાથે પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

ઉલ્ટી: એસીડીટીના કારણે ઉલ્ટી થતી હોય તો ગળોના રસમાં 4 થી 6 ગ્રામ સાકરની મિશ્રી ભેળવીને સવાર અને સાંજે પીવાથી ઉલ્ટી બંધ થાય છે. ગળોની 125 થી 250 મિલી ચટણીમાં 15 થી 30 ગ્રામ મધ  ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવતી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે,  20 થી 30 મિલી ગળોના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી તાવના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે. ગળોના રસમાં સાકર ભેળવીને પીવાથી ઉલ્ટી મટે છે.

ઉલ્ટીની સમસ્યાના

કબજિયાત: હરડે, ગળો અને ધાણા સરખા પ્રમાણમાં 20 ગ્રામ જેટલા લઇ અડધા લીટર પાણીમાં પકાવી લીધા બાદ તેમાં ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેનો ઉકાળો બનાવીને તેમાં ગોળ નાખીને સવાર અને સાંજે પીવાથી કબજીયાતની બીમારી ઠીક થાય છે.

એસીડીટી: ગળોના 10 થી 20 મિલી રસમાં ગોળ અને સાકરની મિશ્રીનું સેવન કરવાથી એસીડીટી મટે છે. ગળોના 20 થી 30 મિલી ઉકાળામાં અથવા ચટણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી એસીડીટી ઠીક થાય છે. આ સિવાય 10 થી 30 મિલી ઉકાળામાં ગળોની છાલ, ગળોને નાની વાટકી બરાબર ભાગમાં લઈને અડધો લીટર પાણીમાં પકાવીને ઉકાળો બ્નાવોં અને ઠંડો પડ્યા બાદ 10 થી 30 મિલી ઉકાળામાં મધ ભેળવીને સોજો, ખાંસી, ઝડપી શ્વાસ, તાવ અને એસીડીટીની સમસ્યા મટે છે.

કેન્સર: ગળો અને ઘઉના જવારાનું સેવન કરવાથી કેન્સરની બીમારી મટે છે. આ ઉપાય કરવાથી કેન્સરના રોગીને ખુબ જ ફાયદો થાય છે. 2 ફૂટ લાંબી એક એક આંગળી જેટલી જાડી ગળોને 10 ગ્રામ ઘઉના જવારાના લીલા પાંદડા લઈને થોડાક પાણી સાથે વાટીને કપડા વડે નીચોવીને 1 કપ જટલું દ્રાવણ ખાલી પેટે સેવન કરવાથી  કેન્સર જેવા રોગને પણ મટાડી શકે છે.

હાથીપગો: 10 થી 20 મિલી ગળોના રસમાં 30 મિલી સરસવનું તેલ ભેળવીને દરરોજ પીવાથી હાથીપગો મટે છે. આ રોગને ફાયલેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હાથીપગો એક ગંભીર બીમારી છે જેમાં વ્યક્તિના શરીરના અંગો ખુબ સોજી જાય છે. આવું ફીલેરીયલ વર્મના કારણે થાય છે. 10 થી 20 ગ્રામ ગળોના જ્યુસમાં 50 મિલી કડવી બદામ (કરંજ)નું તેલમાં ભેળવીને ખાલી પેટે પીવાથી હાથીપગો મટે છે.

હાથીપગાના રોગના ઈલાજ

વજન ઘટાડવા: વધારે વજન અને શરીર વધવાની સમસ્યા દુર કરવા ગળો ખુબજ ઉપયોગી છે. એક ચમચી ગળોના રસમાં એક ચમચી મધ ભેળવીને સવાર અને સાંજે સેવન કરવાથી વજન અને શરીર ઘટે છે. આ સિવાય પેટમાં કૃમી અને જીવાણુંના કારણે શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે આ સમયે ગળોનું સેવન કરવાથી જીવાણું મરી જાય છે.

ધાધર: ગળોનો રસ પીવાથી લોહી સંબંધી બીમારી દુર થાય છે. ગળો લોહીને સાફ કરે છે. જેના લીધે લોહી શુદ્ધ થાય છે જેનાથી ચામડીના રોગો મટે છે. સાથે ગળોના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેથી ફૂગ અને જીવાણુંના લીધે તથા રોગો પણ નાશ પામે છે. ગળોના પાંદડાને હળદર સાથે વાટીને ધાધરવાળા ભાગ પર લગાવવાથી અને મધ સાથે ગળોનો રસ પીવાથી ધાધર મટે છે.

ચીકનગુનિયા: ગળો શરીરને ઠંડક આપે છે. જેનાથી તાવમાં રાહત મળે છે. આ પ્રમાણે ચીકનગુનીયામાં માટે પણ ગળો ખુબ જ પ્રભાવશાળી છે. ગળોનું સેવન શ્વેતકણોને નિયંત્રિત કરે છે. ગળોમાં સોજા  રોકવાના અને કફ અને દમ અને ડાયાબીટીસમાં લોહીમાં સુગર કન્ટ્રોલ કરવાના ગુણ હોય છે.

બળતરા: ગળોના સેવન દ્વારા પગની બળતરા દુર કરી શકાય છે. ઘણા ઉપાયો કરવા છતા કોઈ ફાયદો ના થઇ રહ્યો હોય તો ગળોનું સેવન કરવાનો ઉપયોગ કરવાથી જરૂર ફાયદો મળશે. ગળોના રસને લીમડાના પાંદડામાં અને આમળા સાથે ભેળવીને ઉકાળો બનાવીને દિવસમાં દરરોજ 2 થી ૩ વખત પીવાથી હાથ અને પગમાં થતી બળતરા મટે છે.

કફ: ગળો અને મધનું સેવન કરવાથી કફ મટે છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે.

ઉધરસ અને ઉલટીના ઉપચાર તરીકે બીજોરું

હાર્ટ એટેક: કાળા તીખા અને ગળો ગરમ પાણી સાથે સેવન કરવાથી છાતીના રોગથી રાહત થાય છે. આ મિશ્રણ સતત સાત દિવસ ચાલુ રાખવાથી હ્રદય સંબંધી અનેક સમસ્યાઓ દુર થાય છે. ગળોમાં આવેલા તત્વો લોહીના દબાણ અને તેના પરિભ્રમણ સ્તરને કાબુમાં રાખે છે. કોલેસ્ટેરોલ પણ કાબુમાં રહે છે, જેના પરિણામે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

કોઢ: 10 થી 20 મિલી ગળોના રસમાં દિવસમાં બે થી ત્રણ વખત નિયમિત રીતે પીવાથી કોઢની બીમારી મટે છે. ગળોનો રસને પીવાય એટલા પ્રમાણમાં પીવાથી અને આ પછી માત્ર મગના સૂપનું જ ભોજન તરીકે અને સાથે  ભાત અને ઘી ઉપયોગ કરવાથી કોઢ મટે છે.

ખીલ: ખીલ અને ફોલ્લીઓથી પરેશાન વ્યક્તિએ ગળોને ફળોને વાટીને ચોપડવાથી ખીલ અને ફોલ્લીઓ તેમજ ચાંદાઓ અને ગુમડા મટે છે. ગળોના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગુમડા મટે છે.

પથરી: ગળોના 10 થી 20 મિલી રસમાં 2 ગ્રામ પાષણ ભેદ ચૂર્ણ આને 1 ચમચી મધ ભેળવીને દિવસમાં 4 થી 5 વખત પીવાથી પથરી મટે છે.

આ સિવાય ગળોનો ઔષધ તરીકે ઉપયોગ કરીને વાયુ, રક્તપિત, બરોળનો ગાંઠ, તરસ, દાહ,, પાંડુરોગ, સફેદ વાળ, શીઘ્ર પતન, મગજના રોગો, માથાનો દુઃખાવો વગેરે બીમારીઓ મટે છે. આમ, ગળોના વેલા, મૂળ, પાંદડા, બીજ, ફળ, ફૂલ અને છાલનો ઉપયોગ કરીને ચૂર્ણ, રસ, ઉકાળો અને પેસ્ટ બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે અને જેથી અનેક રોગો અનેં બીમારીઓને નાબુદ કરી શકાય છે. આ માહિતી દ્વારા ગળાનો ઉપયોગ કરીને લાગુ પડેલી બીમારીઓને દુર કરી શકશો. આશા રાખીએ છીએ કે આ ગળોના ઔષધીય ગુણો વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તેનો ઉપયોગ કરીને તમે રોગમુક્ત થઈને અને તંદુરસ્ત શરીર રાખી શકશો.

🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
વજન ઘટાડવાના ઉપાયો,

ઝડપથી વજન ઘટાડવા માટેનો અત્યારે સુધીના સૌથી સફળ આયુર્વેદિક ઉપાય

ભાંગરાં નો આયુર્વેદિક ઉપયોગ

કાળા વાળ, એલેર્જી, તાવ, યોનીરોગ, મોતિયો અને 50 થી વધુ રોગનો એકમાત્ર ઈલાજ છે આ વનસ્પતિ

Comments 1

  1. Bharat Joshi Val sad says:
    1 year ago

    Good.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી કરો બુસ્ટ

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી બુસ્ટર બનાવો ઘર બેઠા

February 25, 2022
ઔષધીનો મહા રાજા હરડે

દરરોજ સવારે નરણા કોઠે ખાલી બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

June 15, 2022
આ ઊંધાફૂલી ઔષધી ના ફાયદા જાણીને તમે ચોકી જશો

આ ઊંધાફૂલી ઔષધી ના ફાયદા જાણીને તમે ચોકી જશો

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In