ખાસ કરીને પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના ચહેરાને સુંદર કરવા માટે જાત જાતના પ્રયાસો કરતી હોય છે. ઘણી જાત જાતની ક્રીમનો પણ ઉપયોગ કરતી હોય છે. પરંતુ આમાંથી કોઈ ક્રીમ કુદરતી રીતે ચહેરાને ચમકાવી શકતી નથી. આ ક્રીમો અનેક રસાયણોથી ભરપુર હોવાથી ચહેરાને આડઅસર પહોચાડે છે અને ક્યારેક તો તેની અસર, લીવર, હ્રદય અને આંખ જેવા અંગો સુધી પણ પહોંચી જાય છે.
ઘણી વખત એવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તે મોંઘી હોવાની સાથે કેમિકલ વાળા હોય છે. જેનાથી ઘણી વખત ચહેરો અને ચામડી ચમકવા લાગે છે તો વળી ઘણી વખત સાવ ડલ લાગવા લાગે છે જે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. આ કેમિકલ આપણને થોડા સમય માટે ફાયદો આપે છે પરંતુ નુકશાન ઘણું કરે છે.
આ માટે આ બધા સૌન્દર્ય પ્રસાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને કુદરતી રીતે મળતી પ્રાકૃતિક વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણને સારો ફાયદો થાય છે. આ માટે સૌંથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું અને વર્ષોથી આપણા પૂર્વજો પણ જેનો ઉપયોગ કરતા આવ્યા છે તેવી મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ.
ભૂતકાળમાં જયારે સાબુ ન હતા ત્યારે લોકો આ મુલતાની માટીનો ઉપયોગ કરતા હતા. આ માટીથી વ્યક્તિઓ વાળને સારી રીતે ધોતા હતા અને ચામડીને પણ આ માટીથી ધોતા હતા. અહિયાં અમે ચહેરાની સુંદરતા નિખારવા માટે એક સાબુ બનાવીશું કે કુદરતી રીતે અનેક ક્રીમ કરતા પણ વધારે ફાયદાકારક છે. જેમાં ચારથી પાંચ ચીજોની જરૂર પડશે. જેમાં મુલતાની માટી, ગ્લીસરીન, ગુલાબ જળ, વિટામીન ઈનું કેપ્સુલ અને ચંદન પાવડર વગેરેની જરૂર પડે છે.
જેમાં ઉપયોગમાં લેવામાં આવતું ગ્લીસરીન જે ડાઘ, ધબ્બા અને કાળાપણાને દૂર કરે છે અને ચામડીને સોફ્ટ રાખે છે. ગુલાબ જળ એક કુદરતી સુગંધ ધરાવે છે, આ ખુશ્બુથી જ આપણું મન ખુશ થઈ ઉઠે છે જે ચમત્કારિક ઔષધિ છે. ચંદન પણ સારી સુગંધ ધરાવે છે અને ઔષધીય ગુણ ધરાવે છે. વિટામીન ઈ આપણી ચામડીને વિટામીન આપે છે. વિટામીન ઈની આપણી ત્વચાને ખુબ જ જરૂરીયાત હોય છે.
આ માટે ચહેરાને ચમક આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી 4 ચમચી મુલતાની માટી લેવી. બજારમાં મુલતાની માટીનો પાવડર પણ મળી શકે છે અને ગાંગડામાં પણ મુલતાની માટી મળી રહે છે. આ ગાંગડાને તમે તોડીને પાવડર બનાવીને પછી છાળીને તેનો ઉપયોગ કરી શકો છો.
આ પછી આ માટીમાં 1 ચમચી જેટલો ચંદન પાવડર નાખવો. લગભગ ચંદન પાવડર બજારમાં મળી રહે છે. જો તે ન મળે તો પણ ચાલી શકે છે. આ પછી તેમાં બે ચમચી જેટલું ગ્લીસરીન નાખવું. ગ્લીસરીન કોઈપણ મેડીકલ સ્ટોર પરથી મળી શકે છે.
આ બધી જ વસ્તુઓ ખુબ જ ફાયદાકારક છે. જે ખુબ જ ચમત્કારિક ફાયદો કરે છે. આ પછી તેમાં વિટામીન એ નું કેપ્સુલ નાખવું. આ વિટામીન- એ ના કેપ્સુલમાં કાણું પાડીને તેમાંથી રસ કાઢીને તમે નાખી શકો છો. આ માંથી એક કેપ્સુલ પણ ખુબ જ ફાયદો કરે છે. જો તમારી પાસે વિટામીન એ નું કેપ્સુલ ન હોય તો તેમાં બદામનું તેલ પણ નાખી શકો છો. જેમાં એક ચમચી જેટલું બદામનું તેલ નાખી દેવું. આ તેલ પણ અનોખો ફાયદો કરે છે.
આ બધી જ વસ્તુ નાખીને બરાબર મિક્સ કરવું. જે મિક્સ થઇ જાય પછી તેમાં પાણી નાખીને તેને સરખી રીતે ઘૂંટવું કે બધી જ વસ્તુઓ એકરસ થઈ જાય. તમે પાણીની જગ્યાએ ગુલાબ જળ નાખશો તો સુગંધ પણ આપશે અને ફાયદો પણ બમણો કરશે. આ મિશ્રણ ગરમીમાં પણ ખુબ જ આરામ આપશે. પાણી કે ગુલાબજળ ઓછી માત્રામાં નાખવું કે માત્ર પેસ્ટ ભીનો જ થઇ શકે. જો પાણીનું પ્રમાણ વધારે હશે તો તેને સુકાવામાં થોડો વધારે સમય લાગી શકશે. માટે આ પેસ્ટ થોડો ટાઈટ રાખવો.
જો તમે આ ઉપાય દરરોજ કરોશો તો તમે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. તમને અનુકુળ આવે તો તેમાં થોડો હળદરનો પાવડર પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુઓ મિક્સ કરીને બરાબર હલાવી લેવું.
આ પેસ્ટ બની ગયા બાદ નાની વાટકી લેવી અને તેમાં થોડું તેલ લગાવી લેવું. આ મુલતાની માટીની નાની નાની થેપલીઓ કરીને તેને આ વાટકીમાં રાખીને વાટકીને કોઈ કાગળથી ઢાંકીને ફ્રીજમાં રાખી શકો છો. જેને ફ્રીજમાં એક કલાક સુધી રાખવાથી બરાબર જામી જશે.
આ રીતે તમારા માટે કુદરતી રીતે મુલતાની માટીનો સાબુ તૈયાર થઈ જાય છે. જેનાથી તમે હાથ સાફ કરી શકો છો. ચહેરો સાફ કરી શકો છો. ગરદન સાફ કરી શકો છો. જો તમારે ચહેરા પર આ સાબુની સારી અસર જોવી હોય તો તેને ચહેરા પર લગાવીને 10 થી 15 મિનીટ સુધી રહેવા દેવો, થોડા સમય સુધી રહેવા દેવાથી ચહેરા પર સુકાઈ જશે. આ પછી થોડા સમય બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. જેના લીધે તમારા ચહેરામાં ખુબ જ સારી ચમક આવી જશે. ચહેરો સુંદર બની જશે. આ પ્રયોગ થોડા દિવસ સુધી સત્તત ચાલુ રાખવાથી ચહેરા પર એકદમ સારો ફાયદો થશે. ચહેરા પર એક કુદરતી ગ્લો આવશે. ચહેરાનો કુદરતી નીખાર આવશે.
આમ, આ રીતે મુલતાની માટીમાંથી બનાવેલો સાબુ ખુબ જ સારો ફાયદો કરે છે. ચહેરાની અને શરીરની અન્ય જગ્યાઓમાં પણ કુદરતી ફાયદો કરે છે. જે મોંઘા સાબુ કરતા પણ ખુબ જ વધારે ગુણકારી છે. જે ચામડીને સુંદરતા આપવાની સાથે ચહેરા પરના ખીલ, મસ, કાળા ડાઘ અને નિશાન વગેરે દુર કરવાનું કાર્ય પણ કરે છે. અમે આશા રાખીએ કે આપ પણ આ રીતે સાબુ બનાવીને ઉપયોગ કરશો જેથી તમને ખુબ જ ફાયદો થાય.