બીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીજ છે.
બીટ 30 થી 90 સેમી જેટલી ઉચાઇ ધરાવતી વનસ્પતિ છે જેના મૂળને જ બીટ કહેવામાં આવે છે જે ડુંગળી, લસણની જેવી ગાંઠો સ્વરૂપે થાય છે. જે કંદમૂળ છે. જેના પાંદડા મૂળાના પાંદડા જેવા હોય છે, તેને ફૂલો ગુચ્છોમાં અહવા એકલ ઊકલ અને લાંબા વેલણ આકારના હોય છે. જેના મૂળ રીંગણ જેવા જાંબલી અને રાતાશ પડતા હોય છે. મોટાભાગે આ કંદમૂળ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીમાં વધારે થાય છે. આ એક ખુબ જ ઉપયોગી વનસ્પતિ છે.
બીટનું વાનસ્પતિક નામ Beta vulgaris છે. અને જે ગાંઠ જેવું કંદમૂળ હોવાથી તેને અંગ્રેજીમાં Beetroot કહેવામાં આવે છે. બીટને સંસ્કૃતમાં રક્તગૃંજનમ કે પાલંકી તરીકે ઓળખવામાં આવે છે, જયારે તેને હિન્દીમાં ચુકંદર તરીકે ઓખવામાં આવે છે. આ બીટ અનેક ઔષધીય ગુણોથી ભરપુર હોવાથી અમે તેનો અહિયાં ઉલ્લેખ કરીએ છીએ.
બીટના મૂળ અને તેના પાનને વાટીને એક મિક્સરમાં નાખીને તેમાં જરૂરી માત્રામાં પાણી નાખીને તેનું જ્યુસ બનાવીને પીવાથી અનેક રીતે ફાયદો થાય છે. જે અહિયાં બતાવ્યા છે.
લોહી વધારવા: બીટમાં ખુબજ વધારે માત્રામાં લોહ, વિટામીન અને ખનીજ દ્રવ્યો હોય છે જેના લીધે લોહીમાં વધારો થાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા આપે છે.
માથાનો દુખાવો: ઠંડી લાગવાથી કે તણાવના કારણે માથામાં દુખાવો થઇ રહ્યો હોય તો તેના ઈલાજ તરીકે બીટ ખુબ જ ઉપયોગી છે. બીટના રસના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી અડધા કપાળમાં દર્દ કે દુખાવો થતો હોય તો તે નાબુદ થાય છે. આ રોગને મોટા ભાગે આધાશીશી પણ કહેવામાં આવે છે.
ટાલીયાપણું: બીટના પાંદડાનો રસ થોડા દિવસો સુધી લગાતાર રીતે માથા પર લગાવવાથી માથામાં પડેલી ટાલ દુર થાય છે. બીટના પાંદડામાં હળદર ભેળવીને તેને વાટીને માથા પર લગાવવાથી માથાના વાળ ખરતા બંધ થાય છે અને જેના લીધે ટાલ પણ મટે છે. ઘણીવાર માથાની દેખભાળ નહિ રાખવાથી માથામાં ઊંદરી, ખોડો અને વાળ ન ધોવાથી રૂચી અને માથામાં જૂ અને લિખો પણ દુર થાય છે.
આંખો આવવી: આંખો આવવાની બીમારી ઘણા લોકોને થતી હોય છે, જેના લીધે આંખોમાં છીપડા આવે છે, પાણી પડે છે અને આંખો દુખે છે,જેવી તકલીફો થાય છે આ તકલીફના ઈલાજ તરીકે બીટ ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ તરીકે બીટના કંદનો રસ કાઢીને તેને કાનપટ્ટી પર લગાવવાથી આંખ આવવાની અને તેના દુખાવામાં રાહત મળે છે.
મોઢામાં પડેલી ચાંદી: ગરમ ચીજ ખાવાથી કે પીવાથી અથવા બીજી ઝેરીલી વસ્તુ ખાવાથી મોઢામાં ચાંદી કે ફોડલીઓ થઈ જાય છે. આ સમસ્યા દુર કરવા માટે બીટના પાંદડાનો રસ કાઢીને તેનો અથવા તેના પાનને વાટીને તેનો ઉકાળો બનાવીને તે રસ દ્વારા કોગળા કરવાથી દાંતના દુખાવા અને રોગ તેમજ મોઢામાં થયેલી ચાંદી દુર થાય છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસની સમસ્યા ધરાવતા વ્યક્તિઓ માટે બીટ ખુબ જ ઉપયોગી છે. તેને ગરમ કરીને થવા સલાડમાં નિયમિત ખાવાથી તે ધીરે શુગર લોહીમાં છોડે છે જેના લીધે શુગર યોગ્ય સ્તરમાં લોહીમાં જળવાઈ રહે છે. આ વનસ્પતિમાં કેલરી ઓછી હોય છે જેના લીધે શરીરમાં વધારે ચરબી પણ જમતી નથી અને તે ચરબીના થરને જામતા પણ રોકી લે છે. ડાયાબીટીસ ટાઇપ 2 ના રોગીઓ માટે તે ખુબ જ ઉપયોગી છે. બીટમાં ફાયબર પણ વિશેષ પ્રમાણમાં છે જેના લીધે ડાયાબીટીસના દર્દીઓમાં ફાયબર જરૂરી હોય છે તે માત્રામાં પૂરું પાડે છે. આ સિવાય બીટ શરીરમાં ઈન્સુલીન ને રોકે છે અને ઓક્સીડેટીવ તણાવ દુર કરે છે. બીટ જરૂરી તત્વો ડાયાબીટીસના દર્દીને પુરા પાડે છે તેમજ લોહીનું દબાણ પણ જાળવે છે.
ગર્ભાવસ્થામાં ઉપયોગ:ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટે છે જેના લીધે બાળકને અને સ્ત્રીને રોગ થવાની સંભાવના પણ રહેલી છે. જયારે બીટનું સેવન કરવાથી હિમોગ્લોબીન અને લોહતત્વનું પ્રમાણ જળવાઈ રહે છે. આ તત્વની ઉણપથી મહિલાઓને એનીમિયા જેવી બીમારી થવાની ગંભરી સમસ્યા રહેતી હોય છે. સાથે તેમાં પુષ્કળ માત્રામાં ફોલિક એસિડ પણ હોય છે જેના લીધે બાળકોના સ્નાયુઓના નિર્માણમાં ઉપયોગી સાબિત થય છે. સાથે બીટ ગર્ભવતી મહિલાઓને ઉર્જા પણ પ્રદાન કરે છે.
હાર્ટ રોગ: બીટમાં મળી આવતું નાઈટ્રેસ નામનું રસાયન લોહીના દબાણને ઓછું કરે છે, બીટમાં આવેલું બ્યુટેન નામનું તત્વ લોહીને જામી જતું રોકે છે, જેના લીધે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી છુટકારો મળે છે. બીટનું જ્યુસ પીવાથી ઊંચું ટેન્શન અને હાર્ટએટેક જેવી બીમારીનો ખતરો ઓછો થાય છે. સાથે તે લોહીના પરિભ્રમણમાં પણ મદદ કરે છે.
કેન્સર: બીટમાં પુષ્કળ માત્રામાં લોહ તત્વ આવેલું છે. જેના લીધે તે કેન્સર જેવી બીમારીઓ સાને લડવામાં પણ મદદરૂપ થાય છે. બીટ ખાવાથી શરીરમાં રેડબ્લડ કોશીકાઓ ફરી વખત બને છે. જેના લીધે કેન્સર કોશિકાઓ સુધી ઓક્સીજન પહોચી જાય છે અને ત્યા તેના વિરુદ્ધ લડતા કોષો વિકશે છે. જેના લીધે કેન્સરના કોષો મરે છે. આ સિવાય બીટમાં બેટાસાયનીન નામનું રાસાયણિક તત્વ આવેલું છે તેના લીધે લીધે બીટનો રંગ જાંબલી ભૂરો હોય છે જે કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડવામાં મદદ કરે છે.
એનીમિયા: પ્રોટીન,લોહ તત્વ અને વિટામીનની ઉણપથી એનીમિયા થાય છે. ક્યારેક ક્યારેક નાની મોટી ઈજા કે દુર્ઘટનાને કારણે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. જેના લીધે એનીમિયા થાય છે, વધારે શરાબ, ગર્ભાવસ્થા, થેલેસીમિયા, વધારે રક્તસ્ત્રાવ અને વિટામીન બી 12 ની ઉણપના કારણે એનીમિયા થાય છે. આ સમસ્યા માટે માટે બીટ ખુબ જ ઉપયોગી છે. જેમાં આવેલું લોહતત્વ શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને લાલ રક્તકણોની કોશિકાઓ પણ વધારે છે જેના લીધે એનીમિયા થતો નથી.
મગજની બીમારી: ઘણા લોકોને મગજ સુધી પહોચતા ઓક્સીજનના ઓછા પ્રમાણને લીધે મગજની તકલીફ થાય છે. બીટમાં ઉચ્ચ માત્રામાં નાઈટ્રેસ આહારના રૂપમાં ઉપયોગ કરવાથી મગજ સુધી ઓક્સીજન પહોંચવો સરળ બને છે. નાઈટ્ર્સના કારણે રક્ત વાહિકાઓની પહોળાઈ વધે છે અને ઓક્સીજન જરૂરિયાત વાળી જગ્યાઓ સુધી પહોંચે છે અને તેનું પ્રમાણ પણ વધે છે.બીટ મગજમાં ઓક્સિજનનો પ્રવાહ બનાવી રાખે છે જેના લીધે નિયમિત રીતે પરિભ્રમણ કરી શકે છે. બીટમાં કોલીન નામનું પોષકતત્વ હોય છે જે શરીરની યાદશક્તિ તેજ બનાવે છે જેથી પાગલપન જેવવી સમસ્યા પણ દુર રહે છે.
પેટની બીમારી: બીટમાં બીટાઈન ખુબ જ વધારે માત્રામાં હોય છે , જે પાચન સ્વાસ્થ્ય માતાએ ફાયદાકારક છે. તે પેટમાં નિર્માણ પામનારા એસિડના સ્તરને વધારીને પાચનશક્તિ સુધારે છે. જેના લીધે પેટ ફૂલતું નથી. અને જેના લીધે દરેક પ્રકારના ખોરાક પછી જાય છે. સાથે તે ફૂગ જીવાણું અને બેક્ટેરિયા જીવાણુંનો વિકાશને નિયંત્રણમાં રાખે છે. બીટમાં સારી માત્રામાં ફાયબર આવેલુ છે જે પેટ સંબંધી બીમારીઓ જેમકે કબજિયાત, હરસમસા માટે ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ બીટનો રસ પીવાથી શરીરની પાચનશક્તિ વધે છે.
યૌન સ્વાસ્થ્ય અને નપુંસકતા : બીટ યોગ્ય રીતે પુરુષોના જીવન પર વિશેષ રૂપે અસર કરે છે. મહિલાઓને પણ બીતથી ફાયદો થાય છે. બીટના સેવનથી સેક્સ ઈચ્છા વધે છે. બીટના સેવન દ્વારા નપુંસકતાને દુર કરી શકાય છે. નાઈટ્રેસમાં સમુદ્ર હોવાથી નાઈટ્રસ ઓક્સાઈડના સ્તરને વધારે છે. જેના લીધે પ્રજનન ઈચ્છા વધે છે અને નપુંસકતાથી પરેશાન લોકોને યૌન સ્વાસ્થ્યમાં વધારો કરે છે. બીટમાં નાઈટ્રીક ઓક્સાઈડ વધારે છે જેનાથી રક્ત વાહિનીઓનો વિસ્તાર વધે છે અને જેનેટલ્સમાં લોહીનો પ્રવાહ વધે છે. જયારે બીટમાં બોરોનનું પ્રમાણ વધારે હોય છે જેના લીધે સેક્સ હોર્મોન્સ પણ વધે છે.
માસિક સમસ્યા: માસિકના લીધે ઘણી મહિલાઓને વધારે લોહીની ખામી સર્જાય છે, અને લોહી વહી જાય છે. આ સમસ્યામાં બીટનો રસ એક ગ્લાસ પીવાથી મહિલાઓને તાકાત હાસલ કરવામાં મદદ મળે છે, કારણ કે બીટમાં લોહ તત્વ હોય છે. જે લોહીની માત્રા અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. જેથી માસિક સમસ્યા માં ખુબ જ ફાયદાકારક છે.
ચામડીની સમસ્યા: બીટમાં આવેલું ફોલેટ અને ફાયબર ચામડી પરની અશુદ્ધિઓ અને ગંદકીઓ હટાવવામાં મદદ કરે છે. બીટના કટકાઓ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો સુંદર બને છે. સાથે મોઢા પર થતા ખીલ પણ મટે છે. સાથે શરીર પર થયેલા કાળા ધાબા પણ બીટના ઉપયોગથી મટાડી શકાય છે. ચામડીના શુદ્ધ લોહીનું નિર્માણ અને વહન કરે છે જેથી ધાધર, ખસ, ખરજવું જેવી બીમારીઓ દુર રહે છે, સાથે બીટ ઠંડક પ્રદાન કરતું હોવાથી તલ, મસ જેવી તકલીફો પણ થતી નથી.
બીટને ઉકાળીને પાણીને તેના પાણીને મસ થયેલી જગ્યા લગાવવાથી મટે છે. સાથે થાક આળસ દુર થાય છે. બીટમાં ટમેટાનો રસ અને હળદર પાવડર મિક્સ કરીને ચામડી પર લગાવવાથી ચામડીમાં નીખાર આવે છે.
મોતિયો: બીટમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જેમાં વિટામીન સી પણ છે જેના લીધે મોતીયોની બીમારી દુર કરવામાં પણ બીટ ખુબ જ ફાયદાકારક છે. આંખોની સમસ્યા દુર કરતા અનેક તત્વો આવેલા હોવાથી મોતિયાની સમસ્યામાંથી પણ છુટકારો અપાવી શકે છે.
હરસ મસા: બીટના મૂળને લઈને તેને ઘી સાથે 21 દિવસ સુધી સેવનકરવાથી મસા મટે છે. આ સિવાય બીટનો ઉકાળો કરીને 10 થી 30 મિલી માત્રામાં ભોજન પહેલા 1 કલાકે પીવાથી તથા રાત્રે સુતા સમયે પીવાથી કબજિયાત મટે છે.
આ સીવાય બીટનું કટકા કરી અને તેમાં તેના પાંદડા મિક્સ કરીને તેનું જ્યુસ બનાવીને પીવાથી વાળની બીમારી, દાંતની બીમારી, બ્લડપ્રેસર, હાર્ટ એટેક, લીવર બીમારી, પાચન શક્તિ, કમળો, ટ્યુમર, હાથપગ ફાટવા, ઉર્જા, કોલેસ્ટેરોલ ઘટાડે, અને ઉત્તમ કોલેસ્ટેરોલ વધારે, હાડકા મજબુત કરે, વજન ઘટાડે, નાકના રોગ મટાડે વગેરે ફાયદાઓ આપે છે.
તેના પાંદડાને ઘસીને સોજો અને ઈજા થયેલ ભાગ પર લગાવવાથી દુખાવો અને સોજો ઉતરે છે.તથા તેના પાંદડાનો ઉકાળો બનાવીને બળેલા ભાગ પર લગાવવાથી જલ્દી આરામ મળે છે. બીટના પાંદડાના રસમાં મધ ભેળવીને દાગ અને નિશાન લગાવવાથી દાગ મટે છે. તેનો રસ નાકમાં નાખવાથી નાકની લોહી નીકળવું, ફોડકીઓ વગેરે મટે છે.
આમ, બીટ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. જેના દ્વારા મોટાભાગની સમસ્યાઓ અને બીમારીઓને ભગાડી શકાય છે, અમારી આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમને બીટના ફાયદાઓ વિશે જાણવા મળશે અને જેથી તમે નિયમિત રીતે ખોરાક અને દવા તરીકે બીટનો ઉપયોગ કરીને અનેક સમસ્યામાથી બચી શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.