આ આર્ટીકલમાં તમને બીજોરા નો ઉપયોગ, બીજોરું ના ફાયદા અને બીજોરા નો આયુર્વેદમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તે તમને જણાવીશું.
બીજોરું એક લીંબુ પ્રકારનું ફળ છે. જેનો આકાર લીંબુથી મોટો હોય છે. જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘરેલું ઉપચાર તરીકે ખુબ જ થાય છે. જેનાથી ઘણી બધી બીમારીઓને દુર કરી શકાય છે. પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રોમાં પણ બીજોરાના અદભુત ગુણો વિશે ઉલ્લેખ છે. બીજોરું ખાટુ અને મીઠું એક બે પ્રકારમાં આવે છે. મીઠા ફળનું બીજોરું લાલ અને ગુલાબી રંગનું હોય છે. તેની છાલો ખુબ જ મોટી હોય છે. બીજોરાના વૃક્ષ મધયમ કાળના ઝાડીદાર વૃક્ષો હોય છે. તેના પાંદડા મોટા, પહોળા અને લાંબા હોય છે. ફૂલ સફેદ રંગના તથા સુગંધિત હોય છે. તેના ફળ ગોળ, આગળના ભાગમાં ઉભારયુક્ત તથા વધારે બીજવાળા હોય છે. ફળની છાલ નાની નાની ખરબચડીવાળી મોટી, સુગંધિત તથા સ્વાદમાં કડવી કડવી હોય છે.
બીજોરાનું વાનસ્પતિક નામ Citrus medica Linn. છે. તે Rutaceae (રૂટેસી) કુળનું વૃક્ષ છે. તેને અંગ્રેજીમાં Citron કહેવામાં આવે છે. હિન્દીમાં બીજોરા નીંબુ, સંસ્કૃતમાં બીજપૂર, માલુંતુંગ, રૂચક જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. બીજોરા પોષ્ટિક હોવાથી આયુર્વેદમાં તેનો ઔષધીય ગુણોના પરિણામે ખુબ જ અગત્યના ફળ તરીકે ગણના થાય છે, માટે અમે અહિયાં બીજોરાના ફાયદાઓ વિશે જણાવીએ છીએ.
બીજોરું ના ફાયદા:
બીજોરાનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે. ઘણાબધા અસાધ્ય રોગોમાં બીજોરાનો ઉપયોગ થાય છે. અહી તમને બીજોરુંના ફાયદા અને બીજોરુંનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવામાં આવ્યું છે.
પથરી: બીજોરાનો રસ કાઢીને તેને એક કપની માત્રામાં એક ગ્રામ કાળા મીઠા સાથે ભેળવીને પીવામાં આવે તો પથરીનો ઈલાજ થાય છે. આ ઉપાયથી પથરી ગળાઈને બહાર નીકળી જાય છે. આ ઉપાયથી જલ્દીથી પથરી દુર કરવા માટે દિવસમાં ત્રણ વખત સેવન કરવું. જેનાથી પથરી ગળાઈને બહાર નીકળી જાય છે.
એસીડીટી: આ બીજોરાના ફ્લ્લનો રસ 100 મિલી પાણીમાં નાખવામાં આવે અને શ્વાદ અનુસાર તેમાં સાકર ભેળવવામાં આવે તો એસિડીટીથી છુટકારો મળે છે. તે શરીરમાં એસીડીટીમાં ઠંડક આપે છે અને શરીરમાં તેમાં રહેલા વિટામીન-સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
વાઈ: નગોડના સુકા પાંદડા લગભગ 15 જેટલા લઈને અને બીજોરાનો રસ 5 મિલી સારી રીતે મેળવવામાં આવે તો વાઈથી પરેશાન રોગીના નખ ઉપર બીજોરાના ૩-3 ટીપા દિવસમાં ૩ થી 4 વખત નાખવામ આવે તો આરામ મળે છે. સતત ૩ થી 4 મહિના સુધી આ ઉપાય કરવામાં આવે તો વાઈના આંચકાની સંખ્યા ખુબ જ ઓછી થઇ જાય છે અને રોગીને પૂર્ણ આરામ મળે છે.
માથાનો દુખાવો: શરીરમાં પિત્તની માત્રા વધી જવાને કારણે માથામાં દુખાવો થાય છે જેનાથી રાહત મેળવવા માટે બીજોરા લીંબુના ફૂલની પુંકેસરને વાટીને પેસ્ટ બનાવીને માથા પર લેપ કરવાથી પિત્ત જન્ય રોગો તેમજ માથાના રોગોથીં આરામ મળે છે. તે સિવાય 1 થી 2 બીજોરાના મૂળની છાલનું ચૂર્ણ ઘીમાં ભેળવીને સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
કાનનો દુખાવો: કાનમાં દુખાવો થવા પર 1 થી 2 ટીપા બીજોરાના ફળના રસને કાનમાં નાખવાથી કાનના દર્દથી આરામ મળે છે. આ સિવાય 65 મિલીગ્રામ સોડાખારને 30 થી 40 મિલી બીજોરાના રસમાં ભેળવીને, ગાળીને કાનમાં નાખવાથી કાનમાંથી રસી નીકળવી, કાનમાં દુખાવો થવો તેમજ કાનમાં બળવું વગેરેથી આરામ મળે છે. 50 મિલી બીજોરાના રસમાં 50 મિલી તેલને નાખીને, પકાવીને, ગાળીને 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી કાનના દર્દથી આરામ મળે છે.
મોઢાનો રોગ: બીજોરાના ફૂલના પુંકેસર સાથે સિંધવ મીઠું તથા કાળા મરીનું ચૂર્ણ ભેળવીને ગોળી બનાવીને ચૂસવાથી મોઢાની ગાંઠ, મોઢાની જડતા વગેરે મોઢા સંબંધી રોગોથી આરામ મળે છે. આ સિવાય કંઠમાંથી અવાજ બેસી જવાના સમયે તેને બહેતર કરવા માટે ચમેલીના પાંદડા, ઈલાયચી, મધ, બીજોરાના પાંદડા, અનાજની ખીર તથા પીપળો આ ઔષધીઓના બનેલા અવલોહને 5 થી 10 મિલી માત્રામાં સેવન કરવાથી ગળાનો અવાજ ખુલે છે.
ઉલ્ટી: ખાવામાં ગરબડ થવાના કારણે ઉલ્ટીની સમસ્યા થઇ હોય તો બીજોરાના સેવન થી આરામ મળે છે. બીજોરાના 10 થી 20 ગ્રામ મૂળને 200 મિલી પાણીમાં ઉકાળીને તેનો ચોથો ભાગ વધે ત્યારે ત્યારે ઉકાળો બનાવીને પીવાથી શરદી અને ઉલ્ટીથી રાહત મળે છે. ભોજન બાદ ઉલ્ટી થાય તો સાંજના સમયે બીજોરાના તાજા રસમાં 5 થી 10 મિલી માત્રામાં પીવો જોઈએ. 10 થી 20 મિલી બીજોરાના રસમાં સાકર, મધ તથા લીંડી પીપર ચૂર્ણ ભેળવીને પીવાથી ઉલ્ટીથી રાહત થાય છે.
પેટના કૃમિ: પેટના કૃમિને કાઢવામાં બીજોરાના ઔષધીય ગુણો ખબૂ જ કાર્ય કરે છે. 5 થી 10 ગ્રામ બીજોરાના ચૂર્ણને ગરમ પાણી સાથે દેવાથી પેટના કૃમિથી મુક્તિ મેળવવામાં સરળતા રહે છે. બીજોરાના ફળની છાલોનો ઉકાળો બનાવીને પીવડાવવાથી પેટના કૃમીની સમસ્યાથી આરામ મળે છે.
પિત્ત-જન્ય વિકાર: 10 થી 20 મિલી બીજોરાના રસમાં સમાન માત્રામાં મધ ભેળવીને તેમાં પાણી ભેળવીને સરબત બનાવી લીધા બાદ, તેમાં 500 મીલીગ્રામ સુંઠ, 500 મિલીગ્રામ મરી તથા 500 મીલીગ્રામ લીંડી પીપર ચૂર્ણ ભેળવીને પીવડાવવાથી બળતરા, ઉલ્ટી વગેરે પિત્તજન્ય વિકારોથી આરામ મળે છે.
ખંજવાળ: બીજોરાનો રસ ખંજવાળ મટાડવામાં સહાયક હોય છે. ખંજવાળની પરેશાની દુર કરવા માટે ગંધકનના ઔષધીય ગુણો ખુબ જ ફાયદાકારક હોય છે. બીજોરાના રસમાં ગંધક ભેળવીને લગાવવાથી ખંજવાળથી આરામ મળે છે. બીજોરાના બીજને વાટીને લેપ કરવાથી સોજો તથા ચામડીના રોગમાં પણ લાભ થાય છે.
તાવ: તાવ આવે ત્યારે બીજોરાનો ઉપયોગ કરીને તાવને પણ મટાડી શકાય છે. બીજોરાના ફળના રસનો 10 થી 20 મિલી બીજોરાની છાલના ઉકાળામાં દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી તાવમાં આરામ મળે છે. બીજોરાની કળી, મધ તથા સિંધવ મીઠું એક સાથે વાટીને તાળવામાં લેપ કરવાથી પિત્તજન્ય તાવમાં લાગતી તરસમાં આરામ મળે છે. બીજોરાના પાંદડાનો ઉકાળો બનાવીને 15 થી 20 મિલી માત્રામાં પીવડાવવાથી તાવમાં આરામ મળે છે.
દુખાવો: દર્દથી રાહત મેળવવા માટે 1 થી 2 ગ્રામબીજોરાના મૂળના ચૂર્ણને ઘી સાથે મિશ્રિત કરીને સેવન કરવાથી દર્દથી આરામ મળે છે. 5 થી 10 મિલી મૂળના રસમાં 65 મીલીગ્રામ નવસાર ભેળવીને સેવન કરવાથી કમરના દુખાવાથી આરામ મળે છે. બીજોરાના પાંદડાને ગરમ કરીને પીડાયુક્ત સ્થાનો પર બાંધવાથી લાભ થાય છે.
સોજો: જો કોઈ ઘરેલું ઉપચાર સોજો ઉતારવા માટે કામ ન કરી રહ્યો હોય તો ત્યાં બીજોરાનો પ્રયોગ કરવાથી જરૂરથી પરિણામ લાવે છે. બીજોરાના મૂળ સાથે અરણીના મૂળ, દેવદાર, સુંઠ, ભોયરિંગણી અને રાસ્ના સરખા ભાગે ભેળવીને વાટીને લેપ કરવાથી ઘાવ તથા વા જન્ય સોજો ઓછો કરવામાં લાભકારી થાય છે.
ઝેરની અસર: ઊંઘ લાવનારા તીક્ષ્ણ ઝેરના પ્રભાવોને ઘટાડવા માટે 10 થી 20 મિલી બીજોરાના રસને થોડી થોડી વારે પીવરાવવો જોઈએ. ઝેરીલા જીવજંતુના ડંખ મારવાથી ઝેર ચડે છે. જેમકે દેડકો, વીંછી, કરોળિયો, મધમાખ, ઉંદર વગેરે. આ ઝેરને ઉતારવા માટે તેનો 20 થી 30 ટીપા અર્ક પીવડાવવો જોઈએ. બીજોરાના 20 થી 25 ટીપા કાનમાં નાખવાથી સાપનું ઝેર જલ્દી ઉતરી જાય છે.
પ્રસુતિ: બીજોરાના મૂળ અને મહુડાની છાલ અથવા જેઠીમધને સમાન ભાગમાં લઈને બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને ૩ ગ્રામની માત્રામાં લઈને ઘી સાથે પીવડાવવાથી અથવા બીજોરાના મૂળને કમર પર બાંધવાથી સરળતાથી બાળક જન્મે છે. બીજોરાના મૂળ અને સફેદ ચણોઠીના મૂળને ઘીમાં ઘસીને પીવરાવવા જોઈએ.
વાંઝપણ: બીજોરાના બીજને દુધમાં પકાવીને, 1 ચમચી ઘી ભેળવીને માસિકસ્ત્રાવના ચોથા દિવસથી દરરોજ સવારે અને સાંજે પીવાથી ગર્ભધારણ નિશ્વિત રૂપે થાય છે. 15 દિવસ દુધી આ ક્રમ દરરોજ જાળવી રાખવાથી ગર્ભ સ્થાપન થાય છે. જો આ ઉપાયમાં સફળતા ન મળે તો બીજા માસિકસ્ત્રાવમાં આ પ્રયોગ કરવાથી જરૂરથી સફળતા મળે છે.
ઝાડા: બીજોરાના મૂળની છાલ તથા ફૂલોને ચોખાના ધોવરાવણમાં વાટીને થોડાક પાણી તથા મધ ભેળવીને સેવન કરવાથી ઝાડા તથા મરડામાં લાભ થાય છે. બીજોરાના વિટામીન સી તેમજ તેમાં રહેલા પાચનના રેચક ગુણોના લીધે ઝાડા મટે છે અને પાચન વ્યવસ્થિત રીતે થાય છે.
મૂત્ર સંબંધી બીમારી: બીજોરાના મૂળની છાલ મૂત્ર સંબંધી રોગોના ઈલાજમાં ખુબ જ ફાયદાકારક હ્પોય છે. મૂળની છાલના 2-5 ગ્રામ ચૂર્ણનું સેવન સવારે અને સાંજે પાણી સાથે કરવાથી કરવાથી મૂત્ર વિકારોથી આરામ મળે છે. બીજોરાના રસમાં નવસાર ભેળવીને સેવન કરવાથી કીડનીના રોગમાં રાહત મળે છે.
રક્તપિત્ત: બીજોરાના મૂળના ચૂર્ણ અને ફળના ચૂર્ણને બરાબર માત્રામાં ભેળવીને 1 થી 2 ગ્રામ ચૂર્ણને ચોખાના ધોવરાવણ સાથે સેવન કરવામાં આવે તો રક્તપિત્ત મટે છે. બીજોરાના ગુણો લોહીને શુદ્ધ કરે છે અને લોહીના વિકારોને દુર કરે છે જેના લીધે લોહીની સમસ્યા દુર થતા નાક, કાન જેવા અંગોમાંથી બહાર નીકળતું લોહી બંધ થાય છે.
આ સિવાય બીજોરાના ઉપયોગ વડે દાંતના કીડા, શ્વાસની દુર્ગંધ, મરડો, કમળો, ટ્યુમર, મૂત્ર વિકાર, કિડનીના રોગો, કબજીયાત, ગાંઠ, પેટના દર્દ, આંતરડાના રોગો, ખાંસી, ઉધરસ, કોઢ, હરસમસા, બરોળ રોગ, મોઢાની ચાંદી, ચામડીના રોગો, ઢીંચણના સાંધાનો દુખાવો, હેડકી, અરુચિ, નશો, એસીડીટી વગેરે રોગો માટે બીજોરું ખુબ જ ઉપયોગી છે.
આમ, બીજોરું ખુબ જ ઉત્તમ ઔષધી છે, જે આયુર્વેદિક ગુણો ધરાવતું હોવાથી શરીરમાં કોઈ આડઅસર કરતું નથી, પરંતુ તે ખટાશ અને કુદરતી એસીડીકતા ધરાવે છે. માટે તેની યોગ્ય માત્રામાં સેવન કરવાથી ખુબ જ ફાયદો કરે છે અને સચોટ પરિણામ આપે છે. આશા રાખીએ કે બીજોરા વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને થયેલી કોઇપણ બીમારીમાં તમેં બીજોરાનો ઉપયોગ કરીને છુટકારો મેળવી શકો.
પીશાબ માં પરસ થયલુ છે