ધાધર કે દરાજ કે દાદરના નામે ઓળખાતો આ રોગ ચામડીનો રોગ છે. આ રોગ ચામડી પર થતા શરીરમાં ખંજવાળ પુષ્કળ પ્રમાણમાં આવે છે. ધાધર થવાથી ચામડીમાં તકલીફો થાય છે. મોટા ભાગે આ ધાધર શરીરના ગુપ્ત ભાગોમાં થતી હોય છે, જ્યાં ન્હાવમાં વ્યવસ્થિત કાળજી ના લેવાથી આ રોગ થાય છે. ખાવામાં તીખું તેલવાળું ખાવાથી આ રોગની સમસ્યા વધારે રહે છે.
ચામડીનો આ રોગ ગુપ્ત ભાગો સહીત કોઇપણ જગ્યાએ થઇ શકે છે. જેમાં ઉપસેલા ઝીણા દાણાનો ગોળ વર્તુળાકાર ડાઘ થાય છે. તેમાં તીવ્ર ચલ આવે છે મતલબ કે ખંજવાળ આવે છે. ખંજવાળવાથી તેમાં રાહત થાય છે. આ રોગ ચેપી રોગ છે જેથી આપણી નજીકના લોકોના કપડા, રૂપાળ કે વારંવાર સ્પર્શથી લાગી શેક છે. આ રોગ પ્રાચીન સમયથી પેદા થયેલો છે અને આ રોગ અનેક દવાઓ કરવા છતાં મટતો નથી. આ રોગની બે જાતો છે. એક રાતી ધાધર અને બીજી કાળી ધાધર. આ બંનેમાં કાળી ધાધર જલ્દીથી મટતી નથી.
લીંબુ & ફટકડી: થોડો ફટકડીનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને દરોજ ધાધર ઉપર લગાડવાથી ધાધર કાયમ દુર થાય છે.
નીલગીરીનું તેલ: એક નાની ચમસી નીલગીરીનું તેલ પાણી સાથે મેળવીને રૂની મદદ વડે પ્રભાવિત વિસ્તારમાં લગાવો. આ જગ્યા પર રૂ સાથે જેમ વધારે સમય સુધી રહે ત્યાં સુધી રહેવા દો. નીલગીરીના તેલમાં ફૂગનાશક તત્વો હોય છે. નીલગીરીનું તેલ ફુગથી થતા રોગ નાશ કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. ધાધર એક ફુગથી થતો રોગ છે જેથી આ રોગમાં નીલગીરીનું તેલ ખુબ જ ઉપયોગી છે.
ગાજર: ગાજરને વાટીને તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ધાધર પર બાંધવાથી ધાધર મટે છે.
નારિયેળ: કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટીને શરીર ધાધર પર લગાડવાથી ધાધર મટે છે.
ગલગોટાનું ફૂલ: ધાધર મટાડવા માટે ગલગોટો ખુબ જ અગત્યનો આયુર્વેદિક ઉપચાર છે. ગલગોટાના ફૂલમાં પણ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટીફૂગ નાશક ગુણ હોય છે. જે ધાધરની સમસ્યાને દુર કરે છે. આ ગલગોટાના ફૂલને છુંદીને પેસ્ટ બનાવો. જેમાં થોડું પાણી નાખો. આ પાણીથી મિક્સ પેસ્ટ ધાધર વાળા ભાગમાં લગાવો. ૩ થી 4 કલાક સુધી ધાધરવાળા વિસ્તારમાં લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો. એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી ધાધર દુર થાય છે.
કોપરેલ તેલ અને લીંબુનો રસ ધાધરના ભાગ પર લગાવવાથી ધાધર મટે છે. કોપરેલ તેલ અને લીબુની માલીશ કરવાથી ફાયદો રહે છે.
તલનું તેલ: જવના લોટમાં તલનું ટેલ એ છાશ મેળવીને લગાવવાથી ધાધર મટે છે.
ટમેટા: ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર થયેલી ધાધર પર માલીસ કરવાથી અડધો કલાક બાદ સ્નાન કરવાથી ધાધર મટી જાય છે.
ચણાનો લોટ: ચણાનો લોટ પાણીમાં મેળવીને શરીર એ પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ધાધર મટે છે.
લસણ: લસણમાં અજોઈના નામનું એક એન્ટી ફંગલ એજેંટ હોય છે જે ધાધરના સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે. લસણનો એક કળી ફોલીને તેની પાતળી પટ્ટી બનાવો. આ ટુકડાને હવે ધાધરના સંક્રમણ વાળા ભાગ પર લગાવો. આ ધાધર પર લગાવ્યા બાદ તેને પાટા વડે બાંધી દો. આવી રીતે આ જગ્યાએ લસણના પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
રાઈ: રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી ધાધર પર ચોપડવાથી ધાધર મટે છે.
સરસવનું તેલ: સરસવનું તેલ ધાધરના ભાગ પર માલીશ કરવાથી ધાધર મટે છે.
તુલસી: તુલસીનો રસ ધાધર પર લગાવવાથી ધાધર મટે છે. તુલસીના પાનનો રસ કાઢીને ધાધ્રના ભાગ પર લગાવવામાં આવે છે.
હળદર: હળદર એક એન્ટી બાયોટીકની જેમ કામ કરે છે, હળદર અને પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી હલાવીને પેસ્ટ બનાવી લીધા બાદ તેને ધાધર વાળા ભાગ પર લગાવો. તે જીવાણુઓના સંક્રમણને રોકવા માટે કાર્ય કરે છે, અને જીવાણુઓને મારી નાખે છે, જેથી ધાધર દુર થાય છે.
લીમડો: કડવા લીમડાના કુણા પાનને પાણીમાં ઉકાળીને પાણીમાં સાધારણ ઠંડુ થાય ત્યારે તે પાણીથી ધાધર વાળા ભાગને ધોવાથી ધાધરમાં રાહત થાય છે.
કેરોસીન અને ગંધક: કેરોસીન અને ગંધક ભેળવીને ધાધર પર લગાવવાથી ધાધર મટે છે.
સફરજનનો સિરકો: સફરજનનો સિરકો કપાસના રૂની મદદ વડે ધાધર વાળી જગ્યા પર લગાવો. ધાધરવાળી જગ્યા પર આ સિરકો લગાવવાથી ધાધર મટે છે.દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વખત લગાવવાથી ખુબ જ લાભ થાય છે. આ સિરકો ધાધરની અગત્યની દવા છે.
ટ્રી ટ્રી ઓયલ: ટ્રી ટ્રી ઓયલ કેટલીય પ્રકારની ચામડીની સમસ્યામાં રાહત આપે છે. જેને રૂની સહાયતાથી દિવસમાં બેથી ત્રણ વખત ધાધરના વિસ્તાર પર લગાવવાથી ફાયદો થાય છે. આ આયુર્વેદિક રીતે કાર્ય કરે છે. અને ધાધરને જડમુળથી દુર કરે છે.
એલોવીરા: એલોવીરા એન્ટી ફંગલ અને જીવાણુંવિરોધી હોય છે. અસરકારક થયેલા ધાધરના ભાગ પર એલોવીરા જેલ રાત્રીના સમયે લગાવો. કુવારપાઠું ધાધર અને ચામડીને ઠીક કરે છે. જેમાં ચામડીને સ્વચ્છ કરવાના કેટલાક પોષક તત્વો હોય છે અને મિનરલ્સ પણ હોય છે.
લેમન ગ્રાસ: લેમન ગ્રાસનો ઉકાળો બનાવીને દિવસમાં ત્રણ થી ચાર વખત પીવો. આ રસ પીવાથી ખંજવાળ અને ધાધર તેમજ તેનું સંક્રમણ દુર થાય છે.
જોજોબા તેલ અને લેવેન્ડર તેલ: એક ચમસી જોજોબા તેલમાં એક ટીપું લેવેન્ડર તેલ ભેળવીને તેને રૂની મદદ વડે ધાધર પર લગાવવાથી ફાયદો રહે છે, જેનાથી ધાધર મટી જાય છે. બાળકોમાં આ ઉપાય શ્રેષ્ટ રીતે કાર્ય કરે છે.
આમલીના ઠળિયા (આંબલીયા): આમલીના બીજને લીંબુના પાણીમાં વાટી નાખો. આ પેસ્ટને ધાધર વળી જગ્યા પર લગાવવાથી ધાધર તાત્કાલિક દુર થવા લાગે છે.
કારેલા: કારેલાના પાંદડાનો રસ અને ગુલાબજળ મેળવીને ધાધર પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. ધાધર પર આ કારેલા અને ગુલાબજળ લાગવાથી જેમાં રહેલા રીંગ વાર્મ એટલે કે ધાધરના જીવાણુઓ નાશ પામે છે.
કાકડી: કાકડી ધાધર મટાડવા ખુબ જ ઉપયોગી છે. કાકડીનો રસ કાઢીને રૂની મદદ વડે ધાધર પર લગાવો. ધાધર પર કાકડી ખુબ જ રીતે સારી રીતે લગાવવાથી ધાધર જડમુળથી નાશ પામે છે.
દેશી ઘી: દેસી ઘી દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. ધાધરમાં આરામ મેળવવા માટે દેશી ઘી પ્રભાવિત વિસ્તાર લગાવો. જેનાથી ધાધર દુર થાય છે. ઘી શરીરમાં કોમળતા લાવે છે. અને ચામડી પર થયેલી ધાધરમાં રાહત આપે છે.
જૈતુન: જૈતુનના પાંદડા દિવસમાં ત્રણથી ચાર વખત ખાવી. આ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.જેનાથી ધાધર મટાડવામાં સહાયતા મળે છે.
🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારા એક શેર કરવાથી ઘણા લોકોનું જીવન સુધારી શકાશે.
Kali dhadhar mate
ધાધર