દાંતનો દુખાવો ખુબ જ પરેશાન કરતી સમસ્યા છે. દાંતમાં દુખાવો થતો હોય તો આ દુખાવો મનુષ્યને માનસિક અને શારીરિક બંને રીતે બીમાર કરી શકે છે. દાંતમાં દર્દ થવામાં વ્યક્તિને ખાવામાં તકલીફ થાય છે અને તેની સીધી જ અસર પાચન તંત્ર પર થાય છે અને જેના લીધે કમજોરી આવી શકે છે. શરીરમાં અશક્તિ સર્જાય છે. દાંતનો દુખાવો થતો હોય ત્યારે અસહનીય પીડા થાય છે. ઘણા લોકોને તો આ દર્દથી ચીસો પણ નીકળી જાય છે.
દાંતના દુખાવામાં એટલી પીડા થાય છે કે જેના લીધે મગજને પણ અસર થાય છે અને મગજને પણ કાર્ય કરવાનું સુજતુ નથી એવી પીડા થાય છે. સવારથી સાંજ સુધી દાંત દુખ્યા કરે છે. કોઈ કઠણ કે ઠંડી બરફ વાળી વસ્તુ ખાવામાં આવે તો દાંત દર્દ થાય છે. ઘણી વખત તો લોકો આ દર્દથી છૂટકારો મેળવવા પેન કિલર લે છે. પરંતુ તતેની અસર માત્ર થોડા સમય સુધી રહે છે અને ફરી વખત દ્દુખાવો ચાલુ થઈ જાય છે.
જો કોઈને પરિવારમાં, કુટુંબમાં, ઘરમાં જે કોઈને દાંત દર્દની પરેશાની છે તો 4 થી 5 ટીપા એક ચમચીમાં લવિંગના તેલના લેવા, એમાં 4 થી 5 ટીપા તેમાં તલનું તેલ ભેળવી દેવું. આ બંને તેલને ભેળવીને બરાબર એકરસ થઇ જવા દેવુ. આ પછી આ તેલને નાની કપાસના રૂની ગોળી બનાવીને આ ગોળીને સરખી રીતે આ તેલમાં પલાળી દેવી. એવી રીતે પલાળી દેવી કે તેલ બધી બાજુ આવી જાય અને અંદર સુધી આવી જાય.
આ પછી આ પલાળેલી આ રૂની ગોળીને દાંતમાં જ્યાં પર દર્દ થાય છે ત્યાં રાખીને દબાવી દેવી. આ ગોળીને 15 થી 20 મિનીટ સુધી ત્યાં જ દબાવીને રાખવી. આ પછી આ ગોળીને થૂંકી નાખવી. આ પ્રયોગને અમુક સમયના અંતરે દિવસમાં 3 થી 4 આ રીતે કરી શકાય.
આ રીતે રૂમાં તેલ લગાવેલી ગોળી રાખવાથી દાંતમાં લાગેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. દાંતના દર્દમાં રાહત મળવાનું શરૂ થઈ જાય છે. દાંત ઠીક થવાનું શરૂ થઇ જાય છે. આ પછી એક ગ્લાસ ગરમ હુંફાળું પાણી લેવું. આ પછી તેમાં 1 થી 2 ગ્રામ ફટકડી ઘોળી નાખવી. ફટકડીને સરખી રીતે એકરસ રસ થઈ જાય અને પાણીમાં સમ્પૂર્ણ ઓગળી જાય એ રીતે ઘોળી નાખવી.
આ રીતે બરાબર પાણીમાં ફટકડી પાણીમાં મિશ્રિત થઈ જાય પછી આ આ પાણીમાંથી એક કોગળો પીવો અને થોડીવાર મોઢામાં રાખવો અને પછી થોડીવાર બધી બાજુ ફેરવવો. બે મિનીટ સુધી તેને મોઢામાં રાખીને પછી તેને થૂકી નાખવું. આવું થોડા સમય સુધી વારંવાર કરવું. દિવસમાં ચારથી પાંચ વખત આમ કરવું.
આમ કરવાથી સંપૂર્ણ દાંતનું દર્દ નાશ પામી શકે છે, બધા જ બેક્ટેરિયા દાંતમાં રહ્યા હોય તે નાશ પામે છે. મોઢું સરખી રીતે ફ્રેશ થઈ જાય છે અને દાંતનું દર્દ ગાયબ થઇ જાય છે. આ ઉપાય કરવાથી માત્ર એક જ દવસમાં તમને આ પ્રયોગનો ફાયદો જોવા મળશે. 2 થી 3 દિવસમાં તો ચમત્કારિક રીતે દાંતમાં સંપૂર્ણ ફાયદો થઈ જશે. આ પ્રયોગ કરવાથી કોઈ દવા ખાવાની પણ જરૂર નહિ પડે.
ઘણા સારા સારા લોકો કે જે પોતાને શક્તિશાળી સમજે છે, અને પોતાને સહનશક્તિ મજબુત હોવાનું કહેનારા લોકો પણ જો આ દાંતના દુખાવાની સમસ્યામાં આવી જાય તો તેઓ પણ મુંજાય જતા હોય છે એટલું આ ભયાનક દર્દ હોય છે. દાંતના દુખાવાની તકલીફને લીધે ઘણા લોકોને ઊંઘ પણ બરાબર આવતી નથી. આ દર્દથી તેઓ તડપી ઉઠે છે.
આ દાંતનો દુખાવો થવાના ઘણા બધા કારણો હોય છે. આ દાંતની તકલીફ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ ભોજનના વધેલા કણ છે. જે આપણે ભોજન કરીએ છીએ ત્યારે અમુક ખોરાક દાંતમાં રહી ગયા હોય.
જયારે ઘણી વખત કોઈ મીઠાઈ, ચોકલેટ જેવી મીઠી અને ગળી ચીજ જે લોકો વધારે પ્રમાણમાં ખાય છે. જયારે દાંતમાં જ્યાં પેઢાં કે દાંતના મૂળ હોય ત્યાં આ વસ્તુ જઈને બેસી જાય છે કે ચોટી જાય છે, જેમકે ચોકલેટ ખાધી અને તેનો કોઈ ભાગ ત્યાં પર રહી ગયો હોય, ભોજન ખાધા પછી જ્યાં અન્નનો કણ રહી ગયો હોય તે દાંતમાં આવેલી જગ્યામાં રહી જાય, દાંતમાં રહેલી તિરાડોમાં ફસાઈ જાય.
ઘણા લોકો માંસાહાર કરતા હોય તે માંસના ટુકડા દાંતમાં ફસાઈ રહે છે. આવી રીતે તે ત્યાં કચરાના સ્વરૂપે થોડા દિવસો સુધી રહે છે અને ત્યાં સડો થાય છે. ત્યાં પછી સોજો આવે છે અને ત્યાંથી દુર્ગંધ આવવાની ચાલુ થઈ જાય છે. જ્યાં પર ધીરે ધીરે બેક્ટેરિયા બનવાનું શરૂ થઈ જાય છે. આવી જગ્યા પર બરાબર સફાઈ ન ત્યાં પર બેક્ટેરિયા જામવા લાગે છે.
ધીરે ધીરે આ જગ્યાએ દાંત સડવાના, ગળવાના તેમજ ધીરે ધીરે ત્યાંથી દાંત તૂટવાનું શરુ થાય છે. જ્યાં પર ખાડો પડી જાય છે. જ્યાં કાળા કે પીળા કલરના નિશાન થાય છે. લોકો નિશાનને જ્યાં કીડા પડ્યા હોવાનું કહે છે. પરંતુ ત્યાં ખુબ જ પ્રમાણમાં દાંતમાં સડો કરનારા બેક્ટેરિયા હોય છે. જેનાથી દાંતને ખુબ જ તકલીફો અને રોગો આવી શકે છે.
અમે આ લેખમાં આ સમસ્યાથી બચવાના અને આ સમસ્યા ન થાય તે માટેનો ઉપચાર જણાવીએ છીએ કે આજીવન તમે આ સમસ્યાથી બચી શકશો. દરેક વ્યક્તિ પોતાના દાંતનું ધ્યાન રાખતા હોય છે. દરરોજ સવારે ઉઠીને બ્રશ કરે છે. કોઈ એવી વ્યક્તિ નહિ હોય કે તે સવારે ઉઠીને બ્રશ નહિ કરતી હોય.
પરંતુ અમે જણાવી રહ્યા છીએ કે સવારે ઉઠીને બ્રશ કરવું જરૂરી છે, પરંતુ એનાથી પણ અતિ જરૂરી છે રાત્રે સૂતી વખતે બ્રશ કરવું. જો તમે ધારો છો કે તમારા દાંતમાં ક્યારેય પણ દર્દ ન હોય તો આ રીતે દરરોજ સાંજે સૂતી વખતે બ્રશ કરી લેવું.
આ માટે રાત્રે બ્રશ કરવું અને રાત્રે મંજન કરવું. સવારે ઉઠીને બેશક ગરમ પાણી પીવું. તાજું પાણી પીવો. સવારે આપણા રહેલી વાસી લાળ ખુબ જ ફાયદેમંદ છે. આ લાળમાં એવા એન્જાઈમ હોય છે, જે તમારા પેટને સાફ કરી દે છે. આ માટે આ લાળ ખુબ જ કીમતી છે.
પરંતુ ઘણા લોકો આ લાળને ઉપયોગમાં લેતા નથી, પાણી પીતા પહેલા કોગળા કરી લે છે. પરંતુ આવું કરવું નહિ. આ માટે સવારે ઉઠીને સૌપ્રથમ પાણી પીવું, નારીયેળ પાણી પીવું જે ફ્રુટ ખાઈ લેવું કે જ્યુસ પીવુ. આ ક્રિયા કાયમી બ્રશ કર્યા વગર કરવાની આદત બનાવી લેવી. પરંતુ આ રાત્રે દાંત સાફ કર્યા વગર કે બ્રશ કર્યા વગર સૂવું જોઈએ નહિ. આ બાબત નિયમિત રીતે અનુસરવી. જો તમે જિંદગીભર તમારા દાંતને સ્વસ્થ રાખવા માંગો છો તો આ કરવું ખુબ જ જરૂરી છે.
આમ, આ રીતે આ પ્રયોગ કરવાથી માત્ર આયુર્વેદિક રીતે તમે ઘર બેઠા જ દાંતના તમામ દર્દને દુર કરી શકશો. આ સિવાય કરવાથી દાંતમાં બીજી કોઈ તકલીફ થયા વગર જ દાંતના દર્દને મટાડી શકશો. અમે આશા રાખીએ કે દાંતમાં સહ્ય વેદના કરતી સમસ્યાને મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.