વધારે પડતા વજનની સમસ્યા જે કોઈ વ્યક્તિને હોય છે, જે વ્યક્તિ કોઈને કોઈ રીતે પરેશાન રહેતો હોય છે. આ સમસ્યાને ઠીક કરવી જરૂરી છે. કારણ કે આ સમસ્યા એક એવી સમસ્યા છે કે જેનો ઈલાજ ન કરવામાં આવે તો જેના લીધે બીજી સમસ્યાઓ આવવાની પણ શક્યતાઓ રહે છે. વધારે વજન વાળા વ્યક્તિને કોઈને કોઈ બીમારી શરીરમાં આવતી જ હોય છે.
આજના સમયે આ વધારે વજન અને વધારે શરીર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે કોઈને કોઈ વ્યક્તિ તેનો ઈલાજ કરવાનો ઉપાય શોધતો જ હોય છે. પરંતુ આમાં કોઈ ઉપચાતર બરાબર કાર્ય કરતો હોતો નથી.
શરીરમાં ફાંદ દેખાવી કે શરીરનો દેખાવ બદલાઈ જવો જે એક ખરાબ દેખાય છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો શરમ પણ અનુભવતા હોય છે. જયારે ચાલવામાં અને કોઈ કાર્ય કરવામાં તેમજ કપડા પહેરવામાં પણ આ સમસ્યાથી સમસ્યા રહેતી હોય છે.
જો આ વધારે પડતા વજનના ઈલાજ તરીકે જો આયુર્વેદનો સહારો લેવામાં આવે તો વજનને આસાનીથી ઘટાડી શકાય છે. આ ઈલાજ માટે શરીરને ડીટોકસ કરવું જોઈએ. એટલે કે શરીરનું નિયમિત શુદ્ધિકરણ કરીને આ વધારે વજનની સમસ્યાને ઠીક કરી શકાય છે.
આ માટે એક ખુબ જ ઘરેલું અને કારગર ઉપાય છે. તુલસી અને અજમાનું ડ્રીંક. અજમા અને તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ બંને વસ્તુનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યના લાભો પણ મળે છે. તુલસી અને અજમામાં રહેલા પોષકતત્વોને લીધે તેના ડ્રીંકથી વજન ઉતારવામાં મદદ મળે છે.
તુલસી એક એવી આયુર્વેદિક ઔષધી છે કે કે મેટાબોલીઝ્મને વધારે છે, તેમજ ગેસ્ટ્રીક જ્યુસને રીલીઝ કરવામાં મદદ કરે છે. આ રીતે થતી પ્રક્રિયાને લીધે આ તુલસી અને અજમાનું જ્યુસ શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
આ પીણું બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું. આ પાણીમાં એક ચમચી અજમો નાખવો. આખી રાત્રી આ પાણીમાં જ અજમાને પલળવા દેવો. સવારે તેમાં 4 થી 5 તુલસીના પાંદડા નાખીને તેને ગરમ કરવું. જયારે ગરમ કરતા સમયે આ પાણીમાંથી અડધું પાણી બળી જાય અને અડધું પાણી વધે ત્યારે તેને ચુલા કે ગેસ પરથી ઉતારી લેવું અને પછી ગાળી લેવું. જયારે આ પાણી પીવાલાયક ગરમ રહે ત્યારે ધીરે ધીરે તેનું સેવન કરવું.
આ રીતે ગરમ કરીને તુલસી અને અજમાના ડ્રીંકથી શરીરમાં ખુબ જફાયદા થાય છે. જે શરીરમાં તુલસી એક ઔષધી હોવાથી ખુબ જ ફાયદો કરે છે. ખાસ કરીને શરદી અને ખાંસીના ઈલાજ તરીકે આપણે ઘરેલુ ઉપચાર તરીકે આ તુલસીનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. જયારે શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઇ હોય ત્યારે તુલસીના પાંદડા અને ફટકડીને સાથે લગાવવાથી શરીરના ઘાને મટાડે છે. જયારે ઘાને પાકતો પણ રોકે છે.
આ જયારે તુલસીમાંથી બનાવેલું આ ડ્રીંક સાંધાના દુખાવા, વાયરલ ચેપ, એસીડીટી અને કબજિયાત તેમજ વજન ઉતારવામાં ઉપયોગી છે. આ ડ્રીંકમાં અજમા અને તુલસીના ગુણો સાંધાની તક્લીફને દૂર કરે છે, જે વાયુના પ્રકોપને શાંત કરે છે જેના લીધે સાંધાના દુખાવા શાંત રહે છે.
જયારે વાયરલ નાશક ગુણ તુલસીમાં રહેલા છે જેથી વાયરસના પ્રકોપને શાંત કરે છે. જેમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ ગુણો અને રોગ પ્રતિકારક ગુણને લીધે વાયરસથી થતી બીમારીઓ અટકે છે. જેથી આ ડ્રીંકનું નિયમિત સવન કરવું જોઈએ.
જયારે વધારે વજન ની તકલીફ ધરાવતા લોકો માટે અ પીણું ખુબ જ ઉપયોગી છે. જ્યારે આ પીણું પીવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગળે છે. જે પેટ અને સાથળની ચરબીને બાળે છે, જેના લીધે શરીરનું વજન પણ ઘટે છે.
આમ, અજમા અને તુલસીની પીણું વજન ઘટાડવાના ઔષધ તરીકે ખુબ જ ઉપયોગી છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી બીજા અનેક લાભો પણ થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.