ઊંઘના સમયે માણસોના સંદર્ભમાં વીર્ય સ્ખલન અને સ્ત્રીઓમાં સંદર્ભમાં યૌન સ્ત્રાવ ને સ્વપ્નદોષ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં Night Discharge કહેવામાં આવે છે. તેને વેટ ડ્રીમ એટલે કે ભીંનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું આક્સ્મિક રતિક્ષણ પણ કહે છે. જોકે આ કોઈ રોગ નથી તે એક ક્રિયા જ છે. સ્વપ્નદોષ તરુણ અવસ્થામાં યુવા વયની શરૂઆતમાં વધુ પ્રમાણમાં થાય છે. જોકે પ્રજનન ક્ષમતા પામ્યા પછીના કોઇપણ સમયે પણ આ અનુભવ થઈ શકે છે.
સુતી વખતે શરીર શાંત હોય છે ત્ત્યારે જરૂરી ક્રિયાઓ રાત્રે શરીર કરે છે અને દિવસે આપણી જે કામો કરીએ તેમાં શરીર પરોવાય જાય છે પરંતુ આ ક્રિયા જરૂરી હોવાથી શરીર રાત્રે કરી દે છે. વધારાના જરૂરી તત્વો અંગો શરીર સુતા પછી મેળવે છે જેના લીધે વીર્ય નિર્માણ થાય છે. આ પછી આપમેળે સ્ત્રાવ થઇ જાય છે. ઘણા લોકો આ સ્થિતમાં કપડા બગડવાથી કે ભીનું થવાથી ઘણા લોકોની ઊંઘ ઉડી જાય છે કે પછી સવાર સુધી ઊંઘ નથી આવતી. અમે આ સમસ્યાના નિરાકરણ માટે આયુર્વેદિક ઉપચારો તમારા માટે અહિયાં બતાવીશું.
સ્વપ્ન દોષ થવાના કારણો: વધારે શારીરિક ઉતેજના લાવતા વિચારો આવવાથી, સેક્સી ગીતો સાંભળવાથી, સેક્સી વિડીયો જોવાથી સેક્સી સ્વપ્નાઓ જોવાથી, કબજિયાત રહેવાથી, માદક દ્રવ્યોનું સેવન કરવાથી, મસાલેદાર ખોરાક ખાવાથી, વીર્ય ગરમ અને પાતળું થઈ જવાથી., સુવાની પોજીશન અને ટાઈટ કપડા પહેરવાથી, વધારે પ્રમાણમાં હસ્ત મૈથુન વગેરે કારણોસર સ્વપ્ન દોષ થઈ શકે છે.
સ્વપ્નદોષ થવાના લક્ષણો: આકસ્મિક રીતે આપમેળે વીર્ય નીકળી જાય, સ્ત્રીઓમાં પણ આપમેળે આ ક્રિયા થાય, રાત્રે નગ્ન વિચારો સ્વપ્ન આવે, શારીરિક ક્રિયા અનુભવાય, સેક્સી સ્વપન આવે, અનિચ્છાએ ઇન્દ્રિય બહાર આવી જવાથી, જાતીય શારીરિક નબળાઈ અનુભવાય, ઝાડાની કબજીયાત રહે છે. શિશ્ન આસપાસ ભીનાશ થઈ જાય, ઊંઘમાંથી જાગી જવાય, આજુબાજુમાં બિસ્તર કે સાદર ભીની થઇ જાય, કપડામાંથી દુર્ગંધ આવે, પગ, જાંઘ અને કમરમાં દુખાવો થાય, પેશાબ કરતા સમયે બળે આ બધાં સ્વપ્ન દોષ થયાના લક્ષણો છે.
સ્વપ્ન દોષમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક ઉપચાર પણ છે જેના લીધે તમે આં સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
પાલખ: પાલખના પાંદડાને લગભગ 250 ગ્રામ પાણીથી સારી રીતે ધોઈને તેને કોઈ જગ્યા પર પાણી વગર વાટી નાખો. આ પછી એક મોટા અને સાફ ધોયેલા કપડામાં તેને આ વાટેલા પાલખને નાખીને તેમાંથી રસ કાઢી લો. આ રસ સવારમાં ખાલી પેટે સેવન કરવાથી અને આ સેવન કર્યા બાદ અડધા કલાક સિધી કંઈપણ ન ખાઓ અને પાણી પણ ના પીવું. આવી રીતે સતત 6 થી 7 દિવસ દરરોજ સેવન કરવાથી સ્વપ્ન દોષ થવાનું બંધ થઇ જશે. આ એ આયુર્વેદિક અને ખુબ જ સ્વપ્ન દોશમાંથી છુટકારો આપતો ઉપચાર છે.
ગળો: લીમડો સ્વાસ્થ્ય માટે અનેક બીમારીઓને દુર કરે છે, જેમાં લીમડાના ગળોનો પણ ત્રણ ટુકડા લઈને તેમાં કાળા તીખા અને તેમાં ખૂબ બારીક રીતે વાટીને તેને ખાલી પેટે સેવન કરવાથી સ્વપ્ન દોષ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
આમલી: સ્વપ્ન દોષની સમસ્યાથી વધારે પરેશાની થઇ રહી હો તો તેમથી બચવા માટે આમલીના બીજ આમ્બીલીયા લઈને તેને દુધમાં રાખીને તેના વાટીને ભૂકો કરી નાખવો. આ ભૂકામાં સાકર નાખીને લગાતાર સેવન કરવાથી સ્વપ્ન દોષ મટે છે. જરૂર બને તો તેની ગોળી બનાવીને દરરોજ ઉપયોગમાં લઇ શકાય છે.
આમળા: ગોખરું, સુકાયેલા આમળા અને ગળોના જથ્થાને સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવીને. આ ચૂર્ણ દરરોજ ૩ ગ્રામની માત્રામાં ગાયના દૂધ અને ઘી સાથે ભેળવીને ચાટવાથી સ્વપ્ન દોષ બંધ થાય છે. ગળો, ગોખરું અને આમળા તેમજ શતાવરીનું ચૂર્ણ બનાવીને તેમાં 1-1 ચમચી સવાર-સાંજ સેવન કરવાથી ખાંડવાલા દૂધ સાથે લેવાથી સ્વપ્ન દોષ મટે છે.
ત્રિફળા: દરરોજ ત્રીફળાનું ચૂર્ણ રાતે 1 ચમચી પાણીમાં દીવસે કમરકાકડીના ચૂર્ણ સાથે 1 ચમચી જેટલું સવારે એ સાંજે ખાંડવાળા દુષ સાથે લેવથી ખુબ જ ફાયદો થાય છે. અશ્વગંધા અને શતાવરી તેમજ રસાયણ ચૂર્ણ સરખા ભાગે લઈને મિશ્ર કરી 1-1 ચમચી એલચી વાળા સાકરવાળા ગરમ દુધમા સેવન કરવાથી સ્વપ્ન દોષ મટે છે.
કપાસ: કપાસિયાના બીજ 10 ગ્રામ વાટીને 200 ગ્રામ દુધમાં ખાંડ 1 ચમચી ઉમેરી ઉકાળીને રોજ સવારે અને સાંજે પીવાથી સ્વપ્ન દોષ મટે છે. સુકાધાણા અને સાકરનું ચૂર્ણ 1 ચમચી સવારે અને સાંજે દુધમાં કે ઘીમાં લેવાથી સ્વપ્ન દોઢ મટે છે. સમુદ્ર ફળનું ચૂર્ણ ૩ થી 4 ગ્રામ જેટલું સાકર સાથે કે દુધ સાથે સાથે મેળવીને પીવાથી પેશાબમાં જતું વીર્ય બંધ થાયછે. સાથે સ્વપ્ન દોષ પણ મટે છે.
દાડમ: દાડમની છાલનું ચૂર્ણ 1 ચમચી સવાર-સંજ લેવાથી રાત્રે ઇસબગુલ ચૂર્ણ દુધમાં લેવાથી, દિવસે આમળાનો મુરબ્બો અથવા પાકું કેળું ઘી સકર એલચી સાથે રોટલીમાં ખાવાથી સ્વપ્ન દોષ, વીર્યની ગરમી, વીર્યનું પાતળાપણું વગેરે દર્દો મટે છે. દરરોજ દાડમ ખાવાથી સ્વપ્ન દોષ મટે છે. બેથી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવેલા દાડમના છાલને ચૂર્ણ બનાવીને મધ સાથે ખાવાથી વીર્ય સ્ત્રાવ અટકે છે.
આમ, ઉપરોક્ત ઉપચાર કરવાથી રાત્રી સ્ખલન એટલે કે સ્વપ્ન દોષ મટે છે. જેમાંથી તમને જે અનુકુળ આવે તે ઉપચાર અપનાવીને તમે આ સમસ્યામાંથી બચી શકો છો. આ સમસ્યામાંથી છુટકારો મેળવવાના આયુર્વેદિક તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે આ પરેશાનીમાંથી મુક્ત થઇ શકશો.