Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

દવાથી વધુ ગુણકારી છે આ વૃક્ષના પાન, છાલ, ફળ અને મૂળ જાણો ઉપયોગ કરવાની રીત

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
દવાથી વધુ ગુણકારી છે આ વૃક્ષના પાન, છાલ, ફળ અને મૂળ જાણો ઉપયોગ કરવાની રીત

100 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે વડ વૃક્ષના પાન, છાલ, ફળ અને મૂળ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઔષધી અને ઘરેલું ઉપચાર વાંચતા પહેલા ઉપર જમણી બાજુ ખૂણામાં 👌 Follow નું બટન આપેલું છે એ દબાવી દો એટલે લેટેસ્ટ માહિતી તમને મળતી રહે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

વડનું વૃક્ષ મોટા ઘેરાવાવાળું હોય છે અને આ વૃક્ષ પ્રસિદ્ધ તેમજ બધાનું જાણીતું છે. આપણે ત્યાં વટ સાવિત્રી જેવા દિવસોએ વડની પૂજા કરવામાં આવે છે. તેમજ વડના વૃક્ષ પરથી કહેવતો પણ બની છે કે “વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા”. વડનું વૃક્ષ ગામના ગોંદરે, તળાવના કિનારે, કુવાને કાંઠે કે મંદીરની આજુબાજુ જોવા મળે છે. કોઈ પણ ગામમાં ઉનાળામાં બળબળતા બોપોરે વડની નીચે છાયડે નીચે બેસતા રાહત અનુભવાય છે.

Join Group

વડલાનું વિશાળ વૃક્ષ હોય છે. ખાસ કરીને તેનો મોટો આકાર, ઓક્સીજન પ્રદાન કરવા માટે અને હિંદુ ધર્મમાં આસ્થાની માન્યતાઓથી જોડીને જોવામાં આવે છે. આ વૃક્ષને વટવૃક્ષ પણ કહેવામાં આવે છે. વડનું વાનસ્પતિક નામ ફાઈક્સ બેંગાલેસિસ (Ficus Benghalensis) છે. જેને અંગ્રેજીમાં Banyan Tree કહેવામાં આવે છે.

વડનું વૃક્ષ સીધું હોય છે, ઘેરાવદાર વિશાળ પ્રમાણમાં ફેલાય છે. તેના મૂળ ડાળીઓ સાથે જોડાયેલા હોય છે. અને નીચેની તરફ ફેલાય છે. જે વધારે પ્રમાણમાં ફેલાયને નીચે આવે છે અને તેનું પણ થડ બની જાય છે. વડના ફળ ગોળ, નાનું અને લાલ રંગના હોય છે. તેના ફળની અંદર બીજ હોય છે. જે ખુબ જ નાના હોય છે. વડના પાંદડા પહોળા હોય છે. જેના તાજા પાંદડા, ડાળીઓ છાલને તોડવાથી અંદરથી સફેદ રંગનો તરલ પદાર્થ નીકળે છે. જેને લેટેક્સ અમલ કહેવામાં આવે છે.

વડનું વૃક્ષ

આ વુક્ષ છાયાદાર વૃક્ષ વિશાળ ડાળીઓ અને સાખાઓ વાળું હોય છે. આ વુક્ષ દુકાળના સમયે પણ જીવિત ટકી રહી શકે છે. ઔષધી તરીકે માત્ર વૃક્ષ જ નહિ પરંતુ તેની છાલ, ફળ, બીજ, દૂધ, વગેરેનો રોગના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. વડના વૃક્ષ કફ, વાત અને પિત્ત દોષને ઠીક કરવા માટે કરવામાં આવે છે. નાક, કાન અથવા વાળની સમસ્યા ઠીક કરવા માટે વડના વૃક્ષથી લાભ મળે છે.

આ વડનું વૃક્ષ 70 થી 80 ફૂટ જેટલું ઊંચું હોય છે. પરંતુ જેની વડવાઈ ફેલાઈને જમીનમાં ઊંડે જતા તે પણ થડ જેવી બની જાય છે. તેવી રીતે વડનું વૃક્ષ ખુબ જ ફેલાઈ શકે છે અને મોટો વડ બની જાય છે, જેમકે ગુજરાતમાં જોવા મળતો કબીર વડ વિશાળ જગ્યામાં ફેલાયો છે. વડનું વૃક્ષ બધે જ થતું હોવાથી તેના વિશે બધાં લોકો ઓળખે છે.

વડના બધા અંગો અંગો ઔષધ રૂપે વપરાય છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત ને યોનિના રોગોને નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ એને પાનના અંકુર ઔષધમાં વપરાય છે.

વડનું ઝાડ સર્વાંગ દુધવાળું હોય છે. તેના પાન, ડાળીઓ વગેરે તોડવાથી કે તેની છાલ ઉખાડવાથી દૂધ નીકળે છે. તેના પંચાંગના ચૂર્ણની માત્રા બેથી ચાર ગ્રામની અને દુધની માત્રા ગ્રામના ચોથા ભાગથી 1 ગ્રામ સુધીની હોય છે.

વડ પિત્ત, દાહ, તરસ, જવર, શ્વાસ તથા ઉલ્ટીનો નાશ કરનાર છે. વડના પાંદડા યોની રોગ અને મુત્રદોષનો નાશ કરે છે. વડના ફળો ગ્રાહી ગુણ ધરાવે છે. વડના ફળ કફ, પિત્ત અને વાયુનો નાશ કરે છે. વડના પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. વડના વૃક્ષને ઝાડા અને મરડાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વડ

વડના ઉકાળાના લાભ: વડની છાલ, પીપળી, આંબળા, બોરડીની છાલ, જેઠીમધ, ચારોળી, લોધર, ઉંબરાની છાલ, પીપળાની છાલ, અખરોટના વૃક્ષની છાલ, ટેટીની છાલ, આંબાની છાલ, મોટી હરડે, અર્જુનની છાલ, ભિલામો આ બધી વસ્તુઓને ભેગી કરી 10-10 ગ્રામ લઇ તેનો ઉકાળો બનાવી. આ ઉકાળાને સ્ત્રીને યોની અને મૂત્રમાર્ગના રોગ થયો હોય તો કે જોઈ ઈજા જખમ અથવા હાડકું ભાંગી ગયું હોય, દાહ બળતી કે ડાયાબીટીસની તકલીફ હોય તો તેનો ઉકાળો આપવાથી લાભ થાય છે.

વડના લાડુના લાભ: વડના વૃક્ષની વડવાઈ, પીપળાના મૂળ, ઉંબરાની છાલ,સરસડી મૂળ, દરેક વસ્તુને 25-25 ગ્રામની માત્રામાં લઈ તેમાં ગોળ તથા મધ મિક્સ કરી લઈ, તેના લાડુ બનાવી લેવા. આ લાડુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. આ લાડુ સવારે અને સાંજે ખાવાથી અને બાદમાં દૂધ પી લેવું. આ ઈલાજ કરવાથી ટીબી-ક્ષય તથા જીણો તાવ- જીર્ણ જવ, સંગ્રહણી, હરસ-અર્શ, પાંડુ-એનીમિયા રોગ તેમજ ભસ્મક રોગ મટે છે. અલાડુ મનને પણ શાંતિ આપે છે અને તણાવ દુર કરે છે.

વડનો મલમના લાભ: વડના સુકા પાનને બાળી, ધુમાડો નીકળી જાય ત્યારે તેના ઉપર વાસણ ઢાંકી દઈ, તેની રાખ કરવી. ઘી અને મીન તૈયાર કરી તેમાં આ રાખ મેળવીને મલમ બનાવવો. આ મલમ ચોપડવાથી જખમ, ઘાવ અને ઈજા મટે છે. આ મલમ હરસ મસાને મટાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે.

વીર્ય રોગ: વડના ટેટા સ્વાદમાં મધુર અને તુરા હોય છે. વડના ટેટા સ્ત્રી અને પુરુષ ને બંને માટે ખાવા યોગ્ય છે. તે વીર્ય વર્ધક અને વીર્યશોધક છે. તેના દુધના ટીપા પતાસા ઉપર લઇ ખાવાથી સ્વપ્ન દોષ, વીર્ય પાતળું એટલે ધાતુનું પાતળું થવું વગેરે સમસ્યા મટી જાય છે. વડના દુધમાં અફીણ તથા જ્જાય્ફ્લ ઘૂંટી, ગોળીઓ બનાવીને લેવાથી વીર્યનું સ્તંભન થા છે. વડનું દૂધ તથા વડની છાલ વીર્ય સ્તંભક અને વીર્ય વર્ધક છે..

રસોળી: વડના પાકા લાલ ફળ-ટેટા ખાવાથી શરીરમાં ખુબ જ શક્તિ મળે છે. જો રસોળી થઈ હોય, હાડકું વધી ગયું હોય તો વડનું દૂધ, ઉપલેટ અને સિંધવ મીઠું લગાવી ઉપર વડની છાલ મૂકી પાટો મૂકી પાટો બાંધવાથી મટે છે. આ ઉપાયથી 10 થી 15 દીવસમાં હાડકું વધેલું હાડકું બેસી જાય છે.

ઉલ્ટી: વડના પાનનો કાઢીને પાણીમાં ભેળવીને પીવાથી ઉલ્ટી મટે છે. ઉલ્ટીમાં લોહી નીકળતું હોય તો આ ઉપચાર કરવાથી ખુબ જ ફાયદો થાય છે. વડના અંકુરોને પાણીમાં પીસી, ગાળીને પીવાથી અથવા તેના સુકા અંકુરોની રાખ બબ્બે ગ્રામ ખાવાથી ઉલ્ટી બંધ થાય છે. લોહીની ઉલ્ટીમાં પણ આ રાખ ઉપયોગી  છે.

ઉલ્ટી

ચહેરાના ડાઘ: વડની કોમળ વડવાઈ નવા અંકુર અને મસૂરની દળને દુધમાં વાટીને લગાવવાથી મોઢા પરના ડાઘ દુર થાય છે. આ ઈલાજ કરવાથી ચહેરાનો નીખાર આવે છે. તેના લીધે ચહેરાનું સૌન્દર્ય વધે છે. ચહેરો તેજસ્વી બને છે.

શ્વેત પ્રદર-સફેદ પાણી પડવું: વડની 10 ગ્રામ છાલનો ઉકાળો કર, તેમાં 1.5 ગ્રામ લોધર નાખી, ઠંડો થયેથી મધ નાખવાથી અને તેને દિવસમાં બે વખત થોડા દિવસ સેવન કરતું રહેવાથી સ્ત્રીઓનીમાંથી સફેદ પાણી પડવાની સમસ્યા મટે છે.

વંધ્યત્વ: વડની વડવાઈ દરરોજ ગાયના દૂધમાં મિક્સ કરીને પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. વડની વડવાઈ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો. કમર અને ઘૂંટણ પર થતા દુખાવામાં પણ આ વડનું દૂધ લગાવવાથી ખુબ જ લાભ થાય છે.

ગર્ભધારણ: વડના આન્કુરોને શુક્લપક્ષ કે પુષ્પ નક્ષત્રમાં લાવી, ચૂર્ણ કરી, 6-6 ગ્રામ જેટલું માસિકધર્મમાં આવેલી સ્ત્રીને સવારે 4 થી 6 દિવસ આપવાથી તેને ગર્ભધારણ થાય છે. એટલે કે પ્રજનન સફળતા પૂર્વક થઇ શકે છે. શુક્લપક્ષ પક્ષ અને પુષ્પ નક્ષત્રના લીધે પ્રકાશ અને વાતાવરણની અસર વડ ઉપર વધારે હોય છે. જેમાં કોઈ અંધશ્રધ્ધા કે જ્યોતિષનો આધાર નથી.

દાંતનો દુખાવો: સડેલા દાંતોમાં વડનું દૂધ મુકવાથી સખત થતો દુખાવો મટે છે. દાંત સડે અને દુખે ત્યાંરે રૂના પૂમડામાં વડનું દૂધ લગાવી દાંત કે દાઢ પર મુકવાથી દાંતનો સડો અને દાંતનો રોગ મટે છે. વડ કે વડવાઈન દાંતણ કરવાથી તેમજ વડની વડવાઈનો સુવાળો કુચો તલના તેલમાં બોળીને ધીમે ધીમે દાંતણ કરવાથી અને દાંત તેમજ પેઢા પર ઘસવાથી દાંત મજબુત બને છે અને પાયોરિયા મટે છે.

ચામડીના રોગ: વડની છાલ ઉકાળી તે પાણીથી ગુમડા ધોવાથી ગુમડા મટે છે. તે સોજા ઉતરે છે તથા વીર્ય બળ વધારે છે. વડના છાલના ઉકાળાથી ઘા, ચાંદા, ગુમડા વગેરે ધોવાથી ઘાનું શોધન અને રોપણ થાય થઇ ઘા, ચાંદા, ગુમડા વગેરે જલ્દી રુઝાય છે.

ચામડીની સમસ્યા

ઘા કે ગુમડામાં કીડાનો ઈલાજ: વડની છાલના ઉકાળાથી વ્રણ-ઘા-જખમને ધોતા રહેવાથી અને તેમાં દિવસમાં ત્રણ વખત વડનું દૂધ ભરવાથી તે જલ્દી મટે છે. ઘામાં કીડા પડ્યા હોય તો પણ આ પ્રયોગથી મટી જાય છે.

માનસિક રોગ: વડની વડવાઈ લઇ તેમાં થોડી સાકર ભેળવીને, પીપળાની વડવાઈ લઇ તેમાં થોડી સાકર ભેળવીને પાણી સાથે લેવાથી આઘાતના તમામ જાતના રોગમાં ફાયદો થાય છે. વડના કુમળા પાનનો ચૂર્ણ કરી ને પીવાથી માનસિક રોગ મટે છે. વડનું તાજું દૂધ પતાસામાં ભરીને 15 થી 20 દિવસ સુધી વીર્ય ઘટ્ટ બને છે તેમજ વીર્યનું સ્ખલન, સ્વપ્ન દોઢ તેમજ વીર્યનું શીઘ્રપતન મટે છે. વીર્યની ખામીને લીધે મગજ તપેલું હોય તો પણ મટે છે.

વાળની સમસ્યા: વડના વૃક્ષના પાંદડા લો. બાદમાં તેને સળગાવીને તેની રાખ બનાવી લો. 20 થી 25 ગ્રામની રાખને 100 મિલી ગ્રામ અળસીના તેલમાં ભેળવીને માથામાં લગાવો. જેનાથી વાળની સમસ્યા દુર થાય છે. વડના વૃક્ષના સ્વચ્છ કોમળ પાંદડાના રસમાં બરાબર માત્રામાં સરસવનું તેલ ભેળવી દો. તેને આગ પર પકાવી લો. આ તેલને વાળમાં લગાવવાથી વાળની દરેક પ્રકારની સમસ્યા દુર થઈ જાય છે. વડની વડવાઈ તેમજ જટામાંસીનું ચૂર્ણ 25-25 ગ્રામ, તલનું તેલ 400 મીલીગ્રામ તથા ગળોનો રસ 2 લીટર લો. તેને બધી રીતે બરાબર ભેળવીને તડકામાં રાખો. પાણી સુકાઈ ગયા બાદ તેલને ગાળી લો. આ તેલથી માથા પર માલીશ કરો. તેનાથી માથામાં ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. તેમજ શરીરમાં વાળ આવે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દુર થઇ જાય છે. વાળ સુંદર અને સોનેરી બની જાય છે.

ટાલની સમસ્યા: વડના કોમળ પાંદડાને વાટીને તેનો રસ કાઢીને માથામાં લગાવવાથી ટાલમાં વાળ ઉગે છે. વાળની સમસ્યામાં તેમજ ખોડાની સમસ્યા મટાડવા માટે વડના પાંદડાના રસમાં દહીં  ભેળવીને માથા પર લગાવાથી વાળ કોમળ બને છે તેમજ વાળ ખરતા મટે છે.

આંખોના રોગમાં ફાયદાકારક: વડના 10 મિલીલીટર દુધમાં 125 મિલીલીટર કપૂર અને 2 ચમચી મધ ભેળવી દો. તેને આંખોમાં કાજળની જેમ લગાવો. જેનાથી દરેક પ્રકારની આંખોની બધા જ પ્રકારની સમસ્યા ઠીક થાય છે. વડના દુધને 2-2 ટીપા આંખોમાં નાખવાથી આંખો સંબંધિત રોગોનો  ઉપચાર થાય છે. આંખના રોગમાં વડના દુધમાં કપૂર વાટીને ચોપડવાથી આંખનું ફૂલું મટે છે.

નસકોરી ફૂટવી: ૩ ગ્રામ વડના મૂળની છાલ લો. તેને લસ્સી સાથે પીવો. તેને પીવાથી નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે. 10 થી 20 મિલીગ્રામ સુધી વડના કોમળ પાંદડાને વાટી લો. તેને મધ અથવા ખાંડ સાથે સેવન કરવાથી લોહીના પિત્તમાં લાભ થાય છે.

કાનના રોગ:  કાનમાં કોઈ ફોલ્લીઓ કે રસી નીકળતી હોય તો થોડા ટીપા સરસવના તેલમાં ભેળવીને કાનમાં નાખો. તેનાથી કાનની ફોલ્લીઓ ઠીક થાય છે. વડના વૃક્ષના ૩ ટીપા દૂધ બકરીના કાચા દૂધમાં ભેળવીને કાનમાં નાખો. તેનાથી કાનની ફોલ્લીઓ નાશ પામે છે.

ચહેરાની ચમક: વડના વૃક્ષના 5 થી 6 કોમળ પાંદડા અથવા વડવાઈ 10 થી 20 ગ્રામ તુવેરની સાથે વાટીને લેપ કરીને તેને ચહેરા પર લગાવો. તેનાથી ઉભરતા ખીલ અને મસ નાશ પામે છે. વડના વડના વૃક્ષના પીળા પાકા પાંદડા સાથે ચમેલીંના પાંદડા, ઉપલેટ,કાળા અગર અને પઠાણી લોધ્ર 1-1  ભાગમાં લો. તેને પાણીમાં સાથે વાટી લો. તેના લેપથી મસ અને ખીલ તેમજ કરચલી પડવાની સમસ્યા દુર થાય છે. નગોડના બીજ, વડના પીળા પાંદડા, કાંગ, જેઠીમધ, કમળનું ફૂલ, લોધ્ર, કેશર, લાખ તથા ઈન્દ્રાયણ ચૂર્ણને બરાબર ભાગમાં લો. તેને પાણી સાથે વાટીને લેપ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો. જેનાથી ચહેરાની ચમક ખીલે છે.

દાંતોના રોગ: 10 ગ્રામ વડની છાલ સાથે 5 ગ્રામ કાળા મરી લો. આ ત્રણેયને વાટીને ચૂર્ણ બનાવી લો. તેનાથી મંજન કરવાથી દાંત હલવા, દાંતની ગંદકી, મોઢામાંથી દુર્ગંધ આવવી વગેરે પરેશાનીઓ દુર થાય છે. દાંત સ્વચ્છ અને થાય છે. દાંતના દર્દ વાળા સ્થાન પર વડનું લાગવો. જેનાથી આરામ મળે છે.  બાળકોને દાંત જલ્દી ના ઉગી રહ્યા હોય તો દાંત પર વડનું તેલ લગાવો. જેનાથી દાંત આસાનીથી ઉગે છે. વડના મૂળના દાંતણ કરવાથી મંજન કરવાથી દાંતથી દર્દ અને મોઢામાંથી દુર્ગંધ દુર થાય છે.

શરદી અને ઉધરસ: વડના વૃક્ષના કોમળ પાંદડાને છાયડે સુકાવીને ખાંડી નાખો. તેના એક અથવા દોઢ ચમચી ચૂર્ણને અડધો ચમચી ચૂર્ણને અડધા લીટર પાણીમાં ગરમ કરો. જ્યારે તેના ચોથા ભાગમાં રહી જાય ત્યારે તેમાં ૩ ચમચી ખાંડ ભેળવીને ઉકાળો બનાવો. તેના સવારે અને સાંજે ચા ની જેમ પીવાથી ઉધરસ અને કફ દુર થઈને મગજની દુર્બળતા દુર થાય છે. વડની નાની નાની કોમળ ડાળીઓ માંથી બનાવેલા ઠંડા પાણી સાથે રાખેલા રસને સવારે 10 થી 20 મીલીગ્રામની માત્રામાં તેનું સેવન કરો. જેનાથી કફના લીધે થનારી બીમારીઓ દુર થાય છે. વડના 10 ગ્રામ કોમળ લીલા પાંદડાને 150 મિલીગ્રામની માત્રામાં ખુબ પીવો. તેને ગાળીને તેમાં થોડીક ખાંડ મિલાવીને દરરોજ સવારે અને સાંજે 15 દિવસો સુધી લેવાથી હ્રદય રોગમાં લાભ થાય છે.

ઝાડા-મરડો: વધારે પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો અને ઘણા ઉપાય કરવા છતાં મટતો ન હોય તો આ ઈલાજ કરવાથી વડની છાલનો ઉકાળો કરીને પીવાથી ઝાડા અને મરડો મટે છે. અતિસાર- પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટીને સાકર નાખી બે થી ત્રણ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય તેવો મરડો કે અતિસાર મટે છે.

મરડો: ઝાડા સાથે લોહી આવવાની સમસ્યાને મરડો કહેવામાં આવે છે. આ રોગના ઈલાજ માટે વડના વૃક્ષના 20 ગ્રામની કુંપળોને વાટી લો. જેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળી લો. ગાળેલા પાણીમાં 100 ગ્રામની માત્રામાં ઘી ભેળવીને પકાવી લો. તેને ઘી થી 5 થી 10 ગ્રામ ઘી લો. તેમાં 2 ચમચી મધ અને ખાંડ ભેળવીને સેવન કરો. તેનાથી ઝાડા ને મરડામાં લાભ થાય છે.

ઝાડા: વડાના દૂધને નાભિમાં છેદ ભરવાથી અને તેની આસપાસ લગાવવાથી ઝાડા રોકાઈ જાય છે. 6 ગ્રામ વડના વૃક્ષની કુંપળો 100 મિલીગ્રામ પાણીમાં ઘૂંટી લો. તેને ગાળીને થોડી માત્રામાં ભેળવી લો. તેને પિવરાવો અને ઉપરથી છાશ પી લો. જેનાથી ઝાડામાં લાભ થાય છે. છાયડે સુકાવેલા વડના વૃક્ષના છાલથી ૩ ગ્રામ ચૂર્ણ તૈયાર કરો. દિવસમાં ૩ વખત ચોખાના ધોવરાવણ સાથે પીવાથી અને તાજા પાણી સાથે લેવાથી ઝાડામાં તરત જ લાભ મળે છે.

હરસમસા: વડના 25 ગ્રામ કોમળ પાંદડાને 200 ગ્રામ પાણીમાં ઘૂંટીને પિવરાવો. તેના 2 થી ૩ દીવસમાં હરસમસામાં લાભ થાય છે. વડના પીળા પાંદડાની રાખ બનાવીને બરાબર માત્રામાં ભેળવીને મસા પર લેપ કરવાથી તરત લાભ થાય છે. 100 મીલીગ્રામ બકરીના દૂધ અને તેટલી જ માત્રામાં પાણી લો. તેમાં વડના વૃક્ષની 10 ગ્રામ કુંપળોને ભેળવી લો. તેને આગ પર પકાવો. જ્યારે તેમાં માત્ર દૂધ જ વધે ત્યારે ગાળીને સેવન કરો. તેનાથી લોહી વાળા મસા મટે છે. વડની સુકી છાલ ડાળીઓને બાળીને કોલસો બનાવી લો. તેના કોલસાને વાટીને સવારે અને સાંજે સવારે અને સાંજે ૩ ગ્રામની માત્રામાં તાજા પાણી સાથે લેવાથી હરસમસામાં લાભ થાય છે. વડનું દૂધ, ખાંડની સાથે ભેળવીને પીવાથી બવાસીર એટલે કે હરસમસા મટે છે.

ડાયાબીટીસ: 20 ગ્રામ વડના ફળનું ચૂર્ણ અડધા લીટર પાણીમાં પકાવો. પાણીમાં જયારે તેનો આઠમો ભાગ વધે ત્યારે ઠંડું પડવા દીધા બાદ ગાળીને તેનું સેવન કરો. તેનાથી ડાયાબીટીસમાં તરત લાભ મળે છે. વડના વૃક્ષની તાજી છાલને વાટીને ચૂર્ણ બનાવો. તેમાં બરાબર ભાગમાં ખાંડ ભેળવી દો. તેને 4 ગ્રામની માત્રામાં તાજા પાણી સાથે સેવન કરો. તેનાથી ડાયાબીટીસમાં ફાયદો મળે છે. 4 ગ્રામની માત્રામાં વડની વડવાઈનું ચૂર્ણ સવારે અને સાંજે તાજા પાણી સાથે પીવાથી ડાયાબીટીસ લાભ થાય છે. ધાતુનો સ્ત્રાવ અને સ્વપ્ન દોષની સમસ્યા પર આ ઉપચારથી દુર થાય છે.

ડાયાબીટીસ

મધુ મેહ એટલે કે ડાયાબીટીસના દર્દીને વડના પાકેલા ફળ ખાવા અપાય છે અને તે સારો લાભ કરે છે. વડની છાલનો ફાંટ કે કવાથ એટલે કે પેસ્ટ આપવાથી પ્રમેહ-મધુપ્રમેહ મટે છે. તેનો ફાંટ મધુમેહ-ડાયાબીટીસની શર્કરા ઓછી કરવામાં પ્રભાવશાળી છે. વડવાઈઓનો ક્વાથી પણ પ્રમેહમાં અપાય છે.

વધારે પડતી  ઉઘ: છાંયડે સુકાવેલા વડના વૃક્ષના સુકાયેલા લીલા પાંદડા લો. તેના 10 ગ્રામના દળેલા ચૂર્ણને 1 લીટર પાણીમાં પકાવો. જ્યારે પાણી તેમાંથી ચોથા ભાગનું વધે ત્યારે 1 ગ્રામ મીઠું ભેળવી દો. તેને 10 થી 30 મિલીગ્રામની માત્રામાં સવારે અને સાંજે પીવડાવવાથી વધારે ઊંઘની સમસ્યા દુર થાય છે.

યાદદાસ્ત વધારે: છાયડે સુકાવેલા વડના વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવી લો. તેમાં તેની બમણી માત્રામાં ખાંડ અથવા મિશ્રી ભેળવી દો. તે આ ચૂર્ણને 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગાયના ગરમ દૂધ સાથે સેવન કરવાથી યાદ શક્તિ વધે છે. આ ઉપાય દરમિયાન ખાટા પદાર્થોની કાળજી રાખવી.

મૂત્રરોગ: વડના મૂળની છાલનો ઉકાળો પીવાથી પેશાબ ઘટે છે અને વધારે મૂત્રની બહુમુત્ર રોગ મટે છે. વડના દૂધ દ્વારા પેશાબની બળતરા પણ મટે છે. વડના કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે. મૂત્ર માર્ગના લોહીના સ્ત્રાવમાં પણ આ ઈલાજ ઉપયોગી થાય છે.

વાઢીયા કે ચીરાનો ઈલાજ: હાથ અને પગમાં ચીરા પડ્યા હોય ત્યાં વડનું દૂધ લગાવવાથી ચીરા મટે છે. પગના વાઢીયાના ઈલાજ તરીકે આ ઈલાજ ખુબ જ ઉપયોગી થાય છે. ઘણા લોકોને ઉનાળામાં કે શિયાળા પગ ફાટે છે ત્યારે આ ઈલાજ ઉપચાર કરવામાં આવે છે. જેનાથી દુખાવો મટે છે અને વાઢીયા ભરાય છે.

આ સિવાય વડના વડવાઈ રસ પીવાથી તાવ મટે છે. વડનું દૂધ પરમિયો એટલે કે સુજાક રોગ મટાડે છે. વડનું દૂધ શ્વાસ રોગમાં પણ ઉપયોગી છે. વડનું દૂધ પીવાથી બાદી એટલે કે કબજિયાત દુર થાય છે.

આ રોગો સહીત બીજા અનેક રોગો જેવા કે ગળાના કાકડા, લોહીની ઉલ્ટી, વારંવાર તરસ લાગવી, મૂત્રરોગ, માસિક ધર્મ વિકાર, શીળસ, સુજાક ગોનોરિયા, ગર્ભધારણ, યોનિનું ઢીલાપણું, સ્તનનું ઢીલાપણું, કમરનો દુખાવો, શરીરને પુષ્ટ બનાવવા માટે, વધારે ઊંઘ આવવી, યાદ શક્તિ વધારવી, ઘાવનો ઈલાજ, કોઢનો રોગ, રસૌલી, આગથી બળવું, ખંજવાળ, કોલેસ્ટ્રોલ, ચામડીના રોગ, શીધ્રપતન, સોજો આવવો વગેરે સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે.

આમ, વડના દરેક અંગો દવાઓ કરતા પણ ઉપયોગી છે. માટે શાસ્ત્રોમાં વડ વિશે ખુબ જ ઉલ્લેખ મળે છે. જેના લીધે આ ઔષધીય ગુણના લીધે અમે આ માહિતી તમારા ઉપયોગ માટે આ લેખના માધ્યમથી પહોચાડવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખીએ કે આ તમામ ઉપરોક્ત રોગોમાં આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ચેહરાની સુંદરતાને નિખારવા આ ઘરેલુ ઉપાય

ચહેરા પર ગ્લો લાવવા આ રહ્યો ઘરેલુ ઉપચાર તેમજ ચહેરા પરના ડાઘ-ધબ્બા થશે કાયમ માટે દૂર

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

20 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ અશેરીયા, જાણો આ શક્તિશાળી ઔષધી વિષે

February 25, 2022
માથાના દુઃખાવા નો ઉપાય

કોઈપણ દવા લીધા વગર માથાના દુઃખાવાને દુર કરશે આ એક ટીપ્સ

June 15, 2022
સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ નહિ પડે

તમારાથી સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In