એસીડીટીની સમસ્યા દરેક લોકોને જોવા મળતી સમસ્યા છે. જે લોકોને એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોને ખાટા ઓડકાર આવે છે. પેટમાં બળે છે, પેટમાં ઘણી બધી તકલીફ થાય છે. ઘણી વખત એટલું બધું બળે કે દર્દીથી સહન પણ ન થાય. આ એક પ્રકારે શરીરમાં પિત્તના પ્રકોપને લીધે થતી સમસ્યા છે.
અમે આ આર્ટીકલમાં જે લોકો એસીડીટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે લોકો માટે ખુબ જ સરળ અને દેશી તેમજ ઘરગથ્થુ ઉપાય બતાવી રહ્યા છીએ. જે એક આયુર્વેદિક ઉપાય છે. આ એક પાચન તંત્રની વિકૃતિઓ હોય છે, જેમાંથી આ એક વિકૃતિ છે. આ એસીડીટીને આયુર્વેદમાં અમ્લપિત તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં વધારે પ્રમાણમાં એસીડ ભેગો થાય, વધારે સમસ્યા થાય તો તેના હાઈપર એસીડીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એસીડીટીની સમસ્યા એક એવી સમસ્યા છે કે જે કે જમ્યા પછી ખાસ તો એસીડીટી થતી હોય છે.
જેમાં જમ્યા પછી પેટ અને છાતીનાં ભાગમાં અસહ્ય બળતરા સાથે પીડા થતી હોય છે. આ સમયે મોઢામાં ઉબકા થાય અથવા ખાટી વાસ આવવા લાગે એટલા પ્રમાણમાં એસીડીટી થતી હોય છે. આવા બધા લક્ષણો એસીડીટીમાં જોવા મળે છે. એસીડીટીની સમસ્યા પેટને લગતી ત્રણ મુખ્ય સમસ્યાઓ છે. જેમાં ગેસ, એસીડીટી અને કબજિયાત જેમાં જોવા મળે છે. જે લોકોને એસીડીટીની સમસ્યા થાય તે લોકોને ગેસની સમસ્યા પણ થઇ શકે છે અને કબજિયાત પણ થઇ શકે છે. જેથી એસીડીટીને સંપૂર્ણ રીતે દૂર કરી દેવી જોઈએ. નહિતર જે કબજીયાતની સમસ્યા થાય છે તે શરીર માટે ઘણી કષ્ટ દાયક છે. આ એસીડીટીની સમસ્યા પણ કબજિયાતની માફક ઘણા લોકોને આમંત્રિત કરનારી સમસ્યા છે.
આ માટે વધારે પ્રમાણમાં શરીરમાં એસીડ જમા ન થાય તે પહેલા જ આપણે તેનો ઉપાય કરી લેવો જોઈએ. આ માટે અહિયાં એક ઉપયોગી ઘર ગથ્થુ ઉપચાર બતાવી રહ્યા છીએ. આ એક દેશી ઉપચાર છે. જેનાથી એસીડીટી સાવ જ મટી જાય છે અને એસીડીટી સાવ દૂર થઇ જાય છે.
એસીડીટીને દૂર કરવા માટે પ્રથમ ઉપાય તો એ છે જે જમ્યા બાદ તમારે 45 મિનીટ સુધી પાણી ન પીવું જોઈએ. જમ્યા બાદ તમે છાશ પી શકો છો. આં એક ઉપાય કરી લો ટોપ પેટની ઘણી બધી સમસ્યાઓ તો આપમેળે દૂર થઇ જાય છે. આ માટે દેશી ઉપાય કરવાની પણ તમારે કોઈ જરૂર રહેતી નથી. આ રીતે ઉપાય કરવાથી તમે જમ્યા બાદ જે ખોરાક લીધો હોય તેનું પુરેપુરી રીતે પાચન થઇ જાય છે. પાચન બરાબર થઇ જશે એટલે કોઈ દિવસ એસીડીટી નહિ થાય. ગેસની સમસ્યા નહિ થાય. તેમજ કબજિયાત પણ નહિ રહે.
પેટની સમસ્યાથી દૂર રહેવા માટે મેંદા વાળી કોઇપણ ચીજો ન ખાવી જોઈએ. આ ખોરાક પાચન થવામાં ખુબ જ પરેશાની કરે છે. આ ખોરાકના પાચનમાં શરીરને ઘણી બધી તકલીફ થાય છે. માટે જો આટલી તકેદારી રાખવામાં આવે તો એસીડીટીની સમસ્યા આપોઆપ મટી જાય છે. માટે જો એસીડીટીની સમસ્યા જણાય તો ખોરાકમાં તકેદારી રાખવી.
આ એસીડીટીમાં ઈલાજ માટે તમારે એક ગ્લાસ હુંફાળું પાણી લેવું. આ હુંફાળા પાણીમાં એક ચમચી ગાયનું ઘી નાખવું. આ રીતે મિક્સ કરીને તમારે લઈ લેવું. ઘી પાણીમાં બરાબર મિક્સ થતા થોડ સમય લાગે છે. માટે તેને થોડીવાર સુધી હલાવવું. આ ઘી બરાબર પાણીની અંદર મિક્સ થઇ જાય પછી તમારે પછી તમારે નીચે બેસી અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જવું.
અ પ્રયોગ સવારે જાગ્યા બાદ ખાલી પેટે આ પ્રયોગ કરવો તેમજ રાત્રે સૂતી વખતે આ પ્રયોગ કરવો. દિવસમાં બે ટાઈમ આ પ્રયોગ કરવો. એક ગ્લાસ હુંફાળા પાણીમાં માત્ર ગાયનું જ ઘી નાખીને આ પ્રયોગ કરવો અને બરાબર હલાવીને પી જવું. રાત્રે સુતી વખતે અને સવારે ઉઠીને આ પ્રયોગ કરી લેવો.
એસીડીટી એક પિત્તના પ્રકોપને લીધે થતી એક શારીરિક સમસ્યા છે. પિત્તની સમસ્યા માટે સૌથી સારું ઔષધ જીરું છે. આં માટે જીરું અને અજમો લેવો. આ બંનેને લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. આં ચૂર્ણ બનાવ્યા બાદ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણ લેવું. ત્યારબાદ રાત્રે સુતા પહેલા એક ગરમ પાણી સાથે લેવું. જમ્યા બાદ વરીયાળી અને સાકરનો મુખવાસ લેવો. અ ઉપાય કરશો તો એસીડીટી દૂર થઇ જાય છે. જમ્યા બાદ અડધી ચમચી વરીયાળી અને સાકરનો મુખવાસ ચાવીને ખાવો. સાકરનો આ રસ અન્ન નળી મારફત નીચે ઉતરશે અને એસીડીટીને શાંત કરશે. જે લોકોને સામાન્ય એસીડીટી થઇ છે અથવા જેને એસીડીટીની હજુ શરુઆત જ હોય તેવા લોકોએ આ ઉપાય કરવાથી એસીડીટી મટી જાય છે.
આ સિવાય એસીડીટીની સમસ્યા હોય તેના માટે એક નિરંજન ફળ નામનું ફળ આવે છે. જેનો આયુર્વેદમાં ખુબ જ ઉપયોગ થાય છે. આ ફળ તમને દેશી ઓસડીયા વાળાની દુકાનેથી, ગાંધીની દુકાનેથી મળી રહે છે. હાલમાં જે ઓનલાઈન પણ મળે છે ત્યાંથી પણ મંગાવી શકો છો. આ એક નાનું સોપારી જેવું ફળ છે. જોવામાં રુદ્રાક્ષના પારા જેવું દેખાય છે. આ ફળનો ઉપયોગ કરવા માટે એક નિરંજન ફળ લેવું. આ ફળને એક ગ્લાસ પાણી લઈને આ પાણીમાં આ આ નિરંજન ફળને ડુબાડી લેવું. આ ગ્લાસ સાંજે ઢાંકીને મૂકી દેવું. સવારે આ ફળ એક ગ્લાસ પાણીમાં ફૂલી ગયેલું હશે.
આ પછી આ પાણીને તમારે ગાળીને પી જવું. આ નિરંજન ફૂલી ગયા પછી તેમાંથી કુચો નીકળે છે. આ કુચો ચાવીને ખાઈ જવો. આ પ્રક્રિયા સવારે કરી તેવી જ રીતે સાંજે પણ કરી લેવી. સવારે એક ગ્લાસ પાણીમાં નીરંજન ફળ ડુબાડીને તેનો પ્રયોગ સાંજે કરવો. આમ આ પ્રયોગ નિયમિત ચાલુ રાખવો.
આ પ્રયોગ માત્ર ત્રણ દિવસ કરવાથી એસીડીટી સંપૂર્ણ મટી જાય છે. એસીડીટીમાં ખુબ જ રાહત થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી એસીડીટીથી પરેશાન વ્યક્તિઓને ખુબ જ ઉપયોગી થાય. આ ઉપાય આયુર્વેદમાં આપેલા સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરતો હોવાથી તેની શરીરમાં કોઈ વધારાની આડઅસર પણ થતી નથી. આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી એસીડીટીની સમસ્યા મટી જાય છે.