દરેક માતાઓને આ સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ કરી કરે છે, જેના લીધે વારંવાર પથારી ધોવી પડતી હોય છે. પથારીમાં રાત્રે વાસ આવે છે, જેનાથી ખાસ કરીને માતાપિતા પરેશાન રહે છે. આ સમસ્યા નાના બાળકોમાં જોવા મળે તે સહજ છે, પરંતું ઘણી વખત બાળક મોટું થાય થાય ત્યાંરે પણ આ આદત છોડતું નથી.
આ માટે ઘણા લોકો અવનવા ઉપાયો શોધતા હોય છે. ઘણી વખત દવાખાનામાં પણ બતાવતા હોય છે. જો કે આ આયુર્વેદ પ્રમાણે બતાવેલા ઉપાયોથી કરવાથી પણ ઠીક થઈ જાય છે. આ સમસ્યાને બેડ વેટીંગ કહેવામાં આવે છે. આ સમસ્યા ઘણી વખત બાળકને અને માતાપિતાને સામાજિક અને કૌટુબિંક રીતે શરમ જનક સ્થિતિમાં મૂકી શકે છે.
આ સમસ્યા લગભગ 15 થી 20 ટકા બાળકોમાં જોવા મળે છે. આ સમસ્યાના ઈલાજ માટે પહેલા આપણે એ જાની લેવું જોઈએ કે આ સમસ્યા શા કારણે થાય છે. બાળકોમાં કોઈ કારણ જોવા મળતું હોય છે જેના લીધા બાળક રાત્રે અજાણતા જ પથારીમાં પેશાબ કરી જાય છે. પેશાબની કોથળી, તેને સપોર્ટ કરનારા સ્નાયુઓ, જે ચેતાતંતુઓમાં કોઈ જ્ગ્યાએ શીથીલતા આવવાથી આ સમસ્યા થઇ શકે છે.
જયારે જન્મથી દોઢ વર્ષ સુધીના બાળકને આ સમસ્યા સામાન્ય રીતે હોય છે. જે એક સામાન્ય સમસ્યા છે. આ સમયે બાળકનું મગજ બરાબર વિકસિત નથી હોતું કે આ બધી ક્રિયાઓને કન્ટ્રોલ કરી શકે. પરંતુ જયારે ઘણી વખત આ દોઢ વર્ષ બાદ પણ 10 કે 12 વર્ષ સુધીનાં બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે. જે એક ચિંતા જનક સ્થિતિ છે.
જયારે આ સમસ્યા મોટી ઉમરમાં જોવા મળે તો એ એક પ્રકારે શરમ જનક સમસ્યા છે સાથે માનસિક રીતે પણ પરેશાન કરી મુકે તેવી સમસ્યા છે. આ સમસ્યાને લીધે બાળક તણાવ કે ડીપ્રેશનમાં પણ જઈ શકે છે. આ સમસ્યા થવાના કારણોમાં પેશાબની કોથળીની આજુબાજુના સ્નાયુઓ આ બધી ક્રિયાઓનું નિયમન કરતા હોય છે. જેના લીધે આપણને જયારે ઈચ્છા થાય તે વખતે જ કુદરતી આવેગોને છોડીએ છીએ, પરંતુ ક્યારેક કોઈ સમસ્યાને લીધે આવા સ્નાયુઓ પરનો કાબુ જતો રહે તો આ આવેગો ઉપર કાબુ રહી શકતો નથી. આ રીતે રાત્રે પેશાબ પણ પથારીમાં જ થઇ જતો હોય છે.
ક્યારેક બાળકોને સતત ભય, ડર રહેતો હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. જેમાં શાળામાંથી પ્રેસર, કોઈએ દિવસે બાળકને ડરાવ્યું હોય, બાળકને ધમકાવ્યું હોય, વધારે પ્રમાણમાં માર મારવામાં આવ્યો હોય અથવા ડરામણી વાતો કરવામાં આવી હોય કે પછી ડરામણી જગ્યાએ ફરવા ગયા હોય, ડર લાગે તેવી ઘટના બની હોય તેની અસર બાળક ઉપર પડે છે અને રાત્રે પથારીમાં પેશાબ કરી જાય છે.
ઘણી વખત પેટમાં કૃમિ પ્રમાણ વધી જાય, પેટમાં પરજીવીઓ વધી જાય તો પણ આ સમસ્યામાં તે બાળકને અસર કરે છે. કૃમિના કારણે ઘણા બાળકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યામાં બાળક દાંત કચકચાવતું હોય છે. ઘણી મળદ્વારના ભાગમાં ખંજવાળ આવતી હોય છે.
ટાઈપ-1 ડાયાબીટીસસની સમસ્યા જે લોકોમાં હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળી શકે છે. આ ડાયાબીટીસમાં વ્યક્તિના શરીરમાં ઇન્સુલીન બનતું હોતું નથી. ઘણી વખત નાના બાળકોમાં ટાઈપ-1 ડાયાબીટીસની સમસ્યામાં પણ આ સમસ્યા જોવા મળે છે.
આ સિવાય UTI ઇન્ફેકશન હોય ઘણી વખત બાળકોમાં જોવા મળતું હોય છે. જેમાં પેશાબના માર્ગની અંદર સોજા આવી જાય છે અને સંક્રમણ થાય તેવા વખત પણ આ સમસ્યા જોવા મળે છે. કબજિયાત, સ્ટ્રેચ, માનસિક તણાવ આ બધા કારણોના લીધે આ સમસ્યા થતી જોવા મળે છે.
આ સમસ્યા બાળકોમાં બે પ્રકારે જોવા મળે છે. જેમાં આ સમસ્યા બાળકોમાં થાય તો તેને સરળતાથી મટાડી છે. આ જેમાં પ્રથમ પ્રકારમાં આ સમસ્યા થાય તો થોડા ઉપાયો કરવાથી તે સમસ્યા મટી જાય છે. જયારે બીજા પ્રકારમાં આ સમસ્યા મટી ગયા બાદ પણ ક્યારેક આ સમસ્યા ફરી વખત થઇ શકે છે. આ પ્રકારની સમસ્યા મોટા બાળકોમાં વધારે જોવા મળતી હોય છે.
આ સિવાય બાળકો વધારે પડતું મીઠા વાળું ખાતા હોય, ચોકલેટ, કાર્બોનેટીક ડ્રીન્કસ, ચા, કોફી જેવા કેફીન વાળા પદાર્થ, ફ્રુટ જ્યુસ, વધારે પડતું તીખું ભોજન લેવું વગેરેમાં આ સમસ્યા જોવા મળે છે. આં સિવાય અત્યારે જે પેકેજમાં જે નાસ્તા જેવા ખોરાક મળે છે તેના લીધે પણ આ પથારીમાં પેશાબ કરવાની સમસ્યા થતી હોય છે.
આ સમસ્યાના ઈલાજ માટે તમારે આમળાનો પાવડર લેવો. આ પાવડરના બાળકની ઉમરના પ્રમાણમાં મરી નાખવા. આ બંનેને મિક્સ કરી પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવવો. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં આ પાવડર નાખી તેમાંથી અડધું પાણી બળી જાય પછી તેને નીચે ઉતારી ઠંડું પડવા દેવું. આ પછી તેને ગાળી લઈને પછી તેને બાળકને પીવરાવી દેવું.
આ ઉકાળો પીવરાવવાથી બાળકને પથારીમાં પેશાબ કરવાની આદત છૂટી જાય છે. અ સિવાય તજનો નાનો ટુકડો બાળકને મોઢામાં સુચવા માટે આપવો. જો બાળકને તજ ન ભાવે તો તજનો પાવડર બાળકના ભોજનમાં નાખીને ખવરાવી દેવો. તજ પણ ખુબ જ ઉપયોગી છે તેમજ આમળાના પાવડર અને મરીના પાવડરનો ઉકાળો પણ બાળક માટે ઉપયોગી છે અને આ આદત છોડાવી શકે છે.
આ સહીત રાત્રે બાળકને સુવરાવતી વખતે પેશાબ કરવાની ટેવ પાડો. આ રીતે થોડા દિવસો સુધી બાળકની આવી રીતે કાળજી રાખવાથી અને આ મિશ્રણ પીવરાવવાથી બાળકની પેશાબ કરવાની આદત છૂટી જાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તમે આ ઉપાય કરીને તમારા બાળકની રાત્રે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા છોડાવી શકો.