વાળ આપણા વ્યક્તિત્વનો આગવો હિસ્સો છે.વાળને ચમકાવવા અને સ્વસ્થ રાખવા માટે ઘણું બધું કરવું પડે છે, જ્યારે ઘણી બધી વાળ સાથે જોડાયેલી પરેશાનીઓ હોય છે કે જે જલ્દીથી પીછો છોડતી નથી જેમાં ખોડો એટલે જે ડેન્ડ્ર્ફ મુખ્ય છે. ખોડો દુર કરવા માટે માટે જો શરૂઆતમાં પ્રયાસ ના કરવામાં આવે તો વાળ ખરાબ પણ થઈ શકે છે.
એવામાં ખોડો હટાવવા માટે પ્રકૃતિક ઘરેલું નુસ્ખાઓ અપનાવવામાં આવે તો તેને આસાનીથી દુર કરી શકાય છે, ખોડો એક પ્રકારે ખોપરીના તાળવાની નુકશાની છે, જેમાં સફેદ મૃત કોશિકાઓ ઉપસે છે. આ ખરતી કોશિકાઓને વાળમાં સાફ દેખાય છે જેનાથી વાળમાં ખંજવાળ આવે છે. સાથે વ્યક્તિ અસહજતા અનુભવે છે. મોટાભાગના લોકોને ખોડો થવાનો આ પ્રશ્ન રહે છે જેના ઈલાજ માટે અમે અહિયાં ઘરેલું ઉપચાર બતાવીએ છીએ.
ખોડો થવાના કારણો: ચામડીમાં ખંજવાળ અને પોપડીની સમસ્યાથી, ફૂગ અને બેકટેરીયાના આક્રમણથી, મલેસેજીયા એક પ્રકારની ફૂગ છે, જેના લીધે ખોડો થાય છે, ખોપરી પર મળી આવતા મુખ્ય જીવાણું પી. એકનેસ અને એસ. એપીડર્મીસના અનુપાતમાં અસંતુલતના કારણે ખોડો થાય છે. ખોડો ધરાવતી ચામડી હોવાથી વારંવાર ખોડો થાય છે. તેલીય ચામડીના કારણે ખોડો થાય છે. પ્રદુષણના કારણે કોપ્રીમાં ગંદકી જમા થાય છે અને ઓછી શેમ્પુ કરવાથી, નહાવામાં બેદરકારી અને લાંબા સમયે ન્હાવાથી ખોડો થવાની સમસ્યા રહે છે.
દહી: શેમ્પુ કર્યા બાદ વાળના મૂળમાં દહી સારી રીતે લગાવીને 15 મિનીટ સુધી છોડી દો. આ પછી ફરીથી વાળ ધોઈ લો. દહીંમાં વિટામીન બી 5 અને પ્રોટીનની માત્રા વધારે હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. ખોડો દુર કરવા માટે સાથે સાથે તે વાળને સિલ્કી અને સાઈની પણ બનાવે છે જે દહી સાથે તમે લીંબુ પણ ભેળવી શકો છો.
લસણ: ખોડો મોટાભાગે ફૂગનું આક્રમણ જ હોય છે જે ખોપરીમાં ફેલાય જાય છે. લસણનો ઉપયોગ ફૂગના આક્રમણ દુર કરે છે જેમાં લસણ એન્ટીફંગલ ગુણ ધરાવતા હોવાથી એ ફૂગને કુદરતી રીતે ફેલાતી અટકાવે છે. લસણને ખાંડીને પેસ્ટ બનાવી લો અને 5 થી 7 મિનીટ સુધી મસાજ કરો અને પછી ધોઈ લો. અઠવાડિયામાં આવું 1 વખત કરવાથી ખોડો ફૂગ હોવાથી તે થતો નથી.
એલોવીરા: એલોવીરા અનેક ફાયદાઓ ધરાવે છે જેમાં ખાસ કરીને તે ચામડી અને વાળ માટે તો ખુબ જ ફાયદાકારક છે. માટે એલોવીરાના ઉપયોગથી ફૂગથી થતા રોગો જેવા કે ધાધર, ખસ અને ખરજવું તેમજ માથામાં થતા ગુમડા અને ખોડો પણ મટાડે છે. એલોવીરામાં પ્રોટેયોલિટીક એન્ઝાઈમ્સ હોય છે જે ચોપરીના તાળવામાં રહેલી ચામડીની સફાઈ કરે છે જેના લીધે ખોડો પણ ધોવાઈ જાય છે અને વાળ ખોડા મુક્ત થઇ જાય છે. અઠવાડિયામાં આવું 1 થી 2 વખત કરવાથી ખોડાની પરેશાની દુર થાય છે.
સરસવનું તેલ: ખોપરી પરના તાળવાની ચામડીમાં નુકશાની હોવાને કારણે વાળ સુકા થઇ જાય છે જેના પરિણામે ખોડો થાય છે. જેમાં સરસવના તેલનું એક અઠવાડિયા સુધી અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરવાથી વાળની સમસ્યા નહી આવે અને વાળ સિલ્કી બનશે. આ તેલમાં તમે લીંબુનો રસ નાખીને પણ લગાવી શકો છો.
વિનેગાર (સિરકા): વિનેગાર વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે કારણ કે વિનેગારમાં સાયટ્રીક એસિડની માત્રા વધારે હોય છે જે વાળમાંથી ખોડાને દુર કરવામાં મદદ કરે છે . એક જગ પાણીમાં એક એક ઢાકણું વિનેગાર નાખીને 15 ટી 20 મિનીટ સુધી લગાવીને ધોઈ ધોઈ લો. અઠવાડિયામાં 2 થી ૩ વખત મસાજ કરવાથી ધીરે ધીરે વાળમાંથી ખોડો હંમેશા દુર થઈ જશે.
લીમડાનું તેલ: ખોડો થાય ત્યારે લીમડાનું તેલ લગાવવું ખુબ જ લાભકારી સાબિત થાય છે, કારણ કે લીમડાના તેલમાં વિટામીન ઈ મળી આવે છે, જે વાળના સુકાપણાને દુર કરે છે જે માથાના ખોડાને દુર કરે છે. લીમડો ફૂગનાશક ગુણ ધરાવે છે. લીમડાના તેલમાં 1 ગોળી કપૂરની લોટ કરીને લગાવી દો. આમ બે અઠવાડિયા સુધી કરવાથી ખોડો સંપૂર્ણ નાશ પામે છે. કપૂર ઠંડક ધરાવે છે જે માથાંની ખંજવાળ દુર કરે છે. લીમડાણા સુકા પાંદડાને બારીક ખાંડી લો અને તેમાં જૈતુનનું તેલ ભેળવીને વાળના મૂળ પર લગાવો. 1 કલાક પછી વાળને શેમ્પુથી ધોવાથી ખોડો અને ખંજવાળ મટે છે.
ટ્રીટ્રી ઓઈલ– ચાના પાંદડાનું તેલ: ટીટ્રી ઓઈલના થોડા ટીપા નારિયેળના તેલ સાથે ભેળવીને લગાવવું જોઈએ. કારણ કે ટી ટ્રી ઓઈલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળી આવે છે જે ખોડો પણ બેક્ટેરિયાના સંક્રમણના કારણે હોય છે. જેના લીધે આ તેલથી ખોડો દુર થાય છે.
તલનું તેલ: તલનું તેલ એક પ્રાકૃતિક તેલ છે, તલના તેલનો ઉપયોગ ખોળામાં કરવો જોઈએ કારણ કે તેમાં 74 ટકા ફેટીએસિડ મળી આવે છે જે વાળને મુલાયમ આને સુકાપણાને ઓછું કરવામાં મદદ કરે છે આ સિવાય તેમાં વિટામીન ઈ તથા વિટામીન સી પણ મળી આવે છે જે સૂર્યના હાનીકારક કિરણોથી વાળને બચાવે છે અને ખોડો દુર કરે છે.
સંતરા: 5 થી 6 ચમચી લીંબુના રસમાં જરૂરીયાત મુજબ સુકા સંતરાની છાલોનો પાવડર ભેળવીને પેસ્ટ બનાવી લો અને તેને વાળના મૂળમાં લગાડો અને પછી સુકાઈ ગયા બાદ વાળને ધોઈ લેવાથી ખોડો ધીમે ધીમે નીકળી જાય છે.
મુલતાની માટી: મુલતાની માટીના ઘરેલું ઉપચારથી વાળના ખોડાને દુર કરી શકાય છે. વાળમાં મુલતાની માટી લગાવતા પહેલા મુલતાની માટીને પાણીમાં પલાળીને રાખો અને ત્યારબાદ તેનો પેસ્ટ બનાવીને વાળના મૂળ પર ખોપરી પર લગાવો. આ પછી થોડા સમય સુધી વાળ પર જ રહેવા દો. અને બરાબર સુકાઈ ગયા વાળને ધોઈ નાખો તેનાથી વાળ સિલ્કી અને મજબુત થઇ જશે અને તે ખોડાની સમસ્યા પણ દુર કરે છે.
ખાવાનો સોડા: ખાવાનો સોડા શ્રેષ્ટ ઘરેલું ઉપચાર છે જે વાળમાંથી ખોડાને દુર કરે છે. શેમ્પુથી શ્રેષ્ઠ ઉપાય છે કે તમે ખાવાનો સોડા દ્વારા ખોડાને દુર કરી શકો છો. આ ઉપચાર માટે હાથમાં થોડોક ખાવાનો સોડા લો અને માથા પરની ચામડી પર લગાવો, એવી રીતે લગાવો કે વાળના મૂળ સુધી લાગી શકે. આ પછી થોડા સમય વાળને ગરમ પાણીથી ધોઈ લો. જેના લીધે વાળમાંથી ખોડો નાબુદ થઇ જશે.
આમ, આ ઉપરોક્ત ઉપચાર કરીને માથામાં વારંવાર થતો ખોડો દુર કરી શકાય છે અને વાળની સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે. માથામાંથી ખોડો દુર થતા વાળ ખરવાની અને ખંજવાળ આવવાની સમસ્યાઓ દુર થાય છે. આશા રાખીએ કે તમારા માથામાં થતી ખોડાની સમસ્યા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય અને તમે ખોડાને દુર કરી શકો.
🙏 મિત્રો, ભારત એ આયુર્વેદનો દેશ છે એટલે બને એટલું આયુર્વેદનો ઉપયોગ કરવો. અમારો મુખ્ય ઉદ્દેશ દરરોજ તમને આયુર્વેદિક ઉપચાર અને ટીપ્સ આપવાનું છે એટલે તમે પણ નીચે નું શેર બટન દબાવી ને બીજા લોકો સુધી પહોચાડો એવી 🙏 વિનંતી.