બીજોરૂ લીંબુની જાતનું એક વૃક્ષ છે. જે વૃક્ષ પર લીંબુથી મોટા અને નારંગી અને મૌસંબીથી નાના લીંબુ જેવા જ ફળ આવે છે. જેને બીજોરું કે તુરંજ કહેવામાં આવે છે. આ બીજોરા સ્વાદે ખાટા હોય છે. તેના પાંદડા લાંબા અને મોટા હોય છે. બીજોરા કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે પીળા રંગના થઈ જાય છે. આ બીજોરાને હિન્દીમાં બીજોરા લીંબુ, મોટા લીંબુ, તુરંજ કે બીજ પુરક, બંગાળીમાં બડો નેમ્બ, છોલોંગ નેમ્બુ, બીજોરા, ફારસીમાં ખરંજ, તામિલમાં કોગીલાચમ, મોદિક ફલમ, સંસ્કૃતમાં માતુલુંગ, બીજપુર અને મરાઠીમાં મહાલુંગ કહેવામાં આવે છે. અને તેનું ઇંગ્લીશ નામ Adams’ Apple, Cedrat, citron છે અને તેનું લેટીન નામ Citrus Medica છે. બીજોરાનું ઝાડ આશરે દશથી પંદર ફૂટ ઊંચું થાય છે.
બીજોરાનું વૃક્ષ દુનિયાના અનુકુળ વાતાવરણ ધરાવતા બધાં દેશોમાં થાય છે, ભારતમાં ખાસ કરીને હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધીના ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી વિશેષ પ્રમાણમાં થાય છે, જયારે ગુજરાત સહીત બીજા દરેક રાજ્યોમાં પણ થાય છે. બીજોરું મોટાભાગે લંબગોળાકાર હોય છે અને ડાળી તરફ પાતળા થતા જાય છે. જેના આકારમાં વિવિધતા જોવા મળે છે. આ ફળમાં છાલના ગરનું પ્રમાણ વધુ હોય છે. જેના લીધે વુક્ષ પર ફળના સ્થાન, ડાળીઓ ખૂણો અને અન્ય કારણોસર ફળ આકાર ધારણ કરે છે. ફળની છાલ ચામડા જેવી, કરચલી વાળી અને ચીટકેલી હોય છે. અને અંદરની છાલ જાડી, સફેદ અને સખત હોય છે અને બહારની છાલ એક સરખી જાડાઈ ધરાવતી અને સુગંધી હોય છે. જેનો ગર્ભ ખાટોમીઠો હોય છે. બીજોરાના ફળ, ફળનો રસ. ફૂલના કેસર, બીજ, મુળિયા, પાંદડા, ફળનો રસ વગેરે ઉપયોગમાં લેવાય છે.
બીજોરું સ્વાદિષ્ટ, ખાટું, ગરમ, અંગ્નીને પ્રદીપ્ત કરનાર, પચવામાં હળવું, રક્તપિત્ત નાશક છે. તેનો રસ અત્યંત ખાટો,પથ્યકર, રુચિકારક અને પિત્તશામક છે. તેનું શરબત જીભ અને કંઠની શુદ્ધિ કરે છે. તેનો મુરબ્બો સમગ્ર પાચનતંત્રને અને હ્રદય માટે હિતાવહ છે.
બીજોરાના આયુર્વેદિક ફાયદા: આ વૃક્ષના મૂળ કૃમિ નાશક હોય છે, કબજિયાત અને મગજની ગાંઠોના રોગમાં ઉપયોગી સાબિત થાય છે. આ પેટના દર્દને દુર કરે છે. કીડની અને મૂત્ર સંબધી રોગ પથરી,અને દાંતના રોગમાં ઉપયોગી છે. આ ફળની કળીઓ અને ફૂલ ઉત્તેજક અને આંતરડાના સંકોચન માટે ફાયદાકારક છે, અને ભૂખ લગાડે છે અને ઉલ્ટી સંબંધી સમસ્યા દુર કરે છે.
આ ફળ દમ, ઉધરસ, કાયમી ખાંસી અને નશાને દુર કરવામાં ફાયદાકારક છે. તેના પાકા ફળો પાચક, ઉતેજના આપનારા અને પોષ્ટિક હોય છે. આ ફળ કોઢ દુર કરે છે, વાગેલા ઘાને દુર કરનાર, અને કફ, દમ, તરસ, અને ઉધરસને દુર કરે છે. ગળાની સમસ્યા દુર કરે છે, કાનના રોગને મટાડે છે.
બીજોરાનો મુરબ્બો સમગ્ર પાચનતંત્ર અને હ્રદય માટે ફાયદાકારક છે. બીજોરાના રસના કોગળા કરવાથી દાંતના જીવાણુઓ નાશ પામે છે. બીજોરાનો રસ બરોળ અને લીવરના રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. કમળાના રોગમાં બીજોરનું સરબત પીવાથી લાભ થાય છે. આફરો, હરસમાં બીજોરાની કળીઓ ખુબજ ફાયદો કરે છે. બીજોરાની કળીઓ પર મીઠું નાખી, સગર્ભા સ્ત્રીઓને આપવાથી ઉલ્ટી, ઉબકા,અરુચિ જેવી સમસ્યા દુર થાય છે.
બીજોરાના રસમાં વિટામીન સી હોય છે જે દરેક રોગમાં ફાયદો આપે છે જયારે તેની છાલમાં મળતું પેક્ટીન દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ માંગ રહેલી છે.
બીજોરાના ફળની છાલો તીખી ખાટી અને ખુબ જ તૈલી હોય છે. જે વાયુ અને કફનો નાશ કરે છે. આ ફળના બીજ અપચો, ભારે શરીરમાં ગરમી આપનાર ઉતેજક અને પૌષ્ટિક હોય છે. આ ફળ કબજિયાત અને અને એસીડીટીમાં બળતરા અને કફને નાબુદ કરે છે. આ ફળનો ગર્ભ ગરમ શુષ્ક અને શક્તિ વર્ધક છે. આ ફળનો રસ તાવ દુર કરે છે, તરસ છીપાવે છે અને શરીરને શાંત રાખે છે. તે ઝેરના મારણ માટે ફાયદકારક છે. મહાન આયુંર્વેદાચાર્યોના પુસ્તકોમાં આ વૃક્ષની છાલ, પાંદડા અને ફળ ઔષધિઓ સાથે મિશ્રણ કરીને સાપના ઝેર ઉતારવામાં પણ ઉપયોગી છે. આ વૃક્ષના પાંદડા પરસેવો લાવે છે અને ચામડીના રોગોને દુર કરે છે. તાવમાં આ વૃક્ષના પાંદડા માથા પર બાંધવાથી તાવ ઉતરે છે.
એસીડીટી અને પેટના રોગમાં ઉપયોગી બીજોરું: શરીરમાં એસીડીટી સમસ્યા વધી ગઈ હોય અને જેના કારણે માથામાં દર્દ થાય છે અને માથું દુખે છે તો બીજોરાનો રસ કાઢીને તેનું સરબત પીવાથી એસીડીટી મટે છે. આ સિવાય 1 થી 2 ગ્રામ બીજોરાની મૂળની છાલના ચૂર્ણમાં ઘી ભેળવીને સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે.
કાનના ઈલાજ માટે બીજોરું: કાનમાં પીડા થતા સમયે 1 થી 2 ટીપા બીજોરાના ફળનો રસ કાનમાં નાખવાથી કાનના દર્દમાં રાહત મળે છે, આ સિવાય 65 ml સોડાખારમાં 30 થી 40 ml બીજોરાનો રસ મેળવીને ગાળી લીધા બાદ કાનમાં નાખવાથી કાનમાંથી રસી, કાનમાં ખંજવાળ, કાનમાં બળતરા વગેરે સમસ્યામાં રાહત મળે છે. 50 ml બીજોરાના રસમાં 50 ml તેલ નાખીને, ગરમ કરીને ગરમ કર્યા બાદ કાનમાં 1 થી 2 ટીપા નાખવાથી કાનના દર્દમાં રાહત મળે છે.
દાંતની સમસ્યાના ઈલાજ તરીકે બીજોરું: બીજોરાના મૂળનો પેસ્ટ બનાવી આ છુન્દાને દાંત પર રાખીને ચાવવાથી દાંતમાં પડેલા જીવાણુઓ અને કીડા નાશ પામે છે. જેના લીધે આ કીડાના હુમલાથી થતી દાંતોની પીડા દૂર થાય છે. જેનાથી મોઢામાં જમતી વખતે થતી પીડામાં રાહત મળે છે.
શ્વાસની દુર્ગંધના ઈલાજ તરીકે બીજોરું: બીજોરાના ફળની છાલોને ચાવવાથી શ્વાસ અને મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે. આ બીજોરામાં રહેલા વિટામીન સી અને એસીડીક ગુણધર્મને લીધે દાંતનો મેલ અને જીભનો મેલ દુર થાય છે સાથે તેના ઔષધીય ગુણથી દુર્ગંધ નાશ પામે છે. ગળાના રોગમાં અને કંઠને અને અવાજને બહેતર કરવા માટે ચમેલીના પાંદડા, ઈલાયચી, મધ અને પીપળો, મમરા અને બીજોરાના પાંદડાથી બનેલા મિશ્રણને 5 થી 10 ml માત્રામાં દરરોજ સેવન કરવાથી અવાજ સુંદર બને છે.
ઝેરના નાશ માટે બીજોરાનો ઉપયોગ: બીજોરાના ઔષધીય ગુણોથી ઝેરનો નાશ કરવામાં તેનો ઉપયોગ થાય છે. બેભાન કરી દેતા ભારે ઝેરના નાશ માટે 10 થી 20 ml બીજોરાનો રસ થોડા થોડા સમયે પીવાથી ઝેર નાબુદ થાય છે. ઝેરી જીવાણુઓના ડંખથી ઝેર ચડે છે, જેને ઉતારવા માટે આ બીજોરાનો અર્ક પીવડાવવાથી રાહત થાય છે.
સોજાના દર્દના ઈલાજ માટે બીજોરું: સોજા ઉતારવામાં કોઈ ઘરેલું ઉપચાર કામ ના કરે ત્યારે બીજોરાનો ઉપયોગ કરવાથી સોજા ઉતરવામાં રાહત મળે છે. બીજોરાના મૂળ સાથે અરણીના મૂળ, દેવદાર, સુંઠ, ભોય રિંગણી અને રાસ્ના સરખે ભાગે ભૂકો કરીને વાટીને ઈજાના ઘા અને સોજા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.
તાવ માટેના ઈલાજ તરીકે બીજોરું: બીજોરાના ફળનો રસ કાઢીને સવાર, બપોર અને સાંજે પીવાથી તાવમાં રાહત મળે છે. જેના પાંદડાનો રગડો પણ તાવમાં રાહત કરે છે. 10 થી 20 ml બીજોરાના મૂળની છાલમાંથી બનાવેલો રગડો દિવસમાં ત્રણ વખત પીવાથી તાવમાં આરામ મળે છે. બીજોરામાંથી કળીઓ કાઢીને, મધ અને સેંધવ મીઠું એક સાથે વાટીને કપાળ પર લેપ કરવાથી શરીરમાંથી બળતરા દુર થાય છે. વૃક્ષના પાંદડાનો ઉકાળો બનાવીને 15 થી 20 ml માત્રામાં પીવાથી તાવમાં આરામ મળે છે.
રક્તપિત્ત અને કોઢના ઈલાજ તરીકે બીજોરું: બીજોરાના મૂળનું ચૂર્ણ અને ફૂલનું ચૂર્ણ બરાબર માત્રામાં મેળવીને 1 થી 2 ગ્રામ ચૂર્ણ ચોખાની ખીચડી કે કઢી સાથે ખાવાથી રક્તપિત્તના રોગમાં લાભ મળે છે. બીજોરાનું વૃક્ષ કોઢની સમસ્યા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
વાઈ અને લકવાના ઈલાજ તરીકે બીજોરું: બીજોરાના ફળના રસમાં લીમડાના પાંદડાનો રસ અને નિર્ગુણીના પાંદડાનો રસ મેળવીને ત્રણ દિવસ સુધી નાકમાંથી આપવાથી વાઈ દુર થાય છે. અમુક લોકોને વાઈ નામનો રોગ હોય છે, આવા વ્યક્તિ લોકો મોટા ભાગે પાગલ હોય તેવું વર્તન કરતા હોય છે. જેથી જયારે ગભરામણ કે વધારે ગરમીના સમયે તે લોકોને વાઈ આવે છે, જ્યારે બીજોરાના ફળના રસ સાથે આ મિશ્રણ આપવાથી રાહત થાય છે.
ધાધર કે દાદરના ઈલાજ માટે બીજોરું: ધાધર કે ખંજવાળ દુર કરવા માટે બીજોરાના રસમાં ગંધક ભેળવીને ધાધર પર લગાડવાથી ધાધર મટે છે. બીજોરાના બીજ છૂંદો કરીને લેપ કરવાથી ચામડીના રોગો અને સોજો મટે છે.
પથરી અને કિડનીના ઈલાજ તરીકે બીજોરું: 10 થી 15 ml બીજોરાના ફળનો રસ 65 ml સોડાખારમાં તથા મધમાં ભેળવીને સેવન કરવાથી કિડનીની સમસ્યા મટે છે અને તેના રોગમાં રાહત થાય છે. 10 થી 15 ml બીજોરાના ફળના રસમાં સિંધવ મીઠું ભેળવીને સેવન કરવાથી પથરીની સમસ્યા દુર થાય છે. બીજોરાના મુલની છાલ મૂત્ર સંબંધી રોગમાં ફાયદો કરે છે, છાલનું 2 થી 5 ગ્રામ ચૂર્ણ સવાર અને સાંજ લેવાથી મૂત્ર સંબંધી બીમારીઓમાં રાહત આપે છે.
કમળાના રોગના ઈલાજ તરીકે બીજોરું: હિંગ, દાડમના દાણા, સિંધવ મીઠું, અને ફટકડીના ચૂર્ણમાં 4 ગણો બીજોરાનો રસ ભેળવીને પીવાથી કમળાનો રોગ અને ટ્યુમરનો રોગ દુર થાય છે.
ઉલ્ટી અને બળતરા જેવી પેટની સમસ્યાના ઈલાજ તરીકે બીજોરું: 10 થી 20 ml બીજોરાના રસમાં સરખી માત્રામાં મધ ભેળવીને અને તેમાં પાણી નાખીને સરબત બનાવી લો. આ સરબતમાં 500 ml સુંઠ, 500 ml ફુદીનાનું ચૂર્ણ, 500 ml પીપળીનું ચચૂર્ણ મેળવીને પીવાથી ઉલ્ટી, બળતરા ઓડકાર જેવી સમસ્યામાં રાહત થાય છે.
મસામાં લોહી નીકળતી વખતે બીજોરાનો ઉપાય: બીજોરાના મૂળની છાલો અને ફૂલોને ચોખાની ખીચડીના પાણી સાથે પીસીને જેમાં પાણી અને મધ ભેળવીને પીવાથી મસાની સમસ્યા વખતે લોહી નીકળતું બંધ થાય છે, બીજોરું કબજિયાત અને પેટ તથા કીડની સંબંધી સમસ્યા દુર કરે છે જેથી મસા પણ દુર થાય છે.
ઉધરસ અને ઉલટીના ઉપચાર તરીકે બીજોરું: 5 થી 10 ml બીજોરાના ફળના રસમાં કાળું મીઠું અને મધ ભેળવીને પીવાથી હેડકી અને ઉધરસ દુર થાય છે. બીજોરાના 10 થી 10 ગ્રામ મૂળને 200 ml પાણીમાં ઉકાળીને ચોથા ભાગનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉલ્ટીમાં રાહત મળે છે, ભોજન કર્યા બાદ ઉલ્ટી થાય ત્યારે સાંજના સમયે બીજોરાનો તાજો રસ 5 થી 10 ml માત્રામાં પીવાથી રાહત થાય છે. 10 થી 20 ml બીજોરાના ફળના રસમાં સાકર, મધ અને પીપળીનું ચૂર્ણ ભેળવીને પીવાથી શરદી અને ઉધરસ તેમજ ઉલ્ટી મટે છે.
પેટના કૃમિના નાશ માટે બીજોરું: પેટની કૃમિને કાઢવામાં બીજોરું ખુબ જ ફાયદાકારક છે અને ઔષધીકારક કામ આપે છે. 5 થી 10 ગ્રામ બીજોરાના બીજના ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટના કૃમિ નાશ પામે છે, આ ફળની છાલોનો ઉકાળો બનાવીને પીવાથી પણ પેટના કૃમિ નાશ પામે છે.
આ બીજોરાના ઔષધીય ગુણો છે જે અનેક રોગોમાં રાહત આપે છે. બીજોરાનો અથાણું અને કેંડી બનાવવમાં પણ ઉપયોગ થાય છે. તેની છાલની સુગંધને કારણે તેની છલના ચૂર્ણનો કેન્ડીમાં ઉપયોગ થાય છે, ઈરાનમાં તેની છાલના સફેદ ભાગનો ઉપયોગ જામ બનાવવા માટે થાય છે, ઈરાન અને પાકિસ્તાનમાં બીજોરાનો જામ અને અથાણા બનાવવા ઉપયોગ થાય છે, ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં બીજોરાના ફળને આખું ચીરી ગોળ, મસાલા ભેળવીને અથાણું બનાવવામાં આવે છે, ભારતના દક્ષિણ વિસ્તારમાં પણ તેનો અથાણા બનાવવા ઉપયોગ થાય છે, જયારે અમેરિકામાં બીજોરાનો ફ્રુટ કેક બનાવવા ઉપયોગ થાય છે. કોરિયામાં બીજોરાનો હર્બલ ચા બનાવા માટે ઉપયોગ થાય છે. આ ફળનું ધાર્મિક મહત્વ પણ છે,
બીજોરાનું ધાર્મિક મહત્વ: યહૂદી ભાષામાં તેને ઈટ્રોગ કહેવામાં આવે છે, યહુદી ધર્મમાં તેનો ટેબેરનકલેસના મિજબાનીમાં તેનો ઉપયોગ થાય છે, પ્રાચીન યહુદીઓ પર બીજોરાનું ચિત્ર જોવા મળે છે, બીજોરાને યહૂદી ધર્મનું સાંકેતિક ચિહ્ન માનવામાં આવે છે, ધાર્મિક કાર્યો માટે વપરાતા બીજોરાની ડાળીઓની કલમ કરી ઉગાડી શકાતા નથી. બૌધ ધર્મમાં ચીનમાં ઉગતા બીજોરાને બૌધ મંદિરોમાં ધરવામાં આવે છે.
🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.
I want to buy
નમસ્તે ધીરેન્દ્ર,
આ ખરીદવાની જરૂર નથી ગામડામાં આસાનીથી આ ફળ તમને મળી જશે.