મિત્રો અમે તમને આજના આ આર્ટીકલ દ્વારા એક એવા ઉપાય વિશે માહિતી આપી દઈશું કે જેનો તમે ફક્ત 10 જ દિવસ સુધી ઉપયોગ કરશો એટલે ગમે તેવો હઠીલો ચામડીનો રોગ હોય તો તેને પણ સાવ જડમૂળમાંથી દુર કરી દેશે તો ચાલો આપણે તેના વિશે થોડી માહિતી આપી દઈશું.
ધાધર એ એક એવા પ્રકારનો ચામડીનો રોગ છે તેને મટાડવા માટે ખુબજ પરેજી અને સાવચેતી રાખવી જોઈએ જેવી કે જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ ખંજવાળીને શરીરની બીજી કોઇપણ જગ્યા એ ખંજવાળવું જોઈએ નહિ. ધાધર વાળી વ્યક્તિના કપડા, રૂમાલ, અને તેમનો ન્હાવાનો સાબુ પણ બધાથી અલગ રાખવો જોઈએ.
જો તમને અથવા તો તમારા કોઈપણ સગા-સબંધીઓને આ રીતે ધાધર થયેલી હોય તો તેને મટાડવા માટે અને તમને ઘરે જ કઈ રીતે દેશી ઓહડીયું બનાવી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.
તમારે થોડા ફટકડીના ટુકડા લેવાના છે અને તેને બરાબર ખાંડીને પસી તેનો સરસ મજાનો બારીક ભૂકો કરી નાખવાનો છે અને ભૂકો થઇ ગયા બાદ તમારે એક ભરાવદાર રસ વાળું લીંબુ લેવાનું છે અને તેના ચપ્પુ વડે બે ભાગ કરીને પસી તમે જે ફટકડીનો ભૂકો કરેલો છે તેમાં આ લીંબુનો રસ નીચોવી નાખો અને તેને બરાબર હલાવી નાખો.
આ તૈયાર થયેલા ફટકડી અને લીંબુના મિશ્રણને હવે તમારે શરીરના જે ભાગ ઉપર ધાધર થયેલી છે તે ભાગ ઉપર હળવા હાથે લગાડવાથી ફાયદો થાય છે અને ધાધર ત્યાંથી જડમૂળમાંથી દુર થાય છે.
ધાધર એ એક ચેપી રોગ છે તે ફંગલ ઇન્ફેકશનથી થતો હોય છે, ધાધર ચોમાસની ઋતુમાં ભીના કપડા વધુ સમય સુધી પહેરવાથી તેમાં રહેલા ભેજ ના કારણે થતો હોય છે તથા ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે પરસેવો થાય છે અને તે થયેલો પરસેવો સુકાઈ ગયા બાદ તેમાં રહેલો ભેજ છે તેના કારણે ધાધર થવાની શક્યતાઓ રહેલી હોય છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ધાધરનો કઈ રીતે ઘરે બેઠા બેઠા ઈલાજ કરી શકાય તેના વિશે અમે તમને સાવ સરળ અને સસ્તો ઈલાજ બતાવ્યો.