અમુક ઋતુઓમાં કફ અને શરદી, ઉધરસનું પ્રમાણ વધે છે. જે તમારા શરીરમાં બેકટેરિયાના ઇન્ફેકશનથી થતા રોગોને વધારે છે. જેથી ખાસ કરીને ઋતુમાં ફેરબદલ સમયે આપણે ત્યાં વાયરસનું સંક્રમણ વધારે જોવા મળે છે. જેથી આ સમયે દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. બની શકે કે આ સમયે દર્દીની સાથે જનારા લોકોને પણ આવા રોગો લાગે છે.
ભારતીય વાતાવરણમાં ઠંડક અને ગરમી એમ બે ઋતુઓના મિલન સમયે ગળામાં કફ, શરદી, ખાંસી તેમજ કફની સમસ્યા વધતી હોય છે. જેમાંય વળી જે લોકોને શરીર પ્રકૃતિ કફ વાળી હોય તેવા લોકોને આવા રોગો વધારે પ્રમાણમાં થાય છે. આ માટે તમને ઉપયોગી થાય તેવા થોડા ઉપચારો અમે આ આર્ટકલમા જણાવી રહ્યા છીએ.
જે લોકોને શરીરમાં કફનું પ્રમાણ વધારે રહે છે, જેમાં અમુક લક્ષણો જોવા મળતા હોય છે, જેમાં આવા લોકોને ગળામાં સતત કફ અને છાતીમાં કંઈક જામેલું હોય તેવું અનુભવાઈ છે. જેની સાથે આવા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે.
અમુક સમયે સતત છીંકો આવ્યા રાખે છે. નાકમાંથી પાણી વધારે પ્રમાણમાં નીકળે છે. ચેડા આવતા હોય છે. તેમજ જેના લીધે તાવ પણ ઘણી વખત આવી જાય છે. આ બધી જ સમસ્યાના ઈલાજ માટે થોડા ઘરેલું ઉપચાર ઉપલબ્ધ છે, જે અપનાવવાથી ઘણી બધી જ રાહત થાય છે.
આ ઈલાજ તરીકે તમે હની ટીનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમારે મધનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈલાજ એક કપ હર્બલ ટીમાં કે એક કપ નવશેકા પાણીમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને તેને દિવસમાં 2 વખત પીવું. આ ઉપચાર કરવાથી કફ છુટો પડે છે, અને શરીરમાંથી દૂર થાય છે.
હર્બલ ઉકાળો પણ આવી સમસ્યાના ઇલાજમાં ઉપયોગી છે. આ માટે તમારે છાતી તેમજ ગળાના કફને દૂર થાય છે એ માટે તમારે 2 કપ પાણીમાં એલચી, આદુ, ફુદીનો, તુલસી અને સહેજ ગોળ નાખીને ગરમ ઉકાળો બનાવી લેવો. જયારે તે ઠંડું પડે ત્યારે તેને પી લેવો.
આદુને વર્ષોથી આપણે આયુર્વેદિક ઔષધી ગણીએ છીએ.. જેના ઘણા બધા જ ઉપયોગ છે. જેમાં મુખ્ય ઉપયોગ પાચન અને શરદી અને ઉધરસ કફના ઈલાજ માટેનો છે. આ આદુમાં એન્ટીઇન્ફલેમેટરી ગુણ હોય છે જે શરીર માંથી કફને દૂર કરે છે. ‘કફને તમે દૂર કરવા માંગો છો તો તમારે 20 થી 40 ગ્રામ જેટલું આદુ લેવું અને તેને બે કપ જેટલા પાણીમાં ઉકાળી લેવું.
જયારે ગરમ કરતા સમયે તેમાંથી પાણી અડધું રહે ત્યારે તેને ગાળીને તેમાં મધ અને લીંબુ ભેળવીને તેનું સેવન કરી લેવું. જેનાથી તમારા શરીરમાં રહેલ કફ દૂર થઇ જશે.
વરાળ થેરાપી પણ ઘણા સમયથી પ્રચલિત બની છે. જે તમારે પાણીને ગરમ કરીને તેની વરાળ લેવી જે કફને છૂટો પાડવામાં મદદ કરે છે. આ ઘણા લોકો મીઠા વાળા પાણીના કોગળા પણ કરે છે. જે પણ કફની સમસ્યામાં ઉપયોગી છે.
આમ, આ બધા જ ઉપચારો કફની સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને કફથી મુક્ત રહી શકો.