બહેડા ભારતમાં સૌથી ખાસ જડીબુટ્ટીઓમાંથી એક છે. જે વિભિન્ન રોગોમાં સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. બહેડા એવા સક્રિય જૈવિક તત્વોથી ભરપુર છે, જે રોગાણુંવિરોધી, એન્ટીઓક્સીડેન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. પ્રસિદ્ધ જડીબુટ્ટી ત્રિફળામાં ત્રણ મુખ્ય તત્વોમાં બહેડા સામેલ છે, જેમાં અન્ય ઔષધી આમળા અને હરડે છે.
બહેડાનું વૃક્ષ 60-80 ફૂટ ઊંચું, પ્રકાંડ થડ સીધું, અંડાકાર, ફેલાયેલી શાખાના અડધા ભાગમાં સમુહમાં હોય છે. ફૂલ સફેદ અથવા પીળા રંગના ૩ થી 6 ઈંચ લાંબા મંજરીઓમાં હોય છે. ઉપરના ફુલ નર અને નીચેના ફળ નર અને માદા એમ બંને પ્રકારના ઉભયલિંગી હોય છે. ફળ અડધા ઇંચના વ્યાસના ધૂળિયા રંગના, રોમ વાળા, ગોળાકાર, પાછળની ડીટી તરફ સકોચન પામેલા હોય છે. ફળ સુકાવા પર ધારદાર અથવા હલકા પંચકોણીય માલુમ હોય છે. તે એક બીજ હોય છે.
બહેડાનું વાનસ્પતિક નામ Terminalia belirica (Gaerth) Roxb. છે તેમજ તેનું લેટીન નામ Belleric Myrobalan છે. બહેડાને ઈંગ્લીશમાં Siamese Terminalia, Bastard Myrobalan છે. જેને સંસ્કૃતમાં ભૂતવાસા, વિભીતક, અક્ષ, કલિ દ્રુમ જેવા નામોથી ઓળખવામાં આવે છે. બહેડાને અંગ્રેજીમાં ફિયરલેસ અને હિન્દીમાં નિર્ભય કહેવામાં આવે છે. અમેં અહિયાં બહેડાના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. જે આયુર્વેદિક ઔષધી તરીકે ઘણાબધાં રોગના ઈલાજ તરીકે ઉપયોગી છે.
કાયમ યુવાન રાખે: બહેડા એન્ટી એન્જીંગ તત્વોથી ભરપુર છે. જેમાં આ તત્વો હોવાથી શરીરમાંથી વધતી ઉમરના લક્ષણોને દુર કરે છે. જેનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થા દેખાતી નથી. જેના ફળનું સેવન કરવાથી તેમજ તે ફળને વાટીને ચહેરા પર ફેસવોસની માફક લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દુર થાય છે, તેમજ આંખોની નીચે પડેલા કાળા નિશાન પણ દુર થાય છે. આમ બહેડા કાયમ યુવાન રહેવા માટે ઉપયોગી છે.
કબજિયાત: કબજીયાતના ઈલાજ માટે બહેડા ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાતને પાચન તંત્ર ઠીક કરીને મટાડે છે. કબજિયાત મટાડવા કબજિયાતના ઈલાજ તરીકે બહેડા અડધા પાકેલા ફળને વાટી લેવા. વાટી લીધા બાદ તેને દરરોજ એક એક ચમચીની માત્રામાં થોડા પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે તેમજ પેટ સાફ થાય છે.
શ્વાસના રોગ: બહેડા અને ધતુરાના પાંદડાને બરાબર માત્રામાં લઈને વાટી લો. તેને સલમ કે હોકામાં ભરીને પીવાથી શ્વાસ અને દમના રોગમાં આરામ રહે છે. બેહેડામાં થોડું ઘી ચોપડીને ભઠ્ઠામાં પકાવી લેવા. જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યારે માટી-ધૂળ વગેરે હટાવીને બહેડાને કાઢી લો અને તેનો તેના વક્કલ મોઢામાં રાખીને સુચવાથી ખાંસી, કફ, ગળું બેસી જવું વગેરે રોગો ઠીક થાય છે. બહેડાની છાલ મોમાં રાખવાથી શ્વાસની ઉધરસ મટે છે.
ધાધર: ધાધરના રોગમાં બહેડાના ફળનું ગર્ભનું તેલ ધાધરના રોગમાં લાભકારી છે. તે દાહ મટાડે છે. બહેડાની માલીશ ખંજવાળ અને જલન મટાડે છે. માટે ધાધર રોગ ઠીક કરવા માટે બહેડાની માલીશ ખુબ જ ઉપયોગી હોવાથી તેના તેલનો ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે.
ગાંઠ: ગાંઠમાં એરંડીના તેલમાં બહેડાની છાલને શેકીને તીવ્ર સરકામાં વાટીને ગાંઠ પર લેપ કરવાથી 2 થી ૩ દિવસમાં ગાંઠ બેસી જાય છે. આ ઈલાજ તરીકે તે ગાંઠને મટાડવાના અને તેનું શમન કરવાના ગુણ ધરાવતું હોવાથી હોવાથી આ બહેડાનો ઈલાજ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કમળો: બહેડાની છાલનું ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે લેવાથી કમળાનો રોગ ઠીક થાય છે. કમળો એક એવો રોગ છે જેના લીધે સંપૂર્ણ રીતે આપણું લીવર અસર પામે છે. આ કમળાને બહેડાના સેવનથી ઠીક કરી શકાય છે. દરરોજ આ ઉપાય કરવાથી માત્ર થોડા જ દિવસોમાં કમળો ઠીક થાય છે.
જલન શાંત કરે: શરીરમાં થતી જલન બહેડાના માધ્યમથી શાંત કરી શકાય છે. બહેડા એક એન્ટી એલર્જીક પણ છે. બહેડાના બીજને વાટીને જલન વાળી જગ્યામાં લગાવવાથી જલન શાંત થાય છે. બેહેડાનું તેલનું માલીશ શરીર પર કરવાથી શરીર પર થતી બળતરા મટે છે. મધ સાથે બળેલા સ્થાન પર બહેડાનો લેપ કરવાથી ફરફોલા મટે છે અને દાહ પણ મટે છે.
આંતરડાની શોથ કે વૃદ્ધિ: આંતરડાની વૃદ્ધિની સમસ્યામાં બહેડાનો લેપ બનાવીને શૂળ પર લગાવવાથી દર્દીને જલ્દી આરામ થાય છે. બહેડામાં આવેલા એન્ટી સેપ્ટીક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. જે આ તમામ સમસ્યામાં ઈલાજ તરીકે કાર્ય કરે છે.
ભીલામાંનું ઝેર મટે: ભિલામાંના બળેલા સ્થાન પર બહેડાનો લેપ બળતરા મટાડે છે. બહેડાના ફળનો ગર્ભ, જેઠીમધ, નાગ્ર્મોથા અને ચંદનને પાણીમાં લેપ કરવાથી ભીલામાંના ઝેરનો પ્રભાવ ઓછો થાય છે. ભિલામો સફેદ કોઢ માટે ઉપયોગી છે. જયારે આ ભાગ પર ભિલામો લગાવાવથી ત્યાં ચામઠા ઉપડે છે ત્યારબાદ ત્યાં નવી ચામડી આવે છે ને સફેદ કોઢ મટે છે પરંતુ જ્યાં ચાંદા પડ્યા બાદ ત્યાં આ ઉપચાર બંધ કરીને તેની તેને શાંત કરવાનો ઈલાજ કરવામાં આવે છે બાદમાં ત્યાં રૂઝ વળીને ચામડી આવે છે અને કોઢ મટે છે. માટે ત્યાં બહેડા શાંત કરવાના ઈલાજ તરીકે ઉપયોગી છે.
ગળાનો સોજો-કંઠમાળ: ગળાનો સોજો, કંઠમાળ તેમજ કાકડા વધી જવા વગેરે સમસ્યામાં વગેરે સમસ્યામાં બહેડા ઉપયોગી છે. બહેડા 5 ગ્રામ, માજુફલ 5 ગ્રામ તેમજ રસાંજન 2.5 ગ્રામનો કવાથ બનાવીને તેમાં મધ ભેળવીને કોગળા કરવાથી ગળાનો સોજો મટે છે. બહેડા અને ગરમાળોના ગર્ભને વાટીને સુકો લેપ કરવાથી ગળાનો સોજો ઉતરે છે.
વાળ સફેદ થવા: બહેડા, આમળા, હરડે, ભૃંગરાજ તથા બળેલા લોખંડની રાખ સમાન માત્રામાં લઈને તેને શેરડીનો રસ ભેળવીને વાળ પર લેપ કરીને ઉપર કપડું બાંધીને રાત્રે સુવું જોઈએ. સવારે માથાને ધોઈ લેવું. તેનાથી સફેદ વાળ કાળા થાય છે. બહેડાનું તેલ માથામાં નાખવાથી વાળ ધોળા થવાની સમસ્યા ઠીક થાય છે. તેમજ માથામાં ટાલ પણ થતી અટકે છે.
દાંતના રોગ: બહેડાનો ગર્ભ 36 ગ્રામને દિવસ અને રાત્રે 8 કલાક સુધી ચાવી ચાવીને તેને મોઢામાં બધી બાજુ ઘુમાંવવી તેમજ તેને પાન મસાલાની માફક થુકતા રહેવું. આ પ્રકારે પ્રયોગ પૂરો કરવાથી દાંત અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. બહેડા, આમળા, હરડે, ઈલાયચી, તજ, તમાલપત્ર, સુંઠ, મરચું, પીપળો તેમજ કોથાણું ચૂર્ણને મધમાં ભેળવીને મંજન કરવાથી દાંતના તમામ રોગ મટે છે.
વાનો રોગ: બહેડાનું ચૂર્ણ તથા ગુગળ સરખા લઈને લેપ કરવાથી વા ને લીધે તેમજ ગઠીયો વા ને લીધે થયેલી ગાંઠો મટે છે. તે વિભિન્ન પ્રકારની દુર્ઘટના જન્ય ઘાવ કે સોજાને મટાડે છે. જેના લીધે તે ગાંઠનું શમન કરતા ઔષધની યાદીમાં પણ સમાવેશ પામે છે. તે વા ની તમામ પ્રકારની ગાંઠ મટાડે છે. જેના લીધે દુખાવામાં પણ ઉપયોગી થાય છે.
કામોત્તેજના વધારે: મનુષ્યમાં કામ એટલે કે પ્રજનન ઈચ્છા એટલે કે સેક્સ પાવર વધારવા માટે બહેડાનો ઉપયોગ કરી શકાય છે. દરરોજ સવારે એક બહેડાની છાલ ખાવાથી કામ શક્તિ વધે છે. સંભોગ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. માટે આ ઈલાજ કરવાથી આ શક્તિ બમણી થાય છે અને આ ઉપાય મહિલા અને પુરુષ બંને માટે ઉપયોગી છે.
કોઢ રોગ: કોઢ રોગનો સૌથી શ્રેષ્ઠ ઈલાજ બહેડા છે. બહેડાના વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી કોઢનો રોગ ઠીક થાય છે. કોઢ રોગના ઈલાજમાં આ બહેડા લોહીને સાફ કરે છે અને નવી ચામડી લાવવામાં મદદ કરે છે. નવી ચામડી અને લોહીના યોગ્ય સંચરણને કારણે તે કોઢના રોગને મટાડવા અસરકારક સાબિત થાય છે.
શરીર મજબુત બને: તે એક સારો કેલ્શિયમનો સ્ત્રોત છે અને હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. દરરોજ એક આમળાના મુરબ્બા સાથે એક ચમચી બહેડાની છાલનું ચૂર્ણ ભેળવીને સેવન ક્ર્વાહી શરીર મજબુત બને છે. તેમજ સાથે હાડકાની કમજોરી દુર થાય છે. આ માટેકેલ્શિયમની ઉણપ ધરાવતા અને નબળાં હાડકા ધરાવતા લોકોએ બહેડાનું સેવન કરવું જોઈએ.
ઘાવ ઠીક કરે: બહેડાનું બારીક ચૂર્ણનેને ઈજાગ્રસ્ત ભાગ પર લગાવવાથી ત્યાથી નીકળતું લોહી બંધ થઇ જાય છે. લોહીને બંધ કરવા માટે આ બહેડાનું ચૂર્ણ તે જગ્યા પર એક કવર તરીકે કાર્ય કરે છે અને લોહી પર રૂઝ વાળે છે જેના લીધે ત્યાં પોપડી જામી જવાથી આ જગ્યા પરથી રક્તસ્ત્રાવ નીકળતો નથી.
વીંછીનું ઝેર ઉતરે: બહેડાને વાટીને વીંછીના ડંખ પર લેપ કરવાથી વેદના મટે છે. આ લેપ ભમરી કે કાંડરના ડંખ પર પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી વેદના ખુબ જ જલ્દી મટે છે. સાથે તે ડંખમાં રહેલા ઝેરને પણ ઉતારે છે. માટે આ ઝેરીલા જંતુના ડંખ પર બહેડાનો લેપ કરવો જોઈએ.
ગળાનો રોગ: બહેડા, આમળા, કાળા મરી તથા ગળોને સરખા ભાગનું ચૂર્ણ બનાવીને એક થી બે ગ્રામ લઈને મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટવાથી ગળાનો અવાજ બેસી ગયો હોય તો ખુલે છે. બહેડા, લીંડી પીપર, સિંધવ મીઠું તેના ચૂર્ણને કાંજી સાથે સાથે ભેળવીને સેવન કરવાથી અવાજ ખુલે છે.
કાંજી એટલે શું ? : એક કિલો ચોખાને સારી રીતે પકાવીને તેને ઠંડા પડવા દો. તેમાં ચાર લીટર પાણી નાખીને મોટા કપડાથી મોઢું બંધ કરીને ઢાંકણ લગાવીને જમીનમાં દાટી દેવું. સાત દિવસ બાદ પાણી ગાળી લેવું અને વધેલો ભાગ ફેકી દેવો. આ પાણીને કાંજી કહેવામાં આવે છે.
તરસ મટે: ઘણા લોકોને શરીરમાં પાણીની વારંવાર જરૂરીયાત રહે છે. ખાસ કરીને જાડા લોકો અને વધારે વધારે વજન ધરાવતા લોકોને વધારે પાણીની જરૂરિયાત રહે છે. ઘણા લોકો ઘડીએ ઘડીએ પાણી પીધા કરતા હોય છે, જેઓને પાણીના વધારે પીવાથી શરીર વધે છે અને પેટ ફૂલે છે. બહેડાનો ઉપયોગ કરવાથી વારંવાર તરસ લાગવાની સમસ્યા કે રોગ મટે છે. આ માટે બહેડાના ૩ થી 4 ફળોનો ગર્ભ વાટીને ૩ થી 4 કલાકે આપતા રહેવાથી આ સમસ્યા મટે છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસના રોગમાં પણ બહેડા ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસ રોગમાં શરીરમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, જયારે આ રોગના ઈલાજ તરીકે બહેડાનું ચૂર્ણ ૩ ગ્રામ તેમજ દારૂહળદરના ચૂર્ણ 500 મીલીગ્રામને મધ સાથે ચાટીને ત્રિફળાના રસવાળું આ પાન કરવાથી ડાયાબીટીસને કન્ટ્રોલમા રાખે છે.
માનસિક થાક: બહેડા એક ગ્રામ, મિશ્રી 2 ગ્રામને ગાયના અર્ક સાથે રાત્રે સુતા સમયે સેવન કરવાથી સારી ઊંઘ આવે છે. તેમજ થાક ઉતરે છે. તે મગજને માનસિક શાંતિ આપે છે. તે માનસિક તણાવ, બેચેની, ડીપ્રેશન અને અનિંદ્રાની સમસ્યા ઠીક થાય છે.
ઉલ્ટી મટે: બહેડાનો ગર્ભ, કિશમિશ તથા સત્વ ફુદીનો ભેળવીને તાજા પાણી સાથે અનુપાત કરવાથી વારંવાર લેવાથી ઉલ્ટી મટે છે. તેની ગોળીઓ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. બહેડા 10 ગ્રામ, કિશમિશ 10 ગ્રામ, ઈલાયચી 10 ગ્રામ અને ફુદીનાનું સત્વ 1.15 ગ્રામ મેળવીને 250 ગ્રામની ગોળીઓ બનાવીને ઉપયોગ કરવાથી ઉલ્ટી મટે છે.
વાળની બીમારી: બહેડા ફળના ગર્ભનું તેલ વાળ માટે અન્યંત પોષ્ટિક છે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે. 2 ચમચી બહેડાના ફળના ચૂર્ણને લઈને એક કપ પાણીમાં રાતભર પલાળીને રાખી દેવાથી અને સવારે વાળના મૂળ પર લગાવવાથી અને 1 કલાક પછી વાળને ધોવાથી વાળ ખરવાના બંધ થાય છે.
આંખોના રોગ: બહેડા અને સાકરને બરાબર માત્રામાં મિશ્રણ કરીને સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તલનું તેલ, બહેડાનું તેલ, ભાંગરાનો રસ તથા વિજયસારનો ઉકાળો લઈને તેને લોખંડના વાસણમાં તેલમાં પકાવીને દરરોજ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. બહેડાની છાલને મધ સાથે ભેળવીને લેપ કરવાથી આંખનો દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનું ચૂર્ણ મધ દાથે ભેળવીને કાજળની જેમ લગાવવાથી આંખનો દુખાવો અને સોજો મટે છે. બહેડાના બીજના મજ્જાના ચૂર્ણને મધ સહે ભેળવીને તેનો પેસ્ટ બનાવીને દરરોજ સવારે કાજળની જેમ લગાવવાથી આંખના રોગ નાશ પામે છે.
વધારે લાળ પડવાની સમસ્યા: 1.5 ગ્રામ બહેડાની સરખી માત્રામાં સાકર ભેળવીને થોડા દિવસો સુધી ખાવાથી વધારે લાળ પડવાની બંધ થાય છે. વધારે પડતી લાળ બહેડામાં રહેતા ઔષધીય ગુણોના લીધે પડતી અટકે છે. ઘણા બાળકો કે અમુક માનસિક તકલીફ ધરાવતા લોકોને મોઢામાંથી લાળ પડતી અટકે છે. માટે તેના માટે બહેડા રામબાણ ઔષધી છે.
દમ: 40 ગ્રામ બહેડાની છાલ, 2 ગ્રામ ફુલાવેલ નવસાર અને 1 ગ્રામ સોનાગેરુ લેવો. જ્યારે આમાંથી બહેડાની છાલોને ખુબ જ વાટીને ગાળી લેવી અને તેમાં નવસાર તેમજ ગેરુ પણ ખુબ જ બારીક કરીને ભેળવી દેવો. આનાથી શ્વાસના રોગમાં ખુબ જ આરામ મળે છે. આ દવાને 2 થી ૩ ગ્રામ સુધી મધ સાથે સવારે અને સાંજે લેવાથી દમનો રોગ ઠીક થાય છે.
પથરી: પથરીના ઈલાજ માટે બહેડા ખુબ જ ઉપયોગી છે. બહેડાના ફળના મજ્જામાં 3-4 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને લેવાથી અને તેને સવારે અને સાંજે ચાટવાથી કીડનીની પથરીમાં લાભ થાય છે. બહેડાનું આ ચૂર્ણ પથરીને ઓગાળીને બહાર કાઢે છે. માટે આજના સમયે પથરીના ઈલાજ માટે બહેડાનો પુષ્કળ પ્રમાણમાં થાય છે.
ખાંસી: બહેડાની છાલોને સુચવાથી ખાંસીમાં લાભ થાય છે. બકરીના દુધમાં અરડૂસી, કાળું મીઠું અને બહેડા નાખીને પકાવીને ખાવાથી દરેક પ્રકારની ખાંસી મટે છે. બહેડાના 10 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને સવારે અને સાંજે ભોજન પછી ચાટવાથી સુકી ખાંસી તથા જુનો દમ રોગ મટે છે. બહેડાના ફળમાં ઘી ચોપડીને તેના ઉપર તેમાં લોટનો લેપ કરીને પકાવીને ચામડીના તાપમાન બરાબર ઠંડા થાય ત્યારે તેના ઉપરથી લોટ કાઢીને બહેડાની છાલોને સુચો. જેનાથી ખાંસી અને શરદી, દમ અને ગળું બેસવાથી સમસ્યામાં લાભ મળે છે.
હ્રદય રોગ: બહેડાના ફળના ચૂર્ણ તથા અશ્વગંધાના ચૂર્ણને સરખી માત્રામાં લઈને ભેળવીને તેને 5 ગ્રામની માત્રામાં લઈને ગોળ ભેળવીને ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદય રોગમાં લાભ થાય છે. બહેડાના વૃક્ષની છાલનું ચૂર્ણ 2 ચપટી દરરોજ દરરોજ ઘી અથવા ગાયના દૂધ સહે સેવન કરવાથી હ્રદયના ધબકારા ઠીક થાય છે.
ઝાડા: બહેડાના ફળના ૩-6 ગ્રામ ચૂર્ણને ખાધા બાદ સેવન કરવાથી પાચનશક્તિ ઠીક થાય છે. બહેડાના વૃક્ષની 2-5 ગ્રામ છાલ અને 1-2 નંગ લવિંગને વાટીને 1 ચમચી મધમાં ભેળવીને દિવસમાં ૩ થી 4 વખત ચાટવાથી ઝાડામાં લાભ થાય છે. બહેડાના 2 થી ૩ તળેલા ફળનું સેવન કરવાથી ઝાડાની ગંભીર બીમારી ઠીક થાય છે. બહેડાના ફળને બાલીએ રાખને એકઠી કરીને તેમાં ચોથા ભાગની માત્રામાં કાળું મીઠું ભેળવીને 1 ચમચી દિવસમાં 2 થી ૩ વખત લેવાથી ઝાડાની સમસ્યામાં રાહત થાય છે.
પેશાબમાં બળતરા: પેશાબની સમસ્યાના ઈલાજ તરીકે આ ઔષધી ખુબ જ ઉપયોગી છે. જ્યારે પેશાબ કે યોનીમાં સમસ્યા હોય ત્યારે બહેડાનો ઉપયોગ કરવામાં આવે છે. બહેડાના ફળના મજ્જાના 3 થી 4 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને સવારે અને સાંજે ચાટવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.
નપુંસકતા: ૩ ગ્રામ બહેડાનું ચૂર્ણમાં 6 ગ્રામ ગોળ ભેળવીને, દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી નપુસંકતા મટે છે. અને કામોત્તેજના વધે છે. દરરોજ બહેડાની છાલનુ સેવન કરવાથી કામ શક્તિ વધે છે. બહેડાની મજ્જા વાંઝીકરણ છે એટલે તેના બીજનું પ્રતિદિન સેવન કરવાથી નપુંસકતા રોગ દુર થાય છે અને ઉત્તેજના વધે છે.
ચામડીના રોગ: બહેડાના ફળનો ગર્ભનું તેલ ખંજવાળ, ખરજવું, ખસ અને ધાધર પર ચોપડવાથી મટાડે તથા બળતરા અને જલન ઓછુ કરે છે. તેની માલીસ કરવાથી ખંજવાળ અને બળતરા મટે છે. બહેડાનું તેલ સફેદ દાગ મટાડે છે. બહેડાના તેલ કાનમાં નાખવાથી દુર્ગંધિત રસી બહાર નીકળતી હોય તો બંધ થાય છે. બહેડાના તેલનો ઉપયોગ કરવાથી ખોડો અને માથાના વાળ સફેદ થવાની તેમજ ઊંદરીની સમસ્યા મટે છે.
તાવ: બહેડા અને જ્વાસાના 40 થી 60 મિલી ઉકાળામાં 1 ચમચી ઘી ભેળવીને તેને દિવસમાં ત્રણ પીવાથી પિત્ત અને કફ વિકારથી થયેલો તાવ મટે છે. બહેડાના મજ્જા ને વાટીને શરીર પર લેપ કરવાથી પિત્તથી થયેલા તાવમાં થતી બળતરા ઓછી થાય છે. બહેડાના 40 થી 60 ગ્રામ ઉકાળાનું સવારે અને સાંજે પીવાથી પિત્ત, કફ વગેરેમાં ફાયદો થાય છે.
સોજો મટાડે: બહેડાના બીજને વાટીને લેપ કરવાથી દરેક પ્રકારના સોજા, બળતરા અને દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનો લેપ કરવાથી પિત્તના કારણે આવેલો સોજો ઠીક થાય છે. સોજો મટાડવા માટે બહેડાનો લેપ કરવાથી તથા તેલ સાથે વાટીને સુકો ગરમ લેપ કરવાથી સોજો મટે છે. સાંધાના વાનો દુખાવો પણ બહેડાથી મટે છે.
પાચન શક્તિ: બહેડામાં ગરમ ગુણ હોય છે જેના કારણે અગ્નિને તીવ્ર કરીને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. પાચનશક્તિમાં બહેડામાં ફળના ૩ થી 6 ગ્રામ ચૂર્ણને ભોજન પછી ફાંકી લેવાથી પાચનશક્તિ તીવ્ર બને છે. અને મંદઅગ્નિ મટે છે. આમાશયને તાકાત મળે છે.
શ્વાસ રોગ: શ્વાસની સમસ્યા વધારે કફ દોષના વધવાને કારણે હોય છે. જેનાથી શ્વસન નળીમાં કફ એકઠો થાય છે. જ્યારે બહેડામાં કફ શામક ગુણ હોય છે સાથે તે ગરમ સ્વભાવના હોવાથી કફને ઓગાળીને આરામ આપવામાં મદદ કરે છે.
હેડકી માટે બે ગ્રામ બહેડાના ચૂર્ણને મધ સાથે સેવન કરવાથી હેડકી મટે છે. બહેડા, અશ્વગંધાને ગોળ સાથે ગોળીઓ બનાવીને ગરમ પાણી સાથે પીવાથી વાને લીધે થતી હ્રદયની પીડા મટે છે. હરસમસામાં બહેડા, આમળા, હરડે અને વાવડીંગનો કવાથ બનાવીને પીવાથી હરસમસા મટે છે. બહેડા 6 ગ્રામ, જવાસા 6 ગ્રામ, જૌકૂટ કરોને કવાથ બનાવી તેમાં અર્ક ભેળવીને પીવાથી ચક્કરની સમસ્યા મટે છે. બહેડાનું સેવન કરવાથી મંદાગ્નિ મટે છે. બહેડાનું ચૂર્ણ અને સુંઠ ચૂર્ણ વા નો રોગ અને ઉદર રોગોમાં લાભદાયક છે. હરડેનું ચૂર્ણ એક ચમચીની માત્રામાં બે સુકી દ્રાક્ષ સાથે લેવાથી એસીડીટી મટે છે. મોઢામાં પડેલી ચાંદી પર હરડેને ઘસીને લગાવાથી ચાંદી મટે છે.
આમ, બહેડા ખુબ જ ઉપયોગી અને ઉત્તમ ઔષધી છે. જે મોટાભાગના રોગોને જડમૂળમાંથી નાબુદ કરવાની ક્ષમતા રાખે છે. તેમજ શરીર સંબંધિત સમસ્યાનો ઈલાજ કરે છે. બહેડા સંપૂર્ણ આયુર્વેદિક ઔષધી છે તેથી કોઇપણ તકલીફને આડઅસર વગર નાબુદ કરે છે. હાલમાં અનેક ગુણો હોવાને લીધે બહેડા ખુબ જ ડીમાંડ ધરાવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તેનો ઉપયોગ કરીને તમે તંદુરસ્ત રહી શકો.