કદાસ તમને જાણ નહિ હોય અને મોટાભાગના લોકોને એવું જ હોય છે કે બાળકો પેદા કરવા માટે એકલી સ્ત્રીની ઉંમરને માન્ય ગણવામાં આવે છે , તથા તેમના મનમાં એવું પણ હોય છે કે પુરુષો કોઈપણ ઉંમરે બાળકો પેદા કરી શકે છે પરંતુ એવું નથી અમુક ઉંમર પછી પુરુષો બાળકો પેદા કરી શકતા નથી તેના સ્પર્મ કાઉન્ટ ની સંખ્યામાં ઘટાડો થવા લાગે છે માટે અમે તમને જણાવી દઈશું કે પુરુષો કઈ ઉંમર સુધી બાળકો પેદા કરી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપીશું. પુરુષોનું અમુક ઉંમર પછી તેમના સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે તેમજ તેની ક્વોલિટીમાં પણ ખાસ એવો ઘટાડો થાય છે.
પિતા બનવાની કઈ ઉંમર કહેવાય છે યોગ્ય ?
અમુક નિષ્ણાંતોના મતે જો પુરુષોએ પિતા બનવું હોય તો તેની ઉંમર 20 થી લઈને 30 વર્ષ સુધીની ઉંમરને યોગ્ય ગણવામાં આવે છે. જો કે વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે અમુક પુરુષોની 50 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય છે છતાં પણ તે બાળકો પેદા કરી શકે છે. ગિનીસ વર્લ્ડના રેકોર્ડ અનુસાર એક વ્યક્તિએ છેક ૯૨વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.
આ બાબતે અમુક સંશોધકોનું એવું કહેવું છે કે બાળકને પેદા કરવા માટે પુરુષોની ઉંમર ખુબજ મહત્વપૂર્ણ છે. 40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પિતા બનવાની શક્યતાઓ થોડી થોડી ઘટવા લાગે છે.
અમુક નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે પુરુષોના શુક્રાણુંનું ઉત્પાદન ક્યારેય અટકતું નથી કે બંધ થતું નથી પરંતુ શુક્રાણુંમાં રહેલા DNAને નુકશાન થવાની શક્યતાઓ રહેલી હોય છે જે પોતે પ્રજનન ક્ષમતાને અસર પહોચાડે છે. અમુક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે તેમણે વધુમાં એ પણ જણાવી દીધું હતું કે અજાત બાળકના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી ખરાબ અસર જોવા મળે છે.
જયારે પુરુષો મોટી ઉમરે પિતા બને છે ત્યારે તે બાળકોમાં ન્યુરોડેવલોપમેન્ટ ડીસઓર્ડર તરફ દોરી જાય છે. ૨૦૧૦ ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે પુરુષો 40 વર્ષની ઉંમર પછી પિતા બનતા હોય તો બાળકોમાં ઓટીઝમ સ્પેક્ટ્રમ વિકસવાનું જોખમ 5 ગણું વધી જાય છે.
આ ઉંમર પછી પુરુષોમાં શુકાણુંનું ઉત્પાદન થતું બંધ થઇ જાય છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વીર્યના કેટલાક માપદંડો નક્કી કર્યા છે જેના ઉપરથી નક્કી કરી શકાય છે કે સ્વસ્થ શુક્રાણું કઈ ઉંમર સુધી યોગ્ય ગણી શકાય છે. આની અંદર શુક્રાણુંની સંખ્યા, આકાર, અને તેનું કેટલું હલન ચલણ થાય છે તેના ઉપર નક્કી થાય છે. આ મુજબ જોઈએ તો 35 વર્ષની ઉંમરે પહોચતા જ તે પુરુષોમાં આ સ્પર્મ પેરામીટર ખરાબ થવા લાગે છે.
બાળક પેદા કરવાની કઈ ઉંમરને યોગ્ય ગણવામાં આવે છે ?
22 થી લઈને 25 વર્ષ સુધીની ઉંમરને બાળક પેદા કરવાની ફળદ્રુપ ઉંમર ગણવામાં આવે છે, આ પરિસ્થિતિમાં 35 વર્ષની ઉંમર પહેલા બાળક પેદા કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ ઉંમર પછી પ્રજનન ક્ષમતા ઘટવા લાગે છે. આ ઉપરાંત જો તમે 45 વર્ષની ઉમર પછી સંતાન થવાનું વિચારી રહ્યા છો તો તમારે એક વખત અવશ્ય ડોકટરનો સંપર્ક કરી લેવો યોગ્ય છે.
જર્નલ ઓફ એપીડેમિયોલોજી એન્ડ કોમ્યુનીટી હેલ્થના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો 25 વર્ષની ઉંમર પહેલા પિતા બનવાથી પુરુષો માટે ઘણી બધી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આવુ એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના પુરુષો નાની ઉંમરે પિતા બનવા માટે માનસિક અને આર્થિક રીતે તે સક્ષમ નથી હોતા પછી બને છે એવું કે પાછળથી તેનો ભોગ બનવું પડે છે.
આમ, અમે તમને પુરુષે પિતા બનવા માટે કઈ ઉંમરને યોગ્ય ગણવી જોઈએ તથા પુરુષો એ બાળક પેદા કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે જેવી તમામ માહિતી આપી.