એસીડીટી પેટમાં વધારે પડતું એસીડ પડવાને કારણે એસીડીટી થાય છે. પેટમાં દર્દ, ઝડપી શ્વાસ અને ગભરામણ જેવી સમસ્યાઓ પણ આ વધારે પડતા ખોરાક પાચન કરનારા એસીડ પડવાને કારણે થાય છે. જેમાં એસીડીટીમાં તીખા ઓડકાર આવે છે. પેટમાં ખુબ જ બળે છે. આ સ્થિતિમાં શરીરમાં ખુબ જ તકલીફો થાય છે. આ સમસ્યામાં વધારે પડતા એસીડીક સ્ત્રાવને કારણે આંતરડાની દીવાલો પર અને અન્નનળી ઉપર આ એસીડ સ્પર્શવાને કારણે આ દિવસોમાં દાહ લાગે છે જેને આપણે એસીડીટી કહીએ છીએ.
એસીડીટી પાચન તંત્રનો રોગ હોવાથી તેની વહેલી તકે સારવાર કરવી જોઈએ. જો આ સારવાર ન કરવામાં આવે તો આંતરડા નબળા પડી જાય છે અને પેટમાં સોજો આવી જાય છે. બરાબર પાચન ન થવાથી શરીરમાં ભયંકર બીમારીઓ આવવાની શક્યતાઓ રહે છે. માટે અમે અહિયાં આ એસીડીટીમાંથી છુટકારો મેળવી શકાય તેવા ઉપચારો બતાવીશું.
એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર:
અહી તમને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર, એસીડીટી થવાના કારણો, એસીડીટી નો ઉપચાર, પેટમાં ગેસ થવાના કારણો વિષે માહિતી આપવામાં આવી છે.
દૂધ અને સાકર એસીડીટી દુર કરવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ રામબાણ ઈલાજ છે. દુધમાં અનેક ક્ષાર તેમજ કેલ્શિયમ જેવા શરીરને ઉપયોગી તત્વ હો છે. ઠંડુ દૂધ લઈને તેમાં સાકાર ખાંડીને કે વાટી લીધા બાદ દુધમાં ઓગાળીને પીવાથી એસીડીટી મટે છે. આ સાથે એસીડીટીના લીધે આવતા ખાટા ઓડકારો અને પેટમાં અને ગળામાં બળવાની સમસ્યાઓ પણ દુર થાય છે.
આ સિવાય દુધમાં ખડી સાકર અને ગુલકંદ નાખીને પીવાથી એસીડીટી મટે છે. વરીયાળી ખાંડીને તેનું ચૂર્ણ બનાવીને સરબત બનાવી સાકરના ભૂકો મિક્સ કરીને પીવાથી એસીડીટી મટે છે. આ લીધા બાદ ઉપરથી એક ગ્લાસ દૂધ પીલેવાથી એસીડીટીઅને તેના લક્ષણો દુર થાય છેં.
ગેસ અને એસીડીટીના રોગથી પીડિત રોગીને ફાલસાનું સેવન કરવાથી એસીડીટી મટે છે. આમળાનો રસ બે ચમચી અને 2 ચમચી મિશ્રી ભેળવીને પીવાથી એસીડીટી મટે છે તેમજ ખાટા ઓડકાર મટે છે. આમળાના બીજનું ચૂર્ણ 3 ગ્રામ જેટલું 300 ગ્રામ દુધમાં બે વખત લેવાથી એસીડીટી ઠીક થાય છે. આમળાના રસમાં મધ ભેળવીને અથવા નારીયેલ પાણી સાથે પીવાથી એસીડીટી મટી જાય છે.
એસીડીટીના ઈલાજ તરીકે બટાટા ઉપયોગી માનવામાં આવે છે. એસીડીટી વધી હોય, ખાટો ઓડકાર આવતો હોય, વધારે ગેસ બને છે તો બટેટામાં પોટેશિયમ સોલ્ટ હોય છે જે એસીડીટી મટાડે છે. માટે શેકેલા બટેટાના સેવન દ્વારા એસીડીટી મટાડી શકાય છે.
સંતરાના 100 મીલીલીટર રસમાં થોડુક શેકેલું જીરું વાટીને નાખવાથી એસીડીટી મટે છે. અડધા ગ્લાસ કાચા દુધમાં અડધો ગલ્સ પાણી અને 2 જેટલી વાટેલી ઈલાયચીનું ચૂર્ણ નાખીને સવારે પીવાથી એસીડીટી મટે છે. સાદું અને ઠંડું દૂધ દિવસમાં પીતા રહેવાથી એસીડીટી મટે છે.
ધાણા અને જીરાનું ચૂર્ણ મધ સાથે ખાવાથી ઉલટી આવવાની બંધ થઈ જાય છે. મધમાં 2 ચમચી હરડેનું ચૂર્ણ ભેળવીને ચાટવાથી ચક્કર આવવા અન ગેસ વગેરે એસીડીટી સાથે જોવા મળતી સમસ્યા દુર થાય છે. ચોખા ગરમ કરતી વખતે જે ફીણ બને છે જેમાં ખાંડ અને પાણી ભેળવીને ખાવાથી એસીડીટી મટે છે.
કરમદાનો અડધી ચમચી અને વાટેલી એલચી 2 ચપટી જેટલી ભેળવીને સેવન કરવાથી એસીડીટી મટે છે. દાડમના દાણા, તજ, એલચી, તમાલ પત્ર, મિશ્રી, જીરું અનેધાણા એક સાથે વાટીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું દિવસમાં 3 વખત સેવન ઠંડા પાણી સાથે કરવાથી એસીડીટી મટે છે તેમજ સાથે થતો માથાનો દુખાવો દુર થાય છે.
આમળા, હરડે અને બહેડાનું વાટીને તેનું ચૂર્ણ બનાવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી એસીડીટી મટે છે. ઉપરોત આમળા, બહેડા અને હરડે તેમજ લીંડી પીપર, જીરું અને કાળા મરી બરાબર માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ સવારે અને સાંજે લેવાથી એસીડીટી મટે છે. સુંઠ, આમળા અને મિશ્રી બરાબર માત્રામાં લઈને તેને બારીક વાટીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ સેવન કરવાથી એસીડીટી મટી જાય છે.
અગાથીયાની છાલ 60 ગ્રામને 1 લીટર પાણીમાં પકાવીને જ્યારે આ પાણી 250 મિલીલીટર જેટલું બચી જાય ત્યારે તેને ગાળીને દિવસમાં 2 ગ્રામ હિંગ ભેળવીને ચાર ભાગ કરીને દિવસમાં 4 વખત સેવન કરવાથી એસીડીટી, ગેસ, વાયુ અને પેટમાં ઓડકાર અને દાહ મટે છે.
લોહીમાં એસીડીટીની માત્રામાં વધી જવા પર ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે. ભોજન કર્યા બાદ લવિંગ ચૂસવાથી એસીડીટી મટે છે. જવનું જ્યુસ અને માંડ મધ સાથે સેવન કરવાથી ગેસ, ઓડકાર, અને મોઢામાં આવતું કડવું પાણી બંધ થાય છે. જવ અને અરડૂસી ભેળવીને ઉકાળો બનાવી તેમાં તજ, તમાંલપત્ર અને ઈલાયચીનું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી એસીડીટી અને તેનાથી થતી ઉલટી મટે છે.
એસીડીટીમાં ખાટો ઓડકાર આવે ત્યારે મૂળાના રસમાં સાકર ભેળવીને ખાવાથી ઓડકાર અને એસીડીટી મટે છે. મુળાના રસમાં આમળાનો રસ કે આમળાનું ચૂર્ણ ભેળવીને સેવન કરવાથી ગેસ બનવો, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ઠીક થાય છે. મૂળાનો રસ અને કાચા નારીયેલનું પાણી ભેળવીને 250 મિલીમાત્રામાં લેવાથી ગેસ બનવો, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ઠીક થાય છે.
પેઠાનું સેવન કરવાથી આમાશય અને અન્નનળીમાં થતી બળતરા અને દાહ મટાડે છે અને એસીડીટીની સમસ્યા ઠીક કરે છે. સફેદ પેઠાના રસમાં ખાંડ નાખીને પીવાથી એસીડીટી રોગ ઠીક થાય છે. કેળા પર ખાંડ અને ઈલાયચી નાખીને ખાવાથી એસીડીટી મટે છે. કેળાના ફળના રસમાં કાળા મરી ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી પેટનો ગેસ અને એસીડીટી મટે છે.
જેઠીમધનું ચૂર્ણ ૩ ગ્રામની માત્રામાં સવારે અને સાંજે લેવાથી એસીડીટી મટે છે. કાચા નારિયેળનું પાણી દિવસમાં બે વખત પીવાથી એસીડીટી મટે છે. જેના પેટના જલન અને છાતીની જલન મટે છે. ડુંગળીના ટુકડા કરીને તેમાં દહીં ભેળવીને ખાવાથી એસીડીટી મટે છે. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પેટ, છાતી અને પેશાબની જલન શાંત થાય છે અને એસીડીટી મટે છે.
જીરું, ધાણા અને મિશ્રી ત્રણેયને બરાબર માત્રામાં ભેળવીને 2-2 ચમચી સવારે અને સાંજે ભોજન પછી ઠંડા પાણી સાથે લેવાથી એસીડીટી મટી જાય છે. જીરું અને ગોળ સાથે લેવાથી એસીડીટી મટે છે. કાળા મારી અને તેમાં સિંધવ મીઠું નાખીને વાટીને અડધી ચમચી સવારે અને સાંજે ખાવાથી એસીડીટી મટે છે. પાલક અને પરવળ પાણીમાં ઉકાળીને તેને ઠંડા કરીને તેમાં કોથમીરતેમજ મીઠું ભેળવીને ખાવાથી એસીડીટી મટે છે.
કોથમીર અને ધાણા અને ચમચી સુંઠ, અડધી ચમચી જીરું અને 4 લવિંગ વાટીને ચૂર્ણ બનાવીને રાખી લો. આ ચૂર્ણમાં થોડી માત્રામાં મિશ્રી ભેળવીને દિવસમાં 3 થી 4 વખત લેવાથી એસીડીટી મટે છે. આ સાથે છાતી, આંખની બળતરા, આળસ, ચીડિયાપણું અને શ્વાસ ફૂલી જવો એવી તમામ સમસ્યાઓ મટે છે.
આદુ અને ધાણા બરાબર માત્રામાં લોને વાટીને પીવાથી એસીડીટી મટે છે. આદુમાં મધ નાખીને ખાવાથી એસીડીટી મટે છે. પીપળાના ફળોને સુકવીને ચૂર્ણ બનાવીને 3 ગ્રામની માત્રામાં ઠંડા પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે, નાની પીપળના 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી એસીડીટીમાં આરામ મળે છે.
અજમા અને લીંબુનો રસ ભેળવીને પીવાથી એસીડીટી મટે છે. હરડે ચૂર્ણ મધ સાથે ભેળવીને બાળકોને આપવાથી બાળકની એસીડીટી મટે છે. ગળોના મૂળને લઈને પાણીમાં ઉકાળીને તેને ગરમ કરીને પીવાથી એસીડીટી મટે છે. ગુલકંદનું સેવન કરવાથી એસીડીટી મટે છે.
બીજોરાનો રસ પીવાથી એસીડીટી મટે છે. લીંબુના રસમાં મધ નાખીને પીવાથી એસીડીટી મટે છે. લીંબુના પાણીમાં, શેકેલું જીરું અને એક ચપટી સિંધવ મીઠું નાખવાથી એસીડીટી મટે છે. અડધા લીટર પાણીમાં લીંબુનો રસ અને 5 ગ્રામ ખાંડ નાખીને ભોજન પહેલા એક કલાકે લેવાથી એસીડીટી મટે છે. ભોજન બાદ આ ઉપાય કરવાથી એસીડીટી વધે છે.
લીમડાના પાંદડા તેમજ આમળાનો ઉકાળો બનાવીને પીવાથી એસીડીટી મટે છે. અરડૂસી અને ગળો, પીત્તપાપડો, લીમડાની છાલ, કરિયાતું, ભાંગરો, હરડે, બહેડા, આમળા અને કડવા પરવળના પાંદડાને ભેળવીને તેનો ઉકાળો બનાવીનેમધ નાખીને પીવાથી એસીડીટી જડપથી મટે છે. ચૂનાનું સાફ પાણી પીવાથી એસીડીટી મટે છે.
ગુલાબજળમાં ગુલાબનું ફૂલ, એક ઈલાયચી અને એક ચમચી ધાણાનું ચૂર્ણ ભેળવીને સેવન કરવાથી એસીડીટી મટે છે. ગુલાબજળમાં ચંદનનું તેલ ભેળવીને શરીર પર માલીશ કરવાથી એસીડીટીનું દર્દ મટે છે. ખેરના વૃક્ષનો કાઠું અડધાથી એક ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી ખાટા ઓડકાર અને એસીડીટી મટે છે.
ફુદીનાની ચટણી બનાવીને તેમાં ખાંડ નાખીને ખાવાથી એસીડીટી મટે છે. જાંબુનો 1 ચમચી જેટલો રસ થોડા ગોળ સાથે લેવાથી ઉલટી, ગેસ બંધ થઈને એસીડીટી મટે છે. લસણ ખાલી પેટ સવારે ખાવાથી એસીડીટી મટે છે. લસણની કળીઓ ઘીમાં તળીને ધાણા અને જીરું વાટીને નાખીને સેવન કરવાથી એસીડીટી મટે છે.
કરિયાતું અને જેઠીમધને પાણીમાં વાટીને સેવન કરવાથી એસીડીટી મટે છે, તરબૂચ શરીરને હાઈડ્રેટ રાખે છે જેના લીધે સેવન કરવાથી એસીડીટી મટે છે. શેરડીના રસમાં લીંબુ અને આદુનો રસ નાખીને સેવન કરવાથી એસીડીટી મટે છે. હિંગ અને તેમાં થોડુક સિંધવમીઠું ભેળવીને પીવાથી એસીડીટી ને કબજિયાત તેમજ ગેસ મટે છે.
જમ્ભીરી લીંબુનો રસ સાંજે પીવાથી એસીડીટી મટે છે. સુકી દ્રાક્ષ, હરડે અને ખંડ બરાબર માત્રામાં લઈને સારી રીતે વાટીને તેની ગોળીઓ બનાવી લેવી. 1-1 ગોળીઓ સવારે અને સાંજે ઠંડા પાણી સાથે સેવન કરવાથી એસીડીટી, હ્રદય અને ગળાની જલન દુર થાય છે. સાંજે પાણીમાં દ્રાક્ષ અને વરીયાળી પલાળી સવારે તેનું મિશ્રણ કરીને વાટીને પીવાથી એસીડીટી મટે છે.
શતાવરીના મૂળ અડધા ગ્રામ મધમાં ભેળવીને સેવન કરવાથી એસીડીટી મટે છે. પાન ખાવાથી એસીડીટી મટે છે. મેથીના પાંદડાને પાણીમાં ભેળવીને પીવાથી એસીડીટી મટે છે. કરેલાંમાં સિંધ મીઠું ભેળવીને ભોજન સાથે લેવાથી એસીડીટી મટે છે. પરવળના પાંદડા, લીમડો, અરડૂસી, મીંઢોળ, સિંધવ મીઠું અને મધ ભેળવીને તેનો ઉકાળો બનાવીને સેવન કરવાથી ઉલટી થઈને એસીડીટી રોગ મટે છે.
આમ, એસીડીટી મટાડવા માટે ઉપરોક્ત તમામ ઉપચારો ઉપયોગી છે. અમે આ તમામ ઉપચારો આયુર્વેદિક ઔષધિઓ દ્વારા ઈલાજ બતાવ્યા છે માટે તે શરીરમાં કોઈ જ પ્રકારની આડઅસર કર્યા વગર જ એસીડીટીનો રોગ મટાડે છે. સાથે તે ગેસ, વાયુ, આફરો, બળતરા અને ખાટા ઓડકારો મટાડે છે. આશા રાખીએ કે આ માહિતી તમને એસીડીટી મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે એસીડીટીથી મુકિત મેળવી શકો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.