મિત્રો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમે ચોમાસામાં અને એમાં પણ ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા માસમાં કંટોલાનું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે કંટોલા એ ખાસ કરીને કુદરતી રીતે અમુક ડુંગરાઉ વિસ્તાર હોય છે ત્યાં ઉગી નીકળતા હોય છે અને કંટોલાની ખેતી પણ કરવામાં આવે છે. કંટોલાને કંકોડા ના નામથી પણ લોકો ઓળખતા હોય છે. કંટોલા ખાસ કરીને વાડીના શેઢે કે ખેતરને ફરતે વાડમાં ઉગી નીકળતા હોય છે.
કંટોલા વિશે એવું કહેવામાં આવે છે કે કંટોલા ચોમાસાની ઋતુમાં જો કોઈ મોંઘામાં મોંઘી શાકભાજી હોય તો તે છે કંટોલા, કંટોલા ખાવાથી ઢગલાબંધ ફાયદાઓ થાય છે. અઠવાડિયામાં બે થી ત્રણ વખત તો કંટોલાનું શાક બનાવીને તેનું સેવન કરવું જ જોઈએ. કંટોલાને શાકભાજીનું સોનું પણ કહેવામાં આવે છે કારણ કંટોલાની ગણતરી અમૃત સાથે કરવામાં આવી છે.
આયુર્વેદમાં ચરક અને સુશ્રુતે કંટોલાના અત્યંત વખાણ કર્યા છે. ચોમાસાની ઋતુઓમાં વાઈરલ તાવનું પ્રમાણ સાથી વધુ જોવા મળતું હોય છે દવાખામાં પણ આ તાવથી હેરાન થતા લોકો જોવા મળતા હોય છે તેનું મુખ્ય એ કારણ છે કે તમારા ઘરે એક વ્યક્તિને આ રીતે વાઇરસનો તાવ આવે એટલે ઘરમાં જેટલા સભ્યો હોય છે તેમને પણ આ રીતે તાવ આવી જતો હોય છે સમગ્ર વાતાવરણમાં આ વાઇરસ ફેલાઈ જતો હોય છે અને તેમાં પણ ઘણી વખત સ્વાઇનફ્લુ તાવ પણ થઇ જતો હોય છે.
આ સમયે તમે જો નિયમિત પણે કંટોલાનું સેવન કરતા હશો તો તમને તાવ જેવી બીમારી નહિ આવે કારણ કે કંટોલાને આયુર્વેદમાં પરમજ્વર નાશક તરીકે કહેવામાં આવે છે. કંટોલા એ તાવને નાશ કરવા માટેની એક દેશી ઔષધી છે. કંટોલામાં ઈમ્યુનીટી શક્તિને મજબુત કરવા માટેનો ગુણ હોય છે.
જો તમે પિત્તની બીમારીથી સતત પરેશાન થતા હોવ તો તેને દુર કરવા માટે પણ કંટોલાનું સેવન કરશો તો પિત્તનો પણ તે સાવ નાશ કરે છે. તાવ આવવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે પિત્ત અને ભાદરવાની ઋતુમાં અમુક વખત તડકો થવાથી પિત્ત નું પ્રમાણ વધી જતું હોય છે તેથી જો તમે કંટોલાનું સેવન કરશો તો તમને તાવ કે બીજો પણ કોઈ વાઈરલ રોગ થશે નહિ.
કંટોલાનું જો તમે ચોમાસા દરમિયાન ભરપુર માત્રામાં સેવન કર્યું તો તમને બીજી કોઈપણ ઋતુમાં બીમારી નહિ થાય છે. કંટોલામાં વિટામીન Aનું પ્રમાણ સૌથી વધુ હોવાથી તે આંખોનું તેજ વધારવા માટે ઉપયોગી છે.
કંટોલાશાક સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર પણ છે. જેને દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવાન બને છે. આ માટે કહેવામાં આવે છે કે તેમાં મીટથી 50 ગણી વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંટોલામાં આવેલું ફાયટોકેમિકલ સ્વાસ્થ્યને વધારવામાં ખુબ જ મદદ કરે છે. કંટોલા ઓક્સીડેંટથી ભરપૂર શાકભાજી છે. જે શરીરને સાફ રાખવામાં ખુબ જ સહાયક હોય છે.
કંટોલામાં આવેલું લ્યુટેન જેવું કેરોટોનોઈડસ વિભિન્ન આંખમાં રોગો, હ્રદય રોગો અને કેન્સરના રોગોને અટકાવવામાં ઉપયોગી છે. કંટોલામાં કેન્સર વિરોધી તત્વ હોય છે કે આંખથી જોડાયેલા રોગ, હાર્ટની બીમારી અને કેન્સરની બીમારી સામે રક્ષણ આપે છે. તેથી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સુધી આ શાક ખાવાથી ફાયદો થાય છે.
કંટોલા શરદી અને તાવથી પણ બચાવે છે. ઋતુ બદલાવાથી ઘણી વખત તાવ અને શરદીનો ભોજ બની જવાય છે ત્યારે કંટોલા તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં એન્ટી એલેર્જીક અને એનાલેજેસિક ગુણ હોય છે. જેના લીધે તાવ શરદી અને ઉધરસમાં આરામ મળે છે.
કંટોલા ડાયાબિટીસમાં ફાયદાકારક છે. કંટોલાનું સેવન કરવાથી બ્લડશુગરનું લેવલ ઓછુ થાય છે. જેથી કંટોલા ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દીઓ કંટોલાનું જ્યુસ પણ પી શકે છે. આ શાકની ખાસિયત એ છે કે તે કારેલા જેવું કડવું હોતું નથી. જેથી આસાનીથી ખાઈ શકાય છે.
કંટોલા આંખ અને ચામડી માટે ફાયદાકારક માનવામાં આવે છે. કંટોલામાં કેરોટીનની ભરપુર માત્રા હોય છે. જેના લીધે તે આંખ માટે ફાયદાકારક છે. આ સિવાય કંટોલાનું શાક શરીરને સારી રીતે ડીટોક્સ કરે છે. જેના લીધે શરીર અને લોહીમાં રહેલી બધી જ ગંદકીઓ નીકળી જાય છે. જેનાથી આ શાક ખાવાથી ખીલ, મોઢા પર ડાઘ ધબ્બા નીકળી જાય છે અને ચહેરાનો રંગ પણ નિખરવા લાગે છે.
કંટોલા બ્લડપ્રેસરને કન્ટ્રોલમાં કરે છે. કંટોલામાં મેમોરેડીસિન નામનું તત્વ હોય છે. આ તત્વ એન્ટી ઓક્સીડેંટ છે, જે હાઈ બીપીને કન્ટ્રોલ કરે છે.
જો તમને કંટોલાનું શાક બનાવામાં સમય ન મળે તો તમે કંટોલાના અથાણા બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં આ કંટોલાને ઘણા બધા રોગોના ઈલાજ માટે ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. કંટોલા પાચન ક્રિયાને ઠીક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કંટોલામાં આવેલા મોમોરડીસિન તત્વ અને ફાઈબરની વધારે માત્રા શરીર માટે રામબાણ છે. મોમોરેડીસીન તત્વ એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ડાયાબિટીક અને એન્ટીસ્ટ્રેસની જેમ કાર્ય કરે છે અને વજન તેમજ હાઈ બ્લડપ્રેસરને નિયંત્રિત રાખે છે.
કંટોલામાં એન્ટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ઉધરસથી રાહત પ્રદાન કરવા અનને તેને રોકવામાં ખુબ જ સહાયક છે. કંટોલાનું શાક તાવમાં ખુબ જ હિતકારી માનવામાં આવ્યું છે. પાંજણી કંટોલીના મૂળનો લેપ કરવાથી છાતીના કોઇપણ ભાગમાં દુખાવો થયો હોય તો તેની પીડા પણ મટે છે. ]
કંટોલાએ એ રૂચી આપનારું શાક છે. જીભમાં બેસ્વાદ જેવું લાગતું હોય તો ત્યારે કંટોલાનું શાક ખાવાથી સ્વાદ આવી જાય છે. કંટોલા ભેદન વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ માટે કંટોલાનું સેવન કરવાથી મળના કાંઠાને તોડીને નીચે સરકાવવામાં ઉપયોગી થાય છે.
કબજીયાતની સમસ્યા ધરાવતા લોકોને નિયમિત જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી કંટોલાનું શક ખાવું જોઈએ. કંટોલાનું શાક, કબજીયાત અને પેટના દર્દો ધરાવતા રોગીઓએ ખાવાથી પેટના તમામ દર્દોને શાંત રાખવામાં ઉપયોગી છે. કંટોલા ઠંડા ગુણ ધરાવે છે તેથી તે પિત્ત પિત્ત અને કફનું શમન કરે છે. ભાદરવાની ગરમીથી, ચોમાચાના વાદળિયા તાપ અને ભેજવાળા હવામાનથી વધેલા પિત્તના શમન માટે કંટોલાનું શાક ખુબ જ હિતકારી છે. જે લોકોને એસીડીટી હોય, પિત્તના દર્દ હોય અને પિત્ત જેનું ખુબ જ વધતું હોય એવા લોકો માટે કંટોલાનું શાક અતિ ઉત્તમ છે.
ચોમાંચામાં ઘણા લોકોની જઠરાગ્ની મંદ પડી ગઈ હોય છે. વાતાવરણમાં ભેજ આવી જતો હોય છે. આ સમયે કંટોલા ઠંડા હોવા છતાં જઠરાગ્ની વધારનાર અને રૂચી ઉત્પન્ન કરનાર છે. કંટોલાનું શાક ખાવાથી જઠરના અગ્નિનું બળ પણ જળવાઈ રહે છે.
કંટોલા પેશાબ લાવવાનો ગુણ ધરાવે છે. આ ગુણના લીધે તે પથરીને પણ તોડીને નિકાલ કરે છે. જે લોકોને પેશાબ અટકતો હોય, પથરી થઈ ગઈ હોય તેવા લોકોએ કંટોલાનું શાક નિયમિત ખાવું જોઈએ. કંટોલાના ચિરીયા કરીને તેને સંભારી તેનો સંભારો બનાવીને ખાઈ શકાય છે.
ઘણીવખત તમે જ્યારે કંટોલાનું શાક ખાવા બેચો છો ત્યારે તમને કંટોલામાં રહેલા બીયા અલગ કરી નાખો છો અને એકલી કંટોલાની છાલ જ તમે ખાતા હોવ છો પરંતુ તમને જણાવી દઈએ કે જો કંટોલા કરતા પણ કંટોલાના બીયામાં વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે, માટે કંટોલાનું સેવન તેમના બીયા સાથે કરવાથી ખુબજ ફાયદો થાય છે અને શરીર માટે પણ ફાયદાકારક છે.
આમ, અમે તમને આ આર્ટીકલમાં કાંટોલા ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેમજ કંટોલા શા માટે ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખાવામાં જોઈએ તેના વિશે અમે તમને જરૂરી એવી માહિતી આપી તથા કંટોલામાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ વિશે પણ જરૂરી એવી સમજ આપી.