આપણી આજુબાજુ જોવા મળતા છોડ આપણા માટે કેટલા જરૂરી છે. જે ભાગ્યે જ કોઈ લોકો જાણતા હોય છે. ઘણા છોડ એવા હોય છે કે જેનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. જયારે ઘણા છોડને આપણે પૂજા પાઠ માટે વાપરીએ છીએ, જેમાં અમુક છોડ એવા હોય છે જેનો લોકો સુશોભન માટે ઉપયોગ કરે છે.
આ છોડમાંથી અમૂક છોડ એવા છે કે જે ઘણા બધા ઔષધીય ફાયદાઓ ધરાવે છે, આ ઔષધીય ફાયદાઓમાં અમુક છોડ એટલા બધા ચમત્કારિક પરિણામ આપે છે કે જેનાથી ભયંકર રોગો પણ દૂર રહે છે. આ છોડ તો ઘરમાં અવશ્ય લગાવવા જોઈએ. ખાસ કરીને ઘણી બધી પાચનથી માંડીને નાના મોટા રોગો ચોમાંચામાં ભેળવાળા વાતાવરણમાં જોવા મળતી હોય છે.ચોમાંચામાં મરછરનો પ્રકોપ હોય છે, જેથી મચ્છર જન્ય બીમારીઓ આવે છે, ચોમાચાના ઓછા પ્રકાશ અને ભેજવાળા વાતાવરણને લીધે મંદાગ્ની રહે છે, જે પાચનની તકલીફ કરે છે. આ સિવાય ચોમાંચામાં ભેજવાળું અને ઠંડું વાતાવરણ હોય છે જેનાથી નાની મોટી જીવાત વધે છે જેનાથી રોગ વધે છે. જેનાથી બચવા માટે આ 8 છોડ ઘરે ઉગાડશો તો આ બધી બીમારીઓ દૂર રહેશે.
આવા છોડ વાવવાથી ઘરમાં મચ્છર કે બીજા જીવજંતુ તેની સુગંધથી દૂર રહે છે. સાથે તે ઘરમાં રહેલી દૂષિત હવાને પણ શુદ્ધ કરે છે અને તેનાં ફૂલોની અમુક રજ સ્વાસ્થ્ય લાભમાં પણ ઉપયોગી થાય શકે છે. જેનાં લીધે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
આ છોડ એવા હોય છે કે તેની કોઈ ખાસ સારસંભાળ રાખવાની જરૂર રહેતી નથી. જેને વધારે પાણી કે ખાતરની પણ જરૂર પડતી નથી. આ છોડ ઘરની માત્ર થોડી જગ્યામાં રહે છે. એટલા માટે ખાસ જમીન કે જગ્યાની પણ જરૂર પડતી નથી.
ઔષધીય છોડ અને જડીબુટ્ટીઓ જેવી કે હળદર, આદું, તુલસીના પાંદડા, ફુદીનો અને તજ ખાસ કરીને ભારતીય ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે અને તે સ્વાસ્થ્ય લાભો આપે છે. તે કફ અને ફ્લુ, તણાવથી રાહત, શ્રેષ્ઠ પાચનમ મજબુત રોગ પ્રતિકારક શક્તિ બનાવવા સિવાય અન્ય ઘણા બધા ઔષધીય ફાયદાઓ આપે છે. આવા ઔષધીય રીતે ઉપયોગી એવા 8 છોડ વિશે અમે અહિયાં જણાવી રહ્યા છીએ કે જેને તમે ઘરમાં લગાવીને અને રોગોથી મુક્તિ અપાવી શકો છો.
આયુર્વેદમાં થોડા ઔષધીય છોડ અને જડીબુટ્ટીઓ સામેલ છે, જે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પ્રભાવી ઢંગથી ઈલાજ કે ઉપચાર કરી શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે મહત્વના સાબિત થઇ શકે છે. આ છોડ લાંબા સમયથી ભારતની પરંપરાનો ભાગ રહ્યા છે અને પ્રાચીન કાળથી જ વિભિન્ન ઔષધીય પ્રયોજનો માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
ઔષધીય છોડ અને જડીબુટ્ટી જેવી કે હળદર, આદુ, તુલસીના પાંદડા, ફુદીનો અને તજ મુખ્યત્વે ભારતીય ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી કફ, શરદી, ફ્લુ, તણાવ થી રાહત, શ્રેષ્ઠ પાચન, મજબુત રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે અને બીજા ઘણા બધા સ્વસ્થ્ય સંબંધી ઉપચારોમાં ઉપયોગી થાય છે અને રોગોથી રાહત અપાવી શકે છે.
ઘરે જ વાવી અને ઉગાડી શકાય તેવા છોડમાં મુખ્યત્વે ઉપયોગી છોડ હોય તો તે એલોવીરા એટલે કે કુવારપાઠાનો છોડ છે. આ છોડ પોતાના માંસલ પાંદડામાં પાણી રાખે છે જેના કારણે તે સુકા વાતાવરણના સમયે પણ જીવિત રહી શકે છે. ઘર આંગણે તેને કુંડામાં વાવ્યા બાદ તેની વધારે દેખભાળ રાખવાની જરૂર પણ પડતી નથી. આ છોડ નિશ્વિત રૂપથી ઘણી બધી સમસ્યાનો ઈલાજ કરી શકે છે. આયુર્વેદમાં એલોવીરાને ઔષધીય છોડનાં રાજાના રૂપમાં જાણવામાં આવે છે. આ છોડ કબજીયાત, પાચન સમસ્યા, ખીલ, મસ અને રોગ પ્રતિકારક શક્તિમાં ઉપયોગી છે.
તુલસી આપણા આયુર્વેદ ગ્રથોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પવિત્ર માનવામાં આવે છે. તુલસીને ઔષધીય છોડની રાણી ગણવામાં આવે છે જે ઘરમાં હોવી ખુબ જ જરૂરી છે. આ છોડ ધાર્મિક મહત્વ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભ આપે છે. તુલસીની મજબુત સુગંધ બેક્ટેરિયાના વિકાશ રોકવા માટે ઉપયોગી છે. તુલસી તેના ઔષધીય ગુણ માટે વખાણાય છે.
તુલસીનો છોડ તણાવથી લડવાની તાકાત આપે છે, લાંબા આયુષ્યને વધારવા માટે ઉપયોગી છે,, ખાંસીના ઇલાજમાં ઉપયોગી છે, અપચાનો ઈલાજ કરે છે, તે કેન્સર વિરોધી છે, વાળને ખરતા રોકે છે, હ્રદયન રોગોમાં ઉપયોગી છે, ડાયાબિટીસ વગેરેનાં ઈલાજ માટે પણ ખુબ જ ઉપયોગી છે.
ફુદીનો પણ સ્વાસ્થ્ય લાભ ધરાવે છે. આ તાજા સુગંધિત ઔષધીય છોડનો ઘણા પ્રકારે ઉપયોગ કરી શકાય છે. આ છોડ મનોદશાને વધારવાથી લઈને અપચાનો ઈલાજ કરવા સુધીનો ઈલાજ કરી શકે છે. આ છોડને પણ ઘરે થોડી જગ્યામાં કે કુંડામાં ઉગાડી શકાય છે. આ છોડને દરરોજ થોડું થોડું પાણી આપવાથી સારી રીતે ઉગે છે. આ ફુદીનાનો છોડનો ઉપયોગ જીવાત અને જીવજંતુઓને દૂર ભગાડવામાં ખુબ જ ઉપયોગી છે. માટે આ છોડ ઘરમાં રહેવાથી ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે છે. આ છોડ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, મૂડ વધારે છે, શરીરમાંથી ખાંસીને બહાર કાઢે છે. શ્વાસના સ્વાસ્થ્યમાં ખુબ જ ઉપયોગી છે, જે મચ્છરોને દૂર રાખે છે.
મેથી એક ઔષધીય છોડમાથી એક છે, જેના ઔષધીય ગુણોના કારણે તે ખુબ જ ઉપયોગો ધરાવે છે. આ એક સદાબહાર છોડ છે જે બારેમાસ ઉગી શકે છે. આ છોડના પાંદડા અને બીજ બંને ઉપયોગી છે. મેથીને પણ થોડા કુંડામાં ઉગાડીને વાતાવરણ સ્વસ્થ રાખી શકાય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે.
આ છોડના ઔષધીય લાભ વાળને ખરતા ઓછા કરી શકે છે. ભૂખને વધારે છે, શરીરની ઉત્સર્જન પ્રણાલીને વધારે છે, લોહીને શુદ્ધ કરે છે, લોહીમાંના સુગરને ઓછુ કરે છે, દુખાવો અને ડાયાબીટીસ માટે ખુબ જ ફાયદાકારક છે.
વરીયાળી એક સુગંધિત છોડ છે, જે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ઉપયોગી છે. ભારતમાં, બધા જ લોકો ભોજન બાદ મુખવાસ તરીકે વરીયાળી ચાવતા હોય છે. આ છોડને આસાનીથી ઉગાવી શકાય છે અને તેની દેખાભાળ કરવી પણ જરૂરી નથી. આ છોડને પણ ઘરે જ ઉગાડીને સ્વસ્થ વાતાવરણ બનાવી શકાય છે.
વરીયાળીના છોડના ઉપયોગથી ખાંસીનો ઈલાજ કરી શકે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે, જે આંખોની રોશની વધારે છે, એસીડીટીને ઠીક કરે છે, મોઢામાં આવતી દુર્ગંધને રોકે છે, સ્તનપાન કરાવનારી મહિલાઓ દૂધનો જથ્થો વધારવામાં ઉપયોગી છે.
કોથમીરએ ભારતીય રસોઈનો એક મહત્વ પૂર્ણ હિસ્સો છે. તેના પાંદડા, બીજ અને બીજનો પાવડર બધું જ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે. તે તમારા ભોજનમાં એક વિશિષ્ટ સ્વાદ આપે છે સાથે અનેક સ્વાસ્થ્ય ઉપયોગી પોષકતત્વો પણ પૂરા પાડે છે. માટે ઘરમાં તાત્કાલિક ઉપયોગ માટે કોથમીર એક કુંડામાં વાવી રાખવા જોઈએ.
કોથમીર ભોજને ખરાબ થતું બચાવે છે. તે એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. તે મૂત્ર સંબંધી સમસ્યાઓને ઠીક કરે છે, તે પાચન સમસ્યામાં સુધારો કરે છે, તે સ્ત્રીઓએ માસિક સમસ્યાને નિયંત્રીત કરે છે, ખીલ, મસ અને કાળા ડાઘને ઠીક કરે છે.
આદુ શરીરની નાની મોટી સમસ્યાઓ એક ઈલાજ અચૂક હોય છે. ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો મૂળ ઈલાજ છે. આ લીલા આદુને જરૂર પડે ત્યારે તાત્કાલિક ઈલાજમાં ઉપયોગમાં લઇ શકાય એટલા માટે ઘરના કોઈ કુંડામાં કે ઘરની આજુબાજુંના બગીચામાં આદુ જરૂર ઉગાડવું જોઈએ. આદુ એક વિશિષ્ઠ અને નિશ્વિત રૂપથી ભોજનનો એક ઘટક હોવાથી તેને ઘરમાં જ ઉગાડવું જોઈએ. આદુના બધા જ અંગો અનેક રોગોમા ઉપયોગી થઇ શકે છે.
આદુના ઔષધીય ગુણો જોઈએ તો અપચાનો ઈલાજ કરે છે, માથાના દુખાવામાં ઉપયોગી છે, જે બ્લડપ્રેસરને નિયંત્રણમાં રાખે છે. જે શરદી, ખાંસી, ફ્લુ અને અસ્થમાનો ઈલાજ કરે છે, માસિક ધર્મ અને સોજો વગેરેમાં ઉપયોગી છે.
ગલગોટાનું ફૂલ પણ આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખે છે. જે મચ્છરો જેવી ઘણી બધી જીવાતોને દૂર રાખે છે. ગલગોટાના ફૂલમાંથી જે સુગંધ આવે છે તે મચ્છરોને દૂર ભગાડે છે. જેની સુગંધથી ઘણા કીટાણુંઓ પણ દૂર ભાગે છે. આ છોડને નાના કુડામાં વાવી શકાય છે અને તેના સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે. આ છોડને કુંડામાં આવીને ઘરમાં રાખવાથી ઘર સ્વસ્થ રહે છે.
આમ, આ 8 છોડ જો તમારા ઘર આંગણે અવશ્ય ઉગાડવા જોઈએ. આ છોડ ઉગાડવાથી વાતાવરણ સુધરે છે, ઘરનાં બધા જ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તાત્કલિક જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે. અમે આશા રાખીએ કે તમે આ સાત છોડમાં ઘરમાં કોઈ કુંડામાં ઉગાડશો અને સ્વાસ્થ્ય લાભ મેળવશો.