શરીરમાં નાના મોટા રોગો આવવા એ એક કુદરતી ક્રિયા છે. પરંતુ આમાંથી અમુક રોગો આપણી અમુક ભૂલોને કારણે આવતા હોય છે. ત્યારે અમુક રોગો આપણી આજુબાજુના વાતારવરણથી આવે છે, જયારે અમુક રોગો ઇન્ફેકશનને લીધે ફેલાતા હોય છે.
આમાંથી ઘણા રોગો આંતરિક રોગો હોય છે, જયારે અમુક રોગો બાહ્ય રોગો હોય છે. આ રોગોને કારણે આપણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત ઋતુને લીધે પણ આવા રોગો ફેલાય છે. આ બધા જ રોગોમાં ચામડીના રોગો વાતાવરણ કે શરીરમાં ખાવામાં આવતી આદતોને લીધે ફેલાતા હોય છે.
વાતાવરણમાં ઘણી રીતે ચામડીના રોગો ફેલાવાનાં આવા અનેક કારણો હોય છે. આ રોગોને મટાડવા માટે ઘણા લોકો ઘણા રૂપિયાનો ખર્ચો કરી લેતા હોય છે, પરંતું આવા રોગો હઠીલા બની જાય છે, જે વર્ષોથી શરીરની ચામડી પર રહ્યા કરે છે. જુદી જુદી જાતના મલમ કે ટ્યુબ વાપરવાથી પણ આ રોગો મટતા હોતા નથી.
ઘણી વખત ધાધર અને ખરજવા જેવા રોગો તો મોંઘીઘાટ દવા કરાવવા છતાં મટતા હોતા નથી. આ રોગો માટે આયુર્વેદિક ઈલાજો ખુબ જ સારું પરિણામ આપે છે. આ આયુર્વેદિક ઈલાજોથી આવા ચામડીના રોગોને જડમૂળમાંથી દૂર કરી શકાય છે.
આ ચામડીના રોગોમાં ઈલાજ માટે સૌથી ઉપયોગી ઔષધી છે લીમડો. આ લીમડો ગામડાં અને શહરેમાં બધી જ જગ્યાએ મળી રહે છે. જે આયુર્વેદમાં ઊંચુ સ્થાન ધરાવે છે. જે ચામડીના રોગ માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે ખાસ તો ધાધર અને ખરજવાના ઈલાજ માટે અકસીર ઈલાજ છે.
ચામડીનાં રોગના ઈલાજ માટે આ લીમડાનો પેસ્ટ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જે ધાધર , ખસ, ખરજવું, અળાઈ, જેવા રોગોને જડમૂળમાંથી મટાડવાની ક્ષમતા ધરાવે છે. આ લીમડાની પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકામાં લીમડાનાં પાન લેવા.
આ પાનને લઈને તેને ધોઈને સાફ કરી લેવા. આ પછી તે પાંદડાને થોડુ પાણી લઈને તેમાં નાખીને તેને વાટીને પેસ્ટ બનાવી લેવી. જેનો ઉપયોગ આ ચામડીના રોગની દવામાં કરવામાં આવશે. આ પછી એક કપૂરની ગોળી લેવી અને તેનો વાટીને જીણો બારીક પાવડર કરી લેવો. આપણે અને આપણા વડીલો તથા ઋષિ મુનિઓએ કપૂરનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. આ મોટાભાગે હવનમાં ઉપયોગ કરવામાં ઋષિ મુનીઓએ આ મહત્વ સમજાવ્યું છે.
આ પછી ત્રીજી વસ્તુ તરીકે એલોવીરા લેવી, જે નાનો છોડ જે અને ચામડીના રોગનો રામબાણ ઈલાજ છે. આ માટે એલોવીરા લઈને તમે તેને ધોઈ નાખો. આ બાદ તમે તેની ઉપરનું કવરને દૂર કરી લો અને તેની અંદરથી જેલ બહાર કાઢી લો. આમાંથી 3 થી 4 ચમચી જેટલી જેલ એક વાટકામાં ભરી લો. આ પછી તેને હલાવી નાખો. જે એકદમ પ્રવાહી સ્વરૂપે હોય છે.
આ જેલમાંથી 3 ચમચી જેટલી એલોવીરા જેલ લેવી અને તેમાં લીમડાની બનાવેલી 2 ચમચી જેટલી લીમડાની પેસ્ટ ઉમેરો. આ પછી તેમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરી લો. આ પછી ત્રણેય વસ્તુને ધીમે ધીમે મિક્સ કરી લેવી અને સારી રીતે મિક્સ કરી લેવી.
આ પછી આ બનાવેલી દવાને ચામડીના ખંજવાળ વાળા ભાગમાં, કે ધાધરની કોઈ સમસ્યા હોય તેવા ભાગમાં લગાવી લો. જેને કોઈ કપડાની મદદથી કે હાથથી ધીરે ધીરે લગાવી રાખો. આ પેસ્ટ થોડા સમય બાદ સુકાઈ જાય ત્યાં સુધી આ ભાગ પર રહેવા દો. આ રીતે લગાવવાથી ચામડીની સમસ્યાઓ ઠીક થઇ જાય છે.
આ ધ્યાનમાં રાખવા જેવી બાબતને તમને જે જગ્યા પર આ ચામડીનો રોગ થયો હોય ત્યાં પર સાબુ, શેમ્પુ કે ક્રીમ જેવી કેમિકલ યુક્ત વસ્તુઓ લગાવવી જોઈએ નહિ. જે આ સમસ્યામાં વધારો કરી શકે છે અને દવાના પ્રભાવને પણ ઘટાડે છે.
આ, જયારે ચામડીના આ રોગોમાં આયુર્વેદિક રીતે આ દવા બનાવીને ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય કરવાથી ચામડીની સમસ્યાઓ ઠીક કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. જયારે શરીરમાં આ ઈલાજ કરવાથી વધારાની આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારે માટે ખુબ જ ઉપયોગી થાય.