મિત્રો આજના આ આર્ટીકલ અમે તમને ક્યાં ક્યાં શાકભાજી ને ફ્રીઝ માં રાખવા જોઈએ નહિ તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . તથા ક્યાં મુખ્ય ફળો ને પણ ફ્રીઝમાં રાખવા જોઈએ નહિ તેના વિશે પણ અમે તમને માહિતગાર કરીશું .
આપણે મોટા ભાગના ખાદ્ય પદાર્થો ને બે થી લઈને ત્રણ દિવસ સુધી ટકાવવા માટે તેમને ફ્રીઝમાં રાખવામાં આવે છે . તથા જો તમે આવી શાકભાજી ને ફળો ને તમે ફ્રીઝ માં રાખશો તો તેમે બીમાર પણ પડી જવાની શક્યતાઓ સૌથી વધુ રહેલી હોય છે માટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
મિત્રો આપણે વારંવાર અમુક વસ્તુનો લાંબા સમય માટે રાખવા તેનો સંગ્રહ કરતા હોઈએ છીએ તથા અમુક ખાવા પીવાની વસ્તુ ને પણ આપણે ફ્રીઝ માં મૂકી ડેટા હોઈએ છીએ તો આજે અમે તમને કઈ કઈ ખાવા પીવાની વસ્તુને ફ્રીઝમાં મુકવી ના જોઈએ તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતગાર કરીશું . તથા અમે તમને એ પણ જણાવી દેશું કે ખાવા પીવાની વસ્તુ ને કેટલા સમય સુધી ફ્રીઝ માં રાખવી જોઈએ .
ક્યાં ક્યાં શાકભાજી ને ફ્રીઝ માં ના મુકવા જોઈએ ?
હવે અમે તમને ક્યાં ક્યાં મુખ્ય શાકભાજીને ફ્રીઝ માં મુકવા જોઈએ નહિ તેના વિશે તમને માહિતીગાર કરી દઈએ . તમે શાકભાજી તરીકે લસણ , ડુંગળી , બટેકા આવ શાકભાજી પણ ઘણા લોકો જાણે અજાણે ફીઝમાં મૂકી દેતા હોય છે . મિત્રો બટેકા ની વાત કરીએ તો તેને મોટા વેપારીઓ તેનો અલગ થી કોલ્ડ સ્ટોરેજ રાખેલો હોય છે અને તેને તેમાં મુકવા જોઈએ ફ્રીઝમાં મુકવા નહિ . આવુ કરવાથી ડાયાબિટીઝનાં દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. કારણકે ઠંડીથી બટાકાનું સ્ટાર્ચ સુગર બદલાઈ જાય છે.
બટેકા ને ક્યાં રાખવા જોઈએ ?
મિત્રો બટેકા ને વધુ સુરક્ષિત રાખવા માટે તેને પેપર બેગમાં મુકીને ખુલ્લી જગ્યા માં રાખવા વધુ ફાયદાકારક સાબિત થાય છે તેમજ લસણ અને ડુંગળી ને પણ હંમેશા ખુલ્લા માં રાખવા જોઈએ તથા તેને ફ્રીઝ માં ક્યારેય પણ નહી મુકવામાં કારણ કે લસણ ની સુગંધ બીજા મુકેલા પદાર્થો માં પણ આવી જતી હોય છે .
ક્યાં ક્યાં ફળો ને ફ્રીઝમાં મુકવા જોઈએ નહિ ?
ફ્રીઝમાં કેળા ક્યારેય નહિ મુકવા જો તમે ફ્રીઝ માં કેળા મુકશો તો તમારું સ્વાસ્થ્ય પણ બગડવાની પૂરી શક્યતાઓ રહેલી છે . તથા કેળાને ફ્રીઝ માં રાખવાથી બીજી મુકેલી ચીજવસ્તુઓ પણ બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે . તથા ફ્રીઝમાં કાપી નાખેલી કેરી અને તરબૂચ પણ તમારે ફ્રીઝમાં મુકવું જોઈએ નહિ . જો તમારે મધ ખાવાની ટેવ હોય તો મધને પણ ફ્રીઝમાં મુકવું નહિ .
તમારે મધને ફ્રીજમાં ના મુકવુ જોઈએ. ફ્રીજમાં મુકવાથી મધમાં ક્રિસ્ટલ બને છે. આ મધ ખાવાથી તમારું આરોગ્ય સારુ થવાના બદલે કથળી જાય છે.
આમ , અમે તમને આ આર્ટીકલ માં શું શું ફ્રીઝમાં મુકવું અને કઈ કઈ વસ્તુ ફ્રીઝમાં મુકવાથી તમારું સ્વાસ્થ્ય બગડવાની શક્યતાઓ રહેલી હોય છે તેના વિશે તમને બનતી માહિતી આપવાની અમે કોશીશ કરી છે .