અસ્થમા કે દમ શ્વસનતંત્રની બીમારી છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કેમ કે શ્વસન તંત્ર માર્ગમાં સોજો આવવાને કારણે તે સંકોચાય જાય છે, એટલા માટે નાના નાના શ્વાસ લેવા પડે છે, છાતીમાં ખેચાણ જેવો અનુભવ થાય છે, શ્વાસ ફૂલવા લાગે છે અને વારંવાર ખાંસી આવે છે, આ બીમારી કોઇપણ ઉમરના લોકોને થઇ શકે છે. અસ્થમાથી શ્વાસ નળીમાં સોજો આવી જાય છે તે અંદરથી શ્વાસ લેતા, કાઢતા અંદર સીટીઓ વાગતી હોય તેવો અવાજ આવે છે. અસ્થમા બીમારીના બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં એક નિશ્વિત અને બીજું અનિશ્વિત. જેમાં નિશ્વિત પ્રકારનો અસ્થમા એલેર્જીના કારણે થાય છે જયારે અનિશ્વિત પ્રકારનો અસ્થમા, આનુવંશીક અને ઋતુના પ્રભાવના કારણે થાય છે. જેને નાબુદ કરી શકાતો નથી પરંતુ સારવાર દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે.
અસ્થમા થવાનું કારણ: ઘરમાં ધૂળવાળું વાતાવરણ, ઘરમાં પાળેલા જાનવર, બહારની હવાનું પ્રદુષણ, પુષ્પોની રજ, ફૂગ, સ્પોર્સ, વંદો જેવા જીવાણુઓની રજ,દવાઓ અને રસીઓથી, કસરતનો અભાવ દવા શાક ભાજી છાતીમાં ચેપ વાહન ના ધુમાડા , સુગંધીત સાધનો, શરદી, ફ્લુ, ધુમ્રપાન, હોર્મોન્સમાં ફેરફાર, વધારે દવાઓનું સેવન, શિયાળાની ઠંડી, કફ, ચિંતા કે ડર, જંક ફૂડ, વધારે મીઠાનું સેવન, આનુવંશિકતા અને એલેર્જી વગેરે કારણે અસ્થમા થાય છે,
અસ્થમાના રોગના લક્ષણો: રાત્રે અને સવારે વધુ ખાંસી આવે, છાતીમાં સસણી જેવો અવાજ આવે, ધૂળ કે ધુમાડો કે તીવ્ર વાસ કે રુવાંટીવાળા પ્રાણી કે પક્ષીઓના સંપર્કમાં આવવાથી તરત ખાંસી આવે, અસ્થમા થતા શ્વાસ લેવામાં તકલીફ પડે, અચાનક જ આ રોગ લાગે, સુકી ઉધરસ આવે, છાતી પર ભાર લાગે, ખાંસી, છીંક કે શરદી જેવી એલેર્જી લાગે, છાતી જકડાય, શ્વાસ ઝડપથી લેતી વખતે પરસેવો આવે, બેચેની થાય, માથું ભારે લાગે, શ્વાસ લેતી વખતે થાક લાગે, ઉલ્ટી થાય વગેરે અસ્થમાના લક્ષણો છે.
આદું: ઘરોમાં અસ્થમા માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે, એક ચમચી આદુનો રસ એક કપ પાણીમાં ભેળવીને દરરોજ સાંજે પીવાથી અસ્થામમાં રાહત રહે છે. દવાઓથી થયેલા અસ્થમામાં માંસપેશીની શિથિલતા દુર કરે છે. આદુનો રસ દમના રોજના દર્દીને કપ દુર કરવામાં ફાયદો આપે છે.
સરસવનું તેલ: સરસવનું તેલ અસ્થમાના રોગના દર્દીને ખુબજ રાહત આપે છે. દરરોજ નાકના માર્ગમાં સરસવના તેલની માલીશ કરવાથી નાક સાફ થાય છે. શ્વસન તંત્રમાં આવતો સોજો અને વચ્ચે આવનાર કચરાને સરસવનું તેલ દુર કરે છે. આના લીધે શ્વાસ લેવામાં સરળતા રહે છે.
અંજીર: કફ દુર નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દુર કરીને અસ્થમાના રોગને નિયંત્રિત ઈ શકાય છે. અંજીર ખુબ સ્વાસ્થ્યપ્રદ હોય છે. અંજીરનો ઉપયોગ કરવા માટે ત્રણ સુકા અંજીરને પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે પી લેવા. આમ અસ્થમાના રોગમાં અંજીરની અસર લાંબા સમય સુધી રહે છે.
દાડમ: આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં ભેળવીનેને લેવી અસ્થમાના દર્દીને ફાયદાકારક છે. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરવું જોઈએ. તેનાથી શ્વાસ લેવાના માર્ગમાંથી ચીકાસ અને રજકણો દુર થાય છે. સાથે શ્વસન માર્ગનો સોજો પણ દુર થાય છે. આમ દાડમ અન્ય રોગને અને શ્વાસની તકલીફ માટે ખુબ જ ઉપયોગી છે.
લસણ: જો અસ્થમા પ્રારંભિક અવસ્થામાં હોય તો લસણ અ દર્દી માટે ખુબ જ ઉપયોગી છે. તે ફેફસાના કફને સાફ કરી નાખે છે અને શ્વસન માર્ગને સાફ રાખે છે અને સાથે શરીરમાં બેકટેરિયાને પણ નાશ કરે છે અને શરીરમાં સ્ફૂર્તિ આપે છે. એક કફના દુધમાં ચોથા ભાગનું લસણ નાખીને ઉકાળીને ખાવું ખુબ જ ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા લસણનો રસ પીવાથી ફાયદો થાય છે. દરરોજ ભોજનમાં લસણ લેવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય છે. 30 મિલી દુધમાં લસણની પાંચ કળીઓ કળીઓ ઉકાળીને દરરોજ સેવન કરવાથી અસ્થમામાં ફાયદો થાય છે.
મેથી: મેથી ફેફસાની સફાઈ કરે છે. એક કપ પાણીમાં એક ચમચી મેથીના બીજ ઉકાળવાથી ખુબ જ ફાયદો થાય છે. તેમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને ખાઈ શકાય છે. તે દ્રાવણ દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
કોફી: કોફીગરમ ગુણ ધરાવે છે, જેથી શ્વસન માર્ગને સાફ કરે છે, જેથી શ્વાસ લેવામાં સહાય કરે છે. કોફીના લીધે નાકના અબંને ટેરવા સાફ રહે છે. શરીરનો કફ અને ચીકાશ દુર થાય છે. કોફીમાં બ્રોકોડાયલેટર ગુણ હોય છે જેથી અસ્થમાના રોગીને માટે માટે ખુબ જ ઉપયોગી છે.
કપૂર: અસ્થમા રોગના નિયંત્રણ માટે કપૂર ખુબ જ ઉપયોગી છે. કપૂર અને સરસવનું તેલ ગરમ કરીને છાતીમાં તેમજ પીઠ ઉપર ચોપડવાથી અસ્થમાનો રોગ કાબુમાં રહે છે,શ્વસન માર્ગમાં નસકોરાના ભાગે સરસવનું તેલ લગાડવાથી રાહત રહે છે.
નીલગીરીનું તેલ: નીલગીરીનું તેલ અસ્થમા માટે એક ઉત્તમ ઔષધી છે. નારીયેળીના રહેલા ઘટક તત્વો ફેફસા અને શ્વસનનળીમાં રહેલા તેમજ શ્વસન તંત્રના માર્ગમાં રહેલા કફ અને કચરાને દુર કરે છે. તેલના ટીપા કપાસના રૂ ના પૂમડા નાખી તેને સુંઘો અને સુતા સમયે માથા પર રાખવાથી અસ્થમા રોગમાં રાહત મળે છે.
તુલસી: તુળસી અસ્થમાના નિયંત્રણ માટે ખુબ જ લાભદાયક છે. તુલસીના પાંદડા સારી રીતે સાફ કરીને તેમાં કાળા તીખા સાથે છૂંદો બનાવીને ખાવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. આ સિવાય તુલસીને પાણી સાથે વાટીને તેમાં મધ ભેળવીને ચાટવાથી અસ્થમામાં રાહત રહે છે.
કેળા: પાકા કેળાને છાલ સાથે શેકીને ત્યારપછી તેની છાલ દુર કરી કેળાના અંદરના ભાગને કાઢીને તેમાં છૂંદીને તેમાં કાળા તીખા નાખીને અસ્થમાના રોગીને આપવાથી અસ્થમાનો રોગ કંટ્રોલમાં રહે છે. અને જેથી અસ્થમાના રોગીને રાહત મળે છે.
અજમા: ગરમ પાણીમાં અજમાની વરાળ લેવાથી અસ્થમામાં રાહત મળે છે. આ ખુબ ઉપયોગી ઉપચાર છે. આ ઉકાળામાં 4 થી 5 લવિંગ અને 125 મિલી પાણીમાં 5 મિનીટ સુધી ગરમ ગરમ કર્યા બાદ ગાળીને તેમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી અસ્થમાના રોગીને ખુબ જ ફાયદો થાય છે. દરરોજ બે થી ત્રણ ઉકાળો બનાવીને દર્દીને આપવાથી નિશ્વિત રૂપે અસ્થમાના દર્દીને લાભ થાય છે.
કારેલા: અસ્થમાના કાયમી ઈલાજ માટે કારેલાનો પ્રયોગ ખુબ જ ફાયદાકારક છે. કરેલાનો એક ચમચી છૂંદો અને તેમાં મધ તેમજ તુલસીના પાંદડા સાથે ભેળવીને ખાવાથી અસ્થમા રોગમાં ખુબ જ ફાયદો કરે છે. અસ્થમાને મૂળમાંથી કાઢવા માટે કારેલા શ્રેષ્ઠ છે.
ડુંગળી: અસ્થમામાં કાચી ડુંગળીનું સેવન લાભદાયક છે. ડુંગળીમાં આવેલું સલ્ફર ફેફસાની બળતરા અને અન્ય સમસ્યાને ઓછી કરે છે, જેથી ડુંગળી અસ્થમાનો સફળ ઉપચાર છે.
સરગવો: આયુર્વેદ અનુસાર સરગવામાં કફ ઓછો કરવાના ગુણ હોય છે અને આ ગુણના લીધે અસ્થમાંમાં તેનું સેવન કરવું લાભકારી છે. તમે અસ્થમાના રોગી છો તો પોતાના ડાયટમાં સરગવાની શાકભાજી તરીકે ઉપયોગ કરી શકો છો. સરગવો સાંધાના દુખાવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
ઈલાયચી: મોટી ઈલાયચી માં કફને મટાડવાના ગુણ ધરાવનાર છે. એટલે કે તે શરીરમાં કફનો ઘટાડો કરે છે. જેથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો કરે છે. જેથી અસ્થમાના રોગીના આયુર્વેદિક નિષ્ણાતો અસ્થમાના રોગી માટે મોટી ઈલાયચીનું સેવન કરવાની સલાહ આપે છે.
હરડે: હરડે ઉર્જાદાયક છે અને તે સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે અસ્થમા, ખાંસી, તીખો અવાજ અને પેટ ફૂલી જવું અને ગળામાં ખારાશ વગેરેમાં ઉપયોગી છે. જેથી આ તમામ સમસ્યાઓ અસ્થમામાં તકલીફ કરે છે. જેથી હરડે અસ્થમાના રોગમાં હરડે રાહત આપી શકે છે.
અરડૂસી: અરડૂસીના પાંદડાને વાટીને સુંઘવાથી નાકની તેમજ શ્વસન માર્ગની નળીઓને સાફ કરે છે. સાથે તે નળીઓને પહોળી પણ કરે છે. અરડુચી નિસ્સારક અને એન્ટીસ્પૈસમોડીક વાળા ગુણ હોય છે. તે શ્વાસનળીઓને પહોળી કરવામાં અને અસ્થમામાં અસ્થમા અને ખાંસી વગેરેમાં રાહત આપે છે.
મુલેઠી: મુલેઠી એક ખુબ જ અસરદાર જડીબુટ્ટી છે. જે ગળાની ઘણીબધી બીમારીઓને દુર કરવામાં સહાયક છે. મુલેઠી શ્વાસ નળીઓની નળીઓને આરામ આપવામાં અને અસ્થમાની બીમારીમાં રાહત આપે છે. અડધી ચમચી આદુ અને એક ચમચી મુલેઠી મેળવીને ચા બનાવીને પીવાથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો થાય છે. મુલેઠી શ્વાસનળીને વ્યવસ્થિત ચલાવે છે. શ્વાસ છોડવાની તકલીફ તકલીફ દુર કરે છે. મુલેઠી શરીરની અંદરની એલેર્જીથી બચાવે છે.
આમ, આ ઔષધીઓનો ઉપયોગ કરીને અસ્થમા રોગમાં રાહત મેળવી શકાય છે, આ તમામ જડીબુટ્ટીઓમાંથી તમને જે ઔષધિઓ અનુકુળ આવે તેને ઉપયોગમાં લઈને અહિયાં અમે બતાવેલા ઉપચારો પ્રમાણે ઈલાજ કરવાથી તમને જરૂરથી અસ્થમામાં રાહત મળશે, આ માહિતી અમે અસ્થમાના રોગીઓ માટે અને તેમની આ સમસ્યાના ઈલાજ માટે રજુ કરી છે આશા રાખીએ કે આ માહિતી અસ્થમાના દર્દીઓને ખુબ જ ઉપયોગી થાય.
🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.