આજકાલ નાની ઉમરમાં જ ઘણા લોકોને હ્રદય રોગ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેસર, છાતી ભારે લાગવી, પાચનની સમસ્યા આ બધી સમસ્યાઓ ખુબ જ નાની ઉમરમાં યુવાનોને થવા લાગે છે. વયસ્ક લોકોને થાય છે. આજની જીવનશૈલી એવી છે કે જેના લીધે આવું થાય છે. લોકો હ્રદય રોગની સારવાર પાછળ લાકો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. કોલેસ્ટ્રોલની ગોળીઓ લેતા હોય છે. હાઈ બીપીની ગોળીઓ લેતા હોય છે અને જીવનભર હેરાન થયા કરે છે.
પરંતુ આ બધી જ સમસ્યાઓ માટે આપણા રસોડામાં જ એવા ઘણા બધા દેશી ઓસડીયા હોય છે, જેના વિશે લોકોને જાણકારી હોતી જ નથી. લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિની કે દવા બનાવવાની રીતો જાણતા હોતા નથી, જેના લીધે આવી ઔષધીઓનો લાભ લઈ શકતા નથી.
અમે આ લેખમાં એક ખુબ જ ઉપયોગી થાય એવું પીણું કે જે ઘરમાં જ રહેલા રહેલા દેશી ઓસડીયા દ્વારા બનાવતા શીખાવાડીશું કે જેથી તમે ગંભીર રોગોમાં તમે કોઇપણ પ્રકારના ખર્ચા વગર જ આયુર્વેદના સહારે રોગનો ઈલાજ કરી શકો.
આ ચમત્કારિક પીણું હાઈ બ્લડપ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ, વધારે ટ્રાઈગ્લીસરાઈડ એ બધામાં ખુબ જ ઉપયોગી થશે. આ પીણું પીવાથી શરીરમાં માત્ર ત્રણ જ દિવસમાં ફરક જોવા મળશે. એવું આ ચમત્કારિક પીણું છે. જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલ હોય, જેને છાતી ભારે લાગતી હોય, હ્રદયની નળીઓમાં બ્લોકેજ આવ્યું હોય, તો પણ આ પ્રયોગ ખુબ જ અસરકારક છે.
હાઈબીપીની સમસ્યા અસંતુલિત જીવન શૈલી, વધારે વજન, શારીરિક પરિશ્રમનો અભાવ, સુગરની સમસ્યા, લીવરના રોગ, કિડનીના રોગના કારણે ઘણા લોકોને ધમનીઓ કમજોર પડે છે જના કારણે, વધારે મીઠા વાળું ખાવાથી, વધારે ધુમ્રપાન અને દારૂનું સેવન અને ગર્ભાવસ્થાને કારણે હાઈ હાઈ બ્લડપ્રેસર જોવા મળે છે.
જયારે કોલેસ્ટ્રોલ પણ વારસાગત, વધારે શરાબ અને તણાવના કારણે વધે છે. હ્રદયમાં બ્લોકેજ કોલેસ્ટ્રોલ, ચરબી, ફાઈબરની પેશીઓ અને શ્વેત કણોના મિશ્રણથી થાય છે. આ બધા મિશ્રણ ધીરે ધીરે નસોની દીવાલો પર ચોટી જાય છે. જેના લીધે હાર્ટ બ્લોકેજ થવા લાગે છે. માટે આ બધી સમસ્યાનો ઈલાજ આ પીણા દ્વારા કરી શકાય છે.
આ પીણું બનાવવા માટે દુધી લેવી. આ દુધી જે શાકભાજી વાળાની દુકાને મળતી હોય તે તાજી દૂધી લાવવી. આ દુધીને ઘરે લાવીને પાણીમાં સરખી રીતે ધોઈ નાખવી અને પછી લૂછી નાખવી. આ પછી તેને છીલીને ઉપરથી સહેજ છાલો કાઢી નાખવી. આ પછી તેના નાના નાના ટુકડા કરીને તેને મિક્સરમાં નાખીને છૂંદો કરી લેવો.
આ છૂંદો થઈ ગયા બાદ કોઈ વાસણમાં સ્વચ્છ કપડું મુકીને તેના ઉપર આ છુંદો નાખવો અને પછી તેની પોટલી વાળીને આ તેને વળ ચડાવીને, દબાવીને તેમાંથી રસ કાઢી લેવો. આ રસને એક ગ્લાસમાં લઈ લેવો.
આ રીતે નાના આદુના ટુકડાને પણ ઉપરથી છીલીને તેનો તેના ટુકડા કરી લેવા. આ ટુકડા અને થોડા ફુદીનાના પાંદડા લઈને તેને પણ મિક્સરમાં નાખીને તેનો પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને કપડામાં નાખીને તેને વળ ચડાવીને કોઈ વાસણમાં તેનો રસ લઈ લેવો.
હવે આ બંને રસને ભેગા કરીને બરાબર મિક્સ કરી લેવા. આ રસ બરાબર મિક્સ થઈને બરાબર એક રસ થઈ જાય પછી તેને દરરોજ સવારે ભૂખ્યા પેટે તમારે તેને પીવો. આ રસ પીવાથી શરીરમાં ખુબ જ ચમત્કારિક ફાયદો થાય છે.
જો તમને સામાન્ય સમસ્યા હશે તો માત્ર ત્રણ દિવસમાં જ આના પરિણામ દેખાવા લાગશે. જો તમને કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો 45 દિવસ સુધી આ પ્રયોગ કરવો જેથી કોલેસ્ટ્રોલ એકદમ સામાન્ય થઈ જશે.
આ પીણું જો હ્રદયની આર્ટરીઓમાં બ્લોકેજ હશે તો તમે 3 મહિના સુધી આનો પ્રયોગ કરવો અને 20 થી 25 વચ્ચે બંધ રાખીને ફરી આ પ્રયોગ ચાલુ કરવો. જેનાથી બ્લોકેજ ખુલી જશે. આયુર્વેદ અનુસાર કોઈ ઔષધિનું સતત 90 દિવસ પ્રયોગ કરી શકાય છે, અને પછી થોડા દિવસ રહીને આ પ્રયોગ કરી શકાય છે.
આ પ્રયોગ ચાલુ હોય ત્યારે ડાયટમાં થોડી કાળજી રાખવી, જેથી ખરાબ કોલેસ્ટ્રોલ હશે, તમારો આહાર વિહાર છે. ફાસ્ટ ફૂડ, જંકફૂડ, વધારે તેલ ઘી વાળો ખોરાક, વાસી ખોરાક, અનિયમિત જીવન શૈલી, માનસિક તણાવ, આ બધાને દૂર કરવું.
આ કાળજી સાથે જો આ પ્રયોગ કરવામાં આવે તો શરૂઆતમાં જ હાઈ બ્લડપ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ હશે તો આ પ્રયોગથી ખુબ જ ફાયદો થશે. આ પ્રયોગ કરવાથી આગળ જતા દવાઓના હાઈ ડોઝ લેવાથી બચાવી શકે છે. માટે વહેલા સર આ પ્રયોગ ચાલુ કરી દેવો.
આ સાથે જીવન પદ્ધતિમાં ચોક્કસ બદલાવ લાવવો, અનિયમિતતા જીવનમાંથી દૂર કરી દેવી, ભારે ખોરાક, ભારે મસાલા વાળો ખોરાક, તીખો ખોરાક, વધારે તેલ વાળો ખોરાક અને ફાસ્ટફૂડ કે જંકફૂડ, આથાવાળી વસ્તુઓમાં ચોક્કસ ફેરફાર કરવો, માનસિક તણાવ ઓછો કરી આ પ્રયોગ ચોક્કસ કરવો જેથી આ પ્રયોગ ખુબ જ અસરકારક સાબિત થશે.
જે લોકોને નાની ઉમરમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેસર, છાતીમાં ભારે લાગવું, હ્રદયની નળીઓમાં બ્લોકેજ આવી ગયું આ તમામ લોકોને આ પ્રયોગ વહેલાસર ચાલુ કરી દેવો. આ પ્રયોગથી ચોક્કસ ફાયદો જોવા મળશે.
આમ, આ પીણું બનાવીને સેવન કરી લેવાથી હ્રદય સાથે જોડાયેલી અનેક સમસ્યાને ઠીક કરે છે. શરીરમાં આ પ્રયોગથી ખુબ જ ફાયદો થાય છે. શરીરમાંથી કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને બ્લોકેજ આ એક જેટલું દુધી, ફુદીનો અને આદુમાંથી બનાવેલું પીણું પીવાથી ફાયદો થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત બની શકો.
બહુ જ સરસ દેશી આયુર્વેદિક દવાઓની માહિતી આપી છે. ખુબ ખુબ ધન્યવાદ