અમે તમને આ આર્ટીકલના માધ્યમથી ચોમાસાની ઋતુમાં તમારે અમુક ચીજ વસ્તુઓનું સેવન કરવું નહિ. તમારે કઈ કઈ વસ્તુનું સેવન નહિ કરવાનું તેના વિશે જરૂરી માહિતી આપીશું તથા તમારે અમુક વસ્તુનું શા માટે સેવન નહિ કરવાનું વગેરે વિશે જરૂરી માહિતી આપીશું.
તમને બધાને ખબર હશે કે ચોમાસાની ઋતુમાં લોકો વધુ પ્રમાણમાં બીમાર પડતા હોય છે માટે આ ઋતુમાં સ્વાસ્થ્ય માટે અમુક ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાવા પીવામાં પણ અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને જોઈએ તો મોસમી સીઝન પ્રમાણે અલગ અલગ રોગો થવાનું જોખમ વધી જાય છે.
આ ઋતુઓમાં ઘણા બધા લોકોને શરદી, અને તાવ જેવી બીમારી થવાની શક્યતાઓ રહેલી છે. જો આવી સ્થિતિમાં તમે થોડી બેદરકારી રાખી હોય તો તેની અસર પણ સીધી જ તમારા સ્વાસ્થ્ય ઉપર પડે છે. જો આ ઋતુઓમાં તમે ખાવા પીવાની ખાસ પ્રકારની કાળજી ન રાખી હોય તો તમે તરત જ બીમાર પડો છો.
પાલક નું વધુ સેવન કરવું નહિ: ચોમાસાની ઋતુ દરમિયાન જો તમે પાલકનું સેવન કરતા હોય તો સાવ ટાળી જ દેજો કારણ કે પાલક ચોમાસામાં ખાવાથી શરીર માટે નુકશાન કરે છે આ ઉપરાંત પણ પાલક સિવાય રીંગણ, કોબી, બાથુઆ જેવી ચીજ વસ્તુઓનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ.
આરોગ્ય તંત્રના નિષ્ણાંતોના મત મુજબ વરસાદી ઋતુઓમાં બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશનનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં રહેલું હોય છે આ સિવાય પણ પાંદડા વાળા શાકભાજીમાં જંતુઓ સરળતાથી આવી જતા હોય છે પરિણામે તમને પેટની સમસ્યા થવાની શક્યતાઓ રહે છે. માટે ચોમાસામાં બને એટલું લીલા પાંદડા વાળા શાકભાજી બિલકુલ ખાવા જોઈએ નહિ.
માછલીનું સેવન નહિ કરવું : જો તમે ચોમાસા જેવી ઋતુઓમાં માછલી કે કોઈપણ દરીયાઈ મચ્છીનું સેવન કરતા હોવ તો તે કરવાનું સાવ ટાળી દેજો કારણ કે ચોમાસામાં વરસાદને લીધે ઠેર ઠેર જગ્યાએથી ગંદા પાણી દરિયામાં આવતા હોય છે અને પરિણામે દરિયાનું પાણી ખુબજ દુષીત થઇ જાય છે માટે તમે જો ચોમાસા દરમિયાન આ વસ્તુનું સેવન કરશો તો ગંદા પાણીને લીધે તમને ફૂડ પોઈઝન થવાની શક્યતાઓ રહેલી હોય છે. માટે ચોમાસામાં દરિયાઈ વસ્તુનું સેવન કરવું નહિ.
સલાડ ખાવાનું ટાળવું જોઈએ : જો તમે સલાડ ખાવાના ખુબજ શોખીન છો તો તમારે ચોમાસામાં સલાડ ખાવા જોઈએ નહિ તેનું મુખ્ય એ કારણ છે કે ચોમાસામાં સલાડ ખાવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર તેની બહુ માઠી અસર પડે છે. તથા આ ચોમાસાની ઋતુ દરમિયાન તમારે કોઇપણ પ્રકારના કાચા શાકભાજી ખાવા જોઈએ નહિ તથા કાપેલા શાકભાજી ખાવાથી અને કાપેલા ફળો ખાવાથી પણ નુકશાન થાય છે.
દહીં ખાવું નહિ : જો તમે દહીં ખાવાના શોખીન છો તો ડેરી આઈટમનું બિલકુલ સેવન નહિ કરવાનું તેનો ચોમાસામાં વપરાશ ટાળવો જોઈએ તેનું મુખ્ય એ કારણ છે કે ચોમાસાની ઋતુમાં દહીંમાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા વધે છે તેના કારણે જો તમે દહીં ખાતા હશો તો પેટને સંબંધિત બીમારીઓ વધવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી જ તે વરસાદની ઋતુમાં દહીં ખાવું જોઈએ નહિ.
સ્ટ્રીટ ફૂડનું સેવન કરવું નહિ : જો તમે સ્ટ્રીટ ફૂડ અને તળેલી વસ્તુઓ ચોમાસામાં ખાતા હોવ તો તેનું સેવન કરવાનું સાવ ટાળી દેજો. આ સીઝનમાં ખુલ્લા શાકભાજી અને ફળો ખાવા એ સ્વાસ્થ્ય માટે થોડું નુકશાન કરે છે માટે ચોમાસા દરમિયાન આ રીતે સેવન કરવું જોઈએ નહિ.
જો તમે આ રીતે સ્ટ્રીટ ફૂડનું સેવન કરશો તો તેનાથી તમને પેટના દર્દોનું પ્રમાણ વધી જાય છે અને શરીર માટે પણ તે માઠી અસર પહોચાડે છે. માટે ચોમાસામાં તળેલી વસ્તુનું સેવન બિલકુલ કરવું જોઈએ નહિ.
રેડ મીટનું સેવન ચોમાસામાં કરવું નહિ : તમને કદાસ ખબર જ હશે કે ચોમાસા દરમિયાન વરસાદના લીધે શરીરમાં પાચન પ્રક્રિયા સાવ ધીમી પડી જતી હોય છે જેને કારણે આપણને બહારની વસ્તુઓ ખાવાનું ના પાડતા હોય છે. આ સમયે તમારે રેડ મીટનુ એટલે કે લાલ માંસનું પણ સેવન કરવું જોઈએ નહિ.
આ ઋતુઓમાં તમારે તમારી રોગપ્રતિકારક શક્તિનું પણ ધ્યાન રાખવું જોઈએ જો તમારે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમને બીમાર પડવાના બિલકુલ સાંચ ઘટી જાય છે.
તમે જે તે અનાજનો ખાવા માટે ઉપયોગ કરો છો તે ખાતા પહેલા બરાબર સુકવીને અથવા તો વ્યવસ્થિત સાફ કરીને તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત પણ તમારે લાકડાના ફર્નીચરનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.
આમ, અમે તમને આ આર્ટીકલના માધ્યમ થી તમે ચોમાસામાં કેવા કેવા ફૂડનું સેવન કરવાથી તમને ફાયદો થાય છે તેના વિશે અમે તમને જરૂરી માહિતી આપી. અમુક ખોરાકનું જો તમે સેવન કરશો તો તેનાથી મને કેવા કેવા પ્રકારનું નુકશાન થાય છે તેના વિશે પણ અમે જરૂરી માહિતી આપી.