લસણ મોટા ભાગે જમીન ધરાવતા બધા જ રાજ્યોમાં થાય છે. લસણનો શાક્ભાજી બનાવવામાં ઉપયોગ થતો હોવાથી દરેકના ઘરે હોય છે, આપણે તેને ખોરાકમાં સ્વાદ અને ટેસ્ટી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે ટેસ્ટી હોવાની સાથે અનેક ઔષધીય ગુણો ધરાવે છે જેના લીધે અનેક રોગ પણ તેના લીધે અટકે છે અને થયેલા રોગોના ઈલાજમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેને અંગ્રેજીમાં GARLIC કહેવામાં આવે છે. અમે અહિયાં લસણના ઉપયોગો કઈ બીમારીમાં અને સમસ્યામાં થાય છે તેના વિશે અહિયાં જણાવીએ છીએ.
લસણનું વાનસ્પતિક વિજ્ઞાનિક નામ Allium sativum (એલીયમ સેટીવુમ) છે અને સસ્કૃતમાં તેને અશોભક કહેવામાં આવે છે. જયારે હિન્દીમાં લહસુન તરીકે ઓળખવામાં આવે છે. આ લસણ ભારત, ચીન, યુરોપ, ઈરાન અને મેકિસકોમાં લસણની ખેતી કરવામાં આવે છે. લસણ મૂળ રૂપથી એશિયામાં થતી કંદમૂળ પ્રકારની વનસ્પતિ છે અને સ્વરૂપે ગરમ સ્વભાવ ધરાવે છે.
શરદી- ઉધરસ: ભારતમાં હાલના સમયે કડકડતી ઠંડી પડી રહી છે. જેના લીધે મોટા ભાગના લોકોને શરદી અને ઉધરસ થઈ રહી છે જેના લીધે લોકો શરદી, ઉધરસ અને તાવ અને છાતીમાં દુખાવો વગેરે જેવી અનેક સમસ્યા થઈ રહી છે,લોકો ઠંડીના કહેરથી બચીને સ્વસ્થ રહેવા માટે શેકેલા લસણનો ઉપયોગ કરવામાં તો આ સમસ્યા મટે છે. લસણમાં એલીસિન, મેગેનીઝ, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને વિટામીન સી જેવા પોષકતત્વો ભરપુર માત્રામાં મળી આવે છે. આ માટે શિયાળામાં શેકેલા લસણના સેવન કરવાથી અનેક બીમારીઓમાં રાહત થાય છે.
શરદી: શિયાળામાં ઠંડીના કારણે શરદી અને તાવ આવી ગયા હોય તો તે લોકોએ શેકેલા લસણની કળીઓને ઔષધી તરીકે સેવન કરવાથી તાવ અને શરદી મટે છે. લસણની ચા અને ખાલી પેટે ખાવાથી આ બીમારીથી રાહત મળે છે.
હ્રદયની બીમારી: લસણમાં આવેલું એલીસીન હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ સામે લડે છે. એલીસીન શરીરમાં કોલેસ્ટેરોલની માત્રાને ઓછી કરે છે અને ખરાબ કોલેસ્ટેરોલના ઓક્સિકરણને રોકે છે અને દરરોજ શેકેલા લસણનું સેવન કરવાથી પ્લેટલેટ્સના એકત્રીકરણને ઓછુ કરીને લોહીના કણોને જામી જતા રોકે છે, તળેલું લસણ હાઈબ્લડપ્રેસરની બીમારીથી રાહત આપે છે.
રોગપ્રતિકારક શક્તિ: રોગ અને બીમારી સામે લડવા માટે ઈમ્યુનીટીને મજબુત કરવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે. દરરોજ મધ સાથે શેકેલા લસણનું સેવન કરવાથી ઈમ્યુનીટી વધારી શકાય છે. જેના લીધે અનેક રોગો સામે લડવાની તાકાત મળે છે.લસણમાં વિટામીન સી, બી 6 અને સેલેનીયમ અને મેંગેનીઝ જેવા ખનિજ દ્રવ્યો હોય છે જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ગાંઠિયો વા: લસણમાં આવેલા સોજો દુર કરવાના અને દુખાવો દુર કરવાના ગુણો હોવાથી લસણની કળીઓ તળીને વા થયેલા દુખાવા અને ગાંઠ પર લગાવવાથી સોજો ઉતરે છે અને દુખાવો મટે છે. લસણમાં એકડાયલીલ ડાઈસ્ફાઈડ નામનું તત્વ હોય છે જે હાનીકારક એન્જાઈમને દુર રાખે છે.
કીડની બીમારી: શેકેલા લસણનું સેવન કરવાથી શરીરમાં આવેલા બીનજરૂરી ટોક્સીન બહાર નીકળી જાય છે. આ શરીરનું ફ્રેસ થઇ જવું કીડની અને લીવર માટે શ્રેષ્ઠ છે. લસણની તળેલી બે કળીઓ ખાવાથી કીડની અને લીવરની બીમારીઓ દુર ભાગે છે.
પેટની ગડબડ: પેટ ખરાબ થાય તો અને પેટમાં કોઈ ઇન્ફેકશન લાગી ગયું હોય તો તળેલું લસણ ખાવાથી ફાયદો થાય છે. શેકેલા લસણથી પેટમાં દુખવું, બળવું, ઉલટી અને પેટની ખરાબી દુર થઈ જશે.
કેન્સર: લસણમાં એન્ટી કાર્સીનોજિનકએલીમેન્ટ મળી આવે છે. એ એલિમેન્ટ પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યાથી બચાવવા માટે ખુબ જ મદદ કરે છે. શેકેલા લસણનું સેવન શરીરમાં ગરમાહટ લાવે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે. આ સાથે તે બ્રેસ્ટ કેન્સરથી પણ શરીરને બચાવે છે.
નપુંસકતા: 2 થી 4 લસણની કળીઓ લઈને તેને દેશી ઘીમાં તળી લો. ત્યારબાદ તેને એક કાચની શીશીમાં મધ ભરીને તેમાં તળેલું લસણ નાખીને તેને બધ કરી દો. આ પછી તે શીશીએ ઘઉં ભરેલા કોથળામાં થોડા દિવસો સુધી મૂકી દો. લગભગ 24 દિવસ સુધી ઘઉંમાં રહેવા દિધા બાદ આ શીશીમાંથી આ લસણ અને મધ વાળું દ્રાવણ કાઢીને સેવન કરવાથી નપુંસકતા દુર થાય છે. લસણમાં પુષ્કળ પ્રમાણમાં સેલેનીયમ અને વિટામીન હોય છે જેના લીધે શુક્રકોષ અને હોર્મોન્સમાં વધારો થાય છે. લસણમાં એલીસીન નામનું તત્વ હોય છે જે પુરુષના હોર્મોસનું નિર્માણ કરે છે.
વજન ઘટાડવા: ખાવા પીવાની અસલી મજા શિયાળામાં જ આવે છે જે ના લીધે આ સમય દરમિયાન ઘણા લોકોનું વજના વધી જાય છે અને ઘણી કોશિશ કરવા છતાં વજન કંટ્રોલમાં થતું નથી. જયારે તળેલું લસણ શરીરમાં થર્મોજેનેસીસને વધારે છે એટલા માટે તે વજનને ઘટાડવામાં ઉપયોગી છે.
પાચનશક્તિ: પાચનશક્તિ વધારવા માટે તળેલું લસણ રામબાણ ઔષધી છે. તેમાં ફાયબર હોય છે જે પાચનશક્તિને વધારવા માટે ઉપયોગી છે, પાચનશક્તિ વધારવાની સામે અપચો અને કબજિયાત જેવી સમાંસ્યાને પણ દુર કરે છે.
શરીર મજબૂતાઈ: તળેલું લસણ ખાવાથી હાડકાઓ મજબુત બને છે, તે સાથે તે એન્ટીએન્જીંગનું પણ કામ કરે છે. ખાલી પેટે લસણની બે કળીઓ ખાવાથી થોડાક જ દિવસોમાં શરીર મજબુત બને છે. અને શરીરનું ફિટનેસ પણ દિવસે દિવસે સુધરશે.
દાંતનો દુખાવો: શેકેલા લસણની કળીઓ દાંત વચ્ચે રાખવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે અને મટે છે. લસણના બેક્ટેરિયા નાશક ગુણના કારણે જીવાણું નાશ પામે છે અને જેન લીધે થતો દુખાવો મટે છે. મોઢામાં 500 થી વધારે બેકટેરિયાની પ્રજાતિઓ મળી આવે છે જેના લીધે દાંતને નુકશાન થાય છે. આવા સમયે શેકેલા લસણની કળીઓ ચાવવાથી રાહત થાય છે.
અસ્થમા: અસ્થમામાં દર્દીઓ માટે તળેલું લસણ ખુબ જ રામબાણ ઈલાજ છે, દરરોજ દૂધ સાથે શેકેલા લસણની બે કળીઓ લેવાથી અસ્થમા (દમ) નિયંત્રણમાં રહે છે. લસણ એન્ટી બાયોટિક અને એન્ટી વાયરલ હોવાથી કફ અને ઉધરસ જેવી શ્વાસની બીમારી દુર કરે છે. કફ દુર કરવામાં રાહત મળતી હોવાથી અસ્થમામાં રાહત થાય છે.
કાનમાં દુખાવો: કાનમાં જીવજંતુ ઘુસવાથી કે ઠંડી, ઉધરસ, ચેપ લાગવાથી કે કાનમાં ભેજ ઘટી જવાથી, રસી નીકળવાથી કે કોઈ કારણસર કાનમાં દુખાવો થાય છે, આ દુખાવાના ઈલાજ તરીકે લસણની બે કળીઓ લઈને તેના ઉપરની છાલો કે ફોતરા ઉખાડીને તળવાના વાસણમાં તેલ નાખીને ગારમ કર્યા બાદ તેમાં આ કળીઓ નાખીને તળીને તે તેલ નાકમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી અને જીવજંતુ ઘૂસ્યું હોય તો બહાર નીકળે છે.
મોઢાની દુર્ગંધ: શેકેલા લસણની કળીને વાટીને મોઢામાં દાંતો વચ્ચે રાખવાથી આરામ મળે છે, એમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે જે મોઢામાં થયેલા સડો કે પાયોરિયા જેવા રોગના જીવાણુંઓને અને બેકટેરિયાનો નાશ કરે છે જેના લીધે મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે.
આમ, શેકેલા લસણના ઉપયોગથી ઉપરની સમસ્યાથી અને રોગની સમસ્યામાંથી બચી શકાય છે. શેકેલા લસણની કળીઓને મધ સાથે કે દૂધ સાથે સેવન કરીને કે તેને ચોપડીને ઉપયોગ કરી શકાય છે. આશા રાખીએ કે આ શેકેલા લસણના આ ફાયદા વિશે તમને ખુબજ અસરકારક ફાયદો જોવા મળશે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને નપુંસકતા, બ્લડપ્રેસર અને શરદી ઉધરસ જેવી બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો.