બધા જ લોકો થોડા ઘણા અંશે તો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે, જયારે ઘણા લોકો એવા હોય છે કે જે કોઇપણ ચિંતા કર્યાં વગર ગમે તે વસ્તું ખાઈ લેતા હોય છે. આવી વસ્તુ ખાઈને તે પોતાના શરીરમાં ઘણી બધી બીમારીઓને નિમંત્રણ આપે છે.
આપણા આયુર્વેદમાં અને આપણા પૂર્વજો જે રીતે અનુસરણ કર્યું છે તેવા ખોરાક ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. આયુર્વેદમાં બતાવેલી ઘણી એવી વસ્તુ છે કે જે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેમાં કેળા એક એવું ફળ છે જે શરીરના સ્વસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. કેળાની સ્મૂધી અને કેળાના શેકને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે.
જયારે ગાય, ભેસ વગેરેનું દૂધ પણ સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. દૂધમાં રહેલા દરેક તત્વો આયુર્વેદ માટે ઉત્તમ ગણવામાં આવ્યા છે. શરીરની બહારથી અંદર સુધી, પગથી માંડીને માથા સુધીના દરેક અંગોમાં ઉપયોગી થાય તેવા તત્વો આ દૂધમાં હોય છે.
કેળામાં ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામીન સી અને વિટામીન B6 રહેલા હોય છે. જયારે દુધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે. કેળા અને દૂધ આ પોષકતત્વોથી ભરપૂર હોય છે, આ કારણોસર માનવામાં આવે છે કે, કેળા અને દૂધનું એકસાથે સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
કેળા અને દૂધનું સાથે સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. જે યુવાઓ ફિટનેસ અંગે ખુબ જ જાગૃત હોય છે, તે લોકો દૂધ અને કેળાનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે. દૂધ અને કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. જો આ ફૂડનું અધિક માત્રામાં સેવન કરવામાં આવે તો વજન વધી શકે છે.
પરંતુ આયુર્વેદમાં આ બંને વસ્તુને સાથે સેવન કરવાથી નુકસાન કારક બતાવવામાં આવી છે. જેનું અલગ અલગ સેવન ફાયદો કરી શકે છે. પરંતુ સાથે ખાવા પર આયુર્વેદમાં નિષેધ કરવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર જો દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પર તેની અસર થઇ શકે છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થાય છે.
કેળા અને દૂધ અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે. આ બંને અલગ અલગ પ્રકૃતિ ધરાવતા હોવાથી તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. ખાસ કરીને પાચન તંત્ર પર તેની વિપરીત અસર થાય છે. આ માટે જે અલગ અલગ વિરોધી પ્રકૃતિ કે વિરોધ આહાર કહેવાય તેવા ખોરાકનું કયારેય સાથે સેવન ન કરવું જોઈએ.
દૂધ અને કેળાનું સાથે સેવન કરવામાં આવે તો, પાચન સંબંધિત સમસ્યા, એલેર્જી, સાઈનસ કંજેશન, ખાંસી, ઉલટી, ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે, જો દૂધ અને કકેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો શરીરમાં વિષાક્ત ઝેરી પદાર્થ ઉત્પન્ન થઈ શકે છે અને તેની સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. સાથે તેની શ્વસનતંત્ર પર પણ અસર થાય છે.
જે લોકો શરીરને હ્રષ્ટપુષ્ટ બનાવવા માંગે છે. જે લોકોને પોતાના શરીરનું વજન વધારવા માંગતા હોય, શરીર નબળું હોય તેવા લોકો કેળાનું સેવન કરી શકે છે. જેનાથી તેનું શરીર તાકાતવાન અને મજબુત બને છે. જેનાથી શરીરમાં ઘણી બધી ઉર્જા અને કેલેરી પણ મળે છે.
જયારે દુધમાં રહેલા ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમથી હાડકા મજબુત બને છે. જે હાડકાની મજબૂતાઈથી હાડકા ભાંગવાનો કે નબળા પડવાનો તેમજ વાનો રોગ થવાની સંભાવના રહેતી નથી. શરીરમાં તાકાત જળવાઈ રહે છે. શરીરમાં યોગ્ય માત્રામાં ઉર્જા જળવાઈ રહેવાથી શરીર ખુબ જ મજબૂતાઈમાં રહે છે.
આમ, શરીરમાં દૂધ અને કેળા ફાયદા કારક છે. જે અલગ અલગ ખાવા જોઈએ. કારણ કે બંનેની પ્રકૃતિ અલગ અલગ હોવાથી તેનું અસર પાચન તંત્ર અને શરીરના બીજા અંગો પર થાય છે. પરંતુ જે બંને અલગ અલગ ખાવાથી તે શરીરમાં ભરપૂર ફાયદો કરે છે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.