કેરીનું વૃક્ષ એટલે આંબો. ખાસ કરીને આંબા પર કેરીઓ ઉનાળાની ઋતુમાં આવે છે તે ઉનાળાની ઋતુમાં ખુબ જ ફાયદો કરે છે. આંબાનું વૃક્ષ મોટાભાગે અનુકુળ વાતાવરણ વાળી દરેક જગ્યાએ જોવા મળે છે. આરોગ્યની દ્રષ્ટીએ આંબા કરતા પણ તેના પાંદડાઓ ખુબ જ ફાયદાઓ કરે છે. આંબાના ફળનો આપણે ત્યાં ખાવામાં, અથાણામાં કે જ્યુસ તેમજ રસ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જયારે તેના પાંદડાનો પૂજા વિધિ તોરણ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. આંબાને અંગ્રેજીમાં મેંગો ટ્રી કહેવામાં આવે છે. જયારે હિન્દીમાં આમ કહેવામાં આવે છે. જેનું વાનસ્પતિક નામ Mangifera indica છે.
આંબાના વૃક્ષને શાસ્ત્રોમાં અમૃત ફળ માનવામાં આવ્યું છે, આંબાના આ વૃક્ષને બે પ્રકારે ઉગાડવામાં આવે છે જેમાં એક પ્રકારે કલમ દ્વારા તેમજ બીજા પ્રકારે કુદરતી રીતે ગોટલાથી બીજ દ્વારા. આંબાનું વૃક્ષ સામાન્ય રીતે 30 થી 120 ફૂટ જેટલું ઊંચું હોય છે. આંબાના પાંદડા 10 થી 30 સેમી લાંબા અને 2.5 થી 7 સેમી પહોળા હોય છે. આંબા પર વસંત ઋતુમાં ફૂલ અને ગ્રીષ્મ ઋતુમાં ફળ આવે છે. આ વૃક્ષ અનેક રોગમાં ઔષધી તરીકે ફાયદો આપે છે જેમાં ખાસ કરીને તેના પાંદડા ખુબ જ ઉપયોગી છે.
આંબાના પાંદડાઓ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આંબાના પાંદડા લાલ અને જાંબલી રંગના હોય છે. જ્યારે આ પાંદડા કોમળ અને નવા હોય ત્યારે ઘેરા લીલા રંગના અને હળવા નીલા રંગના હોય છે. તે પાંદડા વિટામીન સી, બી, અને એથી ભરપુર હોય છે. તે પાંદડા વિભિન્ન અન્ય પોષકતત્વો પણ ધરાવે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ તેમજ બીજા ઘણા ગુણો હોય છે. જેના લીધે અનેક બીમારીઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસની તકલીફ ધરાવતા લોકો માટે આંબાના પાંદડા ખબ જ ઉપયોગી છે. આંબાના પાંદડામાં એન્થોસાઈનીડીન નામનું ટેનિન હોય છે.જે ડાયાબીટીસની શરુઆતની અવસ્થામાં ખુબજ ઉપયોગી થાય છે. આંબાના સુકા પાંદડાનો પાવડર બનાવીને કે તેના પાંદડાનો ઉકાળો બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તેના સુકા પાંદડા અને તેનો પાવડરને એક કપ પાણીમાં રાત્રિભર પાણીમાં પલાળી દેવા અને આગળના દિવસે ગાળીને પીવાથી ડાયાબીટીસના લક્ષણોથી છુટકારો મેળવી શકાય છે. આંબાના પાંદડાને ચાવવાથી પણ ડાયાબિટીસ કાબુમાં રહે છે.
તાવ: તાવ આવ્યો હોય ત્યારે તેના ઈલાજમાં શરીરનું તાપમાન ઘટાડવા માટે આંબાના પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. તાવના દર્દીને રાહત અપાવવા માટે આંબાના પાંદડામાંથી નીકળતો રસ ઉપયોગી થાય છે. આ માટે તેના પાંદડાના રસનું સેવન કરવામાં આવે છે. આંબાના પાંદડામાં મેંગો ફેરીન નામનું તત્વ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
મરડો: લોહી નીકળતા મરડાના ઈલાજમાં આંબાનો પાંદડા ઉપયોગી છે. મરડાના ઈલાજ તરીકે આંબાના પાંદડાને છાયડે સુકાવીને તેનો પાવડર બનાવી લેવો. આ પછી અ પાવડરને દિવસમાં 2થી ૩ વખત પાણી સાથે લેવો. તે મરડાઅને દુર કરવામાં મદદ કરે છે. આ સાથે આંબાના પાંદડા પેટની અન્ય સમસ્યાઓ માટે પણ ઉપયોગી છે. 15 થી 30 મીલીલીટર જેટલા આંબાના પાંદડા, જાંબુના પાંદડા અને આમળાના પાંદડાનો રસ બકરીના દૂધ સાથે ૩ વખત પીવાથી ઝાડા તેમજ મરડો મટે છે.
કોલેરા: કોલેરા એક પેટ સંબંધી સમસ્યા છે. આ સમસ્યામાં આંબાના પાંદડાને 20 ગ્રામ આંબાના પાંદડાને વાટીને અડધો લીટર પાણીમાં ઉકાળવા જયારે તેમાંથી ચોથાભાગનું પાણી વધે ત્યારે તેને ઠંડું પડવા દીધા બાદ ગાળીને પીવાથી કોલેરા મટે છે. 250 ગ્રામ આંબાના પાંદડાને મસળીને 500 મિલીલીટર પાણીમાં ઉકાળવા. જયારે તેમાંથી પાણી અડધું વધે ત્યારે તેને ગાળીને થોડા થોડા સમયે પીવાથી કોલેરા મટે છે. 25 ગ્રામ આંબાના મુલાયમ પાંદડાને વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે તે પાણી અડધું થઈ જાય ત્યારે ગાળીને ગરમ ગરમ પીવાથી કોલેરા મટે છે.
દાંતની સમસ્યા: આંબાના તાજા પાંદડાને ખુબ જ ચાવો અને માવા કે મસાલાની જેમ થુકતા જાઓ. આંબાના પાંદડાનું પાન માવાની જેમ સેવન કરવાથી દાંત મજબુત થાય છે. આ પ્રયોગ દરરોજ સતત 21 દિવસ સુધી કરવાથી દાંત મજબુત થાય છે તેમજ પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે. આ ઈલાજ કરવાથી દાંતમાંથી પરું નીકળવું કે પાયોરિયા રોગ મટે છે.
વાળ ખરવા: આંબાની કોમળ કુંપળોના પાંદડાને વાટીને લગાવવાથી વાળ લાંબા અને કાળા થાય છે. આંબાના પાંદડા સાથે કાચી કેરીની છાલોને વાટીને તેલ ભેળવીને તડકે રાખો. આ તેલ માથામાં વાળ પર લગાવવાથી વાળ કાળા રહે છે અને વાળ સફેદ થવાની સમસ્યા દુર થાય છે. તેમજ વાળ ખરી પડવાની સમસ્યા પણ મટે છે.
ઝાડા-ઉલ્ટી: ઝાડા ઉલટીના ઈલાજ માટે આંબાના પાંદડા રામબાણ ઈલાજ છે. ઝાડા-ઉલ્ટીની સમસ્યામાં આંબાના કોમળ 10 પાંદડા અને 2 થી ૩ કાળામરી બંનેને પાણીમાં વાટીને ગોળી બનાવી લેવી. જ્યારે કોઇપણ દવાથી આ સમસ્યા ના મટે ત્યારે આ ઈલાજ કરવાથી ઝાડા- ઉલ્ટી અવશ્ય મટી જાય છે.
એડી ફાટવી-વાઢીયા પડવા: એડી ફાટવી કે વાઢીયા પડવાની તકલીફમાં આંબાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. આંબાના પાંદડાને તોડતા એક પ્રકારનો દ્રવ પદાર્થ નીકળે છે. આ પદાર્થ ને ફાટેલી એડીના ભાગ પર લગાવાથી અને તેની તિરાડોમાં લગાવવાથી તરત જ લાભ થાય છે.
શક્તિ આપે: આંબાના 10 પાંદડા કે જે પાકીને પીળા પડી ગયા હોય તેવા પાંદડાને લઈને તેને 1 લીટર પાણીમાં 1 થી 2 ગ્રામ ઈલાયચી નાખીને ઉકાળવા, જયારે આ ઉકાળામાંથી અડધો ભાગ વધે ત્યારે તેને ઉતારીને તેમાં સાકર અને દૂધ ભેલ્વ્લીને ચાની જેમ પીવાથી આખા શરીરના અંગોમાં શક્તિ આવે છે. આ એક શરીરમાં શક્તિ માટેનો બહેતરીન ઈલાજ છે.
તરસ: લગભગ 7 થી 15 મિલી લીટર જેટલા આંબાના પાંદડાનો રસ અને 15 થી 30 મીલીલીટર જેટલા સુકા પાંદડાનો રસનો ઉકાળો બનાવીને પીવાથી તરસ ઓછી લાગે છે. આ ઉપાયમાં ઉકાળામાં ખાંડ ભેળવીને દિવસમાં ૩ વખત પીવાથી વારંવાર તરસ લાગવાની સમસ્યા મટે છે.
પથરી: આંબાના પાંદડા કીડની ની પથરી અને પિત્તની પથરીના ઈલાજ માટે મદદ કરે છે. પથરીના ઈલાજ માટે આંબાના પાંદડાનું દરરોજ સેવન કરવું જોઈએ. ખાસ કરીને તેના પાંદડાને છાયડે સુકવેલા હોય તો ખુબ જ ઉપયોગી થાય છે. પથરીના ઈલાજમાં રાતે એક ગ્લાસ પાણીમાં આ પાંદડાનો પાવડર ભેળવીને રાખવા અને બાદમાં પી લેવાથી પથરી મટે છે. કેરીના પાંદડાને સુકાવીને તેનું બારીક ચૂર્ણ બનાવીને દરરોજ સવારે અને સાંજે 2 ચમચી ચૂર્ણ પાણી સાથે ખાવો. ચૂર્ણ ખાવાથી થોડા જ દિવસોમાં પથરી ઓગળીને તૂટીને નીકળી જાય છે.
કાન દર્દ: કાનમાં દુખાવો થતો હોય તે દર્દી ખુબ જ પરેશાન રહે છે. આંબાના પાંદડાનો ઉપયોગ કરીને કાનના દર્દથી રાહત મેળવી શકાય છે. આંબાના પાંદડાથી કાઢેલા રસને એક ચમચી જેટલો રસ કાનના દુખાવામાં ઉપયોગી છે. ખાસ કરીને કાનમાં ઈલાજ કરતા પહેલા આ પાંદડાના રસને ગરમ કરવાથી વધારે ફાયદો થાય છે.
અંડકોષ વધવા: 25 ગ્રામની માત્રામાં આંબાના કોમળ પાંદડાને વાટીને તેમાં 10 ગ્રામ સિંધવ મીઠું ભેળવીને હળવું ગરમ કરીને અંડકોષ પર લેપ કરવાથી અંડકોષનો સોજો ઉતરે છે. આંબાના પાંદડાને મીઠા સાથે લેપ કરવાથી અંડકોષ વધવા, પાણી ભરાવું વગેરે સમસ્યા મટે છે.
હેડકી: જો કોઈ વ્યક્તિને હેડકી કે ગળાની સમસ્યા હોય ત્યારે આંબાના પાંદડા ઉપયોગી છે. આંબાના પાંદડા ઈલાજ હેડકીમાં કરવા માટે આંબાના પાંદડાને સળગાવીને તેનાથી શ્વાસ લેવો. આ શ્વાસ લેવાથી આંબાના પાંદડાને ધુમાડા દ્વારા ખુબ જ સરળતાથી ગળાની આ સમસ્યાને દુર કરી શકાય છે. આંબાના સુકા પાંદડાને બીડી સિગારેટ જેમ બનાવીને ચિલમમાં ભરીને પીવાથી તેમજ તાજા પાંદડાના રસમાંથી કાઢેલા રસમાં મધ નાખીને પીવાથી હેડકી મટે છે.
બ્લડપ્રેશર: જે લોકોને ઊંચા બ્લડપ્રેસરની સમસ્યા છે તેવા લોકો માટે આંબાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. તેના ઈલાજ માટે આંબાના પાંદડા ખુબ જ લાભદાયક છે. આંબાના પાંદડામાં હાઈપોટેશન ગુણ હોય છે, તે રક્ત વાહીકાને મજબુત કરવામાં અને વેરીકોઝ નસોની સમસ્યાના ઈલાજ માટે ઉપયોગી છે.
પ્રજનન ક્ષમતા: એક ડુંગળી, 2 આંબાના પાંદડાને ધોઈને વાટી લીધા બાદ તેને ગરમ પાણી સાથે સેવન કરવાથી પ્રજનન સંબંધી સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય છે. આંબાના પાંદડાઓ મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી થાય છે. આંબાના પાંદડાનું મહિલાઓએ સેવન કરવાથી માસિક સમસ્યા અને અનિયમિત માસિક જેવી સમસ્યામાં ઉપયોગી થાય છે.
અસ્થમા: આંબાના પાંદડા અસ્થમાની બીમારીને કંટ્રોલ અને તેનાથી તમને બચાવે છે. આંબાના પાંદડાનો ચાઈનીઝ દવાઓમાં પણ ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. અસ્થમા-દમ કે શ્વાસ સંબંધી કોઈ સમસ્યામાં આંબાના પાંદડા ખુબ જ ઉપયોગી થાય છે. આંબાના પાંદડાનો રસ કે તેના પાંદડાને સુકવીને પાવડર બનાવીને ઉપયોગ કરવાથી શ્વાસની શ્વાસની તકલીફ થાય છે.
આંજણી: આંજણીના ઈલાજ માટે આંબાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. આંબાના પાંદડા આંખોની તકલીફ દુર કરે છે. આંજણીના ઈલાજ તરીકે આંબાના પાંદડાને તોડતા જે રસ નીકળે છે જે રસને આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. સાથે તેનાથી આંજણીને લીધે આવેલો સોજો પણ મટે છે.
માનસિક સમસ્યા: આંબાના પાંદડા માનસિક તણાવ દુર કરે છે. ઘણા લોકો કામના ભારણ કે કોઈ મુસીબતના કારણે માનસિક તણાવ કે ડીપ્રેશનની તકલીફ ધરાવે છે. આ રીતે મગજની સમસ્યામાં શાંતિ માટે આંબાના પાંદડા એક સારો ઘરેલું ઉપચાર છે. સવારે ન્હાવા માટે ગરમ પાણી કરો ત્યારે તેમાં થોડા આંબાના પાંદડા વાટીને પાણીમાં નાખવાથી સુસ્તી રહે છે અને તાજગી અનુભવાય છે.
ઉધરસ: ઉધરસ માટેનો આંબાના પાંદડા અકસીર ઈલાજ છે. આંબાના પાંદડાને પાણીમાં નાખી તેમાં થોડું મધ નાખીને તેને તેને ગરમ કરીને ઉકાળો બનાવવામાં આવે છે. આ ઉકાળો પીવાથી ઉધરસની તકલીફ દુર થાય છે. જયારે ગળું બેસી જવું કે ગળામાં ખરોચ જેવી સમસ્યામાં પણ આ રીતે આંબાના પાંદડામાંથી બનાવેલો ઉકાળો ઉપયોગી થાય છે.
શરીરનું અંગ દાઝી જવું: દાઝી જવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા ઉપયોગી થાય છે. જયારે આગથી કે ગરમ પાણીથી કે અન્ય કારણોસર શરીરનું કોઈ અંગ દાઝી ગયું હોય ત્યારે આંબાના પાંદડાને સળગાવીને તેની રાખ બનાવી લેવી. આ રાખને દાઝેલા અંગના ભાગ પર લગાવવાથી તેનાથી તરત જ રાહત મળે છે. આ ઈલાજ કરવાથી શરીરમાં થતી બળતરામાં પણ રાહત થાય છે.
પેટની સમસ્યા: પેટની સમસ્યાઓ રોકવામાં પણ આંબાના પાંદડા ઉપયોગી છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરવું અને તેમાં આંબાના કોમળ પાન નાખો. આ પાંદડાને એક રાત્રી પાણીમાં પલળવા દીધા બાદ સવારે પાણીને ગાળી લેવું અને ખાલી પેટ તેનું સેવન કરવું. જેના લીધે પેટની તમામ સમસ્યાઓ મટે છે.
થાક દુર કરે: શરીરનો થાક ઓછો કરવામાં પણ આંબાના પાંદડા ઉપયોગી છે. આંબાના પાંદડાને પાણીમાં નાખીને તે પાણી ગરમ કરીને સ્નાન કરવાથી શરીરનો થાક ઉતરે છે. આ ઈલાજ માટે આંબાના પાંદડાનું ચૂર્ણ કે પાવડર તેમજ તેના પાંદડામાંથી વાટીને કાઢેલો રસ પણ ઉપયોગી થાય છે. આંબાના પાંદડા મગજમાંથી રાહત આપીને થાકને ઉતારે છે અને થાક લાગવાથી શરીર દુખતું હોય તો તે પણ મટે છે.
અવાજ બેસી જવો: આંબાના પાંદડાનો ઉકાળો કરીને કોગળા કરવાથી ગળામાંથી બેસી ગયેલો અવાજ ખુલે છે. આંબાના પાંદડાને પાનના ચૂર્ણ કરીને તેની ગોળી બનાવીને જયારે ગળું બેસી ગયું હોય ત્યારે સુચવાથી ગળામાંથી અવાજ ખુલે છે અને અવાજ ઉઘડે છે. આંબાના પાંદડાના ઉકાળામાં મધ નાખીને પીવાથી પણ બેસી ગયેલો અવાજ ખુલે છે. અવાજ બેસી જવાની તકલીફમાં 50 ગ્રામ જેટલા પાંદડાને 500 મિલીલીટર પાણીમાં ઉકાળીને તેમાંથી ચોથા ભાગનું પાણી વધે ત્યારે તે ઉકાળામાં મદ ભેળવીને પીવાથી ગળાનો અવાજ ખુલી જાય છે.
લીવરની સમસ્યા: લીવરની ક્મજોરીમાં 6 ગ્રામ આંબાના છાયડે સુકવેલા પાંદડાને 250 મિલીલીટર પાણીમાં ઉકાળો. આ પાણીમાંથી 125 મિલીલીટર જેટલું પાણી વધે ત્યારે તેને ગાળી લઈને તેમાં થોડુક દૂધ ભેળવીને પીવાથી લીવરની સમસ્યા દુર કરે છે.
આમ, આંબાના પાંદડા અનેક રોગમાં ઉપયોગી થાય છે, આંબાના પાંદડાનો ઉપરોક્ત અમે બતાવેલી આ રીતે ઈલાજ કરવાથી તેનું સચોટ પરિણામ આપે છે. ખાસ કરીને તે ઝાડા અને મરડોની તમામ પ્રકારની સમસ્યામાં ઉપયોગી હોવાની સાથે બીજી અનેક સમસ્યાઓને પણ મટાડે છે. આશા રાખીએ કે તમને અથવા તમારા પરિવારમાંથી જે કોઈને ઉપરોક્ત બીમારીની સમસ્યા જણાય તો આ ઈલાજ કરી શકો અને તેમાંથી છુટકારો મેળવી શકો એ માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય.