હાલના સમયમાં ઘણા લોકો બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ જેવી બીમારીથી પરેશાન જોવા મળે છે. આ સમસ્યાને લીધે ઘણા લોકોને આંખોને સંબંધિત બીમારી થઈ રહી છે. આ રોગમાં આંખો સંબંધિત કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. આ બીમારીને કારણે લોહી નીકળે છે, સોજો આવી જાય છે, કે આખી આંખ પણ નુકશાન પામે છે. આ રોગમાં વધારે સમસ્યા થવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. જે લોકોને તકલીફ હોય અને જેને તકલીફ ના હોય તે લોકો પણ સલામતી માટે શું કરી શકે તે માહિતી આ લેખમાં અમે આપીશું.
મ્યુકોરમાંઈકોસીસ એક ફંગસ ઈન્ફેકશન છે. આ હવામાં રહે છે અને જમીનમાં મળી આવે છે. આ રોગ ક્યાયથી પણ આવી શકે છે જેમાં હવાથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ રોગ અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ તકલીફ કરી શકે છે. જે નાકથી શરીરમાં આવ્યું તો નાકની સમસ્યા કરશે. નાકમાં સોજો આવશે. શ્વાસ લેવામાં તકલીફ કરશે. નાકની આજુબાજુ કાળું કાળું નિશાન થઈ જશે અને આ નિશાન ખુબ જ તેજીથી વધશે, ચહેરાની એક બાજુ ખુબ જ સોજી જશે. આંખો પર અસર ઘણા લોકોમાં જોવા મળે છે.
ફેફસામાં જશે તો શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઉભી કરશે, પેટમાં જાય છે તો પાચન સંબંધિત સમસ્યાઓ ઉભી કરે છે. આમ અલગ અલગ અસર આપણા શરીરમાં જોવા મળશે. આપણા શરીરમાં સારવાર દરમિયાન સ્ટીરોઇડ ઉપયોગ કરવામાં આવ્યા છે એક પ્રકારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે.
મોઢામાં બ્લેકને રોકવામાં માટે ઉપાય: બ્લેક ફંગસને દૂર કરવા માટે જો મોઢામાં બ્લેક ફંગસ મોઢામાં ન લાગી શકે અને તેનું સંક્રમણ ન ફેલાય એટલા માટે ફટકડીની ભસ્મ લેવી, આ ઉપયોગ માટે ફટકડી નહિ પરંતુ ફટકડીની ભસ્મ લેવી. આ ભસ્મને ગુજરાતીમાં ફુલાવેલી ફટકડી કહેવામાં આવે છે. તેનું ચૂર્ણ લેવું. આ ભસ્મ તૈયાર પણ મળે છે જેમાં પતંજલિ, વૈધનાથ કે બીજી કોઈ અન્ય કંપનીની તૈયાર મળી રહે છે.
ઘરે ફટકડી લાવીને તેને કોઈ વાસણમાં નાખીને શેકી શકાય છે, તેને શેકતા તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, જેને બળી જવા દેવાથી તે પતાસા જેવું બને છે. આ પતાસાનું ચૂર્ણ કરી નાખવાથી આ રીતે ભસ્મ તૈયાર કરી શકાય છે.
આ ફટકડીની ભસ્મ 5 ગ્રામ કે એક ચમચી જેટલી લેવી, આ સાથે રસોડામાં રાખેલો હળદર 10 ગ્રામ કે 2 ચમચી જેટલો લેવો. આ હળદરને ફટકડીની ભસ્મ સાથે ભેળવીને બરાબર મિક્સ કરી લેવી. આ પછી તેમાં 30 ગ્રામ કે 4 ચમચી જેટલું સિંધવ મીઠું નાખવું. આ ત્રણેય વસ્તુને સરખી રીતે ભેળવી દેવી. આ રીતે બ્લેક ફંગસનાશક મંજન તૈયાર થયું.
આ ચૂર્ણ કોઇપણ વ્યક્તિ જે કોવિડથી પીડિત છે, સ્ટીરોઇડનું સેવન કરી રહ્યા છે, કોઈ હોમ આઈસોલેશનમાં હોય કે હોસ્પિટલમાં હોય તો એ સવારે ઉઠીને આ પાવડરનો દંત મંજનની જેમ ઉપયોગ કરી શકે છે. આ લગાવ્યા બાદ 2 મિનીટ પછી હળવા ગરમ પાણીથી કોગળા કરી લેવા. આ રીતે કરવામાં આવે તો મોઢામાં બ્લેક ફંગસ લાગી શકતો નથી.
નાકમાં બ્લેક ફંગસ અટકાવવા માટે ઉપાય: નાકમાં બ્લેક ફંગસ ન લાગે એટલા માટે દિવસમાં બે વખત નાસ લેવી. આ નાસ લીધા બાદ બે-બે ટીપા સરસવના તેલના નાકના બંને નસકોરામાં નાખવા. આ ટીપા નાખ્યા બાદ પથરીમાં 10 મિનીટ સુધી સીધું સુઈ જવું. જેનાથી આ તેલ એકદમથી નાકની બહાર નહિ આવે, અને ધીરે ધીરે શ્વાસની સાથે પુરા શરીરમાં અસર કરશે. આ ઉપાય કરવાથી બ્લેક ફંગસ નાકમાં ઇન્ફેકશન ફેલાવી શકતું નથી.
આંખોમાં બ્લેક ફંગસ અટકાવવા માટે ઉપાય: આંખોને બ્લેક ફંગસથી બચાવી રાખવી હોય તો શુદ્ધ ગાયનું ઘી લાવીને તેને સરખી રીતે પીગાળીને તેને ઠંડું કરીને એક એક ટીપું દિવસમાં એક વખત પોતાની આંખોમાં ડ્રોપરની મદદથી નાખવું. આંખમાં નાખતા સમયે ઘી બિલકુલ પણ ગરમ ન હોવું જોઈએ તેની કાળજી રાખવી.
ઇમ્યુનિટી વધારીને બ્લેક ફંગસ અટકાવવાનો ઉપાય: બ્લેક ફંગસમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ વાસણમાં 1 ગ્લાસ પાણી નાખવું અને તેને ગરમ થવા માટે રાખી દેવું. આ પાણીમાં હળદર પાવડર નાખવો. આ માટે ચમચીના ચોથા ભાગની ચમચી હળદર પાવડર તેમાં નાખી દેવો. તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી વસ્તુ કાળા મરી નાખવું. આ માટે બે ચપટી જેટલું કાળા મરી ચૂર્ણ નાખવું. આ પછી તેને બે થી ત્રણ મિનીટ સુધી ઉકળવા દેવું. આ પાણી ઉકળી ગયા બાદ તેને ગાળી લેવું અને તેનું દિવસમાં કોઇપણ એક વખત સેવન કરવું. આ પાણીને ચા પીતા હોય એ રીતે ધીમે ધીમે પીવું. આ પાણીને 21 દિવસ સુધી પીવામાં આવશે તો રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી મજબુત થઈ જશે કે બ્લેક ફંગસ થતા વેત જ તેનો નાશ થઇ જશે. આ ઈલાજથી કોઇપણ ઇન્ફેકશન વાલીલ બીમારી લાગી નહિ શકે.
મહા ઔષધી ત્રિફળાનો પ્રયોગ અસરકારક: ડાયાબીટીસના દર્દીઓ હોય છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, કારણ કે આ લોકોમાં સુગર લેવલ ખુબ જ હાઈ રહે છે, એટલે તેને ઈન્ફેક્શનની ખુબ જ સંભાવના રહે છે. કોઇપણ કારણથી આંખોની ઉપર કોઈ અસર થઈ રહી હોય, આંખોની કોઇપણ સમસ્યા આવી રહી હોય અને તેનાથી બચવું હોય તો તેના માટે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઔષધી હોય તો ત્રિફળા છે.
ત્રિફળા હરડે, બહેડા અને આમળાથી બનેલું હોય છે. આમળા, હરડે અને બહેડાના ચૂર્ણને ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે. દરેક પ્રકારે અલગ અલગ પ્રમાણમાં પ્રમાણમાં આ ચૂર્ણ મળે છે. જેને પણ તકલીફ હોય ભલે તે હોસ્પીટલમાં હોય કે કોઇપણ જગ્યાએ હોય, તો શક્ય હોય તો આ ત્રિફળાના પાણીથી પહેલા આંખોને ધોવી. એક ચમચી ત્રિફળા, અડધાથી એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે કપડાથી ગાળીને પાવડરને બાજુમાં કરી લેવો. આ ત્રિફળાના પાણીથી આંખોને ધોવી.
આયુર્વેદમાં ત્રિફળાને સર્વોતમ નેત્ર રસાયણ કહેવામાં આવે છે. આંખો માટેનું બેસ્ટ ટોનિક માનવામાં આવે છે. ત્રિફળાને એક પ્રકારે એન્ટીફંગલ ગુણ ધરાવે છે. એટલે કે ફંગસને મારવાનું કાર્ય ત્રિફળાની અંદર છે.
સાથોસાથ જે સોજા થઈ રહ્યા છે, કોઇપણ ઈન્ફેકશન ફેલાઈ રહ્યા છે તેને રોકવાની જે શક્તિ છે તે આ ત્રિફળામાં છે. કોઈપણ ઘાવ થયો હોય, જેમકે કોઈ ડાયાબીટીસનો દર્દી હોય, ડાયાબીટીસના દર્દનું સુગર લેવલ ખુબ જ હાઈ હોય છે, જેના લીધે આ દર્દીને એટલો બધો ઘાવ થયો હોય કે તે રુઝાઈ ન રહ્યો હોય, ઘણી દવાઓ લેવા છતાં પણ ઘાવ ભરાઈ રહ્યો ન હોય તો, આ સમયે જો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગી ઘાવને સાફ કરવાનું ઉત્તમ મિશ્રણ હોય તો એ ત્રિફળા અને હળદરનું મિશ્રણ છે. આ માટે ત્રિફળા એક ચમચી, હળદર ચમચીના ચોથા ભાગની, એક ગ્લાસ પાણીમાં નાખીને તેને અડધું કરીને આં પાણીથી જે પણ ઘાવ હોય તેને સાફ કરવામાં આવે, ત્રિફળાના જે ઘાવ ભરવાના ગુણ છે, તે ખુબ જ ઝડપથી ઘાવ ભરવાનું કામ કરે છે.
જે કોઈને આ તકલીફ હોય, સમસ્યા હોય તો ત્રિફળાનું પાણી બધા જ ઉપયોગ કરી શકે છે. આં પાણીનો ઉપયોગ 1 વર્ષના બાળકથી લઈને 100 વર્ષના વ્યક્તિ સુધી બધા જ ઉપયોગ કરી શકે છે એટલું સલામત અને સ્વસ્થ પાણી છે.
આ સિવાય આ ત્રિફળાનો ઇન્ટરનલ ઉપયોગ કરવો. આ એક સુરક્ષિત આયુર્વેદિક દવા છે. તેના ગુણ પણ રસાયન છે. તે ટોનિક સ્વરૂપે કામ કરે છે. આ ત્રિફળા કફ અને પિત્ત ઉપર વિશેષ કાર્ય કરે છે. મોટા ભાગે ફંગસ ઈન્ફેકશન કફ અને પિત્તથી જ મોટાભાગે થતા હોય છે. આ લોહીને સાફ કરવાનું કામ કરે છે.
ત્રિફળાને સેવન કરવામાં પણ લઈ શકાય છે. જો ઉપરોક્ત સમસ્યા હોય તો દિવસમાં બે થી ત્રણ વખત પણ લઇ શકાય છે. ચમચીના ચોથા ભાગના ત્રિફળા, તેમાં થોડું મધ, થોડું ઘી લેવું. જેમાં મધ અને ઘીની માત્રા અલગ રાખવી. મધ અને ઘી અલગ અલગ માત્રામાં ખાવું સલામત છે. આ મિશ્રણ ખાસ તો મધ્ય ધાતુ પર કામ કરે છે. આપણી જે આંખ છે જેમાં મધ્ય ધાતુને આંખો અસર કરે છે. આલોચક પિત્તનું મુખ્ય સ્થાન આંખ છે તેને કારણે જ આપણે જોઈ શકીએ છીએ.
આપણી જોવાની શક્તિ કમજોર ન થઈ જાય, આંખો સુરક્ષિત બની રહે એટલા માટે ત્રિફળા, મધ અને ઘીનું મિશ્રણ દિવસમાં બે થી ત્રણ વખત ભોજન બાદ લઈ શકાય છે. આ એકમાત્ર સુરક્ષિત છે અને સૌથી સસ્તા ત્રિફળાનું જ સેવન કરી શકાય છે. ઘણા લોકોને સોજો, ઈન્ફેકશન જે કાઈ થઈ રહ્યું હોય તેને મટાડી શકે છે.
જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તે લોકોને આ રોગ થતો નથી. જો આંખોની તકલીફ હોય તો ત્રિફળાનું નિયમિત રસાયન તરીકે ઉપયોગ કરી શકાય છે. રાત્રીના સમયે ત્રિફળા લઈ શકાય છે, જે આંખોને રક્ષણ આપવાનું કાર્ય કરે છે.
જે સ્વસ્થ લોકો છે, જેને કોઈ તકલીફ નથી, તે પણ ત્રિફળાના પાણીથી આંખ ધોઈ શકે છે, ખાવામાં ત્રિફળા, મધ અને ઘી વિષમ માત્રામાં ભેળવીને, સૂતા પહેલા ખાઈને સુઈ શકાય છે. જે આંખો માટે પણ સુરક્ષિત છે. જે લોકોને સુકાપણું હોય, ખુબ જ ગેસ રહેતો હોય, જે ઘીની માત્રા થોડી વધારે રાખીને ખાઈ શકે છે. જે લોકો જાડા હોય, જેની ચરબી વધારે હોય, કફ વધારે હોય, એવા લોકો મધની માત્રા વધારે રાખી શકે છે.
આ પ્રકારે તમે ત્રિફળાનો ઉપયોગ કરો તો આંખને સંબંધિત કોઇપણ બીમારી હોય તો ખુબ જ સારું કામ કરે છે. લોહીને ચોખ્ખું કરવાનું કામ કરે છે, ફંગસ મારવાનું કાર્ય કરે છે. ટોનિક છે દરેક લોકો ઉપયોગ કરી શકે છે.
મ્યુકોરમાઈકોસીસ કે અન્ય અન્ય કોઈ તકલીફ હોય આંખોને સુરક્ષિત કરવી હોય તો ત્રિફળાનું કાર્ય શ્રેષ્ઠ બને છે. જો આંખો વધારે સુકી રહે છે, શરીર ખુબ જ પાતળું છે અને સુકું છે તો ત્રિફળા ઘી આવે છે. તે ઘી રાત્રે સૂતા સમયે ઉપયોગ કરી શકો છો. આ રોગ પ્રતિકારક શક્તિ અને બીજા કોઈ રોગનું ઈન્ફેકશન ફેલાયું હોય તેનાથી તેને કંટ્રોલ કરવામાં મદદ કરશે.
આમ, બ્લેક ફંગસ, સફેદ ફંગસ કે આંખોનો સોજો અને આંખમાં કોઇપણ પ્રકારનું ચેપ લાગ્યું હોય, સોજો આવી ગયો હોય તો ત્રિફળા રામબાણ ઔષધી છે. આ એક સલામત ચૂર્ણ છે માટે તેનું ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આંખોને ધોવામાં આવે કે સેવન કરવામાં આવે તો આંખોમાં 100 ટકા ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.