આપણે જાતજાતના રસાયણો અને ધુમાડાના પરિણામે પ્રદુષણ વધી ગયું છે, જેના લીધે શ્વસન અને ફેફસાની જાતજાતની બીમારીઓ થાય છે. જેમાં ફેફસામા પ્રદુષણ અને ધુમ્રપાનથી ફેફસા ખરાબ થવાના પરિણામે ફેફસાની ઘણી બધી બીમારીઓ આવે છે, માટે જો નિયમિત ફેફસાને સફાઈ અને મજબુત કરવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે.
ફેફસા બરાબર કાર્ય ન કરવાના કારણે આપણા શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ પણ ઘટી જાય છે. અમે આ આર્ટીકલમાં ફેફસાને કેવી રીતે મજબુત રાખી શકાય અને ફેફસાની સફાઈ કેવી રીતે કરી શકાય તેમજ શ્વસન બીમારીઓથી બચી શકાય તેવા ઉપાયો વિશે જણાવીએ છીએ.
હળદર: ભરમાં હળદરના ઔષધીય ગુણોનો પ્રયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે. હળદર ભોજનમાં ખાવાનો સ્વાદ અને રંગ બનાવવામાં ઉપયોગી છે, તેમજ તે શરીર માટે પણ સૌન્દર્ય વૃદ્ધિ અને ચામડીની સમસ્યાઓ દુર કરવામાં પણ ઉપયોગી છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જેના કારણે તે ફેફસાની સફાઈ કરવામાં મદદ કરે છે.
ગાજરનો રસ: ફેફસાની સફાઈ માટે ભોજન દરમિયાન દૈનિક જરૂરિયાત મુજબ ઓછામાં ઓછો 300 મિલી લીટર રસ પીવો જોઈએ. ગાજરનો રસ બીટા કેરોટીનનો એક સારો સ્ત્રોત છે, તે એક પ્રકારના વિટામીન એ, જે સૌથી શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટમાંથી એક છે. વિટામીન એ આંખની રક્ષા માટે પણ ઉપયોગી છે. આ સાથે તે ફેફ્સા સફાઈ કરવામાં પણ ઉપયોગી છે.
ગ્રીન ટી: ગ્રીન ટીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે, જે સ્વાસ્થ્યના સુધારા માટે ઉપયોગી છે. જયારે તે હ્રદય અને ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે. જે વિભિન્ન કેન્સરથી બચાવવા માટે અને ફેફસામાંથી તરલ પદાર્થો હટાવવા માટે ઉપયોગી છે. ગ્રીન ટીમાં આવેલી જડીબુટ્ટીઓ આપણા ફેફસાની અંદરનો કફ ઢીલો કરવામાં મદદ કરે છે. જેના લીધે કફ પાતળો થઈને બહાર નીકળે છે. ફેફસાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ ફેફસાનો સોજો ઓછો કરવામા ઉપયોગી છે.
લસણ: લસણમાં એલીસીન નામનું તત્વ હોય છે, જે એક શક્તિશાળી એન્ટી બાયોટીકના રૂપમાં કાર્ય કરે છે અને આપણા ફેફસામાં છુપાયેલા વાયરસના ઇન્ફેકશન સાથે લડવામાં મદદરૂપ થાય છે. લસણ સોજો ઓછો કરવામાં, અસ્થમામાં સુધારો કરવામાં અબે ફેફસાના કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.
આદુ: આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શ્વાસનળીમાથી ઝેરીલા પદાર્થોને હટાવવામાં મદદ કરે છે. આદુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન અને ઝીંક સહીત ઘણા બધા વિટામીન અને ખનીજ તત્વો હોય છે. આદુમાં ઘણા તત્વો ફેફસાની કેન્સરના કોષોને મારવામાં ઉપયોગી છે. તમે તમારા ખોરાકમાં આદુનો સમાવેશ કરી શકો છો. આદુનો ઉપયોગ ખોરાકમાં નાખીને કે ચાના રૂપમાં કરી શકાય છે.
જેઠીમધ: જેઠીમધના એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ ફેફસાની ઈન્ફેકશનને દુર કરવામાં ખુબ જ લાભકારી છે. ગળાની ખરાબી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં જેઠીમધ સુચવાથી શ્વસન તંત્ર સાફ થઈ જાય છે. જેનાથી ફેફસા સરળતાથી કામ કરવા લાગે છે.
મધ: મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીમાઈક્રોબીયલ, એન્ટી ઈન્ફ્લેમેટ્રી જેવા ગુણ હોય છે જે ફેફસાના કફને સાફ કરવામાં મદદ કરે છે, લીલા રંગના પ્રાકૃતિક સ્ટીનરનો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસામાં બળતરાને શાંત કરવામાં, અસ્થમા, ટયુબરક્લોસીસ અને ગળાના સંક્રમણ સહીત શ્વાસની અન્ય તકલીફોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ ખાલી પેટ એક ચમચી મધ પીવાથી શરીરમાંથી અને ફેફસામાંથી કફ સાફ થાય અને સાથે ફેફસામાં રહેલો કચરો પણ દુર કરે છે.
દાડમ: દાડમના એન્ટીઓક્સીડેંટ ફેફસામાં ફેલાયેલા ઝેરીલા પદાર્થોને આસાનીથી સાફ કરે છે. દિવસમાં 1 કટોરી દાડમ ખાવા ફેફસાં માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પણ દુર થઈ જાય છે. ફેફસામાં રહેલા કચરાને દુર કરવામાં દાડમ ખુબ જ ઉપયોગી છે.
ફુદીનો: ફુદીનો શ્વસન માટે અને શ્વસન સમસ્યાઓ માટે ઉપયોગી છે, જે સાથે તે સારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તમે પેટ, છાતી અને માથાની તકલીફ માટે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. ફેફસામાં ફેલાયેલા બેક્ટેરિયાના સંક્રમણના નાશ માટે ફુદીનો ઉપયોગી છે.
અજમા: હર્બ્સનો સેવન ફેફસાને સ્વસ્થ રાખવામાં ખુબ જ કારગર છે. તેમાંથી અજમાનું ચૂર્ણ એક છે. જેમાં વિટામીન અને પોષકતત્વો કફ અને કચરાને ઓછા કરે છે, જેનાથી ફેફસાની અંદર ઓક્સીજન પ્રવાહ સરળતાથી જાય છે.
નિયમિત યોગ: આપણા ફેફસાની સફાઈ માટે યોગ પણ ખુબ જ જરૂરી છે. આ માટે નિયમિત અડધો કલાક ઊંડો શ્વાસ લેવાની કસરત અને યોગ કરો. તે તમારા ફેફસામાંથી અશુદ્ધિઓને દુર કરવામાં મદદ કરશે. યોગથી ફેફસામાંથી અને શરીરમાંથી માંસ પેશીઓ મજબુત થાય છે તેમજ ફેફસાની સફાઈ થાય છે અને કફ બહાર નીકળે છે.
સ્ટીમ થેરાપી: આયુર્વેદ નિષ્ણાતો મુજબ ફેફસાની કુદરતી સફાઈ માટે આ સ્ટીમ થેરાપી ખુબ જ ઉપયોગી છે. જેને આયુર્વેદ શાસ્ત્રોમાં નસ્ય પ્રયોગ કહેવામાં આવે છે. તે ખુબ જ પ્રભાવ શાળી રીતે કાર્ય કરે છે. વરાળ લેવાથી ગળાની નળી ખુલ્લે છે. ગરમ પાણી કરીને તેમાં અજમા જેવી ઔષધી નાખીને તેની વરાળ નાક અને ગળા દ્વારા નાસ લેવામાં આવે તો નાક, શ્વાસનળી અને ફેફસામાં રહેલા વાયરસ નાશ પામે છે તેમજ ફેફસાથી ગળા સુધીનો કફ ઓગળીને બહાર નીકળે છે.
એયર પ્યુરીફાઈરનો ઉપયોગ કરો: તમે ફેફસાની સફાઈ કરવા માંગો છો તો તો પહેલા ઘરના વાતાવરણ પર ધ્યાન આપો. પહેલા એ ચેક કરો કે તમારું ઘર કોઈ પ્રદુષણ વાળા વાતાવરણમાં નથી ને! તમારા ઘરની આસપાસની હવા શુદ્ધ કરવા માટે તમે એક એયરપ્યુરીફાઇર- હવા શુદ્ધ કરવાનું મશીન રાખી શકો છો. જેના લીધે હવા શુદ્ધ રહેશે અને ફેફસાને કોઈ હાની નહિ પહોંચે.
શ્વાસોચ્છવાસની કસરતો: આ કસરત પણ ફેફસાની સફાઈ કરવાનો સારો સ્ત્રોત છે. તે ફેફસાની કાર્ય શક્તિ વધારવામાં ઉપયોગી છે. જો તમે ધૂમ્રપાનની આદત ધરાવો છો તો કે તમે કોઈ ફેફસાની બીમારી ધરાવો છો તો તમારા માટે આ શ્વાસોચ્છવાસની કસરતો કરવાથી ફેફસાની સફાઈ કરવા માટે ઉપયોગી છે. તે ફેફસાની કાર્યક્ષમતામાં પણ સુધારો કરી શકે છે.
એન્ટી-ઇન્ફલેમેટ્રી ખાદ્ય પદાર્થો: હળદર, બ્રોકલી, કોબી, ચેરી, ઓલીવ્ઝ, અખરોટ અને બીન્સ જેવી એન્ટીઇન્ફલેમેટ્રી શાકભાજીઓ આપણી શ્વાસની નળીઓને સાફ રાખવામાં અને શ્વાસની તકલીફને દુર કરવામાં ઉપયોગી છે.
ભરપુર પાણી: ફેફસામાંથી ટોક્સીન જેવા નિકોટીનને બહાર કાઢવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. વધારે માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી ટોક્સીન બહાર નીકળી જાય છે. શરીરના શુદ્ધીકરણ માટે પાણી જરૂરી છે. જ્યારે પાણી એક પ્રકારે બધા જ રોગનું ઔષધ છે. વધારે પ્રમાણમાં પાણી પીનારા લોકોને રોગ ખુબ જ ઓછા થાય છે. જેમ ફેફસાના કચરાને બહાર કાઢવા માટે પણ પાણી અતિઆવશ્યક છે.
આમ, ઉપરોકત તમામ ઉપાયો ફેફસાને શુદ્ધ કરવા અને મજબૂતી માટે ઉપયોગી છે. ઉપરોકત ઉપાયો કરવાથી એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો મળે છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ફેફસામાં વાયરસનું સંક્રમણ ફેલાતું રોકી શકે છે. સાથે ફેફ્સાથી નાક સુધી રહેલા કફને પણ દુર કરવામાં ઉપયોગી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે વાયરસના ઇન્ફેકશન અને ફેફસાની બીમારીથી બચી શકો.