ભારતના ઉષ્ણ પ્રદેશોમાં મોટા ભાગે ચોમાંચામાં વરસાદ આવતા ઉગી નીકળે છે. તેને વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અંગ્રેજીમાં Wild Sena તરીકે ઓળખવામાં આવે છે. તેનું હિન્દી નામ ચકવડ, પવાડ કહે છે. જ્યારે તેનું સંસ્કૃત નામ ચક્રમર્દ છે અને વાનસ્પતિક નામ Senna tora કે Cassia tora છે. આપણે ત્યાં ગામડાના લોકો તેને પુવાડીયો તરીકે ઓળખે છે.
કુવાડિયો આવળનાં વર્ગનો છોડ છે. તેના પાન આવળનાં પાનને મળતા, પણ તેના કરતા થોડા મોટા હોય છે. કુવાડીયોના પાન એકબીજાની સામસામે, જરા છેટે છેટે, ત્રણેક જોડીઓમાં મળી એક સળી પર છ-છની સંખ્યામાં આવેલા હોય છે.આ જોડોના પાન અનુક્રમે નીચેથી ઉપર તરફ જતા મોટા થતા હોય છે, એટલે કે પહેલા જોડીના પાન સૌથી મોટા હોય છે.
કુવાડીયાના ફૂલ આવળ જેવા પીળા હોય છે, તેની શીંગો પાતળી, લાંબી અને અણીદાર હોય છે તથા તેમાં બી વધારે હોય છે, તેના બીજ કઠણ, ચળકતા, લીસા, પીળા કે લીલાશ પડતા ભૂરા રંગના હોય છે. અમે અહિયાં કુવાડિયાના ઔધીય ગુણો વિશે જણાવીએ છીએ.
ખસ- ખરજવું, ખંજવાળ: કુવાડીયાના પાનની ભાજી કરીને ખાવાથી ખસ અને ખરજવું મટે છે. તે લોહીને શુદ્ધિ કરનાર વનસ્પતિ છે જેથી આ ચામડીના રોગ થતા નથી. કુવાડીયાના બીજ ને તવા પર શેકી, ઝીણા ખાંડીને તેની કોફી બનાવીને ઔષધીય ગુણ આપે છે, તેમાં કોફી જેવું કેફીન તત્વ હોતું નથી તેથી તે આયુર્વેદિક ફાયદો આપે છે, તે ચામડી અને લોહીની ખરાબીને દુર કરે છે. કુવાડીયાના પાનની લુગદી ખરજવા પર બંધાય છે. તેના મૂળ ખરજવા પર ચોપડાય છે. કુવાડિયાના બી 6 ભાગ, બાવચીના બી 4 ભાગ અને ગાજરના બીજ બે ભાગ લઇ, તેનું ચૂર્ણ કરી ગોમૂત્રમાં પલાળી 8 દિવસ સુધી માટીના વાસણમાં રાખીને પછી ચોપડવાથી ખરજવું મટી જાય છે.
ધાધર: ધાધરના મલમોમાં ક્રાઈસોફેનિક એસિડ હોય છે જે કુવાડીયા માંથી નીકળે છે. ધાધર માટે કુવાડીયાની બરાબરી કરી શકે તેવી કોઈ દવા નથી. આ એસિડ ધાધર માટે ઘણી જ અકસીર ગણાય છે. કુવાડીયાના બીમાં આ એસિડ વધારે પ્રમાણમાં હોય છે જેથી કુવાડીયાના બીજ ચોક્કસ ધાધરને મટાડે છે. તે સંપૂર્ણ ધાધરનો નાશ કે છે.
કુવાડીયાના કુમળા પાનનો રસ, લીમડાના પાનના રસમાં એકત્ર કરી ચોપડવાથી ધાધર મટે છે. તેના પણ કર બીજ છાશમાં પલાળીને, વાટીને ધાધર પર ચોપડાય છે. કુવાડીયાના બીજ અને કણજીના બીજ ભેગા કરી વાટીને ધાધર પર ચોળાય છે. કુવાડીયાના બીજનું ચૂર્ણ ખાટી છાશમાં, લીંબુના રસમાં કે કુવાડીયાના પાનના રસમાં બરાબર મિક્સ કરીને ધાધર પર ચોપડવાથી ગમે તેવી ધાધર મટે છે. તેમાં ગંધક ભેળવવાથી વધારે ગુણકારી બને છે. કુવાડીયાના બીજ, બાવચીના બીજ, ગંધક, સિંદુર અને ફુલાવેલ ટંકણખારનું બારીક ચૂર્ણ સરસીયા તેલમાં ભેળવીને ચોપડવાથી ગમે તેવી જૂની ધાધર મટી જાય છે.
શીળસ: કુવાડીયાના મૂળનું બારીક ચૂર્ણ 4 ગ્રામ, સાકરની ભૂકી 10 ગ્રામ અને ઘી 20 ગ્રામ એકઠી કરીને રોજ સવારે ચાટવાથી લોહીમાં રહેલી ગરમી દુર થાય છે અને લોહી શુદ્ધ બને છે અને શક્તિ વધારે છે, એ ચૂર્ણ ઘીમાં બરાબર ભેળવીને ગરમ કરીને ચાટવાથી શીળસ મટે છે.
ડાયાબીટીસ: કુવાડીયાના ફૂલ સાકર સાથે ખાવાથી ડાયાબીટીસની સમસ્યા મટે છે. લોહીમાં શુગર ઓછું કરવાથી 10 ગ્રામ કુવાડીયાના મૂળને લઈને તેમાં 400 મિલી પાણીમાં પકાવીને તેના ચોથા ભાગનો ઉકાળીને બનાવીને 20 થી 30 મિલી માત્રામાં સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે.
મૂત્ર સમસ્યા: કુવાડીયાના ફૂલ 10 ગ્રામ અને ખડી સાકર 10 ગ્રામ ખાંડીને ખાવાથી પેશાબ વખતે થકી બળતરા અને પેશાબ અને મૂત્ર તંત્ર સાથે જોડાયેલા રોગો અને સમસ્યાઓ મટે છે. પેશાબ સાથે જોડાયેલી બીમારીમાં કુવાડીયાના ફૂલનો ગુલકંદ બનાવીને ખાવાથી પેશાબની બીમારી દુર થાય છે.
આધાશીશી-અડધા માથાનો દુખાવો: કુવાડિયા બીજને કાંજીમાં વાટીને લેપ કરવાથી આધાશીશી મટે છે. તણાવ અને ટેન્શનના કારણે માથું દુખી રહ્યું હોય તો કુવાડીયાના 20 થી 25 ગ્રામ બીજને કાંજીમાં વાટીને મસ્તક પર લેપ કરવાથી આધાશીશી મટે છે. કુવાડીયો, હળદર, દારુ હળદર, પીપર તથા ઉપલેટને સમાન માત્રામાં લઈને નીંબુના રસમાં ઘોળીને આંખોમાં લગાવવાથી આંખોની પરેશાની લીધે માથાનો દુખાવો થતો હોય તો મટે છે અને આંખોના રોગમાં પણ લાભ થાય છે.
કંઠમાળ રોગ: કુવાડીયાના ઔષધિય ગુણ ગળાના રોગના ઈલાજ તરીકે કાર્ય કરે છે. કંઠમાળ રોગમાં ગળું ફૂલી જાય છે. કુવાડીયાના 10 થી 12 પાંદડામાં ફટકડી તથા સિંધવ મીઠું ભેળવીને થોડા પાણી સાથે વાટીને ગરમ કરીને નાની નાની થેપલીઓ બનાવીને ગળામાં ગાંઠો પર બાંધવાથી ગાંઠો મટે છે. ભાંગરાનો રસ 2 લીટર, કુવાડીયાના મૂળની છાલ 115 ગ્રામ થતા સરસવનું તેલ 450 મિલી, ત્રણેયને ભેળવીને હળવી આંચમાં પકાવવાથી જયારે માત્ર તેલ વધે ત્યારે તેમાં 115 ગ્રામ સિંદુર ભેળવીને નીચે ઉતારી લઈને ઠંડું થયા બાદ લેપ કરવાથી ગાંઠ મટે છે. 10 થી 20 ગ્રામ કુવાડીયાના મૂળને લીંબુના રસમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ રોગમાં લાભ થાય છે.
કોઢ: કોઢ રોગથી આરામ માટે કુવાડિયાના ઔષધીય ગુણ ખુબ જ કામ આવે છે. કુવાડીયાના 10 થી 20 ગ્રામ બીજને દુધમાં વાટીને એરંડાનું તેલ ભેળવીને લેપ કરવાથી બધાં જ પ્રકારના કોઢ પ્રકારના રોગ મટે છે. જો કોઢ સ્ત્રાવ વાળો અને વધારે ખંજવાળ વાળો કાળો કોઢ હોય તો કુવાડીયાના બીજને થોરના દૂધ સાથે તેમાં ગોમૂત્ર નાખીને અને તડકામાં ગરમ કરીને લેપ કરવાથી લાભ થાય છે. કુવાડીયાના બીજ અને વિડંગ બંનેને હળદર, ગરમાળાના મૂળ, પીપળ તથા ઉપલેટને વાટીને કોઢ પર લગાવવાથી કોઢના કારણે થયેલો ઘાવ થાય છે તે નાશ પામે છે. કુવાડિયાના બીજને કાંજી સાથે વાટીને લેપ કરવાથી કોઢ રોગ મટે છે.
ધોળા ડાઘ- ધોળો કોઢ: પીલુડી, કુવાડીયો, બાવચી, સરસીયો, તલ, હળદર, દારૂ હળદર અને નાગરમોથા આ 8 દ્રવ્યોને સમાન માત્રામાં વાટીને લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. આમળા, કુવાડીયોના બીજ અને જીરાને સમાન માત્રામાં લઈને પાણીમાં વાટીને લેપ કરવાથી ચામડીનો આ રોગ અને બીજા રોગ મટે છે. સરસવ, હળદર, ઉપલેટ, કુવાડીયાના બીજ અને ટલ વગેરેને સમાન માત્રામાં લઈને પાણીમાં વાટીને , સરસવનું તેલ ભેળવીને લેપ કરવાથી સફેદ કોઢનો રોગ મટે છે સાથે ચામડીના બીજા રોગો પણ મટે છે.
વા નો રોગ: કુવાડીયાના બીજ, અળેશીયો, રાઈ, માલકાંગણી, તેલ અને નારિયેળના ગર્ભ કોપરાને સમાન માત્રામાં લો. નારિયેળના કોપરા સિવાય બાકીના બધાને વાટીને કે ખાંડીને ચૂર્ણ બનાવી લો. જ્યારે નારિયેળના કોપરાના નાની નાની કટકી કરીને આ ચૂર્ણમાં નાખીને તેલ કાઢી લો. આ તેલ ગરમ કરીને વા રોગથી અસર પામેલા જકડાયેલી કમર, જાંઘ , પીંડલી વગેરે અંગો પર માલીશ કરવાથી વા મટે છે. જુનો વા ધરાવતા દર્દીઓ માટે તે ખુબ જ ઉપયોગી છે.
આ સહીત 2 થી 4 ગ્રામ કુવાડિયાના તળેલા બીજને વાટીને તેમાં ખાંડ, ગોળ વગેરે મીઠી વસ્તુ અને થોડુક ઘી ભેળવીને લાડુ બનાવીને ખાવાથી કટીશૂળ એટલે કે ક્મરનો દુખાવો મટે છે. કુવાડીયાના ઉકાળેલા બીજને વાટીને લેપ કરવાથી સોજા ઉતરે છે. કુવાડીયાને પાણીમાં ધોઈને, સુકાવીને તેનું ચૂર્ણ બનાવી દરરોજ 4 ગ્રામ ચૂર્ણને 10 ગ્રામ ઘી તથા 10 ગ્રામ સાકર સાથે સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે. વધારે પેશાબ કરતો સોમરોગ થયો હોય તો 5 થી 10 કુવાડીયાના મૂળને ચોખાના ધોવરાવણમાં વાટીને ખવડાવવાથી સ્ત્રીઓને સોમરોગ- જલપ્રદર, રક્તપ્રદર અને શ્વેતપ્રદર મટે છે.
કુવાડીયાના મૂળને વાટીને જીવજંતુઓના મારેલા ડંખના સ્થાન પર લેપ કરવાથી ડંખ પર થતી વેદના, બળતરા, દુખાવો અને સોજો અને ઝેરીલા પ્રભાવો શાંત થાય છે. જો ઈજા થવાથી વાગ્યું હોય અને ત્યાં સોજો અને પરું ભરાણું હોય ત્યાં કુવાડીયાના પાંદડા વાટીને લેપ કરવાથી પરું ભરાયું હોય ત્યાં તે પાકીને ફૂટી જાય છે અને જલ્દીથી આરામ મળે છે તેમજ રૂઝ વળી જાય છે. કુવાડીયાના પાનની 10 થી 20 ગ્રામ જેટલી ચા બાળકોને દાંત આવતી વખતે તાવ આવે ત્યારે પીવડાવાય છે. કુવાડીયાના બીજ, ફળ, ફૂલ, મૂળ, છાલ અને પાન વાટીને તેનું મિશ્રણ હાથોની હથેળીમાં બાંધવાથી તાવ ઉતરે છે.
આમ, કુવાડીયો આ તમામ પ્રકારના રોગોના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી થાય છે જેમાંય ખાસ કરીને ધાધર, ખસ, ખરજવું અને કોઢ જેવા રોગ માટે તો કુવાડીયો અતિ ઉત્તમ ઔષધી છે. આશા રાખીએ કે કુવાડીયાના ઔષધીય ગુણો વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા આ હેરાન કરતા રોગનું નિવારણ કરે, જેથી કરીને તમે સ્વસ્થ અને રોગમુક્ત મુક્ત થઇ આનંદિત જીવન જીવી શકો.
🙏 મિત્રો, ભારત એ આયુર્વેદનો દેશ છે એટલે બને એટલું આયુર્વેદનો ઉપયોગ કરવો. અમારો મુખ્ય ઉદ્દેશ દરરોજ તમને આયુર્વેદિક ઉપચાર અને ટીપ્સ આપવાનું છે એટલે તમે પણ નીચે નું શેર બટન દબાવી ને બીજા લોકો સુધી પહોચાડો એવી 🙏 વિનંતી.