ત્રિફળા એટલે કે ત્રણ મુખ્ય ઔષધીય ફળ મળીને એક મહાઔષધિ બને છે. આ ત્રણ ફળોના મિશ્રણ બનતા તેને ત્રિફળા નામ આપવામાં આવ્યું છે. ત્રિફળા એટલે આમળા, હરડે અને બહેડાનું ચૂર્ણ. આ ચૂર્ણ એક ખુબ જ ઉપયોગી ઔષધ બને છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના મુખ્ય રોગો જેવા કે પુરુષોની જનેન્દ્રીય રોગ, સ્ત્રીઓના માસિક સંબંધી રોગ, યોનીમાં સફેદ પાણી પડવું જેવા રોગો મટે છે.
ત્રિફળા જીવનશક્તિ વધારે છે, પેટને સાફ કરે છે અને ઘેરી ઊંઘ લાવવા માટે ઉપયોગી છે. દરરોજ તાજા પાણી સાથે આ ત્રિફળા એક ચમચી જેટલું લેવાથી શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. આ સિવાયના સંખ્યાબંધ રોગોનો ઈલાજ આ ત્રિફળા દ્વારા થાય છે.
ત્રિફળા બનાવવાની રીત: આજે બજારમાં અનેક આયુર્વેદિક સ્ટોર પર ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા પાવડર, ત્રિફળા રસ, ત્રિફળા જ્યુસ અને ત્રિફલા સીરપ, ત્રિફળા ગોળીઓ સ્વરૂપે મળે છે. આ દવા તરીકે ઉપયોગ થતો હોવાથી તેમાં બાબા રામદેવની પતંજલિ, ધનવંતરી અને બીજી ઘણી બધી કંપનીઓની ત્રિફળા પ્રોડકસ મળી રહે છે.
પરંતુ અમે આજે તમને ત્રિફળા ચૂર્ણ જાતે કેવી રીતે બનાવવા તેના વિશે જણાવીએ. ત્રિફળા બનાવવા માટે સૌપ્રથમ તમે આમળાના પાકા ફળને જે બાગ બગીચા કે વાડીમાંથી લાવો. હરડે અને બહેડા આપણે ત્યાં ઓછા પ્રમાણમાં મળતા હોય છે. તજો તમને નજીકથી મળી રહે તો તેના પણ પાકા ફળને લાવો. નહિતર તેને નજીકની આયુર્વેદિક ઓસડીયા વાળાની કે ગાંધીની દુકાનો પર મળી રહે છે જ્યાંથી લાવો.
જો તમે વાડીમાંથી પાકા ફળ લાવ્યા હોય તો તેને લાવીને છાયડે સુકવી દો. તે સુકાઈને કકડા જેવા ફૂલ પાવડર બની શકે તેવી રીતે સુકાઈ જવા દો. બાદમાં યોગ્ય સુકાઈ ગયા બાદ દરેક ઔષધીના આ ફળને અલગ અલગ રીતે ખાંડીને કે દળીને તેનું ચૂર્ણ પાવડર બનાવી લો. હવે આ પાવડર બનાવવા બાદ છાળવાની જીણી છાળણી વડે છાળી લો. જેથી કરીને તેનું યોગ્ય માપના સેવન કરી શકાય તેવું ચૂર્ણ બને.
આ અલગ અલગ ચૂર્ણને એક ભેજવિહીન કાચના વાસણમાં એક ભાગ હરડે ચૂર્ણ, બે ભાગ બહેડા અને ચોથા ભાગનું આમળાનું ચૂર્ણ નાખીને યોગ્ય રીતે મિક્સ કરીને ભરી લો. આ પ્રમાણ જળવાઈ રહેવાથી ત્રિફળા ઔષધી બને છે. જેનો તમે દવા તરીકે ઉપયોગ કરી શકો છો. આ ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવાથી 123થી વધારે રોગોનો ઈલાજ થઈ થઈ શકે છે.
આંખનો રોગ: ત્રિફળાને સાંજે પાણીમાં નાખીને પલાળી સવારે ગાળીને આંખોને ધોવાથી આંખની દરેક પ્રકારની બીમારીઓ ઠીક થાય છે. ત્રિફળા ચૂર્ણને થોડા કલાકો સુધી પાણીમાં પલાળીને ગાળીને તેનું પાણી પીવાથી ગેસની સમસ્યા મટે છે. ત્રિફળાના પાણીથી આંખોને ધોવાથી આંખોના સોજા મટે છે. 10 ગ્રામ જેટલા ત્રિફળા તેમજ મીશ્રીને ઘીમાં ભેળવીને સેવન કરવાથી આંખનો દુખાવો, આંખ લાલ થવી, આંખનો સોજો વગેરે મટે છે.
ત્રિફળા 4 ચમચી જેટલા લઈને 1 ગ્લાસ પાણીમાં ભેળવીને ગાળી લઈને તે પાણીની આંખ પર ઝાલખ મારવાથી આંખનો રોગ ઠીક થાય છે.
મોતિયો: મોતિયોની બીમારીમાં ઠંડા પાણી કે ત્રિફળાના ઉકાળાથી આંખો ધોવાથી મોતિયો મટે છે. ત્રિફળા ચૂર્ણ અને જેઠીમધના ચૂર્ણને 3 થી 6 ગ્રામ મધ કે ઘી સાથે દિવસમાં 2 વખત લેવાથી મોતિયો ઠીક થાય છે. મોતિયાને ઠીક કરવા માટે 6 થી 12 ગ્રામ જેટલા ત્રિફળા ચૂર્ણને 12 થી 24 ગ્રામ ઘી સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી મટે છે.
દિવસે ન દેખાવાની તકલીફ: ત્રિફળાના ઉકાળામાં 12 થી 24 ગ્રામ શુદ્ધ ઘી ભેળવીને 150 મીલીલિટર ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત પાણી સાથે લેવાથી આ સમસ્યા મટે છે. ત્રિફળાના પાણીથી આંખોનેદરરોજ ધોવાથી અને ત્રિફળા ચૂર્ણ ઘી કે મધ સાથે સવારે અને સાંજે 3 થી 6 ગ્રામ ખાવાથી દિવસમાં ન દેખાવાની સમસ્યા મટે છે. ત્રિફળાસવારે સેવન કરવાથી અને તાજા ત્રિફળાના પાણીથી આંખોને ધોવાથી આ સમસ્યા મટે છે.
ઘાવ: ત્રિફળા પાણીથી ઘાવ ધોવાથી ઘાવ જલ્દી ઠીક થઇ જાય છે. ત્રિફળા ચૂર્ણમાં મોગરાનો રસ ભેળવીને વાટી બારીક કરી તેની મોટા બોર જેવડી ગોળીઓ બનાવી લેવી. આં ગોળીઓ દરરોજ 1 ગોળીનું સેવન કરવાથી જુનો ઘાવ હોય તો તે પણ ઠીક થાય છે. ત્રિફળાનો ઉકાળો ઉપદંશમાં ઉપયોગી છે. ત્રિફળાના ઉકાળાથી ઉપદંશના ઘાવથી ઘોવાથી અને ઉપરથી ત્રીફળાની રાખને મધમાં ભેળવીને લગાવવાથી ઉપદંશ જલ્દી ભરાઈ જાય છે અને ઠીક થાય છે.
ઉપદંશ: ત્રિફળા અને અડદ બંનેને લઈંને કડાઈમાં બાળીને તેની રાખ બનાવી લેવી અને આ રાખમાં મધ ભેળવીને તેનો લેપ તૈયાર કરી ઉપદંશના ઘાવ પર લગાવવાથી મટે છે. ત્રિફળાના ઉકાળામાં મધ ભેળવીને લેપ કરીને તે લેપ ગરમીને કારણે ઉદ્ભવેલા ઘાવ પર લગાવવાથી મટે છે. 3 ગ્રામ ત્રિફળાના ચૂર્ણ મધમાં ભેળવીને સવારે અને સાંજે મધમાં ભેળવીને સવારે અને સાંજે ચાટવાથી લાભ મળે છે. તેના લીધે ઉપદંશ ઠીક થાય છે.
હાઈ બ્લડપ્રેસર: 1 ચમચી ત્રિફળાના ચૂર્ણને ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી વધેલું બ્લડપ્રેસર સામાન્ય થઇ જાય છે. 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણીમાં ભેળવીને રાત્રે કોઈ વાસણમાં રાખી દો. સવારે આ મિશ્રણને ગાળીને તેમાં થોડીક માત્રામાં મિશ્રી ભેળવી દો તેને પી લેવાથી લાભ મળે છે. તેનાથી વધેલું બ્લડપ્રેસર ઓછું થઈ જાય છે.
કમળો: ત્રિફળા, અરડૂસી, ગળો, લીમડાની છાલ, કરિયાતું, કડુ વગેરે ભેળવીને વાટી લેવી. આ મિશ્રણની 20 ગ્રામ માત્રામાં લગભગ 160 મિલીલીટર પાણીમાં પકાવી લેવું. આ પાણીનો ચોથો ભાગ બચે ત્યારે તેમાં મધ ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા, પલાશ અને કોઠું ભેળવીને સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા રસમાં શેરડીનો રસ ભેળવીને પીવાથી કમળો મટે છે.
મૂત્રરોગ: ત્રિફળા, વાંસના પાંદડા, મોથ, કુવારપાઠું વગેરેને વાટીને ચુર બનાવી લેવું. આ ત્રણથી ચાર ગ્રામ ચૂર્ણને મધ કે ઘી સાથે લેવાથી પેશાબ રોગ ઠીક થાય છે. ત્રિફળા, સિંધવ મીઠું, ગોખરું તેમજ કાકડી વગેરે વાટીને ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ઠંડા પાણી સાથે લેવાથી પેશાબ રોગ ઠીક થાય છે. 3 થી 5 ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ સવારે અને સાંજે ગરમ પાણી સાથે લેવાથીકે ૬ ગ્રામ જવખાર સાથે તાજા પાણીમાં ભેળવીને પીવડાવવાથી પેશાબ રોગ કાળું પેશાબ કે લીલુ પેશાબ આવવાની સમસ્યા ઠીક થાય છે. 40 મિલીલીટર ત્રિફળાનો ઉકાળો સવારે અને સાંજે ભોજન બાદ પીવાથી પેશાબમાં આવતું લોહી બંધ થાય છે. લગભગ 2 ચમચી ત્રિફળાનું ચૂર્ણમાં થોડુક સિંધવ મીઠું ભેળવીને લેવાથી પેશાબ વધારે આવવાની સમસ્યા મટે છે.
ટાઈફોડ: ત્રિફળાના ઉકાળાની 10 થી 20 મિલી માત્રા લેવાથી તાવ આવતા પહેલા 1 કલાકે લેવાથી ટાઈફોડ મટે છે. લગભગ 20 મિલીલીટર ત્રિફળાના ઉકાળાના ગળોનો રસ નાખીને પીવાથી ટાઈફોડ મટે છે.
વજન વધારવા: 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ને રાત્રે લગભગ 200 ગ્રામ પાણીમાં ભેળવીને રાખી દેવા. સવારના સમયે આ પાણીને ઉકાળવું. આ પાણી ઉકળતા એમાંથી અડધું વધે ત્યારે ગાળીને રાખી લેવું. આ પછી 2 ચમચી જેટલું મધ ભેળવીને ગરમ પાણી પીવાથી થોડા જ દિવસમાં વજન વધવા લાગે છે.
દાંતનું દર્દ: દાંતમાં દર્દ રહેવા સમયે ત્રિફળા ચૂર્ણ ઘસવાથી મટે છે. ત્રિફળા અને ગુગળ 4 થી 8 ગ્રામની માત્રામાં લઈને પાણી સાથે દરરોજ 2 વખત સેવન કરવથી દાંતના રોગ ઠીક થાય છે. સાથે દાંતનો દુખાવો પણ મટે છે.
આંજણી: આંજણી ઠીક કરવા માટે પણ ત્રિફળા ઉપયોગી છે. 5 ગ્રામની માત્રામાં ત્રિફળા ચૂર્ણ અને 2 ગ્રામ માત્રામાં જેઠીમધને લઈને સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. ત્રિફળા રાત્રીંના સમયે પાણીમાં નાખીને રાખી દીધા બાદ સવારે ઉઠીને આ પાણીને કપડા વડે ગાળીને આંખો ધોવાથી આંજણી મટે છે. દરરોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ ત્રિફળા ચૂર્ણને હળવા ગરમ પાણીમાં સેવન કરવાથી આંજણી મટે છે.
માથાનો દુઃખાવો: મિશ્રી અને ત્રિફળાને ઘીમાં ભેળવીને ખાવાથી માથાના બધા જ પ્રકારના રોગ મટે છે. બરાબર માત્રામાં ત્રિફળા ચૂર્ણ, ધાણા, સુંઠ અને વાવડીંગને લઈને એક કપ પાણીમાં ઉકાળવું. જયારે આ પાણીમાંથી અડધા કપ રહી જાય તો તેને ઉતારીને આ ઉકાળાને સવારે અને સાંજે પીવાથી માથાનો દુખાવો મટે છે.
એનીમિયા: ફાફ્ડીયા થોરના ફીન્ડલા એટલે કે તેના ફૂલ અને હરડે ચૂર્ણ લેવું. તેમાં સૌપ્રથમ આ ફીન્ડલાને છાયડે સુકવી લેવા. બાદમાં બરાબર સુકાઈ ગયા બાદ ૨૦ ગ્રામ ફીન્ડલા અને ૬૦ ગ્રામ ત્રિફળા લઈને ખાંડી લેવા. બાદમાં તેમાં લોખંડની કડાઈમાં દહીંમાં ગરમ કરીને કાલીને તેમાં કાળા મરી ચૂર્ણ ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે.
વીર્ય વિકારમાં ત્રિફળા, દેવદાર, દારૂ હળદર તથા નાગરમોથાને સમાન માત્રામાં લઈને તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળાને સવારે અને સાંજે પીવાથી વીર્ય વિકારની સમસ્યા મટે છે. રક્તપિત્ત-લોહી નીકળવું જેવી સમસ્યામાં ત્રિફળા તેમજ ગરમાળોના 20 મિલીલીટર ઉકાળામાં મધ અને ખાંડને ભેળવીને પીવાથી રક્તપિત્ત, જલ, દાહ તેમાં દર્દ અને દુખાવો મટે છે.
અરુચિની સમસ્યા અરુચીને દુર કરવા માટે ત્રિફળા, રજાદન તથા દાડમન ભેળવીને સેવન કરવાથી અરુચિ મટે છે. કૃમિની સમસ્યામાં ત્રિફળા હળદર અને લીમડાને ભેળવીને સેવન કરવાથી પેટમાંથી જીવાત અને કૃમિ મરી જાય છે.
વાળ ખરી પડતા હોય તો ત્રિફળા ચૂર્ણ લગભગ 2 થી 6 ગ્રામ તથા લોખંડની રાખ 125 મીલીગ્રામને ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી વાળ ખરી પડવાની સમસ્યા મટે છે. રતાંધળાપણું હોય તો ત્રિફળાનું પાણી દરરોજ પીવાથી તેમજ સવારે અને સાંજે આંખો ધોવાથી રતાંધળાપણું મટે છે.
આ રોગ સિવાય એકાંતરો તાવ, એલર્જીક તાવ, મોઢાંના ચાંદા, મોઢા ની દુર્ગંઘ, પેટમાં ગેસ બનવો, પેટમાં વાયુનો ગોળો બનવો, પેટમાં દુખવુ, પેટ ના બધા રોગો જેવા કે પેટ ફુલવું અને પેટ બહાર નીકળવું, હેડકી આવવી, ઝાડા, હરસ-મસા, કબજીયાત, અજવાળાનો ડર લાગવો, જીભ પર દાહ લાગવું, બળવું, ફેફસામાં પાણી ભરાવું, ચામડી ફીકી પડવી, ભગંદર, પ્રદર રોગ, એસીડીટી, પથરી, યકૃત રોગ, ગર્ભાશય રોગ, બાળકોના યકૃત રોગ, ડાયાબીટીસ, શીળસ જેવા રોગો મટે છે.
વજન વધારો, મેદસ્વિતા, કફ, સ્તનમાં દુધની સમસ્યા, પિત્ત શુળ, ફોડે ફૂંસી, દમ, બેચેની, ગોળો, આમવાત, મરડો, રક્ત સ્ત્રાવ, એક્ઝીમાં, મગજના કીડા, માથામાં ઊંદરી, ખાજ, ખંજવાળ, જાંઘનો રોગ, ઈચ્છા અનિચ્છા, બાળકને રડવાની સમસ્યા, સાઈટીકા, એનીમિયા, લોહીની ઉણપ, ચામડીના રોગો, માથાનો દુખાવો, માઈગ્રેન, આધાશીશી, બાળરોગ, વધારે પરસેવો આવવો, ગળાનો સોજો, કાકડા વધવા, કંઠમાળ જેવા લગભગ 123 જેટલા રોગોને આ ત્રિફળા ચૂર્ણ દ્વારા મટાડી શકાય છે.
આમ, ત્રિફળા ખુબ જ ઉપયોગી ઔષધી બને છે, જેનાથી ઉપરોક્ત તમામ રોગો સાથે બીજા અનેક રોગનો ઈલાજ થઇ શકે છે. ઉપરોક્ત રોગોમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી તમામ ફાયદાઓ મળે છે. માટે પાણી સાથે આ રોગ જણાય તો સેવન કરવું. અમે આશા રાખીએ કે ત્રિફળા ઔષધી વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગોથી બચી શકો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.