અત્યારે ચાલી રહેલી ભયંકર શિયાળાની ઋતુ અને તેમાં પણ ખુબજ કડકડતી પડી રહેલી ઠંડી તથા અત્યારે ચાલી રહેલી કોરોનાની મહામારી આ સમય દરમિયાન મોટાભાગના લોકો બીમાર પડી જતા હોય છે તથા શરદી,ઉધરસ અને તાવ તેમજ માથાનો દુખાવો થતો હોય છે.
આજે અમે તમને એક સરસ મજાના દેશી ઘરગથ્થુ ઈલાજ બતાવી દઈએ જેનાથી તમને આવી એક પણ બીમારી નઈ થાય. તમે કદાસ ‘કાયફળ’ નામ સાવ પહેલી વખત જ સંભાળતા હશો. ‘કાયફળ’ એ એક જાયફળ જેવું જ હોય છે. મહર્ષિ શુશ્રુત આ કાયફળના ખુબજ વખાણ કરેલા છે તેવું જ નહિ પરંતુ તે ઘણીબધી બીમારીઓને મટાડવા માટે પણ ઉપયોગી છે.
કાયફળ આયુર્વેદની દર્ષ્ટિએ અનેક રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે ખાસ કરીને જોઈએ તો આ કોરોનાકાળ ચાલે છે તેમાં પણ ઓમીક્રોન જેવા વાયરસમાં મોટાભાગના લોકોને શરદી થઇ જતી હોય છે, તથા નાકમાંથી પ્રવાહી સ્વરૂપે સતત પાણી પડતું રહે છે તથા ગળામાં ખારાશ આવી જાય છે, ગળામાં સતત બળતરા થતી રહે છે, ઉધરસ આવવી નાક બંધ થઇ જવું, સતત માથું દુખ્યા કરવું, ફેફસામાં કફ થવો વગેરે જેવી તકલીફો થતી હોય છે.
ઘણી વખત આવી તકલીફ થવાને પાછળ આપણને શંકા પણ થતી હોય છે કે મને કોરોના થઇ ગયો કે મને ઓમીક્રોન થઇ ગયો છે પરંતુ હોય છે સાવ સાદો ફ્લુ.
પહેલાના જુના સમયમાં અમુક બહેનોને શરદી થઇ હોય તો તેને મટાડવા માટે ચીકણીનો ઉપયોગ કરતા હોય છે તે ચીકણીમાં નિકોટીન નામનું ભયંકર ઝેરી તત્વ રહેલું હોવાથી તે આપણા શરીર ને ખુબજ નુકશાન કરે છે.
જો તમને ભયંકર શરદી ને લીધે તમારું નાક સાવ બંધ થઇ ગયું હોય તથા તમને જો સતત નાકમાંથી પાણી નીકયા કરતુ હોય તો તેના યોગ્ય ઈલાજ માટે ‘કાયફળ’ નો ઉપયોગ કરવામાં આવે છે.
તમારે થોડી ‘કાયફળ’ ઝાડ ની છાલ લેવી અને તેને મિક્સર અથવા ખાંડીને તેનો બારીક પાઉડર બનાવી ત્યારબાદ તે પાઉડરને સુંઘવાથી તમને કોઈપણ પ્રકારની શરદી થઇ હોય અથવા તો નાક બંધ થઇ ગયું હોય તો પણ તે સાવ ખુલી જાય છે અને તમે સરળતાથી શ્વાસ લઇ શકો છો.
તમારે એક ચપટી ભરીને તે કાયફળ નીં ચીકણી લઈને એક બાજુનું નાક સાવ બંધ કરી દેવું અને તે બીજા નાક દ્વારા ઊંડો શ્વાસ લેવો ત્યારબાદ બીજા નાક દ્વારા ઊંડો શ્વાસ લેવો આવું સતત ૩ થી ૪ વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી ખુબજ ફાયદો થાય છે. એક દિવસ પુરતી તમારે કલાકે-કલાકે કરવાથી તમને સાંજ સુધીમાં નાક ખુલી જશે અને તમને સરળતાથી શ્વાસ લેવાશે તથા જો તમને માથાને લગતો કોઈપણ પ્રકારનો દુખાવો હશે તો તે પણ સાવ દુર થઇ જાશે.
આમ, અમે તમને ‘કાયફળ’ ઔષધીથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે તેના વિષે બનતી માહિતી આપી છે.