હાલમાં પાર્સલની સુવિધા ખુબ જ પ્રખ્યાત બની છે, જેના લીધે ઘણા લોકો ખોરાક ઘરે મંગાવીને ખાય છે. જે ખોરાકમાં અમુક વસ્તુઓ એવી હોય છે, જે ગરમાગરમ રહે તે હેતુસર તેને પેક કરીને મોકલવામાં આવે છે, જેમાં બધી જ જગ્યાએ હવે પેકીંગમાં સસ્તુ અને અનુકુળ પડતુ એલ્યુમિનિયમ ફોઈલ ઉપયોગ કરવામાં આવે છે.
જયારે આપણે પણ ઘણા બધા લોકો ઘરમાં અમુક ખોરાંકને લાંબો સમય સાચવી રાખવા માટે આવા એલ્યુમીનીયમ ફોઈલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આ પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાનકારક છે તે કોઈ જાણતું નથી.
આ પ્લાસ્ટિકમાં એવા કેમિકલ હોય છે, જે શરીરને ઘણી બધી રીતે નુકશાનકર્તા છે. હાલમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર તે શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે. આ એલ્યુમિનિયમ ફોઈલથી શરીરમાં ખોરાક દ્વારા બેક્ટેરિયા પ્રવેશ થવાનો ભય રહે છે.
જો આવા એલ્યુમિનિયમ ફોઈલમાં ભોજન ઠંડું થયા બાદ રાખવામાં આવે અને લાંબો સમય રહેતો ખોરાકમાં બેક્ટેરિયા હોય છે, જે આ ફોઈલની અંદર વસવા લાગે છે, જયારે અમુક બેક્ટેરિયા દ્બારા અ ફોઈલ પણ રસાયણિક પ્રક્રિયા પણ થવા લાગે છે. ખોરાકમાં રહેલા મસાલાઓની લીધે આ ક્રિયા ઝડપી પણ થાય છે, જે પછી આવા ખોરાકને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર અસર થાય છે.
જો કોઈ ગરમ ખોરાકને આ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરવામાં આવે તો તેમાં ગરમી રહે છે, આ ગરમીના પરિણામે ખોરાક સતત ગરમ રહે છે, જેમાં બેકટેરિયાની પ્રક્રિયા ઝડપી બને છે. જેથી આ રીતે એલ્યુમિનિયમ ફોઈલથી આં પ્રકારના બેક્ટેરિયાનો વિકાસ ઝડપી થવાનો ખતરો રહે છે.
આ રીતે આવા એલ્યુમિનિયમ ફોઈલમાં રાખવામાં આવેલા ખોરાકથી શરીરમાં નુકશાન થાય છે, સ્વાસ્થ્ય પર અસર પડે છે. આવો ખોરાક ખાવાથી પૃરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરે છે, પ[પુરુષોમાં નપુસંકતા આવે છે. બાળક પેદા કરવામાં તકલીફ પડે છે.
આ એલ્યુમીનીયમ ફોઈલથી આંખોની તકલીફ પણ થાય છે. આ રીતે રાખેલો ખોરાક ગરમ રહતો હોવાથી આંખોમાં અલ્ઝાઈમર અને ઉન્માદ જેવા ગંભીર રોગોનો ખતરો પણ રહે છે. જે ગંભીર રોગોના પરિણામે શરીરમાં આવનાર સમયમાં માનસિક બીમારી પણ ઉત્પન્ન કરી શકે છે. જે અનિન્દ્રા જેવી બીમારીઓ પણ કરી શકે છે.
આમ, આ રીતે આપણને ખોરાક રાખવા અને પેક કરવામાં અનુકુળ લાગતું આ એલ્યુમિનિયમ ફોઈલ શરીરમાં નુકશાન કરી શકે છે. જેનાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.