ભાંગરો એક ઘાસ હોવાની સાથે ઉત્તમ ઔષધી પણ છે અને અનેક બીમારીઓને મટાડે છે. જેનું અંગ્રેજી નામ Eclipta છે અને જેને હિન્દીમાં ભાંગરા કે ભૃંગરાજ કહે છે જયારે તેનું વાનસ્પતિક નામ Eclipta alba છે. આ ભાંગરો મોટાભાગે સમગ્ર વિશ્વમાં ઉગે છે જેમાં ખસ કરીને ભારત, ચીન, થાઈલેન્ડ અને બ્રાઝીલમાં મોટા પ્રમાણમાં ઉગે છે. ભાંગરો જમીનથી માંડીને 1800 મીટરની ઉંચાઈ સુધી ઉગે છે. તે મોટાભાગે પાણીવાળી જમીન અને જળાશયોની આસપાસ જોવા મળે છે.
ભાંગરાના પાન 1 થી 4 ઇંચ લાંબા, વિવિધ પ્રકારની પહોળાઈ વાળા અને સામસામે આવેલા હોય છે ટેટ સામાન્ય્ય રીતે લંબગોળ, ભાલાકાર અને સીધા કે દાંતાવાળા અણીદાર હોય છે. તેમનો રંગ બંને બાજુએ ઘેરો લીલો અને પાછલી બાજુએ જરા ફિક્કો હોય છે. અને બંને બાજુએ રુવાંટી હોય છે ભાંગરાને મસળતા કાળાશ પડતો લીલો રંગ નીકળે છે અને તેની વાસ તીખી, સ્વાદ તૂરો અને સાધારણ કડવાશ ધરાવતો હોય છે. ભાંગરાની ડાળીઓ ચળકતી, કાળી, લીલી કે જાંબુડિયા રંગની અને પાતળી અને રુવાંટીવાળી હોય છે. ગ્રાના ફૂલ ધોળા, પીળા કે કાળા રંગના હોય છે અને તેમાં નીકળે છે જે સાંકડા અને મથાળે પહોળા હોય છે અને જરા ચપટા તથા કાળાશ પડતા લીલા રંગના હોય છે.
ભાંગરો ખાસ તો મોટાભાગે વાળ અને લીવરની બીમારીમાં ખુબ જ ઉપયોગી છે તે સિવાય તે અનેક બીમારીઓમાં પણ ઉપયોગી છે. ભાંગરાના બીજ, ફૂલ, પાંદડા અને મૂળનો ઉપયોગ થાય છે. અમે કઈ કઈ બીમારીઓમાં અને સમસ્યાઓમાં ઉપયોગમાં લઇ શકાય તેના વિશે જણાવીશું.
હરસ-મસા: હરસ મસાની સમસ્યાથી પરેશાન વ્યક્તિ ભાંગરાનું સેવન કરવાથી મસાની સમસ્યા દુર થાય છે. હરસમસાની સમસ્યામાં ભાંગરો સંવેદનશીલ વિસ્તારમાં સોજો ઓછો કરે છે તથા લોહી નીકળતું બંધ કરે છે તેમજ મસાને સાફ કરે છે. ભાંગરાના પાંદડા 50 ગ્રામ અને કાળા તીખા 5 ગ્રામ બંનેને વાટીને ચીણીયા બોર જેવડી ગોળીઓ બનાવીને ભેજવિહીન જગ્યા પર રાખો. હરસમસાની સમસ્યામાં 2 ગોળીઓ સવાર, બપોર અને સાંજ હરસમસાની સમસ્યામાં ખુબ જ લાભ થાય છે.
કમળો: કમળાની સીધી અસર લીવર અને તેના કાર્ય પર પડે છે, ભાંગરો લીવરને સ્વસ્થ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ ઔષધી છે. જેના લીધે કમળાની બીમારી પણ કાબુમાં આવે છે. ભાંગરાનો પ્રાચીન સમયથી જ લીવર અને આંતરડાના રોગમાં ઉપયોગ થતો આવ્યો છે. 10 ગ્રામ ભાંગરાના પાંદડા અને 2 ગ્રામ તીખા વાટીને આ મિશ્રણને છાશમાં નાખીને દિવસમાં બે વાર સેવન કરવાથી કમળો ઠીક થઇ જાય છે. ભાંગરાના રસમાં 5 ગ્રામ મરીનું ચૂર્ણ દહીંમાં ભેળવીને પીવાથી 7 દિવસમાં કમળી મટી જાય છે.
કફ દુર કરવા માટે: ભાંગરામાં પોષક તત્વો હોય છે જે કફ અને અને વાયુની સમસ્યાને દુર કરે છે. લીવર અને કીડની સંબંધી સમસ્યામાં ઉપયોગી છે. ભાંગરાના મૂળ શરીરમાં નુકશાન પહોચાડનારા પદાર્થોને શરીરની બહાર કાઢે છે. જેથી શરીરની કાર્ય પ્રણાલી વ્યવસ્થિત કાર્ય કરે છે. કફ જેવી સમસ્યામાં શરીરના શ્વાસનળીને અને ફેફસાને સાફ કરવાને લીધે કફ દુર થાય છે. ભાંગરાના અડધો ગ્રામ રસ, 200 ગ્રામ દુધમાં ભેળવી 15 દિવસ સુધી પીવાથું કફ મટે છે. ભાંગરાનો રસર મધમાં ભેળવીને ચાટવાથી કફ દુર થાય છે.
પેટનો દુખાવો: ભાંગરાનું સેવન કરવાથી પાચનશક્તિ મજબુત બને છે, ભાંગરો આંતરડામાં આવેલા ઝેરીલા પદાર્થોને દુર કરે છે છે અને જીવાણુંઓને મારે છે. અપચો અને કબજિયાતથી થતી ગરબડને શાંત કરે છે અને જેથી પેટનો દુખાવો મટાડે છે. ભાંગરાના 10 ગ્રામ પાંદડા અને સાથે ૩ ગ્રામ કાળા કાળું મીઠું થોડાક પાણીમાં ગાળીને દિવસમાં ત્રણેય ટાઈમ સેવન કરવાથી પેટની વધારેમાં વધારે દુખાવો દુર થાય છે.
કીડની સમસ્યા: ભાંગરો જીવાણું વિરોધી અને સોજા વિરોધી ગુણ હોય છે જે સંક્રમણને રોકવામાં અને તેની દવા તરીકે કાર્ય કરે છે. ભાંગરો પથરીની બીમારી અને મૂત્ર સંબંધી સમસ્યા દુર કરે છે. મૂત્રાશયના બીજા ઘણા રોગોનો પણ તે નાશ કરે છે જે બેક્ટેરિયાને દુર કરે છે. ભાંગરાના પાંદડાના રસમાં થોડુક પાણી નાખીને અને તેને ગાળીને તેના રસનું દિવસમાં બે વખત સેવન કરવાથી મૂત્રસંબંધી સમસ્યા દુર થાય છે.
માથાના વાળની સમસ્યા: ઘણા લોકોને માથાના વાળ ખરી પડવા, વાળ ધોળા થઇ જવા અને માથામાં ખોડો વગેરે સમસ્યા થતી હોય છે. આ માથાના વાળની દરેક સમસ્યામાં ભાંગરાનું તેલ ખુબ જ ઉપયોગી છે. વાળની લંબાઈ વધારવા માટે તે ખુબ ઉપયોગી છે. ભાંગરાનું તેલ લગાવવાથી માથાની ચામડીમાં લોહીનું પ્રમાણ વધારે છે. વાળના મૂળ સક્રિય થવા લાગે છે. જેથી વાળ વધવા લાગે છે. આ તેલ સાથે તલનું તેલ તેમજ નારિયેળનું તેલ પણ ભેળવી શકાય છે. જેથી માથાનો દુખાવો, વાળ સફેદ થવા, વાળ ખરવા અને વાળ ટૂંકા રહેવા જેવી સમસ્યા દુર થાય છે.
શરદી અને ઉધરસ: ભાંગરાનો છોડ શ્વસન સંબંધી સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી છે. ભાંગરાનું નિયમિત સેવન કરવાથી શ્વસન અને ફેફસાનું સંક્રમણ દુર કરવામાં ખુબ જ ઉપયોગી છે. ભાંગરાના પાંદડાનો રસ અને તે જ પ્રમાણમાં તલનું તેલ લઈને ગરમ કરીને એક ચમચી જેટલું દિવસમાં બે વખત સેવન કરવાથી શરદી, ઉધરસ મટે છે. ભાંગરામાં જીવાણું વિરોધી ગુણ હોય છે જે નાકમાં ફેલાતા અન્ય રોગના સંક્રમણને પણ અટકાવે છે.
મોતિયો: ભાંગરાના પાંદડામાં કેરોટીન હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ એન્ટી ઓક્સીડેન્ટ છે. કેરોટીન આંખમાં ફરતા મુક્ત કણોને દુર કરે છે. જેનાથો મોતિયો જેવી સમસ્યા દુર થાય છે. આંખોને વર્ષો સુધી સ્વચ્છ અને સારી રાખવા નિયમિત ભાંગરાનું સેવન કરવું જોઈએ. ભાંગરાના પાંદડાને છાયામાં સુકાવા દીધા બાદ વાટીને તેમાંથી થોડુક ભાંગરાનું ચૂર્ણ લઈને તેમાં લગભગ ૩ ગ્રામ મધ તથા ૩ ગરમ ગાયનું ઘી ભેળવીને નિયમિત દિવસમાં સુતા પહેલા રાત્રે 40 દિવસ સુધી સેવન કરવાથી આંખો તેજ બને છે અને આંખ સંબંધી અન્ય સમસ્યા દુર થાય છે.
યોનીરોગ: યોની સંબંધી સમસ્યા કે રોગમાં ભાંગરો ખુબ જ ઉપયોગી છે. ભાંગરાના મૂળનું ચૂર્ણ અને મધ સરખી માત્રામાં લીને સેવન કરવાથી યોની સંબંધી સમસ્યા દુર થાય છે. ગર્ભાશયમાં ગર્ભ રહ્યા બાદ તેના રક્ષણ માટે પણ ભાંગરો ખુબ જ ઉપયોગી છે.4 ગ્રામ ભાંગરાના પાનનો રસ અને ગાયનું દૂધ સરખી માત્રામાં લઈને ગર્ભપાત થવાની સમસ્યા દુર થાય છે. અંડકોષમાં સોજો આવવાની સમસ્યામાં ભાંગરાના આખા છોડના દરેક અંગને વાટીને અંડકોષ પર બાંધવાથી સોજો ઉતરે છે.
આયુષ્ય વધારા માટે: તાજા ભાંગરાને વાટીને તેનો રસ કાઢીને સવારે અને સાંજે 10 મિલી માત્રામાં પીવાથી અને ત્યારબાદ શરીર 1 મહિનો નીરોગી રહે છે. આમ કરવાથી તાકાત પણ વધે છે. ભાંગરાના 15 ગ્રામ પાંદડાનું ચૂર્ણને દિવસમાં ઘી, મધ અને ખાંડ સાથે ભેળવીને 1 વર્ષ સુધી સેવન કરવાથી વીર્યમાં પણ વધારો થાય છે. સાથે યાદ શક્તિમાં પણ વધારો થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ: ભાંગરો શરીરની રોગ પ્રતિકારક વધારે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારનારી કોશિકાઓ શ્વેતકણો નું પ્રમાણ વધારે છે અને તેનો વિકાસ કરે છે. જેનથી આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ થાય છે. જેથી ભાંગરો રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે.
બ્લડપ્રેસર: બ્લડપ્રેસરની સમસ્યા હોય તો ભાંગરાના પાંદડાનો રસ 2 ચમચી અને મધ 1 ચમચી દિવસમાં બે વખત સેવન કરવાથી બ્લડપ્રેસરની સમસ્યા થોડાક જ દિવસમાં ઠીક થાય છે. આ સેવન દ્વારા લોહિનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે અને જેથી બ્લડપ્રેસર કંટ્રોલમાં રહે છે. ભાંગરાપેટ પણ ઠીક રહે છે અને ભૂખ પણ વધે છે.
એલેર્જી: તાવમાં ભાંગરાના પાંદડાને મહેંદી અને મરવાના પાંદડાને વાટીને લેપ કરવાથી જલ્દી જ લાભ થાય છે. તથા નવી ચામડી શરીરના રંગ ઠીક થાય છે. એલેર્જીમાં ઠીક થાય ત્યાં સુધી ભાંગરાના પાંદડાનો રસ 2 ભાગ, કાળી તુલસીના પાંદડાનો રસ 1 ભાગ અને દિવસમાં 2 થી ૩ વાર લગાડવાથી બળતરા શાંત થાય છે અને શરીર પર કોઈ પણ પ્રકારના દાગ રહેતા નથી.
તાવ: તાવમાં ભાંગરાનો રસ 250 ગ્રામ, તલનું તેલ 250 ગ્રામ, સિંધવ મીઠું 10 ગ્રામ આ દ્રાવણ બરાબર માત્રામાં ભેળવીને ધીમા તાપમાં પકાવીને આ તેલના 10 ટીપા નાકના બંને નસકોરામાં ટપકાવવાથી અંદર કફ તથા કૃમિ બહાર નીકળી જાય છે જેના લીધે તાવ પણ ઠીક થઇ જાય છે.
ઝાડા: ઝાડાની કોઇપણ સમસ્યા હોય તો ભાંગરાના મૂળનું ચૂર્ણ કરીને તેમાં બીલીના ફળનું ચૂર્ણ બંને સરખી માત્રામાં લઈ સવારે અને સાંજે 1- 1 ચમચી તાજા પાણીમાં દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી ઝાડાની અને ઝાડા સાથે લોહી નીકળવાની વગેરે સમસ્યા દુર થાય છે.
આધાશીશી: ભાંગરાનો રસ અને બકરીનું દૂધ સરખા માપમાં લઈ તડકામાં ગરમ કરી નાકમાં ટીપા પાડવાથી અથવા ભાંગરાના રસમાં તીખા વાટીને લેપ કરવાથી આધાશીશી મટે છે. આધાશીશી રોગમાં ભાંગરાનો રસ અને બકરીનું દુધ સમાન ભાગમાં લઈને તેને ગરમ કરીને નાકમાં નાખવાથી અનેં ભાંગરાના પાનના રસમાં કાળા તીખાનું ચૂર્ણ ભેળવીને લેપ કરવાથી આધાશીશી નાશ પામે છે.
દાંતનો દુખાવો: દાંતના રોગમાં દાઢ દુખતી હોય અને અને દાંત કળતા હોય તો કાનની અંદર ભાંગરાના રસના 2 થી 4 ટીપા ટીપા નાખવાથી દુખાવો તરત જ દુર થાય છે. એક વખત પ્રયોગ કરવા છતાં લાભ ન થાય તો બીજી વખત કરવાથી દાંતનો દુખાવો મટે છે.
આ સીવાય ભાંગરાના ઉપયોગથી ભાંગરો કેન્સરમાં આવેલી કોશિકાઓને દુર કરે છે. ભાંગરો કેન્સર કોશીકાના વિકાસને અટકાવે છે અને જેનાથી કેન્સર સામે રાહત રહે છે. લાંબા સમય સુધી ભાંગરાનો રસ શક્તિના વધારામાં ખુબ જ ઉપયોગી છે. આ સમયે રોગીને માત્ર દૂધ સાથે પકવેલા ચોખા ખાવાથી તાકાત, રોગપ્રતિકારક શક્તિ, પ્રજનન વગેરે સમસ્યા દુર થાય છે. ભાંગરાનો રસ અને ઘી એકત્ર કરી સહેજ ગરમ કરીને પીવાથી અવાજ બેસી ગયેલો હોય તો ખુલી જાય છે. શરીરમાં પારો ફૂટી નીકળ્યો હોય તો ભાંગરાનો રસ, અગથિયાનો રસ અને વાટેલો સુરોખર છાશમાં ભેળવીને પીવાથી પારાનું ઝેર ઉતરે છે. ભાંગરાના રસમાં મરીની ભૂક્કી નાખીને શરીરે ચોળવાથી સોજો ઉતરે છે. ભાંગરાનો રસ મસળવાથી જંતુના કારણે આવેલો સોજો મટે છે. આગથી શરીરમાં સોજો કે ફોલ્લા પડી ગયા હોય અને બળતું હોય તે જગ્યા પર ભાંગરાના પાનનો રસ ચોપડવાથી તે પીડા દુર થાય છે અને ડાઘ પણ પડતો નથી. ભાંગરાનો થોડો થોડો રદ દિવસમાં ત્રણ વાર લેવાથી વા ને લીધે થતી સમસ્યા દુર થાય છે.
આમ, ભાંગરો આ અનેક રોગોને નાબુદ કરે છે, આ રીતે ભાંગરો અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને રોગ મટાડે છે. ભાંગરાના ઉપયોગ વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. ભાંગરો પશુઓ માટે ઘાસ અને ખેતરમાં ઘાસ તરીકે ઉગે છે જેના ઉપયોગો અને ગુણો વિશેની સામાન્ય લોકો પાસે હોતી નથી. જેથી અહિયાં અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છે. આશા રાખીએ કે આ ઉપાયો તમને દ્વારા તમારી બીમારી જલ્દીથી નાબુદ થાય.