ભોરીંગણી કે ભોયરીંગણી જેને સંસ્કૃતમાં બૃહતી, ક્ષુદ્રા, કણટકારી, શ્વેતા તરીકે ઓળખવામાં આવે છે. જેનું અંગ્રેજી નામ Yellow barried night shade જ્યારે હિન્દી નામ બડી કટાઈ છે, જયારે વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Solanum virginiannum છે. આ છોડ એક જાડીના રૂપમાં જમીન પર પથરાયેલો છે. જેના પર અસંખ્ય કાંટા હોય છે જેથી તેનો સ્પર્શ કરવો પણ અઘરો છે એટલા માટે તેનું એક નામ દુસ્પર્શી પણ છે. આ ભોરીંગણીના પાંદડા લીલા રંગના અને ફૂલ જાંબલી રંગના રિંગણા જેવા કલરના હોય છ.
આ વનસ્પતિ ખુબ જાણીતી અને બધી જ જગ્યાએ જોવા મળતી વનસ્પતિ છે. આ ભોરીંગણીની બે જાતો છે જેમાં ઉભી અને બેથી એમ બે જાતો છે. ઉભી જાતના 4 થી 10 ફૂટના છોડ થાય છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. તેના વેલા 2 થી 4 ફૂટ લાંબા વધે છે. છોડને પીળા રંગના તીક્ષ્ણ કાંટાળી ડાળી હોય છે અને કંટાળા પાન હોય છે. પાન લાંબા, કિનારીથી કપાયેલા હોય છે. તેના પર ફિક્કા કે ઘેર જાંબલી રંગના ફૂલ આવે છે. તેની પર નાની લખોટી જેવડા ફળ થાય છે. ફળ કાચા હોય ત્યારે લીલા રંગના તથા સફેદ રેખાવાળા અને પાકે ત્યારે પીળા અને ગોળ અને નાની સોપારી જેવડા થાય છે.
આ ભોયરીંગણી અનેક ઔષધીય ગુણ ધરાવે છે, જેનો ક્યાં રોગમાં ઉપયોગ કરી શકાય તે અહીયા અમેં બતાવી રહ્યા છીએ.
અજીર્ણ: ભોરીંગણી અને પિત્ત પાપડાનો ઉકાળો પીવાથી અજીર્ણ મટે છે, સરખી માત્રામાં ગિલોય ના 1.5 લીટર રસમાં 1 કિલો ઘી નાખીને પકાવીને તેમાં માત્ર ઘી બચે ત્યારે તેને ઉતારીને તેને ગાળીને તેનો 5 ગ્રામની માત્રામાં સેવન કરવાથી અજીર્ણની સમસ્યા મટે છે. આ સિવાય આ પ્રયોગ દ્વારા ખાંસીની સમસ્યા પર્ણ દુર થાય છે.
તાવ: ભોરીંગણીનો મૂળ, કરિયાતું અને સુંઠનો 20 ટી 30 ગ્રામ જેટલો ઉકાળો દિવસમાં ત્રણ વાર પીવાથી સામાન્ય તાવ જલ્દીથી મટી જાય છે. ભોરીંગણીનો 20 ગ્રામ રસ અને અનંતમૂળનું 20 ગ્રામ ચૂર્ણ એકત્ર કરી કાંજી સાથે લેવાથી કફ અને મૂત્ર સાફ થઇ તાવનું જોર નરમ પડે છે અને તાવ ઉતરી જાય છે. ભોરીંગણના મૂળ, સુંઠ અને ગળોના ઉકાળામાં મધ અને પીપરનું ચૂર્ણ વ્હેલ્વીને પીવાથી તાવ મટે છે.
ઉધરસ: ભોરીંગણીના મૂળનો ઉકાળો મધ અને પીપરનું ચૂર્ણ મેળવીને પીવાથી ઉધરસ મટે છે. ભોરીંગણીના ફૂલ સુકવી, તેનું ચૂર્ણ કરી, જરા મધ સાથે નાના બાળકોને ચટાડવાથી ભરાયેલો કફ દુર થાય છે, અને બાળકોની ઉધરસ મટે છે. નાની ભોરીંગણીનો રસ જે ઘીમાં પકવ્યો હોય તે ઘી 5 થી 10 ગ્રામ માત્રામાં સેવન કરવાથી ઉધરસ થી આરામ મળે છે. 25 થી 30 મિલી ભોરીંગણીના ઉકાળા 1 થી 2 ગ્રામ પીપળાનું ચૂર્ણ નાખીને સેવન કરવાથી ખાંસીથી રાહત મળે છે. 20 થી 40 મિલી ભોરીંગણીના ઉકાળાનું સેવન કરવાથી શ્વાસ સંબંધી દરેક બીમારીઓમાં રાહત થાય છે.
દમ અસ્થમા: ભોરીંગણી, જીરા ને આમળાનું ચૂર્ણ મધમાં ચાટવાથી અસ્થમા દમ અને શ્વાસ સંબંધી રોગો મટે છે. ભોરીંગણીના પાન, ફળ, ફૂલ, છાલ અને મુળની ભૂકી દુધમાં લેવાથી અસ્થમા (દમ) હલકો પડે છે. ભોરીંગણીના ફળનો ઉકાળો સિંધ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી ભયંકર અસ્થમામાં પણ ફાયદો કરે છે. નાની ભોરીંગણીના મૂળ, ધોળા જીરું અને આમળા સાથે બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી અસ્થમામાં રાહત થાય છે.
કફ: ભોયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉઘેડીને તેને ધોઈ સાફ કરીને છાયડામાં સુકવીને તેના નાના નાના ટુકડા 10 ગ્રામ જેટલા લઈને કપડામાં બધીને પોટલી બનાવીને મગ સાથે બાફવાથી તેના બધાં જ ઔષધીય ગુણો મગમાં ઉતરશે. છતાં મગનો સ્વાદ પણ બગડશે નહિ. આમાં આદું, લસણ વગેરે નાખી ખાવાથી કફ છુટો પડે છે.
હેડકી: ભોરીંગણીના મૂળનો ઉકાળો એક એક કલાકે બે ત્રણ વાર આપવાથી હેડકી મટે છે. ધોળી ભોરીંગણીના મૂળની છાલનું ચૂર્ણ સેવન કરવાથી હ્રદય સંબંધી બીમારીઓ દુર રહે છે. આ ચૂર્ણ 1 થી 2 ગ્રામની માત્રામાં લેવું જેથી તેની યોગ્ય રીતે જેરુરી માત્રામાં અસર થાય.
ઉલ્ટી: મસાલેદાર ખોરાક ખાવાથી અથવા કોઈ આડઅસરના લીધે ઉલ્ટી થઇ રહી હોય તો આ સમયે ભોરીંગણી ખુબ જ અસરકારક જડીબુટ્ટી છે. 10 થી 20 મિલી ભોરીંગણીના રસમાં 2 ચમચી મધ નાખીને સેવન કરવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. અરડૂસી, ગળો તથા નાની ભોરીંગણીથી બનેલા ઉકાળાને ઠંડો પડ્યા બાદ તેમાં મધ ભેળવીને, 10 થી 20 મિલી માત્રામાં પીવાથી સોજો અને ખાંસી વગેરેમાં આરામ થાય છે. અને જેના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે.
પેટનો દુખાવો: અસંતુલિત ભોજન ખાવાથી કોઈ તકલીફ થઇ રહી હોય અને તેના લીધે પેટમાં ગેસ થઇ રહ્યો હોય તો તેના કારણે પેટમાં દુખાવો થવાની સમસ્યા આવે છે. ભોરીંગણીના ફળના બીજ કાઢીને તેને છાશમાં નાકાહીને તેને ગરમ કરીને ઉકાળી પછી સુકવી દેવા. બરાબર સુકાઈ ગયા પછી રાતભર મઠ્ઠામાં ડુબાડીને દિવસે સુકવી દેવા. આવું 4 થી 5 દિવસ સુધી કરીને તેને ઘીમાં તળીને ખાવાથી પેટનો દુખાવો એન પિત્ત સંબંધી સમસ્યાઓ માંથી રાહત મળે છે.
મૂત્ર સંબંધી સમસ્યા: બેઠી ભોરીંગણીના રસમાં છાસ ભેળવીને પીવાથી મૂત્ર સંબંધી સમસ્યા મટે છે. બેઠી ભોરીંગણીના 20 ગ્રામ રસમાં, ઉપરસાલને 5 ગ્રામ રસ અને છાશ ઉપરનું 40 ગ્રામ પાણી ભેળવીને પીવાથી પેશાબ સમસ્યા મટે છે. ભોરીંગણીના રસમાં મધ ભેળવીને પીવાથી ધીમેં ધીમે આવતો પેશાબની સમસ્યા મટે છે. બેઠી ભોરીંગણીના મૂળનું ચૂર્ણના સમાન ભાગમાં ઉભી ભોરીંગણીના મૂળનું ચૂર્ણ ભેળવીને, 2 ચમચી દહી સાથે 7 દિવસ સુધી ખાવાથી પથરી મટે છે. આ સિવાય આ ઉપચારથી રોકાઈને પેશાબ આવવો, પેટમાં પાણી વધી જવાથી પેટ ફૂલી જવું વગેરે સમસ્યા દુર થાય છે.
ગાંઠ: પેટમાં જરા પણ ગાંઠ થઇ હોય તો ભોરીંગણીના પાન,ફળ, ફૂલ, મૂળ, છાલની ભૂકી 5 ગ્રામ દિવસમાં બે ગરમ પાણીમાં નાખીને પીવાથી 7 દિવસમાં ગાંઠ ગાયબ થઇ જાય છે. ગળામાં સોજો આવી ગયો હોય તો પણ ભોરીંગણીનું આ ચૂર્ણ ખુબ જ કારગર છે. ગળામાં સોજો કાકડા વધવા કે કફના લીધે આવે છે ત્યારે આ ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
વાળો: ઉભી ભોરીંગણીના મૂળ પુરુષના પેશાબમાં અથવા બ્રહ્મ પીપળાના પાનમાં વાટીને વાળના ફોલ્લા પર લેપ કરીને પાટો બાંધવાથી વાળામાં ફાયદો થાય છે. સફેદ ભોરીંગણીના મૂળને વાટીને લેપ કરવાથી ખંજવાળ આવતી જગ્યાએ, છોલાયેલી જગ્યાએ અને ધાધર જેવી જગ્યાઓ પર લગાવવાથી રાહત થાય છે. આ સિવાય એસિડીટીની સમસ્યા પણ દુર થાય છે.
ટાલ: ભોરીંગણીના રસમાં મધ ભેળવીને દરરોજ માથા પર મસાજ કરવાથી એક જ મહિનામાં ટાલ મટી જાય અને નવા વાળ આવે છે. 20 થી 50 મિલી ભોરીંગણીના પાંદડાના રસમાં થોડુક મધ ભેળવીને માથા પર ચંપી કરવાથી માથા પરની ટાલ દુર થાય છે. ધોળી ભોરીંગણીના 5 થી 10 મિલી રસમાં મધ નાખીને માથા પર લગાવવાથી ટાલ મટી જાય છે.
પ્રસવ પીડા: પ્રસુતિ દરમિયાન મહિલાઓને ખુબ જ દુખાવો થતો હોય છે, પેટ બહાર નીકળે છે જેનો દુખાવો થાય છે. આ સમયે 10 થી 20 મિલી સફેદ ભોરીંગણીના 10 થી 20 મિલી મૂળનું સેવન કરવાથી લાભ થાય છે. આ સિવાય ભોરીંગણી ગર્ભપાતના ખતરાને ઓછો કરે છે. બંને પ્રકારની ભોરીંગણીના મૂળ 10 થી 20 ગ્રામ પીપળાના 2 થી 4 ગ્રામ મૂળ સાથે ભેળવીને ભેસના દુધમાં વાટીને ત્યારબાદ ગાળી લઈને દરરોજ દિવસમાં બે વખત પીવાથી ગર્ભપાતનો ભય રહેતો નથી અને સ્વસ્થ બાળક જન્મે છે. સ્ત્રીઓને સ્તન ઢીલા પડવાની સમસ્યામાં ભોરીંગણીના મૂળ અને દાડમના મૂળને સમાન માત્રામાં લઇ તેને વાટીને સ્તન પર લેપ કરવાથી સ્તનનું ઢીલાપણું દુર થાય છે અને કડક બને છે.
ઝાડા: વાસી કે બગડેલો ખોરાક થવા બજારમાં મળતો મસાલેદાર ખોરાક આરોગવાથી આવી સમસ્યાઓ આવે છે. આ સમસ્યામાં મળ ખુબ જ લાગે છે અને કાબુ બહાર પરિસ્થિતિ જતી રહે છે. આવી સમસ્યા ક્યારેક અન્ય રોગના કે પેટમાં કૃમિ કે જંતુરહિત ખોરાક જવાથી થાય છે, આ સમયે ભોરીંગણી ઘરેલું ઉપચાર તરીકે ખુબ જ ઉપયોગી છે. જો ઝાડા રોકાવાનું નામ જ નહી લઈ રહ્યા હોય ત્યારે સફેદ ભોરીંગણીના 1 થી 2 ગ્રામ ફળના ચૂર્ણનું સેવન છાશ સાથે કરવાથી ઝાડામાંથી છુટકારો મળે છે. ધોળી ભોરીંગણીના ફળના ફળને તુરિયાના ઉકાળામાં પકાવીને સેવન કરવાથી અને લગાવવાથી હરસ મસા મટે છે.
માથાનો દુખાવો: તણાવના લીધે અને બીજી પરેશાનીના લીધે માથાના દુખાવાની સમસ્યા રહી હોય તો ભોયરીંગણી તેના માટે ખુબ જ ઉપયોગી છે. ભોરીંગણીનો ઉકાળો, ગોખરું અને લાલ ધાનના ચોખાથી બનેલ ઝેર નાશક જ્યુસને થોડી થોડી માત્રામાં દિવસમાં ત્રણ- ચાર વખત સેવન કરવાથી તાવ વખતે દુખતું માથું મટે છે. ભોરીંગણીનો લેપ માથા પર કરવાથી પણ માથું દુખતું મટે છે.
આંખોની બીમારી: આંખોની ઘણી બધી બીમારી ભોરીંગણી દ્વારા ઠીક થાય છે. જેમાં સામાન્ય રીતે આંખમાં દુખાવો, રતાંધળાપણું , આંખ લાલ થવી વગેરે સમસ્યામાં ભોરીંગણ ખુબ જ ઉપયોગી છે. ભોરીંગણીનો છોડના 20-30 ગ્રામ પાંદડાને વાટીને તેનો છુંદો બનાવીએ આંખો પર બાંધવાથી આંખોની બીમારી મટે છે.
પીનસ રોગ (સળેખમ): ભોરીંગણીના ફળ, ફૂલ, પાન, છાલ અને મૂળનો છૂંદો કરી, ચાર ગણા તલના તેલમાં ભેળવી, ઉકાળી, તેલ ગરમ કરી તે તેલના બબ્બે ટીપા નાકમાં નાખ્વથી પીનસ રોગ (સળેખમ) મટે છે. ભોરીંગણીના રસના બે ટીપા નાકમાં પાડવાથી પણ પીનસ રોગ મટે છે.
બેહોશી: બેઠી ભોરીંગણીના બી અને સુંઠનું બારીક ચૂર્ણ એક-બે બાજરીના દાણા જેટલું લઇ નાકમાં ફૂંકવાથી છીંકો આવીને કફ દુર થાય છે તેમજ સન્નિપાતની બેહોશી મટે છે.
દાંતનો દુખાવો: ભોરીંગણીના ફળની ભૂકી અગની પર નાખી, નળી દ્વારા હોકો પીતા હોય તે રીતે લેવાથી દાંતનો દુખાવો મટે છે અને દાંતની અંદરના કીડા મરી જાય છે. આ ધુમાડો કાનમાં લેવાથી કાનના કૃમિ બહાર નીકળી જાય છે. દાંત દુખતા હોય, દાંતમાંથી પરું નીકળતું હોય, મોઢું ગંધાતું હોય, દાંતમાં દુખાવો થતો હોય અને દાંત સહીત પેઢા ચડવા લાગે તો પાયોરિયા હોઈ શકે, આવા સમયે ભોરીંગણીના બીજનો ઉપયોગ કરવાથી પાયોરિયા મટે છે. ભોરીંગણીના રસમાં ઘી ભેળવીને પીવાથી કુતરાના દાંતના ઝેર પર અસરકારક ફાયદો થાય છે અને હડકવામાં રાહત થાય છે.
આમ, ભોરીંગણી ખુબ જ ઉપયોગી ઔષધી છે, એટલા માટે અમે અહિયાં તમારા રોગની સારવાર માટે એક જડીબુટ્ટી તરીકે રજૂ કરી છે, આશા રાખીએ એક ઉત્તમ ઔષધ તરીકેની ભોરીગણી વિશેની માહિતી તમારા ખુબ જ ઉપયોગી થશે, ભોરીગણી તમારા માટે તમારી નજીક જંગલ અને ખેતરના સેઢા કે વાડોમાં મળી રહે છે, અમારી આ માહિતી દ્વારા તમે તેને હવે ઔષધ તરીકે ઉપયોગ કરીને રોગને ભગાડી શકશો અને તંદુરસ્ત રહી શકશો.
🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.