તરબૂચ પકવવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહિ? કેવી રીતે જાણી શકાય? તે વિષે અહી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
ઉનાળાની ઋતુ આવે એટલે આપણે ઠંડા પદાર્થોનું સેવન શરુ કરી દઈએ છીએ. સાથે સાથે આપણે ઉનાળામાં મળતા ફળો જેવા કે કેરી, તરબૂચ તેમજ શેરડીના રસનું સેવન કરીએ છીએ અને ઠંડક મેળવીએ છીએ. જેમય ખાસ કરીને આપણને ઉનાળાની સીઝન આવે ત્યારે ઠેર ઠેર તરબૂચ વેચાવા મળે છે.
આપણે તરબૂચ તો લઈએ છીએ પણ ક્યારેક તેમાં યોગ્ય સ્વાદ આવતો નથી, જયારે સ્વાદ આવે તો તેમાં કોઈ કેમિકલ મેળવવામાં આવ્યું હોય છે. જયારે આ તરબુચને જલ્દી મોટા કરવા અને વહેલા પકાવી લેવા માટે પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે આવા કેમિકલ રસાયણો આપણા શરીરમાં ફાયદો કરવાને બદલે અને ઠંડક આપવાની જગ્યાએ વધારાની તકલીફો ઉત્પન્ન કરે છે. તેમજ આપણે બીમાર પડીએ છીએ. જેમાંય આવા હાનીકારક રસાયણો શરીરમાં કેન્સર જેવી જીવલેણ બીમારી પણ ઉત્પન્ન કરી શકે છે.
આ બધી જ સમસ્યાથી બચી શકવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે તરબૂચમાં આવા કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહિ? આ લોકો તરબુચમાં કેમિકલ ઇન્જેક્શન આપીને તેને વહેલા જલ્દી મોટા કરે છે અને વહેલા પકવે છે. અમે અહિયાં બતાવીએ કે તરબૂચમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું છે કે નહી તે કેવી રીતે જાણી શકાય?
તરબૂચનો પીળો રંગ: પીળા રંગ વાળું તરબૂચ સસ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તરબૂચ પીળા રંગનું હોય તો તે તરબૂચમાં નાઈટ્રેટ નામના તત્વનો ઉપયોગ થયો હોય છે. આ તત્વ આપણા શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે. આ તરબુચને કાપવામાં આવે તો તેની અંદરથી સફેદ રંગની ધારો જોવા મળે છે. જો તરબુચની છાલ લીલા રંગની જણાય તો તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય શકે છે. નાઈટ્રેટ વાળું તરબૂચ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આ તત્વ શરીરમાં ખુબ જ ઝેરી અસર કરે છે.
તરબૂચમાં ફીણ: તરબુચને વચ્ચેથી કાપીને જાણી શકાય છે. કે તમા ઇન્જેકશન આપવામાં આવ્યું છે કે નહિ, તરબુચને કાપતા વચ્ચેથી જો ફીણ દેખાય તો તેમાં કુત્રિમ રસાયણ આપીને તેને વહેલું પકાવ્યું હોય અને તેમાં સ્વાદિષ્ટ બનાવવા માટેનું રસાયણ નાખવામાં આવેલું છે. આ રીતે ફીણ વાળું તરબૂચ આવે તો તેને બિલકુલ ખાવું ન જોઈએ. આપણે ઘણી વખત પાણીને લીધે આ ફીણ થાય છે તેવું માનીએ છીએ પરંતુ ત કોઇપણ રસાયણ ફીણ ઉત્પન્ન કરે છે.
છેદ વાળું તરબૂચ: જો તમે તરબૂચ ખરીદો છો તો તમારે એ બાબતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે તરબૂચમાં કોઈ જગ્યાએ છેદ તો નથી પાડવામાં આવ્યો ને? જો તરબૂચમાં નાનો અમથો છેદ હોય અને તે બુરાયેલો હોય તો તેમાં હોર્મોન્સ નાખવામાં આવેલું હોય શકે.
આપણે મોટા ભાગે તરબૂચમાં છેદ જોઈને માનીએ છીએ તેમાં કીડા મકોડાને લીધે આ છેદ થયો હશે. કે પછી માવજત કરતી વખતે કોઈ ઓજાર અડી ગયું હોય તેવું માની લઈએ છીએ પરંતુ તે સાવ ખોટું છે. તરબૂચમાં રસાયણ કે ઇન્જેક્શન ઉમેરવા માટે આ છેદ પડેલો હોય છે માટે આવાછેદ વાળા તરબૂચથી બચવું જોઈએ.
હલકું તરબૂચ: તમારે તરબૂચ ઉઠાવી ને ચેક કરી લેવું. આ તરબૂચ જો પોતાની સાઈઝ કરતા જો હળવું જણાય તો તેમાં ઇન્જેક્શન આપવામાં આવેલું હોય છે. આ તરબૂચ જલ્દી ફૂલી જાય છે. જયારે અસલી તરબૂચમાં પાણી ભરાયેલું હોય છે જેથી તે વજનદાર હોય છે.
તરબુચમાં વિવિધ રસાયણો ઉમેરતા આ તરબુચની યોગ્ય રીતે વિકાસ ન થતા તે મોટું થાય છે. માટે તેમાં પૂરતા પ્રમાણમાં ગર્ભ હોતો નથી. તે માત્ર દેખાવમાં જ મોટું હોય છે જયારે અંદરથી સાવ પોલું હોય છે. આવા તરબૂચ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
પાણી દ્વારા: ઇન્જેક્શન આપેલું તરબુચ ઓળખવા માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી લો. આ પછી તરબુચને બે ભાગમાં કાપી લો. એક ટુકડાને પાણીમાં નાખીને રાખો. કુત્રિમ રીતે ઇન્જેક્શન નાખીને પકાવવામાં આવેલ તરબૂચના ટુકડાને પાણીમાં નાખવાથી પાણીનો હળવો ગુલાબી કે લાલ થઈ જાય છે.
તરબુચના લાલ કલર લાવવા માટે તેમાં તેનો રંગ લાવનારા કેમિકલ ઉમેરવામાં આવેલા હોય છે. જે તરબુચમાં ખુબ જ લાલ દેખાવ લાવે છે. જેને અંદરથી કાપતા આપણને ગમી જાય તેવો ફૂલ લાલ રંગ આપે છે. આ રંગના પરિણામે મોટાભાગના લોકો આવા તરબૂચ ખરીદે છે પરંતુ આ તરબુચમાં સ્વાદ હોતો નથી અને પાણીમાં નાખતા પાણી લાલ થાય છે.
છાલ દ્વારા: કુદરતી રીતે પાકેલા તરબૂચની છાલ મોટી હોય છે, જયારે ઇન્જેક્શન આપીને મોટું કરવામાં આવેલ તરબૂચ થોડા પાતળા અને અંદરથી લીલા અને સફેદ હોતા નથી. જયારે કુદરતી રીતે પકાવેલ તરબૂચ લીલા અને સફેદ રંગના હોય છે.
કુદરતી રીતે પાકેલા તરબૂચ છાલ વજનદાર પણ હોય છે, જયારે ઇન્જેક્શન વાળા તરબુચની છાલમાં કોઇપણ પ્રકારે છાલ જલ્દી વધતી હોવાને કારણે તે અંદર પોલું હોય છે જેથી ગર્ભમાં છાલ પાતળી રહી જાય છે. આ છાલવાળું તરબૂચ ખાવામાં બરાબર મીઠું હોતું નથી પરંતુ નુકશાન કારક હોય છે.
અંદરથી ફરક જણાશે: તરબુચને જો ઇન્જેક્શન દ્વારા પકાવવામાં આવ્યું હોય તો તે દરેક બાજુએથી સરખું દેખાતું નથી. એક બાજુએથી ફૂલ લાલ તો બીજી બાજુએથી ફીકા રંગનું હોય છે. જયારે જ્યાંથી ઇન્જેક્શન મારવામાં આવ્યું હશે તે જગ્યા પર વધારે લાલ રંગનું હશે. આ સિવાય તેના ટુકડાને કાપીને જોતા પણ અનેક જગ્યાએ ફર્ક જોવા મળી શકે છે.
બીજની સાઈઝ: આ તરબૂચમાં અંદરના સ્વાદમાં ખુબ જ ફરક હોવાથી તેની છાલોના સ્વાદમાં પણ ફરક જોવા મળે છે. તરબુચના બીજમાં પણ ઘણો મોટો તફાવત હોય છે. વચ્ચેના બીજ મોટા વળી બહારનીં બાજુના બીજ પણ મોટા હોય છે. જે બાજુ ઇન્જેક્શન વાળા બીજ યોગ્ય પ્રમાણમાં સાઈઝના હોય છે.
ડીટીયા-દંડીથી ઓળખો: તરબૂચ જે ડીટિયા વડે તરબુચના વેલા સાથે જોડાયેલું હશે તે ડીટી તોડતા કુદરતી રીતે જો તરબૂચ પાકેલું હોય તો તે કાળી સને સુકી પડી જાય છે જયારે કુત્રિમ રીતે ઇન્જેક્શન આપીને પકવેલ તરબૂચની દાંડી હંમેશા લીલી રહે છે. આ રીતે તેમાં રંગના ફરક ઇન્જેક્શનના પ્રભાવને કારણે પડતો નથી.
કુદરતી રીતે પાકતા તરબૂચમાં ડીટીયુ અલગ અલગ રીતે તેમાં રહેલા રસાયણને લીધે લાંબા સમય સુધી પાણી ભરેલી દેખાય છે. આ જે પાણી નહિ પણ કેમિકલ હોવાથી જે જલ્દી સુકાતું નથી તેના પ્રતાપે તે લાંબા સમય સુધી લીલું રહે છે.
વિનેગાર દ્વારા: ઈન્જેકશન આપવામાં આવેલ તરબૂચમાં ઉપરથી વેક્સ લગાવવામાં આવ્યો હોય છે. જેને વિનેગાર એટલે કે સરકાનો ઉપયોગ કરીને તેને જાણી શકાય છે. આ રીતે સિરકાને લઈને લગાવતા તેમાંથી વેક્સ નીકળવા લાગે છે, જેનાથી ઓળખ થાય છે કે આ તરબૂચમાં ઇન્જેક્શનથી પકાવ્યું છે કે તે કુદરતી રીતે પાક્યું છે.
તરબુચમાં રસાયણ ઉમેરેલી કે ઇન્જેક્શન વાળી જગ્યા પર મીણ મારેલું હોય છે. જે આપણે તરબુચમાંથી નીકળેલું દૂધ લાગે છે પરંતુ સિરકો નાખતા તે ઓગળી જાય તો તે મીણ હોય છે અને આ જગ્યાએથી ત્યાં પર ઇન્જેક્શન મારેલું હોય છે કે નાનો છેદ પાડેલો હોય છે.
મીઠાશ દ્વારા: કુદરતી રીતે પ્રાકૃતિક પાકેલા તરબુચની આખા તરબુચની મીઠાશ બધી જગ્યાએથી ખાતા સરખી આવે છે. જયારે ઇન્જેક્શન આપીને પકાવેલ તરબૂચની મીઠાશ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે, જયારે ઉપરથી મોળું જણાય છે તો વળી નીચેથી પણ મોળું તો વળી વચ્ચેથી મીઠું એક અલગ અલગ સ્વાદનું જોવા મળે છે.
ઇન્જેક્શન મારેલા તરબુચના મીઠાઈમાં ખુબ જ ફરક હોય છે. જેના લીધે આપણે જાણી શકીએ છીએ કે ઇન્જેક્શન લગાવેલ તરબૂચ યોગ્ય રીતે મીઠાશમાં યોગ્ય સ્તર જાળવતું નથી. માટે જો આ તરબુચને પારખવું હોય તો બને બાજુએથી ચીરો કાઢીએ ચાખવી જોઈએ તો તેમાં તફાવત જાણવા મળશે.
આ રીતે તરબૂચમાં વિવિધ પ્રકારના રસાયણો ભેળવીને જેનો વિકાસ કરવામાં આવે છે. જેને મોટું કરવા માટે ઓક્સીટોસીનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. અ સિવાય તેમાં નાઈટ્રેટ, સિન્થેટીક રંજક( સેસેટ ક્રોમેટ, મેથનોલ પીળો, સુદાન લાલ), કાર્બાઈડ, ઓક્સીટોસીન જેવા રસાયણ હોય છે, જે આંતરડાને નુકશાન કરે છે, જેમજ પાચન તંત્ર પર પણ અસર કરે છે. જે કેન્સર અને કમળો જેવી બીમારી ઉત્પન્ન કરીને મૃત્યુ સુધીની બીમારીઓ લાવે છે.
આ ઉપરોક્ત સાવધાની રાખીને તમે કેન્સર જેવી ભયાનક જીવલેણ બીમારીથી બચી શકાય છે. આ ઉપરોક્ત રીતો દ્વારા તમે તરબૂચમાં કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે કે કુદરતી રીતે પાક્યું છે તે જાની શકાય છે. આ રીતે તરબુચની ઓળખ થઇ શકે છે. તરબુચના અલગ અલગ રીતો તમે અપનાવીને આ ઓળખ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે તમે કૃત્રિમ રીતે ઝેરી દવાવાળા કે નુકશાનકારક રસાયણ યુક્ત તરબૂચથી બચી શકશો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.