હાડકાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. જેમાં સાંધાનો દુખાવો, પગનો દુખાવો, કેડનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો જેવી અનેક સમસ્યાઓ કે જે હાડકાની સમસ્યા છે. આ દુખાવાની સમસ્યા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ ને લીધે થાય છે. આ કેલ્શિયમ શરીર માટે ખુબ જ ઉપયોગી તત્વ છે, જે હાડકાની રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે.
આપણા શરીરમાં રહેલું કેલ્શિયમ જેમાં હાડકામાં રહેલા કેલ્શિયમમાં 99 ટકા કેલ્શિયમ દાંતમાં સમાયેલું હોય છે. જે જયારે શરીરમાં જો આં કેલ્શિયમની ઉણપ સર્જાય તો દાંત અને હાડકા નબળા પડી જાય છે. આપણા શરીરમાં કેલ્શિયમનું ખુબ જ મહત્વ રહેલું છે. માટે શરીરમાં જો કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે.
કેલ્શિયમનું મહત્વ શરીરમાં ખુબ જ રહેલું છે. જેથી જે પદાર્થમાંથી કેલ્શિયમ મળે તેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. જે આપણી આજુબાજુમાં રહેલા ફૂડ, ફળ અને પ્રોડક્ટ માંથી મળી રહે છે. જેના વિશે અમે જણાવી રહ્યા છે.
આ કેલ્શિયમ યુક્ત પદાર્થોમાં સિયા સીડ કે જેમાં 100 ગ્રામ સિયાચીડમાંથી 631 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે. જે મેગ્નેશિયમ, આયર્ન અન ફાઈબર ધરાવે છે. જેનો ઉપયોગ કરવાથી શરીરના કબજિયાત જેવા રોગને મટાડવામાં ફાયદો રહે છે.
ચીઝ એક એવી પ્રોડક્ટ છે કે જેના 100 ગ્રામ ચીઝમાંથી 721 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. આજે પ્રોટીન પણ ધરાવે છે. જેમાં સોડીયમ ધરાવતું હોવાથી તે હાઈબીપીની તકલીફને ઠીક કરવામાં પણ ઉપયોગી છે.
100 ગ્રામ જેટલી રાગીમાથી પણ 344 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. આ રાગીમાં આયર્નનું પ્રમાણ સારું હોય છે જે હિમોગ્લોબીન પણ ધરાવે છે. અને શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે. નાના નાના બાળકોને પણ રાગી ખુબ જ ઉપયોગી થાય છે.
ટોફું નામનું સોયાબીનમાંથી નીકળતું પનીર પણ 350 ગ્રામજેટલું કેલ્શિયમ ધરાવે છે. જયારે 100 ગ્રામ બદામમા 264 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. જે ચરબી ધરાવે છતાં ભૂખ ઓછી લગાડે છે. જેના લીધે વજન ઘટાડવામાં પણ ખુબ જ ઉપયોગી છે.
પાલક એવી ભાજી છે કે જેનો આપણે ચટણી કે ભાજી બનાવવા માયે ઉપયોગ કરીએ છીએ. અ પાલકના 100 ગ્રામના જથ્થા માંથી 99 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. સાથે તેમાં વિટામીન એ પણ હોય છે. 100 ગ્રામ દહીંમાંથી 110 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે.
100 મીલીગ્રામ દૂધમાંથી 125 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. એક કફ જેટલી બાફેલી અડદની દાળમાં 136 મિલી જેટલું કેલ્શિયમ હોય છે. સાથે તે પ્રોટીનથી પણ ભરપૂર છે. 100 ગ્રામ રાજમામાં થી 143 મીલીગ્રામ જેટલા કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત તેમાં આયર્ન પણ ખુબ જ સારા પ્રમાણમાં હોય છે કે હિમોગ્લોબીન આપે વધારે છે.
ઓરેન્જમાં 55 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે, સાથે સાથે તેમાં વિટામીન સી પણ ખુબ જ સારા પ્રમાણમાં હોય છે. સૂર્ય મુખીના તેલનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. એમાં 78 ગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. ભીંડા માંથી 82 મીલીગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે.
સોયાબીનને કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે. 1 કપ બાફેલા સોયાબીનમાંથી 175 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપુર અંજીર કબજીયાતને મટાડવામાં ઉપયોગી છે. મગફળીમાં પણ કેલ્શિયમ હોય છે. જે જેમાં 92 મીલીગ્રામ કેલ્શિયમ છે.
સરગવો વા અને સાંધાની દવા છે. જયારે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય ત્યારે સરગવાના ઉપયોગથી આ અસરને દૂર કરી શકાય છે. જેમાં 185 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે. અળસી એક કઠોળ પ્રકારના બીજ હોય છે, જેના ઉપયોગ કરવાથી 255 ગ્રામ કેલ્શિયમ મળે છે.
આમ, આ ઉપરોક્ત ઔષધીઓ કેલ્શિયમથી ભરપુર છે. જયારે શરીરમાં સાંધા કે વા સંબંધી કે હાડકા સંબંધી કોઈ સમસ્યા સર્જાય ત્યારે આ વસ્તુનો ઉપયોગ વધારવાથી શરીરમાં સાંધાને લગતી સમસ્યાઓ દૂર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.