ઘણા લોકોને પેશાબ કરતા સમયે તીવ્ર બળતરા તેમજ પેશાબમાં લોહી આવવાની સમસ્યા થાય છે. પેશાબ કરતા સમયે શિશ્નમાં કે યોનીમાં બળવા લાગે છે. જેના લીધે ઘણા લોકો ખુબ પીડા અનુભવે છે. આ એક ખુબ જ ગભીર સમસ્યા છે,જેને ગુજરાતીમાં આપણે ઉનવા કહીએ છીએ.
આ રોગમાં વ્યક્તિને પેશાબ લાગે છે પરંતુ પેશાબ સમયે પેશાબ બહાર નીકળતો નથી. બાળકોને પણ આ સમસ્યા થાય છે, બાળકોને થાય ત્યારે તાવ આવી જાય, ઉલટી જાય, ભૂખ ન લાગે, આ સમયે ઘણા લોકોને ચક્કર પણ આવે છે અને મોળો જીવ થાય છે.
આ રોગ બેક્ટેરિયાના સંક્રમણથી, ઓછુ પાણી પીવાથી, વધારે તડકો લાગવાથી જેવા કારણોસર થાય છે. આ રોગનો સમયસર ઈલાજ કરવો જોઈએ, નહિતર તે પેશાબ સાથે તેમજ પ્રજનન અંગો સાથે જોડાયેલા રોગો થઈ શકે અને અંગોને પણ નુકશાન કરે છે, અમે આ લેખમાં આ રોગના ઈલાજ વિશે જણાવીએ છીએ.
ઈલાયચી પેશાબ સાથે જોડાયેલા રોગો માટે ખુબ જ ઉપયોગી છે. ઈલાયચીનું સેવન કરવાથી પેશાબના રોગો મટાડી શકાય છે. 5 થી 7 ઈલાયચીના દાણાને વાટી લો અને તેને અડધી ચમચી સુંઠના પાવડર સાથે ભેળવી દો. તેમાં દાડમનો રસ અને સિંધવ મીઠું ભેળવીને તેને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
નારીયેળ પાણી પેટ અને પેશાબના રોગો માટે ખુબ જ ગુણકારી છે, જયારે પેશાબમાં સંક્રમણ કે કોઈ તકલીફ થાય ત્યારે નારિયેળ પાણી ઔષધીય દવા તરીકે ઉપયોગી છે. નારિયેળ પાણી પીવાથી મુત્રત્યાગ સમયે થનારી બળતરામાં તે રાહત અપાવે છે. તે પેટને ઠંડા કરવાનું પણ કાર્ય કરે છે. સાથે પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
ખાટા ફળોનું સેવન મૂત્ર માર્ગ સાથે જોડાયેલ રોગોમાં ઔપ્યોગી છે. મૂત્રમાં તકલીફ અને બળતરા વગેરે સમસ્યામાં ખાટા સાઈટ્ર્સ વિટામીન સી અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી મુત્રમાર્ગમાં થયેલા સંક્રમણનો નાશ કરે છે. જે બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. જેથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
ચોખા પેશાબની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. પેશાબ સાથે જોડાયેલી બળતરા અને મૂત્ર ન ઉતરવાની તકલીફમાં તે ખુબ જ ફાયદાકારક છે. અડધો ગ્લાસ ચોખાના પાણીમાં ખાંડ ભેળવીને પીવો. તેનાથી પેશાબ કરતા સમયે થનારી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
બદામ એક સંક્રમણ નાશક ઔષધી છે. સંક્રમણનો નાશ કરવા માટે તેમાં રહેલા ઔષધીય ગુણો ફાયદો કરે છે. આ રીતે બદામનો ઉપયોગમાં બદામના 5 થી 7 બદામ, નાની ઈલાયચી અને મીશ્રીને વાટીને કે ખાંડીને પાણીમાં નાખી દો. તેનાથી દુખાવો તેમજ પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
આમળા ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપુર છે. આમળાનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ માટે અને ત્રિફળા ચૂર્ણ બનાવવામાં થાય છે. આમળાનો ખાટો સ્વભાવ મૂત્ર સાથે જોડાયેલા અનેક રોગોમાં ઉપયોગી છે. એક ચમચી આમળાના ચૂર્ણમાં બે થી ત્રણ ઈલાયચીના દાણા વાટીને ભેળવી દીધા બાદ પાણી સાથે પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. તે યુરીન ઈન્ફેકશનમાં ખુબ જ ઉપયોગી છે.
ઘઉ ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે. ઘઉંના છોડ અને ઘઉના દાણા પણ અનેક રીતે ઉપયોગી છે. પેશાબના આ રોગમાં રાત્રે એક મુઠ્ઠી ઘઉને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળીને મિશ્રી ભેળવીને ખાઈ જાઓ. પેશાબમાં સંક્રમણ ના ઈલાજ માટે આ પ્રયોગથી રાહત મળે છે.
ચંદન પેશાબની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. અડધી ચમચી ચંદન પાવડરને એક ચમચી પાણીમાં ભેળવીને પી જવો. જેથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. આ ખુબ જ ઘણા સમય વેધ લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો પ્રયોગ છે.
આદુમાં સંક્રમણને અટકાવવાના ગુણ હોય છે. આદુ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ ધરાવે છે. જેના લીધે સોજો અને બેકટેરિયા, વાયરસનો નાશ કરવાના ગુણ ધરાવે છે. આ ઉપાય માટે બેક્ટેરિયા અને કાળા તલને ભેળવીને બારીક વાટી લો. જેમાં ચોથા ભાગની હળદર અને થોડું પાણી ભેળવીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટ દિવસમાં 2 થી 3 વખત ચાટવાથી પેશાબમાં સંક્રમણ, પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
ક્રેન બેરી જ્યુસ પેશાબમાં સંક્રમણ દુર કરવા માટે ઉપયોગી છે. ક્રેનબેરી જ્યુસનું સેવન કરવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. આ જ્યુસ પીવાથી લોહીમાં વધારો થાય છે. તેમજ લોહી શુદ્ધ પણ થાય છે. જેથી લોહી સાથે જોડાયેલ સમસ્યા પેશાબમાં લોહી નીકળવાની સમસ્યાને પણ દુર કરે છે.
સફરજનનો વિનેગર ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેને એપલ સાઈડ વિનેગાર કહેવામાં આવે છે. આ વિનેગાર બે ચમચી અને એક ચમચીને એક ગ્લાસ ગરમ પાણીમાં પીવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. આ ખુબ જ પ્રભાવી ઈલાજ છે. સફરજનના ઔષધીય સંક્રમણ અટકાવવાના આ ગુણો તેમાં ફાયદો કરે છે.
અનાનાસથી પેશાબમાં બળવાનો અને ખંજવાળ આવવાનો તેમ પેશાબમાં લોહી નીકળવું તેવી સમસ્યાને ઠીક કરે છે. અનાનાસના ફળ કે જ્યુસનું સેવન કરવાથી બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ મળે છે. જેનાથી મુત્રમાર્ગની સમસ્યામાં રાહત થઈને પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
દહીં અને છાસ બંને ખાટો સ્વભાવ ધરાવે છે. જેથી તે પેશાબની સમસ્યામાં તેમજ અન્ય સમસ્યામાં ઉપયોગી છે. દહીંનો વર્ષોથી ઔષધીના રૂપમાં ઉપયોગ થાય છે. દહીં અને છાશ ખાવાથી શરીરમાંથી હાનીકારક બેક્ટેરિયા નાશ પામે છે. જેથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
કાકડીમાં પણ પેશાબની સમસ્યા રોકવાના ગુણ હોય છે. ખાસ કરીને કાકડીમાં ભરપુર માત્રામાં પાણી મળે છે. જેના લીધે તે પાચનક્રિયાને ઠીક કરે છે. કાકડીમાં ક્ષારીય તત્વ મળી આવે છે, જે મુત્ર માર્ગની સમસ્યાને ઠીક કરી શકે છે. જેથી કાકડી ખાવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
લવિંગ ઘણા રોગ માટે ગુણકારી છે. જેમાં પેશાબના રોગનો પણ સમાવેશ થાય છે. વજન ઘટાડવાથી લઈને વાયરલ સંક્રમણ, બેક્ટેરિયા, પ્રજીવોને મારવા જેવા ઔષધીય ગુણ લવિંગમાં હોય છે. લવિંગને ગરમ પાણીમાં આખીને સેવન કરવાથી પેશાબની પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
એક ચમચી પાણીમાં એક ચમચી ધાણા નાખીને રાત્રે પલાળી અને સવારે તેને ગાળીને પછી તેમાં સાકર નાખીને કે ગોળ ભેળવીને પી લેવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. તરબૂચ ખાવાથી પણ પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે. તરબૂચમાં પુષ્કળ પાણી અને રોગનાશક તત્વો હોય છે.
દાડમનો રસ પેશાબમાં બળતરા શાંત કરે છે. વૃદ્ધ વ્યક્તિને પેશાબ વારંવાર આવવાની સમસ્યા હોય અને તેમાં આ સમસ્યામાં ખજુર ખુબ જ ઉપયોગી છે. રાત્રે ખારેક ખાઈને ઉપર દૂધ પી લેવાથી પેશાબમાં જલન, ઉનવા અને બળતરા મટે છે.
આ સિવાય અડધી ચમચી ખાવાનો સોડા અને એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવાથી તેમજ ખાટા ફળોનું સેવન નિયમિત કરતા રહેવાથી પેશાબના રોગો ઠીક થાય છે. એક ચમચી જીરું અને એક ચમચી મિશ્રી સાથે ભેળવીને વાટી લીધા બાદ એક એક ચમચી કરીને દિવસમાં બે ત્રણ વખત ખાવાથી અને ઉપરથી તેનું પાણી પીવાથી ખુબ જ લાભ મળે છે.
આમ, પેશાબમાં બળતરા અને ઉનવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાયો ઔષધિઓ દ્વારા થાય છે માટે શરીરમાં વધારાની કોઈ આડઅસર થતી નથી અને પેશાબની સમસ્યામાંથી છુટકારો મળે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.