જાસુદ એક છોડ પ્રકારના ફૂલ છોડની વનસ્પતિ છે. જેના ફૂલ આપણે પૂજામાં કે સુંધવા માટે વાપરીએ છીએ. આ એવો છોડ છે જેઓ પ્રયોગ કરવાથી શરીર નીરોગી રહે છે. આ ફૂલ મોટાભાગે બગીચામાં અને દરેક લોકોના ઘરની આસપાસ ઉગે છે. આ જાસુદના ફૂલને આપણે માત્ર ફૂલ તરીકે જ જાણીએ છીએ પરંતુ ઔષધીય ગુણો અનેક છે. જાસુદનું ફૂલ પેટમાં દુખાવો અને મોઢામાં ચાંદી જેવી બીમારીઓને ઠીક કરે છે. જાસુદનું ફૂલ યાદશક્તિ વધારવામાં પણ ખુબ જ ઉપયોગી છે.
જાસૂદની ચા બનાવા માટે સુકા ફૂલના પાંદડાને ગરમ કે પછી ઠંડા પાણીમાં નાખીને પી શકાય છે. પાણીમાં સુકા પાંદડા પડતા તેનો રંગ લાલ થઇ જાય છે.
જાસુદનું વાનસ્પતિક નામ Hibiscus rosa sinensis છે. અંગ્રેજીમાં Shoe flower છે. જેને હિન્દીમાં ગુડહલ કે જવાકુસુમ કહેવામાં આવે છે. આ છોડનું ફૂલ, કપાસ, ભીંડો, કોકો, અને ગોરક્ષી જેવા છોડના ફૂલ જેવો આકાર ધરાવે છે. જે છોડ સમશીતોષ્ણ, ઉષ્ણકટીબંધીય અને અર્ધ ઉષ્ણકટીબંધીય ક્ષેત્રોમાં થાય છે. જેમાં આ પ્રકારના છોડની 200 થી 220 જેટલી પ્રજાતિઓ મળી આવે છે. જાસુદ ફૂલ મલેશિયા અને દક્ષિણ કોરિયાનું રાષ્ટ્રીય ફૂલ છે.
કફ દુર કરે: જાસુદના ફૂલની પાખડીનો ઉકાળો બનાવીને પીવાથી કફ ઠીક થાય છે, જાસુદનું ફૂલ કફ માટે લાભકારી છે. કફના ઈલાજ તરીકે 15 મિલી જેટલી જાસુદની પાંખડીઓનો રસ કાઢીને દિવસમાં 4 વખત સેવન કરવાથી શરીરમાંથી કફ બહાર નીકળી જાય છે. જાસુદના ફૂલનો ઉકાળો બ્નાવેઈને 10 થી 30 મિલીની માત્રામાં મધ સાથે પીવાથી કફ દ્દુર થાય છે. જાસુદના ફૂલને વાટીને તેના રસમાં હળદર નાખીને તેને પીવાથી શરીરમાંથી કફ છૂટો પડીને નીકળી જાય છે.
વાળનો ઘેરાવ વધારે: જાસુદના ફૂલના પાખડીઓને વાટીને તેનો છૂંદો વાળ પર લગાવવાથી વાળ ખરતા નથી. વાળને માથામાં ઘેરાવદાર બનાવવામાં જાસુદનું ફૂલ ખુબ જ ઉપયોગી છે. જાસુદના તાજા ફૂલને લઈને તેનો રસ કાઢો. એટલાજ પ્રમાણમાં જેતુનનું તેલ લઈને તે બંનેનું મિશ્રણ આગમાં પકાવી લો. આગમાં પકાવી લેતા સમયે માત્ર તેલ જ વધે ત્યારે તેને શીશીમાં ભરી લો. આ તેલ દરરોજ વાળમાં નાખવાથી વાળ ચમકતા અને લાંબા બને છે. ગાયના મૂત્રમાં જાસુદના ફૂલ વાટીને માથા પર લગાવવાથી માથાની ટાલ મટે છે.
જાસુદના ફૂલમાં વિટામીન સી આવેલું હોય છે. જે વાળની સંખ્યા વધારવામાં ખુબ જ ઉપયોગી થાય છે. જાસૂદના ફૂલથી વાળ લાંબા અને ઘેરાવદાર બને છે. જાસુદનું ફૂલ વાળને મૂળ સુધી પોષણ આપે છે. સાથે તે ખોડો, રૂચી અને ઊંદરી સમસ્યા પણ દુર કરે છે. ગાયના મૂત્રમાં જાસુદના ફૂલોને વાટીને માથા પર લગાવવાથી બાળ વધે છે અને ટાલ મટે છે.
યાદશક્તિ વધારે: જાસુદનું ફૂલ યાદદાસ્ત વધારવામાં ખુબ જ ફાયદાકારક છે. જાસુદના ફૂલનો પાવડર દરરોજ દૂધ સાથે લેવાથી યાદદાસ્ત તેજ બને છે. જાસુદના ફૂલ અને પાંદડાને બરાબર માત્રામાં લઈને સુકવીને લીધા બાદ તેને ખાંડીને પાવડર બનાવી લઈને તેને એક શીશીમાં ભરી લેવો. એક ચમચી જેટલો આ પાવડર સવારે અને સાંજે પીવાથી યાદશક્તિ વધે છે. આ એક કપની માત્રામાં એક કપ મીઠા દૂધ સાથે સેવન કરવાથી યાદ શક્તિ વધે છે.
પેટનો દુખાવો મટાડે: જાસુદના ફૂલની પાખડીઓનો રસ પેટમાં દુખાવાને ઠીક કરવામાં કારગર છે. જેથી જાસુદનું ફૂલ પેટના દુખાવાથી છુટકારો અપાવી શકે છે. પેટમાં દુખાવો થાય ત્યારે તેને ઠીક કરવા માટે 5 થી 10 મિલી જાસુદના ફૂલની પાંખડીઓ અને તેનો રસ કાઢીને તેનું સેવન કરવાથી પેટમાં દુખાવાથી રાહત મળે છે.
મોઢાની ચાંદી ફોલ્લીઓ ઠીક કરે: જાસુદનુંફૂલ મોઢામાં થયેલી ચાંદીથી રાહત અપાવે છે. જાસુદનું ફૂલની પાખડી મોઢામાં ચાવવાથી મોઢાની ચાંદી મટે છે. જાસુદના ફૂલની પાંખડીને સાફ કરીને તેને વાટીને તેના નાના નાના ટુકડા કરીને તેને કાપીને તેનો છુંદો બનાવીને કોગળા કરો કરવાથી અથવા તેની પાંખડી ચાવવાથી મોઢામાં આવું 20 મિનીટ સુધી અને દિવસમાં 3 વખત સેવન કરવાથી મોઢામાં પડેલી ચાંદી દુર થાય છે.
ઊંચું બ્લડપ્રેસર કન્ટ્રોલ કરે: જાસુદના ફૂલની પાખડીની ચા ઉચ્ચુ લોહીનું દબાણ ધરાવતા દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. જાસુદ હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખવામાં મદદ કરે છે. ઊંચા બ્લડપ્રેસરમાં જાસુદના ફૂલના સેવનથી હ્રદયના ધબકારા પણ કન્ટ્રોલમાં રહે છે. જાસુદના ફૂલની પાંખડીઓ તોડીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં રહેવા દો. એક ગ્લાસ પાણીમાં રહેવા દીધા બાદ તે પાણીમાં તે પાંખડીઓ મસળી નાખો. આ ઊંચા લોહીના દબાણને ઘટાડે છે. સાથે તે શરીરમાં થતા સોજાને પણ ઓછો કરે છે. થોડા દિવસો સુધી દિવસમાં ત્રણ કપ જાસુદની ચા પીવાથી બ્લડપ્રેસર ધીમું પડે છે.
ઊંઘ ન આવવાની સમસ્યા દુર કરે: જાસુદના 100 ફૂલ લઈને તેના લીલી દાંડલી તોડીને લીંબુના રસમાં પલાળી દો. લીંબુમાં પલાળ્યા બાદ તેને કાચના વાસણમાં ભરીને રાત્રે ખુલા સ્થાનપર મૂકી દો. સવારે તેને મસળીને ગાળી લો. તેમાં 650 ગ્રામ સાકર અથવા ખાંડ તથા 1 બોટલ ઉત્તમ ગુલાબજળ ભેળવીને તેને બે બોટલમાં બંધ કરીને તડકામાં બે ત્રણ દિવસ સુધી રાખો. દિવસ દરમિયાન સમયે સમયે આ બોટલ હલાવતા રહો. સાકરનો સારી રીતે તેમાં મિક્સ થઈ જાય ત્યારે સરબત બની જાય છે. 15 થી 40 મિલીની માત્રામાં પીતા રહેવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દુર થાય છે.
નપુંસકતા દુર કરે: જાસુદના ફૂલોને છાયડે સુકવીને સુકવી દીધા, તેનું ચૂર્ણ બનાવીને બરાબર માત્રામાં ખાંડ નાખીને 40 દિવસ સુધી 6 ગ્રામની માત્રામાં સેવન કરવાથી પુરુષત્વ વધે છે. જેનાથી સેક્યુઅલ સ્ટેમિના વધે છે. જાસુદના ફૂલના રસનો છુંદો કરીને તેમાં મધ અથવા ગોળ તેમજ ખાંડ નાખીને ખાવાથી નપુસંકતા દુર થાય છે. જાસુદના ફૂલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી વીર્ય સ્ત્રાવ અને હોર્મોન્સમાં વધારો થાય છે.
આમ, જાસુદનું ફૂલ એક ઉતમ ઔષધી છે અને તે આવા રોગોમાં અને સમસ્યામાં ફાયદાકારક છે. જાસુદ આવી રીતે ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ કરે છે, જાસુદ વિશેની આ ઉપયોગી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યાનું ઝડપી નિયંત્રણ કરે તેવી આશા રાખીએ છીએ.જેથી જાસુદ ફૂલનો ઉપયોગ કરીને તમે તંદુરસ્ત રહો.