કાળા મરી એટલે કે તીખા. જે મોટાભાગના લોકો રસોડામાં રાખે છે. જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. જેનો પાવડર કરીને ભોજનમાં ઉમેરવામાં આવે છે, જેમાં સ્વાદમાં તીખા હોય છે. જેથી જ તેને તીખા કહેવામાં આવે છે.
જે નાના નાના લીંડી આકારના હોય છે. હાલમાં મહામારીના સમયે ઉકાળો બનાવતી વખતે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ તેનો ખુબ જ ઉપયોગ થયો છે. જેથી આ સમયે તે એક ઔષધિના રૂપે લોકોમાં ખુબ જ પ્રચલિત બન્યું હતું.
હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે જો કાળા મરી અને મધનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને આ રીતે કાળા મરીનું સેવન હાર્ટએટેકની સમસ્યાથી બચાવે છે. કાળા મરી આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
જે લોકોને શરદી, ખાંસી તથા સળેખમની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે પણ કાળા મરી ખુબ જ ઉપયોગી છે. ખાંસીની સમસ્યા એક શરીરમાં શરદી અને ઉધરસની સમસ્યાની સાથે જોવા મળે છે. આ સમસ્યા સમયે જો શરીરમાં કફ વધારે રહે છે. જે કફ ગળામાં ફસાઈ જવાથી કે ગળામાં સતત રહેવાને લીધે ઉધરસની સમસ્યા કરે છે.
આવા સમયે કાળા મરીને ગરમ કરીને તેને ઠંડું પડવા દીધા બાદ તેની અંદર મધ નાખીને આ મધનું આ ઉકાળાનું સેવન કરવાથી કફ દૂર થાય છે, સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જેથી શરદીના વાયરસ પણ નાશ પામે છે. કાળા મરીમાં કાર્ડિયો પ્રોટેક્ટીવ એક્ટીવીટી હ્રદયની ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. હ્રદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ આ કાળા મરીને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.
જે લોકોને ડાયાબીટીસની તકલીફ હોય તેમાં પણ ફાયદો કરે છે. કાળા મરીના રહેલા તત્વો શરીરમાં બ્લડ શુગરને ઘટાડવામાં પણ ઉપયોગી છે. કાળા મરી સાથે મધનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. જેથી કાળા મરીથી બ્લડ શુગરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
કાળા મરીમા એન્ટીઇન્ફલામેટ્રી ગુણો પણ હોય છે. જે શરીરમાં આવેલા સોજાને ઓછા કરવામાં ઉપયોગી છે, જયારે શરીરમાં સોજાનું પ્રમાણ રહેતું હોય, શરીરમાં ખુબ જ તકલીફ રહેતી હોય ત્યારે કાળા મરીને લઈને આ મરનો પાવડર મધ સાથે સેવન કરવાથી સોજાના પ્રમાણમાં ધીરે ધીરે ઘટાડો થાય છે.
કાળા મરીમાં રહેલા ગુણો મગજને તેજ રાખવામાં પણ ખુબ જ ઉપયોગી છે. કાળા મરીનું સેવન કરવાથી જે વિધાર્થીઓને ભુલ જવાની સમસ્યા રહેતી હોય, યાદ શક્તિ નબળી રહેતી હોય તેવા લોકો માટે ખુબ જ ઉપયોગી છે. નિયમિત કાળા મરીના સેવનથી યાદ શક્તિમાં વધારો થાય છે.
જે લોકોને શરીરમાં સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધા દુખ્યા કરતા હોય, તો તેવા સમયે નિયમિત રીતે કાળા મરીનું સેવન કરવું જોઈએ. જે વાના દુખાવાને દૂર કરે છે. જે સાંધાના દુખાવાને મટાડે છે. જે સોજા આવ્યા હોય તો સોજાને પણ ઉતારે છે.
આમ, કાળા મરી એ એક મસાલા હોવાની સાથે એક ઉત્તમ ઔષધ પણ છે. જેનો નિયમિત ઉપયોગ શરીરમાં રહેતી ઉપરોકત સમસ્યાને દૂર કરવા માટે થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.