આપણે બધા જાણીએ છીએ કે કેળા આપણે માટે ખુબ જ ઉપયોગી છે. કેળાનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જા અને તાકાત મળે છે. કેળામાં અનેક મિનરલ અને પોષક તત્વો હોય છે, જે શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. કેળા દ્વારા શરીરમાં ખુબ જ ફાયદો મળે છે. અનેક બીમારીઓ અને શરીરને હ્ર્ષ્ટપૃષ્ટ બનાવવા માટે કેળા ખુબ જ ઉપયોગી થાય છે.
પરંતુ આ કેળા કરતા પણ કેળાના ફૂલ ખુબ જ ઉપયોગી છે. કેળાના પાંદડા સહીત અનેક અંગો આપણા માટે ખુબ જ ઉપયોગી થાય છે. કેળાના પાંદડા કથા કે પૂજાપાઠમાં થાય છે. જયારે કેળામાં ફૂલો પણ ઉપયોગી થઈ શકે છે, કેળાના ફૂલો અને ફળો ખાઈ શકાય છે.
કેળાના પાંદડાનો પ્લેટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને છાલનો કાગળ બનાવવા માટે ઉપયોગ થાય ચ. કેળાના ફૂલોમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામીન ઈ હોય છે. આ સિવાય કેળાના ફૂલ અનેક તત્વો ધરાવે છે માનવ શરીરને રોગ સામે રક્ષણ આપે છે.
આ ફળો ખાવામાં ઉપયોગી થાય છે, તે ખુબ જ ઓછા લોકો જાણે છે. જે કેળાના ફૂલોને ખાવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે, અનેક રોગો સામે રક્ષણ મળે છે. કેળાના ફૂલો ખોરાક તરીકે પણ ઉપયોગી છે, જે અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. આ ફૂલોને કાચા રાંધીને ખાઈ શકાય છે અને તેનો સલાડ, સૂપ, સ્ટીર-ફ્રાઈસ અને હર્બલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ કેળાના ફૂલોન ઉકાળીને સેવન કરવાથી ડાયાબીટીસમાં રાહત રહે છે. કેળાના ફૂલોને ઉકાળીને સેવન કરવાથી ઇન્સુલીનના સ્તરમાં સુધારો આવે છે. આ કેળાના ફૂલોને શાકભાજી અથવા સૂપ તરીકે પણ ખાઈ શકાય છે. કેળાના ફૂલો શરીરમાં વધારાના શુગરના પ્રમાણને ઘટાડે છે. આયુર્વેદમાં ઘણા વર્ષોથી અનેક જીવલેણ રોગોના ઇલાજમાં પણ આ રીતે કેળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અ તેનો ઉપયોગ કરવાથી હેર કેર, સ્કીન કેરપ્રોડક્ટમાં પણ ફાયદો થાય છે.
કેળાના ફૂલોમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે શરીરને અનેક રોગો સામે રક્ષણ આપે છે. આ ગુણોના લીધે તે અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, કેન્સર સહિત ઘણા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. આ ફૂલનું સેવન ઘડપણના લક્ષણોને ઘટાડે છે. આ ફૂલો વૃદ્ધ થવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોય તો તમારે આહારમાં કેળાના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ.
ઘણી બધી મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. આ ફૂલો વધારે પડતા રક્તસ્ત્રાવને રોકે છે. કેળાના ફૂલને પાણીમાં થોડું મીઠું નાખીને ઉકાળવામાં આવે અને ઠંડું થયા બાદ તેમાં જીરું નાખીને પીવાથી શરીરમાં ઘણો બધો ફાયદો કરે છે. કેળાના ફૂલને દહીં અને મીઠા સાથે પીવામાં આવે તો પણ સ્વાસ્થ્યને લાભ કરે છે.
કેળાના ફૂલોમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. દ્રાવ્ય ફાઈબર ખોરાકને પાચન તંત્રમાંથી યોગ્ય રીતે પસાર થાય છે. જેના લીધે આંતરડાની સફાઈ પણ ખુબ જ સારી રીતે થાય છે. તેમાં રહેલા અદ્રાવ્ય ફાઈબરના કારણે પાચન અને ખોરાકનું શોષણ પણ સરળતાથી થાય છે.
આમ, કેળાના ફૂલ અનેક રોગો સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. જે શરીરમાં રહેલી બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી ઉપરોક્ત કોઈ સમસ્યા થાય ત્યારે કેળાના પાંદડાનું સેવન કરવાથી ફાયદો રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.