અશેરીયાનો છોડ ફૂટ 2 ફૂટ જેટલો ઉંચો જોવા મળે છે. ગુજરાતમાં તથા ભારતમાં અશેરીયો બધી જ જગ્યાએ થાય છે. ખાનદેશમાં અશેરીયો નદીના અથવા ઝરાના કિનારા પર પુષ્કળ પ્રમાણમાં વવાય છે. ખેડૂતો તેનું વાવેતર કરે છે. તે સ્વાદે તીખો, ગરમ અને કડવો હોય છે. તેના બી રાઈના દાણા જેવા જોવા મળે છે. તે છીકણી રંગના તેમજ લંબગોળ આકારના ગોળ હોય છે. 16 મી સદીમાં લખાયેલ ભાવ પ્રકાશ ગ્રંથમાં અશેરીયા વિશેની માહિતી મળે છે, આ પછી નીઘંટુમાં તેનો ઉલ્લેખ મળે છે. ખાસ કરીને સાંધા અબે ભાંગતોડ માટેનો શ્રેષ્ઠ ઈલાજ આ અશેરીયાને માનવામાં આવે છે.
જેનો ખાસ ઉપયોગ મહિલાઓમાં ધાવણ વધારવા માટે, વાયુનો નાશ કરવામાં, તાકાતમાં વધારો કરવા માટે તેમજ હેડકીને બંધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
અશેરીયાને હિન્દીમાં હાલો, ચંદ્રશુર કે હલીમ તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Lepidium Sativum છે. જેને અંગ્રેજીમાં Garden Cress કહે છે. અશેરીયાનો રંગ ભૂરો અને કાળો હોય છે. તે સ્વાદે કડવો હોય છે જે દેખાવે સરસવના છોડ જેવો હોય છે. જે ગરમ પ્રકૃતિ ધરાવે છે. અશેરીયાના છોડ નાના નાના, એકથી દોઢ ફૂટ ઉંચાઈના થાય છ્હે. તેના દાણા બી રાઈના દાણા જેવા હોય છે અને તેના બી બારીક અને ચપટા હોય છે. તે લંબગોળ, સાંકડાઅને ટોચે સહેજ ચપટા હોય છે. બીનો રંગ રાતો હોય છે. અશેરીયાના દાણામાં સત્તાવીશ ટકા તેલ હોય છે. અશેરીયોએ વર્ષાયુ છોડ છે. અશેરીયાને ગુજરાતીમાં અશેરીયો કે અશહેરિયો પણ કહેવામાં આવે છે.
અહિયાં અમે અશેરીયાના ઔષધીય ગુણો અને તેના લીધે મટી શકતા રોગો વિશે જણાવી રહ્યા છીએ.
દુખાવો: અશેરીયાના બીજ ખાવાતથી યકૃત તથા બરોળના લોહીનો જમાવ દૂર થાય છે. અશેરીયાને પાણીમાં વાટીને પીવાથી તથા લેપ કરવાથી લોહી સંબંધિત સમસ્યાઓ દુર થાય છે અને શરીરનો દુખાવો મટે છે. અશેરીયાના 50 ગ્રામ બીજને 200 મિલી તલના તેલમાં પકવીને ગાળીને લગાવવાથી શરીરનો દુખાવો મટે છે.
સંધિવા: જે લોકોને ખુબ દુખાવો થતો હોય તેવા લોકોએ અને સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા માટે તેની રાબ બનાવીને પીવાય છે. હાથપગના દરેક દુખાવા માટે અશેરીયો ખુબ જ ઉપયોગી છે. અશેરીયાના બીજનો લેપ બનાવી મસકોડનો સોજો, સાંધાના દુઃખાવા, સ્નાયુના દુખાવા વગેરેમાં તેનો લેપ કરવાથી રાહત થાય છે. અશેરીયાના બી ને સાકર સાથે ખાવાથી અને થોડા સમય બાદ ઉપરથી દૂધ પીવાથી કમર મજબુત બને છે અને સાંધાના દુખાવા મટે છે.
વા: સંધિવા, કમરનો દુખાવો, ગોઠણ વગેરે ઝલાઈ અકડાઈ જાય છે ત્યારે તેના બીની રાબ કરીને પીવાથી તે મટે છે. પહેલા દૂધ ઉકાળી તેમાં 4 થી 6 ગ્રામ અશેરીયાના બી નાખી, બી ગળી જાય ત્યાં સુધી સારી રીતે ઉકાળી, ગાઢું થાય ત્યારે ખાંડ નાખી તેની ખીર બનાવી વાનો રોગ ધરાવતા દર્દીને આપવાથી વા નો રોગ મટે છે.
મુંઢ ઘા: ચોટ કે બેઠા માર પર અશેરીયાના બીની પોટીસ બંધાય છે. અશેરીયો, હળદર, સાજીખાર અને મેદાલાકડીને પાણીમાં પીસી, ગરમ કરી, ચોટ કે માર પર તેનો લેપ કરવાથી એકત્ર થયેલું લોહી છુટું પડે છે અને સોજો મટે છે. ઘાના સોજાને દુર કરવા માટે 300 ગ્રામ ગાયના દુધમાં 1 ચમચી અશેરીયો ઉકાળીને તેને ગાળીને લેવાથી સોજા મટે છે.
કમરનો દુઃખાવો: કમરનો દુખાવો અને તે સંબંધિત સમસ્યામાં અશેરીયો ખુબ ફાયદાકારક છે. અશેરીયામાં એન્ટીઈનફ્લેમેટ્રી ગુણ હોય છે જે આયુર્વેદ અનુસાર ગરમ સ્વભાવ ધરાવે છે જે વાયુ અને સોજાને ઘટાડે છે.
શરીરના હ્રષ્ટપુષ્ટ અને શક્તિ માટે: અશેરીયો 200 ગ્રામ લઈ ઘીમાં શેકવો, પછી ઘઉંનો રવો (લોટ) 800 ગ્રામ તથા અડદનો લોટ 200 ગ્રામ લઇ, તેને ઘીમાં શેકવો, ત્યારપછી ઘી તથા ખાંડ 800-800 ગ્રામ લઇ, ઘી અને ખાંડનો પાયો લાવી, તેમાં અશેરીયો, લોટ તથા બે દાણા ચારોળી, પીસ્તા, એલચી, જાયફળ, જાવંત્રી અને પીપરીમૂળ ઈચ્છા પ્રમાણે મેળવી થાળીમાં તેના ચોસલા પાડવા અથવા લાડુ મોદક બનાવવા. અશેરીયાનો આ પાક શિયાળાની ઠંડી ઋતુમાં ખાવાથો શરીરી પુષ્ટ અને બળવાન થાય છે. આ પાક ખુબ જ પોષ્ટિક છે. અશેરીયાના બીજની ખીર બનાવીને આપવાથી શરીર રુષ્ટ અને મજબુત બાંધાનું બને છે. જે લોકો હાઈટ વધારવા માંગે છે તેઓને અશેરિયો ઉકાળીને આપવાથી લાભ થાય છે.
યકૃત અને બરોળની સમસ્યા: ઘણા લોકોને યકૃત અને બરોળની સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા સાંધાના દુખાવાના કારણે થતી હોય છે. આ સમસ્યાના ઈલાજમાં અશેરિયાની રાબ બનાવીને આપવાથી આ દુખાવો મટે છે. અશેરીયામાં સાંધા તેમજ દુખાવામાં મટાડવાના ગુણ હોય છે. જેથી કમર મજબુત બને છે. શરીર રુષ્ટ અને મજબુત બાંધાનું બને છે. 10 થી 15 મિલી અશેરીયાનો ઉકાળો બનાવીને પીવાથી લીવર સંબંધી રોગ મટે છે.
મૈથુન શક્તિ: અશેરીયાના બીજ અને સાકર સાથે ખાવાથી અને તે બાદ દૂધ પીવાથી મૈથુન શકિતમાં વધારો થાય છે અને વીર્યમાં પણ વધારો થાય છે. અશેરીયા દ્વારા શરીરમાં પ્રજનન ક્ષમતા માટેના હોર્મોન્સનું નિર્માણ કરી શકવાની ક્ષમતા હોવાથી સંભોગ કરવાની શક્તિમાં વધરો થાય છે.
પ્રસુતિ: સ્ત્રીઓને જલ્દી પ્રસવ કરાવવા માટે તેમજ પુષ્ટિ માટે પણ તેના બીની રાબ અપાય છે. અશેરીયાના બીજની ખીર પ્રસુતા સ્ત્રીઓને પ્રસુતિ બાદ બે માંસ પછી પીવડાવવાથી ધાવણ વધે છે અને નબળાઈ મટે છે. અશેરીયાના બીજ અને સાકર ભેળવીને તેની ખીર બનાવીને પ્રસુતા મહિલાને ખવડાવવાથી બાળક શરીરથી મજબુત અને ધાવણમાં વધારો થાય છે.
ઉલ્ટી-હેડકી: અશેરીયો ઉષ્ણ ગરમ અને અનુલોમન ઓવાથી ખોરાકના અધૂરા પાચનને કારણે થતી ઉલ્ટી અને હેડકી મટાડે છે. અશેરીયાના બીજ વાટી, પાણીમાં પલાળી રાખી, ગાળીને પીવાથી હેડકી મટે છે. 10 ગામ અશેરીયાના બી ને 8 ગણા પાણીમાં ગરમ કરીને તે ઘટ્ટ બની જાય ત્યારે કપડાથી ગાળી લેવું. આ પાણીનું 50 મિલી માત્રામાં વારંવાર પીવાથી હેડકી બંધ થઇ જાય છે. ગેસ અને અપચાને કારણે થતી ઉલ્ટીમાં અશેરિયાથી ફાયદો થાય છે.
લોહીવાળા મસા: અશેરીયાના બીજ લોહીવાળા મસાના ઈલાજમાં મદદ કરે છે. 5 મિલી જેટલા અશેરીયાના બીજનો રસ લો. તેને પાણી કે નારિયેળના પાણી સાથે ભેળવીને પીવાથી લોહીવાળા હરસમસા મટે છે. તે મસાને લીધે દુખાવો થતો હોય તે દુખાવો મટાડે છે.
શરદી-ઉધરસ: અશેરીયાના બીજનો ઉકાળો બનાવી તેનું 10 થી 15 મિલી માત્રામાં પીવાથી શરદીથી થનારી પરેશાની મટે છે. અશેરીયાની કુમળી નવ અંકુરિત ડાળખીઓનો ઉકાળો બનાવીને 5 થી 10 મિલી માત્રામાં પિવડાવવાથી સુકી ઉધરસ મટે છે.
ઝાડા- મરડો: અશેરીયાના બીજના કારણે ઝાડાની સમસ્યામાં લાભ થાય છે. 1 ચમચી અશેરીયાના બીજના રસમાં 1 ગ્લાસ નારિયેળ પાણી ભેળવીને પીવાથી ઝાડા અને મરડો મટે છે. 1 થી 2 ગ્રામ અશેરીયાના મુળિયાના ચૂર્ણનું સેવન કરવાથી ઝાડાની સમસ્યા મટે છે. અશેરીયાને વાટી, પાણીમાં તેનો લુઆબ બનાવી આપવાથી મરડો મટે છે. ખાટા ઝાડાની સમસ્યા ઠીક કરવા માટે અશેરીયાના બીજનું પેસ્ટ બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. .
કબજિયાત: અશેરીયાના બીને આઠ ગણા પાણીમાં, એકાદ કલાક પલાળી રાખી, મસળી, ગાળીને તે પાણી 20 થી 50 ગ્રામ રાત્રે લાંબા સમય સુધી પીવાથી કબજિયાત મટે છે. કબજીયાતની સમસ્યામાં અશેરીયામાં આવેલા કફ જેવા પદાર્થને કારણે તે લેક્સ્ટીવ ગુણ વાળા હોય છે જે કબજીયાતની સમસ્યા દુર કરે છે.
પેટના રોગ: પેટ અને ઉદર સંબંધિત રોગમાં અશેરીયો ખુબ જ ફાયદાકારક છે. કારણ કે અશેરીયામાં ગેસ્ટ્રોપ્રોટેક્ટીવની ક્રિયાશીલતા મળી આવે છે, જેના કારણે તે ઉદર સંબંધી વિકારોમાં દુર કરવામાં મદદ કરે છે. જેથી પેટના રોગ દુર થાય છે.
સ્તનમાં દુધની વૃદ્ધિ: સ્તનમાં કરાવનારી કોઇપણ મહિલાને દુધની કમી થઈ રહી હોય તો અશેરીયાના બીજથી ફાયદો મેળવી શકાય છે. અશેરીયાના બીજથી બનાવેલા 10 થી 20 મિલી ઉકાળામાં એક ચમચી મધ ભેળવીને પીવાથી સ્તનમાં દુધની વૃદ્ધિ થાય છે. 5 થી 10 ગ્રામ બીજને 100 મિલી દુધમાં ખુબ ગરમ કરો અને સ્ત્રીઓને પીવડાવવાથી સ્તનમાં દુધની વૃદ્ધિ થાય છે. અશેરીયાના બીજને ઘીમાં તળીને સાકર ભેળવી દો. તેનું સેવન કરવાથી સ્તનમાં દુધની વૃદ્ધિ થાય છે.
આ રોગ સહીત અશેરીયાના બીજના લીધે ખૂની હરસ મસામાં રાહત મળે છે. 5 મિલી અશેરીયાના બીજનો રસ અને પાણી અથવા નારિયેળના પાણી ભેળવીને પીવાથી લોહી નીકળતા મસા મટે છે. અશેરીયાની ખીર બાળકોને પાવથી બાળકો હ્યષ્ટપુષ્ટ થાય છે, તે વાયુનો નાશ કરે છે અને કમરને મજબુત બનાવે છે, ધાતુને પુષ્ટ કરે છે અને કટીશૂળ તથા રાંઝણને મટાડે છે. 10 થી 15 મિલી અશેરીયાના બીજનો ઉકાળો પીવાથી લીવર સંબંધિત રોગોમાં ફાયદો થાય છે.
અશેરીયાના મૂળ, ફળ, ફૂલ, છાલ અને પાંદડાનો ઉકાળો બનાવીને 10 થી 15 મિલી માત્રામાં પીવાથી શીળસ મટે છે. અશેરીયો દુધમાં પલાળી, પોટલી કરીને આંખે બાંધવાથી આંખનો સોજો અને દુખતી આંખો મટે છે. અશેરીયાના બીજને ખાંડીને પેસ્ટ બનાવીને લગાવવાથી સોજો ઉતરે છે. અશેરીયાના બીજનું તેલમાં વા ના રોગ અને ગાંઠ વાળા રોગમાં તેલની માલીસ કરવાથી તે ગાંઠ મટે છે.
ઉંચાઈ વધારવા: ઉંચાઈ અને વજન વધારવા માટે અશેરિયો ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. આ માટે ઊંચાઈ વધારવા માટે અમે અહિયાં અશેરીયાની ખીર બનાવવાની રીત જણાવીએ છીએ. અશ્વગંધા અને અશેરીયાને જ આયુર્વેદમાં શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ ઔષધી માનવામાં આવી છે.
જરૂરી સામગ્રી: 20 ગ્રામ, 250 ગ્રામ ગાયનું દૂધ અને 30 ગ્રામ અશેરીયો તેમજ 20 ગ્રામ દેશી ખાંડ.
અશેરીયાની ખીર બનાવવાની રીત: સુકી નાગોરી 20 ગ્રામ અશ્વગંધાને બારીક ખાંડી કે વાટી લો. આ પછી 30 ગ્રામ અશેરીયાને સાફ કરીને ગાયના 250 ગ્રામ દુધમાં હળવી આંચથી પકાવી લો. જ્યારે પ્રેસર કુકરની સિટી વાગે ત્યારે તેને ઉતારીને બારીક કરી લો તેમજ તેમાં 20 ગ્રામ અશ્વગંધા અને ખાંડ નાખીને ઢાકીને થોડો થોડી ગરમ થવા દો. આ ખીર દરરોજ સૂતી વખતે ખાવી. સતત 45 થી 60 દિવસ સુધી આ ખીરનું સેવન કરવાથી ઊંચાઈ વધવા લાગે છે.
આમ, અશેરીયો એક ઔષધી તરીકે ખુબ જ અગત્યના ગુણ ધરાવે છે, જે ઉપરોક્ત રોગ માટે ફાયદાકારક છે. આશા રાખીએ કે આ માહિતી દ્વારા અશેરીયો નામની આ વનસ્પતિથી તમે વાકેફ થશો અને તેનું તમારી ઈલાજ તરીકે ઉપયોગમાં લઈને બીમારીને નાબુદ કરશો. આ અશેરીયા નામની ઔષધી વિશેના તમારા અનુભવો જણાવવા અમારા ફેસબુક પેજ દેશી ઓસડીયાની મુલાકાત લઈ શકો છો.
આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.