વર્તમાન સમયમાં અનિયમિત ખોરાક અને રહેણીકરણીના કારણે લોહીનું દબાણ વધવાની અને ઘટવાની સમસ્યા મોટાભાગના લોકોને થાય છે. લોહીનું દબાણ વધવાની અને ઘટવાની સમસ્યાથી તેની અસર હ્રદય પર પડે છે. હ્રદય રોગના હુમલા જેવું જોખમ બ્લડપ્રેશરની સમસ્યાથી રહે છે. બ્લડ પ્રેસર ઘણી બીમારીઓને નોતરી શકે છે અને આરોગ્ય પર અસર કરી શકે કે. બ્લડપ્રેસરથી ધમનીઓમાં દબાવ આવે છે. ધમનીઓ વાહિકાઓ હોય છે જે હ્રદયથી શરીરના અંગો સુધી જોડાયેલી હોય છે. જયારે બ્લડપ્રેસર થાય છે ત્યારે લોહી હ્રદયના પંપને ખુબ મહેનત કરવી પડે છે.
સામાન્ય રીતે 120 થી 80 હ્રદયના ધબકારાઓ હોય છે. જ્યારે બ્લડપ્રેસર સર્જાય ત્યારે આ ધબકારા 110 થી 180 સુધી જેટલા વધી જાય છે. આ સમયે યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે. જ્યારે વ્યક્તિ અસંતુલિત આહાર અને રહેણીકરણીમાં રહે છે ત્યારે કફ અને વજનની વૃદ્ધી થાય છે. કફ અને ચરબી ધમનીઓમાં જમા થઈને ધમનીઓના કાર્યમાં અડચણો ઉભી કરે છે અને ગેસ લોહીના વહનમાં વધારો કરે છે. અને લોહીના ધબકારા વધારી દે છે. બ્લડપ્રેસરથી યોગ્ય ઇલાજ ના કરવામાં આવે તો શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઇ જવાનું જોખમ રહે છે. બ્લડપ્રેશર ને સાયલન્સ કીલર માનવામાં આવે છે. આ રોગને દર્દી ગંભીરતાથી નથી લેતો જેથી સામાન્ય રીતે અચાનક મુસીબત ઉભી કરે છે. ઔષધીયો પર પર ખાસ ધ્યાન આપીને બ્લડપ્રેસરથી છુટકારો મેળવી શકાય છે.
બ્લડ પ્રેસર સમય વખતે જોવા મળતા લક્ષણો: સામાન્ય રીતે બ્લડપ્રેસરના કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ વ્યક્તિની સ્થિતિ ખુબ જ ખરાબ થાય ત્યારે વ્યક્તિમાં અચાનક બદલાવ આવે છે. આ રોગમાં માથાનો દુખાવો રહે છે, ધૂંધળું દેખાય છે, છાતીમાં દુખાવો થાય છે, હ્રદય રોગ, શ્વાસ ચડવો, કાનમાંથી લોહી નીકળે છે, વ્યક્તિને થાક લાગે છે અને તણાવ રહે છે, વ્યક્તિ ગભરાટ અનુભવે છે, બોલવામાં પણ તકલીફ થાય છે, આ વ્યક્તિના પગ અચાનક થંભી જાય છે, અને વ્યક્તિ કમજોરી અનુભવે છે. આ બ્લડપ્રેસરના જોખમના લક્ષણો છે. લોહીમાં હ્રદય સંબંધી રોગ, આંખના રોગો,કિડનીના રોગો બ્લડપ્રેસરથી વધે છે. લોહીનું દબાણએ ઝેરી રોગ છે જેનાથી શરીરના અંગો ખરાબ કરી શકે છે.
બ્લડપ્રેસર વધવાના કારણો: વધારે લોહીં દબાણ અને ધબકારા અસંતુલિત જીવનશૈલી અને આહારના કારણે થાય છે. જયારે બીજા અનેક કારણો હોય છે જેમાં વધારે બ્લડપ્રેસરમાં મુખ્ય કારણ વધારે પડતું વજન અને મેદસ્વિતા છે. આ વ્યક્તિઓ બ્લડપ્રેશર વધારે પ્રમાણમાં જોવા મળે છે. શારીરિક પરિશ્રમ નહિ કરવાથી અને રમતગમત અને આરામદાયક જીવન જીવવાથી આ સમસ્યા રહે છે. વ્યક્તિ શુગર, હ્રદય રોગ, કિડનીના રોગી અને જેની ધમનીઓ નબળી હોય છે તેઓને હ્રદયના ધબકારા વધી જાય છે. વધારે મીઠાવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી, પિઝ્ઝા, બર્ગર, તળેલા અને તીખા તેમજ ધુમ્રપાન અને દારૂનું સેવન બ્લડપ્રેસર વધારી શકે છે. પ્રસુતિના સમય દરમિયાન સ્ત્રીઓમાં લોહીનું દબાણ વધવાની સમસ્યા રહે છે.
અમે આજે આ લોહીનું દબાણ એટલે કે બ્લડપ્રેસર અટકાવવાના આયુર્વેદિક ઉપચારો વિશે બતાવીશું કે જેનો યોગ્ય ઉપચાર કરવાથી દર્દીને બ્લડપ્રેસરની સમસ્યામાંથી રાહત મળી શકે છે.
લસણ: લસણનો દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. લસણ બ્લડપ્રેસર ઠીક કરવામાં મદદરૂપ થાય છે. મોટા ભાગે ઉચ્ચ બ્લડપ્રેસરને લસણથી કન્ટ્રોલ કરી શકાય છે. લસણમાં એલીસીન નામનું તત્વ મળી આવે છે. દરરોજ લસણની 2 થી ૩ કળીઓનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે. જેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ પણ આ સમસ્યાને દુર કરે છે અને રાહત આપે છે. લસણ બ્લડ વેસેલ્સમાં મદદ કરીને લોહીના વહનને સામાન્ય કરે છે.
તરબૂચ; તરબુચમાં લાઈકોપીનની માત્રા હોય છે જે લોહીના ઉચ્ચ દબાણને ધીમું કરવામાં મદદ કરે છે. તરબૂચ હ્રદય રોગના ખતરાને પણ ઓછો કરે છે. આ તરબુચને મોડી રાત્રે ખાવાથી અને સવારમાં ખાલી પેટે ખાવાથી નુકશાન થાય છે જેથી લોહીના દબાણવાળા વ્યક્તિએ જમ્યા પછી યોગ્ય સમયે ખાવું જોઈએ. લોહીના વધારે દબાણ ધરાવતા દર્દીએ દરરોજ બે કપ તરબૂચ ખાવું જોઈએ.
સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરી આપણા ઉચ્ચ દબાણમાં અને જેવા ઘણા ગંભીર રોગોને કાબુમાં કરવા માટે સક્ષમ છે. સ્ટ્રોબેરીમા મળી આવતા એન્થોસિયાનીન નામનું એક એન્ટી ઓક્સીડેન્ટ છે જે એક અણમોલ ચીજ છે. જેમાં પુષ્કળ માત્રામાં વિટામીન સી હોય છે. સાથે સ્ટ્રોબેરીમાં મૌજુદ ફ્લેવોનોનોઈડસ અને એન્ટીઓક્સીડેન્ટ વધારે કોલેસ્ટ્રોલથી પણ બચાવે છે. જેનાથી શરીરમાં નળીઓ બ્લોક થવાની સમસ્યા રહેતી નથી.
પાલખ: પાલખ ખુબ જ ગુણકારી અને લીલી શાકભાજી છે. જેમાં ઉપલબ્ધ મેગ્નેસિયમ, પોટેશિયમ, ફોલેટ અને નાઈટ્રેટસ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં દરરોજ પાલખનું સૂપ પીવાથી હાઈ બ્લડપ્રેસર અને લો બ્લડપ્રેસરનું જોખમ ખુબ જ ઘટી જાય છે. પાલખનો સલાડ, શાકભાજી અને સેન્ડવિચ વગેરેમાં ઉપયોગ કરી શકો છો.
બીટ: એક સંશોધન જાણવા મળ્યું છે કે દરરોજ એક ગ્લાસ બીટનું સૂપ પીવાથી વધેલું બ્લડપ્રેસર સામાન્ય થાય છે. જેમાં બ્લડપ્રેસર કન્ટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. બીટમાં વિટામીન અને મિનરલ્સ મૌજુદ છે જે હ્રદય રોગનું જોખમને ઓછું કરે છે. બીટમાં ફાયટો કેમિકલ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે આપણાના લોહીને જાડું કરે છે જેના લીધે દબાણ કારણ કે પાતળા લોહીથી પ્રવાહી જગ્યા વધારે જગ્યા રોકે છે. બીટનું સેવન દરરોજ કરવાથી સલાડમાં કરવાથી સ્વાસ્થ્યમાં ખુબ જ ફાયદો થાય છે.
ઈલાયચી: ઈલાયચીમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ શરીરમાં શરીરમાં વહેતા વધારે માત્રાના લોહીના દબાણને સંતુલિત કરે છે. જેથી બ્લડપ્રેસર સામાન્ય બને છે. ઈલાયચી ચામાં નાખીને અથવા ખોરાકમાં ભોજન રાંધતી જેમાં નાખીને ઉપયોગમાં લઈ શકાય છે. ઈલાયચીનું ચૂર્ણ બનાવીને રાંધેલા ભોજનમાં નાખીને દરરોજ ખાવાથી બ્લડપ્રેસર કન્ટ્રોલમાં રહે છે.
અજમા: અજમામાં પોટેશિયમ ભરપુર માત્રામાં મળી આવે છે. જે હાઈપરટેન્શનને દુર કરવામાં સાબિત થાય છે. અજમાની મૂત્રવર્ધક ગુણધર્મ હોય છે. જેના લીધે હાઈ બ્લડપ્રેસર ઓછું થાય છે સાથે એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો થાય છે. અજમાનો ઉકાળો બનાવીને પી શકાય છે. જેનો ભોજનમાં નાખીને પણ ઉપયોગમાં લઇ શકાય છે.
ગ્રીન ટી: દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી હાઈપરટેન્શન ખતમ થાય છેહ. ગ્રીન ટી તાસીરમાં સુધારો કરવા માટે ફાયદાકારક છે. ગ્રીન ટીમાં ઉપસ્થિત એન્ટીઓક્સીડેંટ લાંબા સમયની ઘણી બધી બીમારીઓને દુર રાખે છે. લોહીનું દબાણ બીજી બીમારીઓ દુર રહેવાથી તેમજ વજનમાં ઘટાડો થવાથી કાબુમાં રહે છે.
તીખા : જ્યારે અચાનક લોહીનું દબાણ વધી જાય તો અડધો ગ્લાસ પાણીમાં તીખાનો પાવડર પીવાથી તાત્કાલિક બ્લડપ્રેસર કન્ટ્રોલ થાય છે. આ સિવાય તીખાનું નિયમત રીતે સેવન કરવાથી બીજી ગંભીર બીમારીઓમાં પણ રાહત મળે છે.. તીખા બીજી જોખમકારક બીમારીઓને પણ નાબુદ કરે છે. તીખામાં પાચન સંબંધી કોઈ સંબંધી બીમારીઓ થતી નથી. જ્યારે શરીરમાં સોજો આવ્યો હોય ત્યારે સોજા પર તીખાનો પાવડર કરીને તે જગ્યા પર લગાવવાથી સોજો ઉતરે છે. દાંતના રોગોમાં પણ તીખા ફાયદાકારક છે.
ડુંગળી: ડુંગળી આપણે ખોરાકમાં અને અથાણા તરીકે ખાઈએ છે, પરંતુ ડુંગળી અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે. ડુંગળીનું સેવન કરવાથી ઉંચ્ચું બ્લડપ્રેશર કાબુમાં આવે છે. ડુંગળીમાં ક્વેરસેટીંન નામનું ફ્લેવોનોયડસ તત્વ ભરપુર માત્રામાં હોય છે. જે લોહીની વાહિકાને પાતળી કરે છે જેના લીધે ડુંગળીથી બ્લડપ્રેસર ઓછું થઇ જાય છે. ડુંગળી ઉંચાઈ વધારવામાં પણ ફાયદો કરે છે અને માથામાં લગાવવાથી ખરતા વાળ પણ અટકે છે.
આમળા: આમળાનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેસરમાં રાહત મળે છે. સાથોસાથ બીજી બીમારીઓ પણ નાબુદ થાય છે. આમળા અને આમળાનો પાવડર પાણીમાં નાખીને પીવાથી અનેક ફાયદાઓ થાય છે. આમળામાં મધ ભેળવીને ખાવાથી લોહીનું નિયંત્રણ થાય છે. આમળાનો ડાયટમાં પણ ઉપયોગ કરી શકાય છે. આમળા સ્વાસ્થ્ય વર્ધક છે જેનથી પગથી માંડીને માથા સુધીની અનેક બીમારીઓ કાબુમાં રહે છે.
તુલસી: વધારે પડતા લોહીના પ્રવાહને કાબુમા લેવા માટે પાંચ તુલસીના પાંદડા સાથે બે લીમડાના પાંદડાનો વાટીને છૂંદો બનાવી લો. આ છુંદાને એક ગ્લાસ પાણીમાં ભેળવીને ખાલી પેટે સવારમાં પીવાથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે. તુલસી નળીઓ અને ગળામાં રહેલા વધારે પડતા કચરાને દુર કરે છે જેના લીધે લોહીમાં પ્રવાહને નિયમિત થવામાં ફાયદો રહે છે. જેથી તુલસીનું સેવન બ્લડપ્રેસર વાળા દર્દીને કરવું જોઈએ. છાતી, હ્રદય કે પડખામાં દુખાવો ઉપડે ત્યારે 10 થી 20 ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવાથી, તુલસીના પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે. હ્રદયમાં દુખાવો ઉપડે ત્યારે તુલસીના આઠ-દશ પણ અને બેથી ત્રણ કાળા તીખા ચાવી જવાથી તાત્કાલિક દબાણ ઘટે છે.
ફાફ્ડીયો થોર: ફાફ્ડીયો થોર હ્રદયને મજબુત બનાવવામાં અને સ્વસ્થ લોહીના પરિભ્રમણને નિયમિત કરવાના ગુણધર્મને કારણે લોહીને કાબુમાં લેવા માટે ઉપયોગી છે, વધારે પડતા બ્લડપ્રેસર સાથે હ્રદય સંબંધી અને વાહિકા સંબંધી રોગના નિવારણ માટે તેનો ઉપચાર કરવામાં આવે છે. ફાફ્ડીયા થોરની ચા અને તેનું પાણી પીવાથી લોહીનો પ્રવાહ કાબુમાં રહે છે.
અમે બતાવેલા આ ઉપચારો લોહીના બ્લડપ્રેસર સામે રાહત આપવામાં અને તેને કાબુમાં કરવામાં ખુબ જ ફાયદાકારક થશે. આ આયુર્વેદિક ઉપચારો શરીરમાં કોઈ આડઅસર કરતા નથી અને લોહીના દબાણને સામાન્ય કરવાની સાથે અન્ય રોગોને પણ નાબુદ કરે છે. અમારી આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક પુરવાર થશે જેથી આ ઘરગથ્થું ઉપાયથી કોઇપણ પ્રકારના ખર્ચા વગર બ્લડપ્રેસર કન્ટ્રોલ કરી શકાય છે.
🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.