ઘણા લોકોને ભોજન કર્યા બાદ અમુક આદતો હોય છે. જે તેમના શરીર શારીરિક અને માનસિક રીતે નુકશાન પહોચાડે છે. આ ભૂલો કે આદત ગણી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ઘણી નુકશાનકારક છે. ખાસ કરીને આ આદતોથી આપણને ભારે નુકશાન થાય છે. સ્વાસ્થ્ય બગડે છે.
જે શરીરનું વજન વધારી શકે છે. શરીરમાં મેદસ્વિતા લાવે છે. જે લોકોને વજન ઘટાડવું છે તેવા લોકોએ તો આવી આદતો બિલકુલ છોડી દેવી જોઈએ. જેમાં ઘણા લોકોને વધારે પડતું ખાવાની અને કંઈપણ ખાવાની આદત રહેલી હોય છે. જે કોઈ સમય કે સ્થિતિ જોયા વગર જ આવી વસ્તુ આરોગી લેતા હોય છે. જે પેટ અને પાચનને નુક્શાન કરે છે. જેથી આવી ટેવોથી દૂર રહેવું જોઈએ.
ચા અને કોફી પીવાની આદત મોટા ભાગના ધરાવે છે. પરંતુ આ ચા અને કોફીમાં કેમિકલ અને રસાયણ હોય છે જે શરીરમાં એસીડ ઉમેરે છે. આ એસીડ પચવામાં પણ ભારે પડે છે, જે પાચન તંત્રની સમસ્યા કરે છે. ઘણા લોકો ઘેન ચડે ત્યારેફ્રેશ થવા માટે આ ચા કોફી પીતા હોય છે. પરંતુ આ રીતે ચા અને કોફીનો ઉપયોગ ન કરવો જોઈએ, જેની જગ્યાએ પાણી પીવાથી પણ ઘેન ઉતરી જાય છે..
ઘણા લોકો ભોજન કર્યા બાદ ફળો ખાતા હોય છે. ભોજન બાદ ફળોનું સેવન શરીરમાં ખુબ જ નુકશાન કરે છે. કારણ કે જમ્યા પછી ફળો ખાવાનો કોઈ અર્થ રહેતો નથી. ભૂખ્યા પેટે કે ભૂખ લાગે ત્યારે ફળો ખાવા જોઈએ જેથી તેનો ફાયદો મળે છે. જમ્યા બાદ ફળો ખાવાથી પેટ ભરાઈ જાય છે.જે વજન વધારે છે.
ધુમ્રપાનની આદત સ્વાસ્થ્ય માટે તો નુકશાન કારક જ છે. પરંતુ ઘણા લોકો આ ધુમ્રપાન જમ્યા પછી તરત કરી લેતા હોય છે. જે તેમના સ્વાસ્થ્યને ભારે નુકશાન કરે છે. આ રીતે કરેલું પાચન ક્રિયા પર અસર કરે છે અને પેટની સમસ્યા ઉભી કરે છે. જેના લીધે પેટના રોગો થાય છે.
જમ્યા પછી તરત સુઈ જવાની આદત પણ એક ખરાબ આદત છે. ઘણા લોકોને ખાધા પછી તરત આળસ આવતી હોય છે, જેથી ઊંઘી જતા હોય છે. પરંતુ જમ્યા પછી આપણા શરીરનાં અંગોમાં પાચનની શરૂઆત થાય છે. જયારે ઊંઘ લેવાથી શરીરમાં પાચનની ક્રિયામાં અવરોધ સર્જાય છે. જે પેટની તકલીફો પેદા કરે છે. માટે જમ્યા પછી તરત ન સુવું જોઈએ.
ખાઈને કસરત કરવી તો પાચન તંત્રને ભયંકર નુકશાન કરે છે. જયારે જઠર અને આંતરડામાં ગયેલો ખોરાક શરીરમાં વલોવાય છે અને જે કસરત કરવાથી ઉપરની તરફ જવા લાગે છે. જયારે પાચન તંત્ર તેને રોકવાનો પ્રયાસ કરે છે. જેથી ક્યારેક આંતરડા આ ક્રિયા કરવામાં કાબુ ગુમાવી દે છે માટે જમ્યા પછી ક્યારેય કસરત ન કરવી જોઈએ. આ રીતે શરીરને નુકશાનથી બચાવવા માટે જમીને ક્યારેય કસરતો ન કરવી જોઈએ.
આમ, શરીર માટે જમ્યા બાદની આ આદતો ખુબ જ નુકશાનકારક છે. જે આદતની સીધી જ અસર આપણા પાચન તંત્ર પર પડે છે અને પાચન તંત્રમાં સમસ્યા આવે છે જે સમસ્યા આખા શરીરમાં ફેલાય છે.
મિત્રો, આવી ઉપયોગી માહિતી તેમજ હેલ્ધી ટેવ તમારા મિત્રો અને પરિવાર સાથે અવશ્ય શેર કરજો