આપણે ત્યાં રસોડામાં અનેક મસાલા મળી રહે છે, જેમાં અજમો દરેક ઘરમાં હોય છે, આ અજમાનો ઉપયોગ કરવાથી શરીરમાં તમામ રોગોમાં ખુબ જઊઊઉપ્યોગિ છે, જેમાં ખસ કરીને શ્વાસ સંબંધી રોગોમાં તે ખુબ જ ઉપયોગી છે, સાથે બીજા અનેક રોગોમાં પણ આ અજમો ઉપયોગી થાય છે.
અમે આ લેખમાં અજમાથી હાલમાં ચાલી રહેલી મહામારી કોરોના સામે રક્ષણ મેળવવાના ઉપચાર અને બીજા અનેક રોગોને દુર કરવાના ઉપચારો જણાવીશું. જેથી તમે તમે અજમાનો ભરપુર ઉપયોગ કરો અને રોગમાં અને વાયરલ ઈન્ફેકશન સામે રક્ષણ મેળવી શકો.
100 ગ્રામ અજમો અને 100 ગ્રામ જૂનો દેશી ગોળ બરાબર માત્રામાં ભેળવીને તેની ગોળીઓ બનાવી લેવી, આ માટે પહેલા તમારે અજમાને ખાંડવો પડશે. અને બાદમાં ગોળમાં મિક્સ કરીને 10 ગ્રામની ગોળીઓ બનાવીને સેવન કરવું.
આ ગોળીનું સેવન સવારે ખાલી પેટ કરવું જેનાથી હરસ મસા મટે છે અને નાકમાંથી સતત પાણી પડવાની સમસ્યા અને છીક આવવાની સમસ્યામાં આ ગોળી સવારે બપોરે અને સાંજે એક એક ગોળીઓ લેવી. જેનાથી માથામાં ભરાયેલ ગેસ, વાયુ અને કફ નીકળે છે અને ફેફસામાં રહેલો જૂનો કફ પણ છૂટો પડશે.
1 ગ્રામ અજમા અને બદામને ચાવીને ખાવાથી તેમજ વાટીને ખાવથી પેટની બળતરા મટે છે. એસીડીટી માટે અજમા, કાળા મરી, શિન્ધાલું મીઠું વગેરે વાટીને લઈને તેનું સેવન કરવાથી એસીડીટી મટે છે.
1 કિલોગ્રામ અજમામાં 1 લીટર લીંબુનો રસ અને 50 ગ્રામ તેને કાચના વાસણમાં ભરીને તેને તડકામાં મૂકી દેવું. આ મિશ્રણમાંથી રસ બરાબર સુકાઈ જાય ત્યારે તેને 1 થી 4 ગ્રામની માત્રામાં સેવન કરવાથી પેટ સંબંધી તમામ સમસ્યાઓ મટે છે.
દૂધ પીધા બાદ અજમા ખાવાથી દૂધ પચી જાય છે. ઘઉંનો લોટ, મીઠાઈ વગેરેના પાચન માટે 25 મિલી અજમાના ઉકાળાનું દિવસમાં 3 વખત સેવન કરવું જોઈએ. અજમાને બારીક વાટીને તેમાં થોડી માત્રામાં હિંગ ભેળવીને તેનું લેપ બનાવીને આ પેસ્ટ પેટ પર લગાવવાથી પેટ ફૂલી જવું પેટના ગેસ વગેરે સમસ્યાઓ ઠીક થાય છે.
અજમાને સુંઘામાં ભરીને તેની ચલમ બનાવીને કે બીડી બનાવીને તેનું ધુમ્રપાન કરવાથી દમ અને અસ્થમા રોગમાં ફાયદો થાય છે. અજમા અને કપૂર મિક્ષ કરીને તેનો ધુમાડો કરવાથી ઘરની બધી જ જીવાત નાશ પામે છે, મચ્છર નાશ પામે છે. સાથે વાયરલ ઇન્ફેકશન ફેલવાનારા વાયરસ મરે છે. અજમાનો ધુમાડો લેવાથી શરદી અને ઉધરસ મટે છે.
અજમા અને વરીયાળી તેમજ સુંઠ વાટીને શરદીના રસ સાથે પીવાથી હરસ મસા મટે છે. અજમા અને સિંધાલુ મીઠું ભેળવીને સેવન કરવાથ હરસ મસા મટે છે. 10 ગ્રામ અજમા અને 5 ગ્રામ ફટકડી લઈને તેમાં છાશ ભેળવીને માથામાં લગાવવાથી લૂ અને લીખ નાશ પામે છે.
અજમાનું ચૂર્ણ દરરોજ ૩ ગ્રામની માત્રામાં લેવાથી પથરી ઓગળીને શરીરની બહાર નીકળી જાય છે, પગમાં કકાંટો વાગવાથી અજમા અને વાસી ગોળ મિક્સ કરીને કાંટાની જગ્યાએ બાંધવાથી કાંટો નીકળી જાય છે.
અજમાના તેલના 3 ટીપા 5 ગ્રામ સાકર સાથે લેવાથી ગોનોરિયા મટે છે. અજમાની પોટલી બનાવીને 50 ગ્રામ અજમા ઈજા વાળા સ્થા પર બાંધવાથી ઈજા ઠીક થાય છે, જે સ્થાન પર આરામ મળે છે. આ અજમાનો શેક શરીર પર આપવાથી ઈજા પર રાહત થાય છે. 4 થી 5 ગ્રામની માત્રામાં ટીપા લેવાથી કોલેરા રોગમાં ફાયદો થાય છે.
10 ગ્રામ અજમા અને 100 મિલી પાણીમાં પલાળીને સવારે પાણી ગરમ કરીને તેમાં થોડું મીઠું નાખીને સેવન કરવાથી મેલેરિયા મટે છે. અજમાને પાણીમાં પલાળીને બાદમાં મસળીને ગાળીને પીવાથી તમામ પ્રકારના તાવ મટે છે. ટાઢિયો તાવ પર સવારે અને સાંજે 2 ગ્રામ અજમા ખાવાથી મટે છે.
૩ ગ્રામ અજમામાં 10 મિલી સફેદ ડુંગળીનો રસ, 10 ગ્રામ સાકર ભેળવીને દિવસમાં ત્રણ વખત લેવાથી નપુંસકતા મટે છે. શીઘ્રપતનની સમસ્યા ઠીક થાય છે અને શુક્રાણુની ઉણપ પણ દૂર થાય છે. અજમાને અઆગમાં નાખીને તેના ધુમાડાથી શેક કરવાથી શરીરનો દુખાવો મટે છે. શરીરમાં દર્દ અને અજમાનું પાણી વાટીન, લેપના રૂપમાં લેવાથી અને અંગ પર શેક કરવાથી શરીરનો દુખાવો મટે છે.
અજમાને પોટલીમાં રાખીને તેને ગળામાં બાંધવાથી શરદી મટે છે, અજમાને પાણીમાં નાખીને ગરમ કરીને તેની નાસ લેવાથી કોરોના વાયરસના જીવાણું મટે છે, આ પ્રયોગ દરરોજ કરનારા લોકોને હાલ સુધી કોરોના થયો નથી. અજમાને મોઢામાં નાખીને ચાવવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે.
અજમા અને દહી નું સેવન કરવાથી અને બાદમાં લીંબુનું સરબત પીવાથી કબજીયાત મટે છે. અજમાને ગરમ પાણીમાં મિક્ષ કરીને તેમાં કાળા મરી નાખીને સેવન કરવાથી પેટનું દર્દ અને આફરો મટે છે. અજમા અને તેલની માલીશ કરવાથી આફરો મટે છે. અજમો અને અને જીરું તેમજ મીઠું ભેળવીને ફ્રીજમાં ઠંડું કરીને તે પીવાથી પેટનો દુખાવો મટે છે.
અજમાને બાળીને ધુમાડો કરવાથી શરીર તે ધુમાડો આવવા દેવાથી તેનાથી પરસેવો વળે છે જેના લીધે તાવ મટે છે. આ પરસેવાના લીધે ચામડીના રોગો પણ નાશ પામે છે. આ ધુમાડો નાકમાંથી અને ફેફસામાંથી કફ ઓગાળીને દુર કરે છે. અજમાના પાનનું સેવન કરવાથી પેટના કૃમિ નાશ પામે છે. અજમાનો ઉપયોગ બામ બનાવવામાં કરવામાં આવે છે.
અજમો અને ગોળ ખાવામાં આવે તો એસીડીટી મટે છે. અજમો અને હળદર તેમજ તુલસીના પાંદડા મિક્સ કરીને લેવાથી કફ તેમજ શરદી અને ઉધરસ નાશ પામે છે. આ તત્વો શરીરમાં રોગ પ્રતિકારક વધારે છે. અજમાનો ઉકાળો લેવાથી કફ મટે છે.
અજમાના રસમાં અનેક ગુણો રહેલા છે. આ અજમાનો રસ ઝેરી જંતુના કરડવાના સ્થાન પર લગાડવાથી ઝેર ઉતરે છે. આ રીતે અજમો શરદી અને ઉધરસની ઉત્તમ દવા છે. અજમાનું ચૂર્ણ અને માતાનું ધાવણ બાળકને પાવાથી બાળકોના ઝાડા મટે છે. અજમાના અનેક ગુનો રહેલા છે.
આમ, અજમો ખુબ જ ઉપયોગી છે, જે હાલ ચાલી રહેલી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે ખાવાથી અને તેનો નાસ લેવાથી શરૂઆતમાં જ કોરોના વાયરસનો નાશ કરે છે અને તેને નબળો પાડીને તેનું સંક્રમણને નાકમાં કે ફેફસામાં પહોચતા પહેલા જ નાશ કરે છે. કફ છૂટો પડીને બહાર કાઢી નાખે છે.
માટે ત્યારે અજમો આપણા માટે ખુબ જ ઉપયોગી છે, આશા રાખીએ કે આ ઉપયોગી ઔષધ અજમા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને અનેક બીમારીઓ અને રોગમાં તમે આ માહિતીનો ઉપયોગ કરીને અજમાનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરીને સુરક્ષિત રહી શકો.