ભારતની આબોહવા પ્રમાણે દરેક ઋતુમાં ઋતુ પરિવર્તન આપણે ત્યાં જોવા મળે છે. જેમાં આરોગ્યની દ્રષ્ટીએ દરેક ઋતુમાં કાળજી રાખવી જરૂરી બને છે. આ ઋતુ પ્રમાણે આપણે ત્યાં અલગ અલગ રોગો જોવા મળે છે. અમુક ઋતુમાં રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ કરીને બે ઋતુના સમન્વય સમયે રોગોનો પ્રભાવ વધારે જોવા મળે છે.
શિયાળાની શરૂઆતમાં, ઉનાળાની શરૂઆતમાં અને ચોમાચામાં મચ્છરોનાં પ્રભાવને લીધે વાયરલ રોગોનું પ્રમાણ વધી જાય છે. આ સાથે જે બધા જ મહીંનાં કરતા ભાદરવો મહિનો એક એવો તડકો ઉત્પન્ન કરતો મહિનો છે કે જયારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આ સમયે ચોમાંચાની ઋતુ મોટાભાગે પૂરી થઈ ગઈ હોય છે જેના લીધે પુષ્કળ તડકો જોવા મળે છે. જે સિવાય રાત્રે શિયાળાની ઋતુનું આગમન થાય છે જેના લીધે ઠંડી લાગે છે.
આ રીતે ભાદરવો એક પ્રકારે ગરમી ઉત્પન્ન કરતો મહિનો છે. જેનાં લીધે આ સમયે શરીર અને સ્વાસ્થ્યની કાળજી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. આ સમયે અમુક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આપણા શરીર માટે દહીં ખુબ જ ઉપયોગી છે, જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ ભાદરવા મહિનામાં આ દહીંનું સેવન ન કરવું જોઈએ. આ સમયે તડકાને લીધે દહીં ખાવ છો તો કફ જામી જાય છે. જેનાથી અન્ય રોગોનું જોખમ પણ વધે છે.
આ ઋતુમાં આમપણ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે, જે રીતે દહીંમાં પણ બેક્ટેરિયા વધે છે. જે આંતરડાને નુકશાન પહોચાડે છે. જેથી દહીં તેમજ દહીંમાંથી બનેલી છાશ અને લસ્સીનું સેવન ન કરવું જોઈએ.
દહીંમાં શરીરને ઉપયોગી થાય તેવા બેક્ટેરિયા પણ હોય છે. જે આંતરડાને સ્વસ્થ રાખે છે. જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. જ્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે ત્યારે તેન સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક બને છે. જેનું તેનું સેવન કરવાથી પાચન તંત્ર પર સીધી જ અસર પડે છે અને પાચન તંત્રના રોગો થાય છે. વરસાદી ઋતુમાં દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને શરદીની સમસ્યા થાય છે. જેથી દહીનું સેવન કરવાથી સાંધાનાં દુખાવાની સમસ્યા પણ થાય છે.
ભાદરવા મહિનામાં શરીરને સ્વસ્થ રાખવા માટે અમુક એવી વસ્તુઓ હોય છે. જેનું સેવન કરવું જોઈએ. માટે ભાદરવામાં તલનું સેવન કરવું જોઈએ. જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી થાય છે.
આમ, શરીરમાં આ રીતે ભાદરવા મહિનામાં દહીંનું સેવન કરવું શરીર માટે નુકશાન કારક છે. શરીરમાં પાચનતંત્ર માટે દહીં ખુબ જ ઉપયોગી છે. જે શરીને વિટામીન પૂરા પાડે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.