આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો છે. જેના લીધે પર્યાવરણ અને આબોહવા પર પણ અસર થઇ છે. મેડીકલ વિજ્ઞાનનો પણ વિકાસ થયો છે, પરંતુ વિકાસ સાથે પ્રદુષણ અને તાપમાન વધ્યું હોવાને લીધે રોગ અને બીમારીઓ ઘટવાની જગ્યાએ સતત વધતી જ જાય છે. જે એક સમસ્યા બની ગઈ છે. આવી બીમારીઓમાં સાંધાનો દુખાવો પણ આવી જ સમસ્યા છે.
આ દુખાવાને દૂર કરવા માટે ઘણા લોકો દર્દનાશક દવાઓ અને ટ્યુબ કે ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ તે સાંધાના દુખાવાનો કાયમી ઈલાજ નથી. આજે જે દુખાવાને દૂર કરવામાં જે દવાઓ લેવામાં આવે છે તેનો શરીરમાં દુષ્પ્રભાવ પણ પડી શકે છે. માટે આપણે સાંધાના દુખાવાને દૂર કરી શકે તેવા કુદરતી કરવા જોઈએ.
અમે આ લેખમાં આવા કુદરતી રીતે જ કોઇપણ પ્રકારની આડઅસર સાંધાના દુખાવાને દૂર કરી શકે તેવા કુદરતી ઉપચાર વિશે જણાવી રહ્યા છે જે તમને ખુબ જ ઉપયોગી થશે. ગોઠણનો અને સાંધાનો દુખાવો આજકાલ દરેક ઉમરના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને જીવનશૈલી, ખોરાક અને પ્રદુષણ વગેરેના કારણે પણ થતી હોય છે.
સાંધાના દુખાવાની સમસ્યા થવાનું કારણ: ગોઠણનો કે સાંધાનો દુખાવો સાંધા વચ્ચેનું લુબરીકેન નામનું રસાયણ ઘટી જવાને કારણે થાય છે. સાથે તે સાંધાના દુખાવામ કેલ્શિયનની ઉણપ પણ જવાબદાર છે. તેમજ વધારે લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે પણ આ તકલીફ થાય છે. જેના પરિણામે આ લુબરીકેન બળી જાય છે. વાયુનું પ્રમાણ વધવાથી પણ આ સમસ્યા થાય છે.
સાંધામાં યુરિક એસીડ વધી જવાથી પણ સંધિવાની સમસ્યા થાય છે. આ રોગ વધારે પ્રમાણમાં પ્રોટીન વાળો ખોરાક લેવાથી થાય છે. વધારે અમ્લોત્પાદ ખાદ્ય પદાર્થો જેવા વિશેષ કરીને માંસ, માછલી, ઈંડા, દાળ અને દૂધ તથા દુધથી બનેલી વસ્તુઓ, મીઠું, મરચા અને મસાલા વાળું, ગેસ અને કબજીયાત અને શ્રમ અને વ્યાયામની ઉણપ, વધારે દવાઓના સેવનથી સાંધામાં દુખાવો થાય છે.
સાંધાના દુખાવાના લક્ષણો: આ સમસ્યામાં સાંધામાં ઘસારો થાય છે, તેમજ ખુબ જ અસહ્ય દુઃખાવો થાય છે, જેના કારણે બરાબર ઊંઘ પણ આવતી નથી. યોગ્ય રીતે બેસી પણ શકાતું નથી. ઉભા થવામાં તકલીફ પડે છે. સોજો આવે છે અને અંગો જકડાય જાય છે. સંધિવાના લોકોને થાકવધારે પ્રમાણમાં લાગે છે, વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય છે.
સાંધાના દુઃખાવાનો ઈલાજ: સાંધાનો દુખાવો દુર કરવા માટે અમુક ઔષધિઓના લાડુ બનાવીને સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. જેમાં 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગ દાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સુંઠ પાવડર, 700 દેશી ગોળ, 200 ગ્રામ અખરોટ લઈને લાડુ બનાવવા અને તેનું સેવન કરવાથી ગોઠણનો દુખાવો મટે છે.
ઔષધીય લાડુ બનાવવાની રીત: લાડુ બનાવવા માટે સૌપ્રથમ કોઈ વાસણમાં ઘી ગરમ કરવું. આ ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં ગોળ નાખીને ગોળ ગરમ કરવો, જેમાં ગોળ ગરમ થઈને ઓગળે ત્યારે તેમાં અખરોટ પાવડર નાખવો. આ અખરોટ પાવડર અને ગોળમાં લાપસીની માફક મિક્સ થાય અને પાકી જાય ત્યારે તેને હલાવતા રહેવાથી યોગ્ય રીતે ગોળમાં ભળી જાય છે. આ ઉપરાંત બધાનો પાવડર કરીને લાડુ બનાવવા.
આ પછી આ મિશ્રણ ચુલા પરથી ઉતારી લેવું અને તેમાં તલ નાખી દેવા. તલ નાખીને તેને બરાબર મિક્સ કરી દેવા. બાદમાં તેમાં સુંઠનો પાવડર કરીને ભભરાવી દેવો. તેમજ તે ઠરી જાય ત્યારે તેમાંથી લાડુ વાળી લેવા.
આ લાડુ આયુર્વેદિક લાડુ બને છે. જેમાં તલ, સુંઠ, અખરોટ તેમજ ગોળ જેવા અનેક ગુણોથી ભરપુર તત્વો હોવાથી સાંધાના દુખાવાને અને ગોઠણના દુખાવાને મટાડે છે. આ સાંધાના દુખાવાને દુર કરવાનો ઈલાજ લાડુ બનાવીને કરવાથી ભોજન જેવો અહેસાસ અને મીઠાઈ ખાધાનો અનુભવ થાય છે. તે સાથે સાથે તે ગોઠણના દુઃખાવાને કોઈ દવા વગર જ ગાયબ કરી મુકે છે.
આ લાડુનો ઉપયોગ કરવાની રીત: અખરોટ, તલ, ગોળ વડે બનાવેલા આ લાડુનો ઉપયોગ સવારે ભૂખ્યા પેટે કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી ગોઠણનો દુખાવો મટે છે. સાથે શરીરના વિવિધ અંગોમાં થતા સાંધાના દુખાવા પણ જડમુળથી આ લાડુ ખાવાથી મટે છે.
આ સાંધાના દુખાવા સિવાય આ લાડુ ખાવાથી બીજી ઘણી બીમારી અને સમસ્યાનો ઈલાજ કરી શકાય.
આ લાડુમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે. જે સોજાને મટાડે છે. આ સિવાય આ લાડુના લીધે પોજીટીવ ફેટ નિર્માણ થાય છે. જે શરીરમાં સોજામાં મટાડવામાં લાભદાયી છે. આ સિવાય તેમાં એન્ટીસેપ્ટિક, એન્ટીઇન્ફલેમેટ્રી ગુણ હોય છે. જે શરીરમાં વિવિધ સમસ્યાને લીધે આવેલા સોજા મટાડે છે. જો તમને મુંઢ ઘા, એકસીડન્ટ, વા કે ચામડીના રોગના લીધે કે રીએક્શનના કારણે આવેલા સોજામાં ખુબ જ રાહત આપીને મટાડે છે.
આ રીતે બનાવેલા લાડુ શરીરમાં તમામ પ્રકારના વાને પણ મટાડે છે. જેમાં સાંધાનો વા સંધિવા, આમવાત, ગઠીયો વા, વાત રક્ત જેવા તમામ પ્રકારના હાડકામાં થતા વાના રોગને મટાડવા માટે ઉપયોગી છે. જેમાં ખાસ કરીને સંધિવા અને ગઠીયો વા બધી જ ઉમરના લોકોમાં આજે જોવા મળે છે જયારે તેમાં આ લાડુ ખુબ જ ઉપયોગી થાય છે.
આમ, આ રીતે લાડુ બનાવીને સેવન કરવાથી ખાવામાં ફાયદો થાય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પણ ઘણા રોગોમાં ફાયદો કરે છે. પરંતુ સાંધાના અને સંધિવાના રોગમાં, ગઠીયો વા, આમવાત જેવા વાના તમામ રોગોમાં ફાયદો થાય છે. જે શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ પૂરી કરે છે. જેથી હાડકા પણ મજબુત થાય છે. સોજો આવતા અટકે છે. અમે આશા રાખીએ કે માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે અને તમારો સાંધાના વાની સમસ્યા ઠીક થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.