ડાયાબીટીસ ચયાપચન સંબંધી બીમારીઓનો એક સમૂહ છે. જેમાં લાંબા સમયથી રક્ત શર્કરાનું સ્તર હોય છે. ઉચ્ચ લોહીની સશર્કરાના લક્ષણોમાં વારંવાર પેશાબ આવે છે. તરસ લાગે છે અને ભૂખ પણ લાગે છે. જો તેનો ઉપચાર ના કરવામાં આવે તો ડાયાબિટીસ ઘણી સમસ્યાઓ લાવે છે. ડાયાબિટીસના કારણે શરીરમાં ઇન્સુલિનનું નિર્માણ થતું નથી અને શરીરની કોશિકાઓ ઇન્સુલીનને યોગ્ય રીતે કામ આપતી નથી. ગ્લુકોઝને અન્ય કોશિકાઓ સુધી પહોંચાડવાનું કાર્ય ઇન્સુલિન કરે છે. ડાયાબિટીસના દર્દીમાં રોગીના શરીરમાં ઇન્સુલિન બનવાનું ધીમું હોય છે અથવા બંધ હોય છે.
ડાયાબિટીસ થવાનું કારણ: મધુપ્રમેહએ આજના સમયમાં શહેરી અને અપરિશ્રમી લોકોનો વિશ્વવ્યાપી મહારોગ છે. જેમાં વ્યક્તિનું સ્વાદુપિંડની પેન્ક્રીયાસ નામની ખોરાંકના ગળપણના અંશને પચાવનાર ઇન્સુલિન બનાવતું હોય છે છે ડાયાબિટીસના દર્દીના દર્દીમાં બનતું નહિ અને ગળપણના અંશ લોહી અને પેશાબમાં ભળી જાય છે.
ડાયાબિટીસને મધુપ્રમેહ કહેવામાં આવે છે. અસંતુલિત આ આહાર વિહાર, વ્યાયામ નહિ કરવાથી, શારીરિક શ્રમ ઓછો કરવાથી, વધારે પડતા તણાવ આ દરેક કારણોસર કારણે ડાયાબિટીસ થાય છે. આ કારણે વ્યક્તિના ત્રિદોષ જેવા કે વાયુ, પિત્તરસ અને કફના અસંતુલિત થઇ જાય છે અને મધુ પ્રમેહ ઉત્પન્ન થાય છે. ડાયાબિટીસના કારણે આ ત્રણેય દોષોમાં અસંતુલન સર્જાય છે પરંતુ જેમાં કફનો પ્રભાવ ખુબ જજ વધુ હોય છે. આનુવંશીકતાના કારણે પણ ડાયાબિટીસ થાય છે. જેમાં માતા પિતા કે બંને માંથી કોઈ એક વ્યક્તિને હોય તો તે બાળકમાં આવે છે.
ડાયાબિટીસ શરીરમાં પૈનક્રીયાસ નામની ગ્રંથી બરાબર કામ નહિ કરવાથી અથવા તો યોગ્ય પ્રમાણમાં કામ નહિ કરવાથી ડાયાબિટીસનો ખતરો ઉત્પન્ન થાય છે. આ ડાયાબિટીસમાં પૈન્ક્રીયાસ મુખ્ય કારણ છે. મોટાપણું પણ ડાયાબિટીસ માટે જવાબદાર છે. સમયસર નહિ ખાવાથી અથવા વધારે પ્રમાણમાં જંકફૂડ ખાવાથી અને મોટાપણું વધવાથી ડાયાબિટીસ થાય છે. વજન વધવાથી રક્તચાપની સમસ્યા થાય છે. અને લોહીમાં કોલેસ્ટેરોનું પ્રમાણ વધી જાય છે. જેના લીધે ડાયાબિટીસ થાય છે.
આ સિવાય ગળપણ વાળું ખાવાથી, નિયમિત જંકફૂડ ખાવાથી, ઓછુ પાણી પીવાથી, વ્યાયામ નહિ કરવાથી, ખાધા બાદ તરત જ સુઈ જવાથી, આરામ દાયક જીવન જીવવાથી ડાયાબિટીસની સમસ્યા પેદા થાય છે. બાળકોમાં આજના સમયે રહેણીકરણી અને ખાનપાન ને લીધે ડાયાબિટીસ થાય છે, આજના બાળકો લાંબા સમય સુધી ટી.વી. જોવે અને વિડીયો ગેમ રમે છે જેના કારણે તેઓ જેથી શરીરને યોગ્ય કસરત આપી શકતા નથી, જેના પરિણામે ડાયાબિટીસનો ભોગ બને છે.
ડાયાબિટીસના લક્ષણો: ડાયાબિટીસમાં શરીરના ગ્લુકોઝ વધવાની સાથે અન્ય લક્ષણ દેખાય છે,
જેમાં વધારે ભૂખ અને તરસ લાગવી. વધારે પ્રમાણમાં પેશાબ લાગવો., હંમેશા થાક મહેસુસ કરવો, વજન વધારે અથવા ઓછો થવો, ઉલ્ટી કરવાનું મન થાય, મોઢું સુકાય જાય, આંખની સમસ્યા સર્જાય, ધૂંધળું દેખાય, પેશાબ કર્યા બાદ શરીરમાંથી પાણી સુકાય જાય. કોઈ ઈજા થવાથી તેને સારું થતા વધારે સમય લાગે. રોગ પ્રતિકારક શક્તિ બરાબર કામ ન કરે. મહિલાઓને યોની સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય.લોહીના શર્કરાનું પ્રમાણ તંત્ર નુકશાન પામે છે. વ્યક્તિ પોતાના હાથ અને પગમાં કળતર અનુભવે છે. ડાયાબિટીસથી સાંધાની તકલીફ સર્જાય છે.
ડાયાબિટીસના રોગ સામે રક્ષણ માટેના આયુર્વેદિક ઉપચાર કરવાથી શરીરમાં કોઈ આડઅસર થતી લાગી અને ડાયાબિટીસને કાબુમાં કરી શકાય છે.
જાંબુ: ડાયાબિટીસથી પીડિત લોકો માટે જાંબુ ખુબ જ ઉપયોગી થઇ શકે છે. જો કોઈ ડાયાબિટીસનો દર્દી જાંબુના બીજનો ઉપયોગ કરે તો તેનાથી ડાયાબિટીસને કાબુમાં લઇ શકાય છે. જાંબુના ઠળિયાને તડકામાં સુકવીને બરાબર સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે. આ ચૂર્ણ રોજ સવારમાં ખાલી પેટે ઉકાળેલા પાણી સાથે પીવાથી મોટા ભાગ સુધી ડાયાબિટીસ કાબુમાં આવી શકે છે.
તજનો પાવડર: ડાયાબિટીસના દર્દી તજ પાવડરનો ઉપયોગ કરે તો તેને ડાયાબિટીસમાં રાહત મળે છે. તજનો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તજ ભારતીય ખોરાકમાં ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો મસાલો છે. તજ દ્વારા શરીરમાં ઇન્સુલીનની સંવેદનશીલતા વધે છે. સાથે તે શુગરની માત્રા ઓછી કરવામાં મદદ કરે છે. રોજ ઉપયોગ કરવાથી વજન પણ ઓછું થાય છે.
તુલસી: તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. તુલસીમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે, જે આપણા શરીર આપણા માટે ફાયદાકારક હોય છે, તુલસીમાં કેટલાય અગત્યના તત્વો હોય છે. જે શરીરના બીટા સેલ્સને ઇન્સુલિન તરફ સક્રિય બનાવે છે. આ સેલ ઇન્સુલીન વધારવામાં મદદ કરે છે. દરરોજ 5 થી 6 તુલસીના પાન ખાવાથી ડાયાબિટીસ મટે છે.
આમળા: આમળા સૌથી શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટી છે. જેમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ ઉચ્ચ માત્રામાં હોય છે. જે ડાયાબિટીસને કાબુમાં લેવામાં મદદ કરે છે. આમળા શરીરમાં ઇન્સુલિનને અવશોષિત કરવામાં અને લોહીના શુગરના સ્તરને યોગ્ય લેવલમાં કરવામાં મદદ કરે છે.
ત્રિફળા: ત્રિફળા એક કુદરતી રોગ પ્રતિકારક શક્તિ વધારનારું ફળ છે. આ ડાયાબિટીસના દર્દીઓને માટે ખુબ જ ફાયદાકારક છે. જે લોહીમાં શુગરના પ્રમાણને કાબુમાં રાખે છે.
ગ્રીન ટી: આ ચા નોન ફર્મેન્ટેડ હોય છે,અને પોલીફેનોલથી ભરપુર હોય છે. જેના કારણે એક મજબુત એન્ટી ઓક્સીડેન્ટની જેમ કાર્ય કરે છે. પોલીફેનોલ લોહીના સુગરને નિયંત્રિત કરે છે અને શુગરને સંતુલિત રાખે છે. આ ટી શુગરનું સ્તર અને શરીરમાં કુદરતી ઉર્જાના પ્રવાહને સંતુલિત કરે છે.
કારેલું: કારેલાંમાં કેરોટીન નામનું રસાયણ હોય છે. એટલા માટે તે એક પ્રાકૃતિક સ્ટેરોઈડના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શરીરના લોહીમાં શુગરનું સ્તર વધતું નથી. કારેલાના 100 ml રસમાં પાણી ભેળવીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી લાભ થાય છે.
મેથી: એક ચમચી મેથીના દાણા રાત્રે પલાળીને રાખ્યા બાદ સવારમાં આ પાણી પી જવાથી અને મેથીના દાણા ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. મેથીના દાણા 2-2 ચમચી દિવસમાં 3 થી 4 વખત સેવન કરવાથી શરીરમાં સુગર અને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે. 5 ગ્રામ મેથીના ભૂખ્યા પેટે જમ્યા પહેલા એક કલાક પહેલા ચૂર્ણ ખાવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.
વડના વૃક્ષની છાલ: વડના વૃક્ષની છાલનો ઉકાળો દિવસમાં 2 વાર લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. વડના વૃક્ષની 20 ગ્રામ છાલ 4 ગ્લાસ પાણીમાં ગરમ કરો. આ પાણીને વાસણમાં 1 ગ્લાસ પાણી બચે ત્યાં સુધી ગરમ થવા દો. આ પાણી ગ્લાસમાં કાઢીને પીવાથી ડાયાબિટીસ કાબુમાં આવે છે.
ગળો: આયુર્વેદમાં ગળોના વેલાને ફાયદાકારક ગણવામાં આવ્યા છે, જે વૃક્ષ પર થાય છે, જેના ગુણોના કારણે તેને અમૃતા કહેવામાં આવે છે આ જડીબુટ્ટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. જેમાં એન્ટી બાયોટીક પ્રોપર્ટી ઓક્સીડેટીવ સ્ટ્રેસને ઓછા કરીને ઇન્સુલિન સક્રિય કરવામાં મદદ કરે છે. આ ગ્લુકોનોજેનેસિસ અને ગ્લાઈકોજેનેસિસને બાધિત કરીને લોહીના સુગરને નિયંત્રણમાં રાખે છે. આ ડાયાબિટીસના દર્દીના ઉપચાર માટે ઉપયોગી છે.
લીમડો: લીમડાના પાંદડા ઈન્સુલીન સેન્સીટીવીટી વધારવાની સાથે શિરાઓ અને ધમનીઓમાં લોહીના પ્રવાહને નિયંત્રિત રીતે ચલાવે છે અને શુગર ઓછી કરનારી દવાઓ પર નિર્ભર રહેવાથી બચાવે છે. ડાયાબીટીસ અથવા શુગરના લક્ષણો દેખાતા જ લીમડાના પાંદડાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. અન્ય રોગોથી બચવા માટે પણ રોજ લીમડાના પાણીનો ઉકાળો પીવો જોઈએ.