આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને હ્રદય સંબંધી બીમારી હોય તો તેમાં અર્જુનની છાલનો પ્રયોગ કરવામાં આવે છે. આ સિવાય અર્જુનના વૃક્ષના ઘણા બધા ફાયદાઓ છે. આ વૃક્ષ શરીર માટે અનેક રીતે ઉપયોગી છે.
અર્જુનની છાલનો ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તે કષેલા રસના લીધે તે કફ અને પિત્તનું શમન કરે છે. પરંતુ તે વાતને વધારે છે. જે લોકોના શરીરમાં કફ અને પિત્ત દોષને વિકૃત થવાથી કે વધવાથી હ્રદયથી સંબંધીત વિકાર હોય તો એ બધાએ અર્જુનની છાલનો ઉપયોગ કરવો જોઈએ.
અર્જુન હ્રદયની માંસ પેશીઓને બળ આપે છે. જેનાથી લોહીની પરિભ્રમણ ક્ષમતા સુધરે છે. જે લોકોને બીપીની તકલીફ હોય, જે લોકોનું કોલેસ્ટ્રોલ વધેલું હોય. હ્રદય રોગને કારણે જે લોકોને શરીર પર સોજો આવેલો હોય, જે લોકોને ડર ખુબ જ જલ્દી લાગે છે અને ડર લાગવાથી જે લોકોના હ્રદયના ધબકારા વધી જાય છે આ બધા માટે અર્જુનનું સેવન ફાયદાકારક છે.
અર્જુનની છાલ લોહીની શુદ્ધિ કરે છે. જેના લીધે ચામડી સંબંધિત બીમારીમાં ફાયદો કરે છે. જે ઘણા રીતે તે લોહી નીકળી રહ્યું હોય તો તે લોહીને રોકવાનું કાર્ય કરે છે. જે લોકોને ઘા લાગ્યો હોય અને તેમાંથી લોહી નીકળી રહ્યું હોય જેને રોકવામાં તે મદદ કરે છે.
જે લોકોને હરસ મસા હોય તેમાં પણ અર્જુન ફાયદો કરે છે. હરસ મસામાં લોહી નીકળતું હોય તેમાં પણ અર્જુનની છાલ ફાયદો કરે છે. કોઈ લોકોને વધારે પ્રમાણમાં ઝાડા થઈ રહ્યા હોય અને તેમાંથી લોહી નીકળી રહ્યું હોય તે લોકોને પણ અર્જુનની છાલનું સેવન કરી શકે છે.
અર્જુનની છાલ છાયડે સુકાવીને, તેને ખાંડીને લે વાટીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને કોઈ કપડામાં ગાળીને રાખવું, દરરોજ 3 ગ્રામ ચૂર્ણનેગ ગાયના ઘી અને મિશ્રી સાથે ભેળવીને ખાવાથી હ્રદયની દુર્બળતા મટે છે.
હાર્ટએટેક થયા બાદ 40 મિલીલીટર અર્જુનની છાલનો દૂધ સાથે બનેલો ઉકાળો સવારે તથા રાત્રે બંને સમયે સેવન કરવાથી હ્રદયના વધારે ધબકારા, હ્રદયમાં પીડા, ઘબરાહટ વગેરે રોગ દૂર થઈ જાય છે. કપડામાં ગાળીને લીધેલા ચૂર્ણનો પ્રભાવ ઇન્જેક્શનથી પણ વધારે હોય છે. જીભ પર રાખીને સુચતા રહેવાથી રોગ ઓછો થવા લાગે છે. હ્રદયના વધારે ધબકારા ને નાડીની ગતી ખુબ જ કમજોર થઈ જાય ત્યારે રોગીને જીભ પર અર્જુનની છાલ રાખવાથી નાડીમાં તરત શક્તિ પ્રતીત થવા લાગે છે.
અર્જુનના વૃક્ષના પાવડરને ફાંકવાથી અને ઉપર દૂધ પીવાથી તૂટેલા હાડકા જોડાઈ જાય છે. આ ચૂર્ણને પાણી સાથે વાટીને લેપ કરવાથી દર્દમાં પણ આરામ મળે છે. શરીરના કોઈ અંગમાં પ્લાસ્ટર આવ્યું હોય તો અર્જુનની છાલનું ચૂર્ણ એક ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત એક કપ દૂધ સાથે થોડા અઠવાડીયા સુધી સેવન કરવાથી હાડકા મજબુત થવા લાગે છે. તૂટેલા હાડકાના સ્થાન પર અર્જુનની છાલને ઘીમાં પીસીને લેપ કરવાથી અને પટ્ટી બાંધીને રાખવાથી હાડકા જલ્દી જોડાઈ જાય છે.
શરીરનું કોઈ અંગ દાઝી ગયું હોય અને તેના ઘાણ પર અર્જુનનું છાલનું ચૂર્ણ લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. અર્જુનની છાલનું 1 ચમચી ચૂર્ણ, 1 કપ દુધમાં ઉકાળીને પકાવવું, જે અડધી ચમચી રહી જાય ત્યારે થોડી માત્રામાં મિશ્રી ભેળવીને સેવન કરવું. અને દિવસમાં 3 વખત સેવન કરવાથી ખૂની પ્રદર મટી જાય છે.
અર્જુન અને જાંબુના સુકા પાંદડાનું ચૂર્ણ ઉબટનની જેમ લગાવીને થોડા સમય બાદ ન્હાવાથી વધારે પરસેવો આવવાના કારણે ઉત્પન્ન થયેલી દુર્ગંધ દૂર થાય છે. અર્જુનનું છાલનું ચૂર્ણ નારિયેળના તેલમાં ભેળવીને મોઢાની ચાંદી પર લગાવવાથી મોઢાની ચાંદી ઠીક થઇ જશે.
અર્જુનની છાલને ખાંડીને 2 કપ પાણી સાથે ઉકાળી લેવું. જયારે અડધો કપ પાણી વધે ત્યારે ગાળીને દર્દીને પીવરાવી દેવો. તેનો 2 થી 3 વખત પ્રયોગ કરવાથી પેશાબ ખુલીને આવે છે અને પેશાબમાં વધારે પ્રમાણમાં વીર્ય વહી જવાનું બંધ થાય છે.
અર્જુનની છાલ બળકારક છે તથા તે તેમાં રહેલા લવણ-ખનીજોને કારણે હ્રદયની માંસપેશીઓને સશક્ત બનાવે છે. દૂધ તથા ગોળ, ખાંડ, વગેરે સાથે અર્જુનની છાલનો પાવડર નિયમિત રીતે લેતા રહેવાથી હ્રદય રોગ, જીર્ણ જવર, રક્તપિત્ત વગેરે સમસ્યાઓ ઠીક થાય છે.
અર્જુનની છાલનું સેવન કરવાથી શ્વેત પ્રદર તથા પેશાબની જલન રોકવામાં પણ તે ફાયદાકારક છે. અર્જુનની છાલ છાતીમાં જલન, જૂની ખાંસી વગેરેને રોકવામાં પણ સક્ષમ છે. હાર્ટ ફેલ અને હ્રદયશૂળમાં અર્જુનની 3 થી 6 ગ્રામ છાલ દૂધમાં ઉકાળીને લેવાથી ફાયદો મળે છે.
અર્જુનની વાટેલી છાલ 2 ચમચી, 1 ગ્લાસ દૂધ, 2 પાણી ભેળવીને ઉકાળવુ કે જેમાંથી બધું જ પાણી બળી જાય ત્યારે તેમાં બે ચમચી ખાંડ ભેળવીને ગાળી લઈને દરરોજ એકવાર હ્રદયના રોગીને પીવરાવવું. તેનાથી હ્રદય સંબંધીત રોગમાં લાભ થાય છે. શરીર તાકાતવાન બને છે.
અડધી ચમચી અર્જુનની છાલ, થોડીક શેકલો હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ભેળવીને સવારે અને સાંજે ગરમ પાણી સાથે ફાંકી જવાથી પેટમાં દુખાવો, પથરીનું દર્દ અને પેટની બળતરામાં લાભ થાય છે. કમળાના રોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ થોડાક ઘીમાં ભેળવીને લેવાથી કમળો મટે છે.
અર્જુનની છાલના ચૂર્ણમાં મીઠું તલ લગાવીને ગરમ પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે. અર્જુનના પાંદડા 3 થી 4 ટીપા રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. અર્જુનની છાલને પીસીને મધ ભેળવીને લેપ કરવાથી મોઢાની કરચલીઓ મટે છે.
અર્જુનની છાલના ચૂર્ણમાં અરડુસીના પાંદડાનો રસને 7 વખત ઉકાળીને બે ત્રણ ગ્રામની માત્રામાં મધ, મિશ્રી કે ગાયના ઘી સાથે ચાટવું. તેનાથી ટીબીમી ખાંસી જેમાં કફમાં લોહી આવે છે તે ઠીક થઈ જાય છે.
મરડાના રોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ 5 ગ્રામ ગાયના 250 મિલીલીટર દુધમાં નાખીને તેમાં લગભગ અડધો પગ પાણી નાખીને હળવી આંચ પર પકાવી લો. જયારે માત્ર થોડું દૂધ રહી જાય ત્યારે તેને ઉતારીને તેમાં 10 ગ્રામ ખડી સાકર ભેળવીને દરરોજ પીવાથી મરડો મટી જાય છે.
જયારે લોહીના પિત્ત ભળી જવાની સમસ્યા થાય ત્યારે અર્જુનની એ ચમચી છાલને રાત્રિભર પાણીમાં પલાળીને રાખો, સવારે તેને મસળીને કે ઉકાળીને તેનો ઉકાળો પીવાથી લોહીમાં પિત્ત ભળી જવાની સમસ્યા રક્તપિત્તમાં લાભ થાય છે.
રક્તપિત્ત કે લોહીની ઉલ્ટીમાં અર્જુનની છાલનું બારીક ચૂર્ણની 10 ગ્રામ માત્રાને દૂધમાં પકાવીને ખાવાથી આરામ મળે છે. તેનાથી લોહીની વાહિનીઓમાં લોહી જામવા લાવે છે અને બહાર નીકળી શકતું નથી. અર્જુનની છાલનો 40 મિલી ઉકાળો પીવાથી તાવ મટી જાય છે.
લોહીના દોષમાં અને કોઢના રોગમાં અર્જુનની છાલનું 1 ચમચી જેટલું ચૂર્ણ પાણી સાથે સેવન કરવાતી અને તેની છાલને પાણીમાં ઘસીને ચામડી પર લેપ કરવાથી કોઢના રોગમાં લાભ થાય છે. અર્જુનની છાલને પાણીમાં ઉકાળીને ગરમ પાણીમાં ભેળવીને નહાવાથી ખુબ જ લાભ થાય છે.
અર્જુનની છાલનું એક ચૂર્ણને ગોળ સાથે ફંકી લેવાથી જુનો તાવ મટી જાય છે. અર્જુનની છાલને ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. રાત્રે દૂધ અને ચોખાની ખીર બનાવી લેવી. સવારે 4 વાગ્યે આ ખીરમાં 10 ગ્રામ અર્જુનની છાલનું ચૂર્ણ ભેળવીને ખાવું જોઈએ, જેનાથી શ્વાસના તમામ પ્રકારના રોગ મટે છે.
આમ, આયુર્વેદિક ઉપચારમાં અર્જુનની છાલનું મહત્વ અનન્ય છે. જેનો ઉપયોગ કરવાથી ઉપરોક્ત રોગ સિવાય ઘણા બધા રોગો પણ ઠીક થાય છે. આ છાલ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાથી અન્ય કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.